30.8 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

અમરેલીઃ રિક્ષાચાલકે જ બાળકી પર રેપ કર્યાનો ખુલાસો, DNA રિપોર્ટના આધારે ચાર્જશીટ દાખલ

રાજકોટઃ 21 મેના રોજ સાવરકુંડલામાં 3 વર્ષની બાળકી પર 35 વર્ષીય એક રિક્ષાચાલક દ્વારા દુષ્કર્મ આચરવાના મામલે અમરેલી પોલીસે બુધવારે ચાર્જશીટ ફાઈલ કરી હતી. પીડિતાના 4 વર્ષના ભાઈએ વિગતવાર માહિતી આપતા પોલીસે ઘટના બન્યાના બે દિવસ બાદ આરોપી રાજુ માંગરોળીયાની ધરપકડ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પોલીસે ધરપકડ કર્યાના એક મહિનાની અંદર સાવરકુંડલા પોક્સો કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે અને DNA રિપોર્ટ પણ સામેલ કર્યો છે. જેમાં તે વાતની પુષ્ટિ થઈ છે કે આરોપીએ જે રિક્ષામાં કુકર્મ કર્યું હતું ત્યાંથી મળી આવેલા સીમન તેના જ છે.

ઘટનાની વાત કરીએ તો, 21 મેની મોડી રાત્રે માંગરોળીયાએ નવલી નદીના કાંઠે આવેલા સ્લમ વિસ્તારમાં પોતાના માતા-પિતા સાથે ઊંઘી રહેલી બાળકીનું અપહરણ કર્યું હતું. તેણે પોતાની રિક્ષામાં બાળકીને હવસનો શિકાર બનાવી હતી અને બાદમાં બાળકીના ઘરથી 4 કિમી દૂર આવેલા ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ પાસે તેને તરછોડી દીધી હતી.

ચાર્જશીટમાં પોલીસે જણાવ્યું કે, FSL રિપોર્ટમાં તે વાતની પુષ્ટિ થઈ છે કે, રિક્ષામાંથી મળી આવેલા લોહીના ડાઘ પીડિતાના હતા જ્યારે સીમન આરોપીના હતા. બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ખૂબ ગંભીર ઈજા પહોંચી છે, જો કે તે જલ્દીથી રિકવર થઈ જશે. માંગરોળીયા સામે આઈપીસીની કલમ 363, 366, 376, 377 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

અમરેલી સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ નિર્લિપ્ત રાયે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, ‘DNA રિપોર્ટ મજબૂત પુરાવો છે. આરોપીએ ગમછો પહેર્યો હતો જેનો ઉપયોગ તેણે ક્રાઈમ કરતી વખતે સીટ તરીકે કર્યો હતો. અમે ગમછો FSLમાં મોકલ્યો હતો. જેમાં જાણ થઈ કે કાપડના ટુકડા પર રહેલા લોહીના ડાઘ પીડિતાના છે જ્યારે સીમન આરોપીના છે. આ મજબૂત પુરાવાની સાથે જલ્દી ચૂકાદો આવશે તેવી આશા છે’.

આરોપી કેવો દેખાતો હતો તેના વર્ણન માટે પોલીસે પીડિતાના ભાઈ સાથે બે કલાક સુધી વાતચીત કરી હતી. છોકરો ડરે નહીં અને કમ્ફર્ટેબલ અનુભવે તે માટે પોલીસે તેને આઈસ્ક્રીમ અને ચોકલેટ પણ આપી હતી.

છોકરાએ આરોપીની નાનામાં નાની બાબતો જણાવી હતી. જેમ કે, તેના શર્ટનો કલર, તેની પેટર્ન, લેંઘાનો કલર, આરોપીએ કેવું માસ્ક પહેર્યું હતું વગેરે. તેણે આરોપીના ઓટોરિક્ષા વિશે પણ પોલીસને જણાવ્યું હતું.


Source: iamgujarat.com

Related posts

સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં લાગી ભયાનક આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

Amreli Live

ભરૂચ: જામીન પર છૂટેલો પોક્સોનો દોષિત અન્ય છોકરી સાથે ભાગી ગયો

Amreli Live

મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં દીકરાને ઈંદોર મૂકીને આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘તેને ખૂબ યાદ કરું છું’

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live

અમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈ?

Amreli Live

જબરજસ્ત મનોબળ સાથે 103 વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યા બાદ આ રીતે કરી પાર્ટી

Amreli Live

અમદાવાદ: માસ્ક ન પહેર્યું તો પોલીસે રોકવા માટે દંડો મારતા યુવક લોહીલુહાણ થયો!

Amreli Live

દેશમાં નવેમ્બરના મધ્યમાં કોરોના વાયરસના કેસમાં જોવા મળશે ઉછાળોઃ ICMR સ્ટડી

Amreli Live

…જ્યારે કંગના રનૌત પાસે એવોર્ડ ફંક્શનમાં પહેરવા કપડા નહોતા, એક્ટ્રેસે યાદ કર્યા જૂના દિવસો

Amreli Live

કોરોના વાયરસની દવા રેમડેસિવીરની કાળાબજારી પર રોક લગાવવાનો આદેશ

Amreli Live

‘ઓનલાઈન અભ્યાસ પર નિયંત્રણ રાખવું જરૂરી, સરકારે ટીચિંગના કલાકો કરવા જોઈએ નક્કી’

Amreli Live

એક્ટ્રેસ જિયા ખાનની મમ્મીનો રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ, કહ્યું ‘તે જાણતી હતી કે…’

Amreli Live

રેલવેનું થયું ખાનગીકરણ, 2023 સુધી દોડવા લાગશે પ્રાઈવેટ ટ્રેનો

Amreli Live

ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું, કઈંક મોટું થવાના એંધાણ

Amreli Live

કોરોના મહામારી: UAEમાં ફસાયેલા 700 ગુજરાતીઓને દુબઈના વેપારીએ સ્વદેશ પરત મોકલ્યા

Amreli Live

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

Amreli Live

કોરોનાઃ સુરતમાં Tocilizumab ઈન્જેક્શન ઊંચી કિંમતે વેચવાનું કૌભાંડ, 7 સામે ગુનો નોંધાયો

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

ફેન્સને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યો હતો અક્ષય કુમાર, પત્નીએ ઉઘાડો પાડતાં કહ્યું…

Amreli Live

આ કંપની લાવી રહી છે નવો ફોન, માત્ર 15 મિનિટમાં થઈ જશે ફુલ ચાર્જ

Amreli Live

કોરોના ત્રસ્ત ડોક્ટરની આપવીતી વાંચીને હલી જશો. સેવા કરતા કરતા મેવાને બદલે મળ્યો કોરોના.

Amreli Live