25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: 5 દિવસમાં પોલીસે માસ્ક વગરના 13,581 લોકો પાસેથી 27 લાખનો દંડ વસૂલ્યો

આશિષ ચૌહાણ, અમદાવાદ: કોરોનાને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ જરૂરી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પરિસ્થિતિ ખરાબ હોવા છતાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંધન કરી રહ્યા છે. જેથી પોલીસે હવે માસ્ક વગરના લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસે 5 દિવસમાં 13581 લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂ. 27.16 લાખનો દંડ વસૂલ્યો છે.

છેલ્લા 5 દિવસ એટલે કે 19થી 23મી જૂન દરમિયાન ઘરેથી માસ્ક વગર નીકળતા 13581 લોકો પાસેથી પોલીસે રૂ. 27.16 લાખનો દંડ ફટકાર્યો છે. આનો મતલબ એ છે કે અમદાવાદમાં દરરોજ 2700થી વધુ લોકો માસ્ક વગર ઝડપાઈ રહ્યા છે. અગાઉ શહેર પોલીસે મુખ્યત્વે માસ્ક ન પહેરતા લોકો સામે એફઆઈઆર નોંધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કેટલાક પોલીસ સ્ટેશનો પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 270ની વિનંતી કરી હતી. જેમાં જીવલેણ રોગના ચેપ ફેલાવા અંગે સંભવિત કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય કેસોમાં કલમ 269નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે જીવન માટે જોખમી રોગના ચેપને ફેલાવવાની સંભવિત બેદરકારીભર્યા કૃત્યને અનુલક્ષે છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે સેક્શન 188ના નિયમોનું પણ ઉલ્લંઘન થતું હતું. પરંતુ રાજ્ય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આવા અપરાધીઓને 200 રૂપિયોનો દંડ કરવો જોઈએ.’ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે દરરોજ લોકોને માસ્ક ન પહેરવા બદલ પકડીએ છીએ. જોકે લોકો ખુશમિજાજ હોવાનું જણાઈ રહ્યુ છે. તેઓને લાગે છે કે, હવે કોરોનાના કેસ ઘટી ગયા છે.

સિટી કંટ્રોલ ડેપ્યુટી પોલીસ કમિશનર વિજય પટેલે જણાવ્યું કે, પોલીસે અટકાવે છે ત્યારે ઘણા અમદાવાદીઓ કહે છે કે, તેઓ માસ્ક નથી પહેરતા કારણે કે, તેઓ તેમની આસપાસ કોરોના નથી. જ્યારે લોકડાઉન હટાવવામાં આવ્યું ત્યારે લોકોના મનમાં એવી છાપ પડી હતી કે હવે કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ તેઓ એ હકીકત ભૂલી ગયા છે કે તાજેતરના અઠવાડિયામાં શહેરમાં દરરોજ લગભગ 300 કેસ નોંધાયા છે.’

પટેલે જણાવ્યું કે, માસ્ક વગરના લોકોને પોલીસ માસ્ક આપે છે. શહેરના અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે, મોટાભાગના લોકો એવો દાવો કરે છે કે, માસ્ક પહેરીને ગૂંગળામણ થાય છે.


Source: iamgujarat.com

Related posts

આપણી સરહદમાં નથી ઘૂસ્યું ચીન, જવાનોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યોઃ વડાપ્રધાન મોદી

Amreli Live

પાંડવ એકાદશી કથા વાંચો, ભીમસેન મહિનાની 2 એકાદશી શા માટે કરી શકતો ના હતો.

Amreli Live

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

એડમ ગિલક્રિસ્ટે આ ભારતીય નર્સનો માન્યો આભાર, રાતોરાત બની ગઈ સ્ટાર

Amreli Live

જિયોને મળ્યો 13મો રોકાણકાર, 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ કંપની

Amreli Live

ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર કોરોના પોઝિટિવ!

Amreli Live

કોરોના વાયરસને હરાવવો છે તો આંબળાનું કરો નિયમિત સેવન, જાણો બીજા કયા છે તેના ફાયદા.

Amreli Live

કાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોત

Amreli Live

PM કેર્સ ફંડમાં ચાઈનીઝ કંપનીઓએ ડોનેશન આપ્યુંઃ કોંગ્રેસ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના જીવન પરથી બનશે ફિલ્મ, સામે આવ્યું પહેલું પોસ્ટર

Amreli Live

બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન આર્થિક તંગીમાં, કહ્યું – નોકરીની સખત જરૂર

Amreli Live

Father’s Day: સુઝાન ખાને પૂર્વ પતિ રિતિકને ગણાવ્યો બેસ્ટ ડેડ

Amreli Live

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

Amreli Live

અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકનો પ્રજાજોગ સંદેશ

Amreli Live

અસ્થમાથી પીડિત મહિલાને હોસ્પિટલ્સે આપ્યો નહીં પ્રવેશ, થયું મોત

Amreli Live

કોરોના રસીની મહાશોધમાં ભારતની આ 6 ટીમ છે આગળ, મળી શકે છે સફળતા

Amreli Live

સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાને બરફની કેક કાપીને બર્થ-ડે ઉજવ્યો

Amreli Live

દ્વારકા : કરોડોના માઈનિંગ કૌભાંડનો પર્દાફાશ, રેત માફિયા અને સરકારની સાંઠગાંઠની આશંકા

Amreli Live

સુશાંતે શૂટ કરેલી છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની આ વાત તમે નહીં જાણતા હોવ

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

પાક હાઈ કમિશનમાં જાસૂસી કરતા રંગે હાથ પકડાયા બે અધિકારી

Amreli Live