31.1 C
Amreli
08/08/2020
bhaskar-news

અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1, જસદણમાં 2, બોટાદમાં 2 અને ઉનામાં 1 કેસ પોઝિટિવ, રાજકોટ-બોટાદમાં 1-1નું મોત



સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. ત્યારે આજે અમરેલીમાં 3, જામનગરમાં 2, ભાવનગરમાં 1, જસદણમાં 2, બોટાદમાં 2 અને ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેસરમાં 1 કેસ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં 1 અને બોટાદના બરવાળામાં 1નું મોત નિપજ્યું છે. હાલ તો આરોગ્ય વિભાગે પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં આજે 3 કેસ પોઝિટિવ નોંધાયા
અમરેલી જિલ્લામાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાવરકુંડલાના જીરા-સીમરણ ગામમાં સાહુ-વહુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રંગપુરમાં 50 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જેથી અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 60 કેસ નોંધાયા છે.

જસદણમાં2 કેસ પોઝિટિવ નોંધાયા
જસદણનાં આટકોટ ખાતે આવેલ ડી. બી. પટેલ છાત્રાલયમાં ઉભા કરવામાં આવેલ ક્વોરન્ટાઈનસેન્ટરમાં 3 દિવસ પહેલા રશિયાથી આવેલા દિવયેશ અશ્વિનભાઇ ઘેટીયા (ઉં.વ20) તેમજ દોલતપર ગામના હરેશભાઈ મનસુખભાઈ માલવિયા (ઉં.વ.)39નોકોરોના રિપોર્ટ પોઝિટિવઆવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.

જામનગરમાં 2 કેસ પોઝિટિવ નોંધાયો
જામનગરમાં આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.જામનગરના લાલપુરના માર્કેટીંગયાર્ડના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ સાથે જનાનકપુરી રણજીતસાગર રોડ રહેતા 45 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભાવગનરમાં એક કેસ પોઝિટિવ નોંધાયો, 6ને ડિસ્ચાર્જ અપાયો
ભાવનગરમાં આજે એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. ઘોઘા સર્કલ શ્રમજીવી અખાડા પાસે રહેતા ઈન્દિરાબેન હસમુખભાઈ કડિયા (ઉં.વ.-60)સર.ટી. હોસ્પિટલમાં દાખલ થતાં તેનું સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલવામાં આવતા તેનોકોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ ભાવનગર આઇસોલેશન વોર્ડમાંથી 6 દર્દીઓ રોગ મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. તળાજામાં રહેતા દર્શનભાઇ વનરાજસિંહ સરવૈયા (ઉં.વ. 24), કૈલાશબા વનરાજસિંહ સરવૈયા (ઉં.વ. 58), ભાવનગરના ઘોઘારોડ સુમેરૂ ટાઉન શીપમાં રહેતાં ઓધવજીભાઇ ગોરધનભાઇ ધંધૂકીયા (ઉં.વ.55), તળાજામાં રહેતા હિતુબા લક્ષ્મણદેવસિંહ ચુડાસમા (ઉં.વ. 60), ઓરિસ્સા રહેતાં વિકાસકુમાર ગુનાનિધિ તાડ (ઉં. વ. 25) અને સંભાજીનગર થાણે મહારાષ્ટ્ર રહેતાં સૂરજ અનિલકુમાર ગુપ્તા (ઉં.વ. 29) તમામના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવેલ જયાં સઘન સારવાર બાદ રોગ મુક્ત થતાં નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે.

બોટાદ જિલ્લામાં 2 કેસ પોઝિટિવ, એક મહિલાનું મોત
બોટાદમાં આજે 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે એક મહિલાનું મોત નિપજ્યું છે. બોટાદના મીરાપાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધાનો અને બરવાળાના કાપડીયાળી ગામે રહેતા 65 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારેબરવાળામાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલાનું ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 86 કેસ નોંધાયા છે.

ઉનાના દેસરમાં એક કેસ પોઝિટિવ
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મોટા દેસર ગામના 52 વર્ષીય ચંદ્રકાન્ત રમેશ પરમાર નામના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં છે.

રાજકોટમાં સતત બીજા દિવસે એક મહિલાનું મોત
રાજકોટમાં આજે સતત બીજા દિવસે એક મહિલાનું મોત નિપજ્યું છે. સંતકબીર રોડ પર કનકનગરમાં રહેતા 55 વર્ષીય રેણુકાબેન જયવંતભાઈ ઝીંઝુવાડીયાનું આજે કોરોનાથી મોત નિપજ્યું છે. જ્યારેરાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 234 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જરાજકોટના ફુલછાબ ચોક વિસ્તારમાં આવેલ સ્ટાર પ્લાઝા ની તમામ ઓફિસો આજથી ત્રણ દિવસ બંધ રહેશે.ગઈકાલે રાજકોટનાભાવિનભાઈ નિરંજનભાઇ દફતરીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની ઓફિસ સહિતસ્ટાર પ્લાઝામા આવેલી છે. જેથી તમામ ઓફિસો 3 દિવસ બંધ રહેશે.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કવાયત હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

(જયદેવ વરૂ-અમરેલી, ભરત વ્યાસ-ભાવનગર, જયેશ ગોંધીયા-ઉના,કરશનભાઈ બામટા-આટકોટ)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona case increase in rajkot bhavnagar and all saurashtra

Related posts

ગોમતીપુર-મણિનગર કન્ટેઈનમેન્ટ, 12 કલાક સુધી કોઈ વ્યક્તિ ઘર બહાર ન નીકળે, રાજ્ય સરકાર માર્ગદર્શિકા બહાર પાડશેઃ AMC કમિશનર

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

શહેરમાં 842 ગુના નોંધાયા, 2 હજારથી વધુની ધરપકડ કરીને લોકડાઉનનો કડક અમલ કરાયો- CP આશિષ ભાટિયા

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

MPમાં ભાજપના સિંધિયા, સુમેરસિંહ અને કોંગ્રેસના દિગ્વિજયસિંહ જીત્યા, રાજસ્થાનની 3 પૈકી 2 સીટ કોંગ્રેસને મળી

Amreli Live

ભક્તોને યૂટ્યૂબ દ્વારા લાઇવ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, પહેલાં દર મહિને 4 કરોડ રૂપિયાનો ચઢાવો આવતો હતો

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

રામમંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં મોરારીબાપુને આમંત્રણ ન મળતા સમર્થકોમાં રોષ, આમંત્રણનો ખોટો પત્ર વાઈરલ

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

એશિયન ડેવલપમેન્ટ બેન્કે કોરોના સંક્રમણ સામે લડવા માટે ભારતને રૂ. 11 હજાર કરોડની લોન આપી

Amreli Live

વિશ્વભરમાં 148 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, તેમાંથી 17 ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં, ભારતમાં પણ 14 વેક્સીન પર કામ ચાલુ

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

SVP હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયેલા વલય શાહે દર્દીને અપાતી સારવાર અને સગવડોની વિગતો શેર કરી

Amreli Live

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

રાહુલે કહ્યું- સરકાર લોકોને આર્થિક મદદ કરે, નહિતર બેરોજગારીની સુનામી આવશે

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live