24.4 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

અમિતાભ બચ્ચન બર્થડે : પહેલા પગારથી લઈને એયરફોર્સના સપના સુધી જાણો બિગ બીની કેટલીક અજાણી વાતો.

હેપ્પી બર્થડે અમિતાભ બચ્ચન – જાણો એયરફોર્સમાં જવાની ઈચ્છા રાખનાર અમિતાભ કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક બન્યા. આજે બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન પોતાનો 78 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે, અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે, અને દરેક જોનરની ફિલ્મોમાં પોતાને ‘મહાનાયક’ સાબિત કર્યા છે.

તમે પણ પોતાના મનપસંદ સુપરસ્ટારની ફિલ્મો વિશે ઘણું બધું જાણતા હશો, પરંતુ તેમની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ એવી હોય છે, જે બહુ ઓછા લોકો જાણે છે. આજે બિગ બીના જન્મદિવસ નિમિત્તે અમે તેમની સાથે જોડાયેલી ઘણી એવી જ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે કદાચ જ પહેલાં સાંભળી હોય.

અમિતાભ બચ્ચન ભલે એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ રાખતા હોય, પણ ફિલ્મોમાં આવતા પહેલા તેમણે 7-8 વર્ષ સુધી નોકરી કરી હતી. તેમણે બ્લેક એડ કંપની, બર્ડ એન્ડ કંપનીમાં કામ કર્યું હતું. તેમનો પહેલો પગાર મહિને 500 રૂપિયા હતો, જે પછીથી વધારીને 800 રૂપિયા કરવામાં આવ્યો હતો.

અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં તેમના અભિનયનું ટેલેન્ટ તો તમે જોયું જ છે, પરંતુ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચન પાસે એવું ટેલેન્ટ છે કે તે પોતાના બંને હાથથી લખી શકે છે. બહુ ઓછા લોકો જાણે છે કે અમિતાભ બચ્ચન પહેલા ભારતીય વાયુ સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા.

તેમણે 1969 માં વૉઇસ નરેટર તરીકે કામ કર્યું હતું, પરંતુ તેમના અવાજને કારણે ઓલ ઇન્ડિયા રેડિયોએ તેમને રિજેક્ટ કરી દીધા હતા. હવે અમિતાભ બચ્ચનનો અવાજ તેમની વિશેષ ઓળખ છે. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો કરી છે, પરંતુ શું તમે જાણો છો કે પહેલા તેમની 12 ફિલ્મો ફ્લોપ થઈ હતી.

અમિતાભ બચ્ચન ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધારે ડબલ રોલ કરવા વાળા અભિનેતા છે, અને તેમણે ફિલ્મ ‘મહાન’ માં ટ્રિપલ રોલ પણ ભજવ્યો હતો. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચન ઇચ્છતા હતા કે અમિતાભ બચ્ચનનું નામ ઇંકલાબ હોય.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મોટોરોલાનો વધુ એક ફોલ્ડેબલ ફોન લોન્ચ, 5G સાથે 48 મેગાપિક્ચર કેમેરા અને નવા લુક સાથે જાણો બીજી ખાસિયત.

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

આ ચમત્કારીક મંદિરે તોડ્યો હતો અકબરનો અહંકાર.

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

દિવાળી પર ઘરની સાથે-સાથે પોતાની કારને પણ ચમકાવો, જાણો સાફ કરવાની રીત

Amreli Live

અહીં રાવણને જમાઈ માનવામાં આવે છે, સંતાન પ્રાપ્તિ માટે મહિલાઓ કરે છે પૂજા

Amreli Live

આ છે બોલિવૂડના તે સ્ટારકિડ્સ, જેમની લોકપ્રિયતા માતા-પિતાની સાથે કરે છે બરાબરી.

Amreli Live

રામ સંજ્ઞાના રૂપમાં ભારતીય રાષ્ટ્રના હીરો છે અને વિશેષણના રૂપમાં છે મનપસંદ આદર્શ.

Amreli Live

ડોલી, કિટ્ટીની મિડિલ ક્લાસ દુનિયા અને અધૂરા સપનાઓના બોઝ, વાંચો પૂરું રીવ્યુ.

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

જ્યોતિષ પ્રમાણે કઈ રાશિઓના લોકોને મળે છે સારી નોકરી?

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

Amreli Live

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

અધિક માસમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, તમારા પર થશે ભગવાન વિષ્ણુની કૃપા.

Amreli Live

સુશાંતનો મૃતદેહને જોઈને બહેન મિતુ સિંહે જોરથી બૂમ પાડી, ‘ગુલશન તુને યે ક્યા કિયા’

Amreli Live

સૂર્યદેવ આ 4 રાશીઓના જીવન માંથી મુશ્કેલીઓ કરશે દૂર, ભાગ્યની મદદથી મળશે દરેક સુખ.

Amreli Live

હનુમાનજીને સિંદૂર ચઢાવાની પરંપરા કેમ?

Amreli Live

શ્રાવણમાં દરેક મંગળવારે અખંડ સૌભાગ્ય અને સમૃદ્ધિની ઈચ્છા કરીને દેવી પાર્વતીની કરવામાં આવે છે પૂજા.

Amreli Live