25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: 33 દિવસમાં પહેલીવાર કોરોનાના સૌથી ઓછા 235 કેસ નોંધાયા

અમદાવાદ: મંગળવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 549 કેસ નોંધાતા કુલ કેસોનો આંકડો 28429 પર પહોંચ્યો છે. તેમજ 26 લોકોના મોત થતા કુલ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1711 થઈ ગઈ છે. નોંધનીય છે કે ગુજરાતમાં 23 માર્ચના રોજ કોરોનાથી પહેલું મોત નોંધાયું હતું. રાજ્યના સૌથી વધુ કોરોનાગ્રસ્ત જિલ્લા અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા છે. 33 દિવસમાં આ દૈનિક કેસોમાં ઘટાડો થયો હોય તેવું પહેલીવાર બન્યું છે.

આ પહેલા અમદાવાદમાં સૌથી ઓછા દૈનિક 233 કેસ 21મી મેના રોજ નોંધાયા હતા. જૂનમાં દૈનિક આંકડામાં અત્યાર સુધીમાં ફક્ત ચાર વખત 300થી ઓછા કેસ નોંધાયા છે. 8મી જૂનના રોજ સૌથી વઘુ 346 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં વધુ 604 દર્દીઓને રજા આપવામાં આવતા હવે રાજ્યમાં કોરોના સંક્રમણને હરાવનાર કુલ સ્વસ્થ વ્યક્તિઓનો આંકડો પણ 20521એ પહોંચ્યો છે.

ભારત સૌથી વધુ કેસ અને ડિસ્ચાર્જ મામલે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ પછી ગુજરાત ચોથા સ્થાને છે. આ ઉપરાંત સૌથી વધુ મોત મામલે તે મહારાષ્ટ્ર અને દિલ્હી પછી ત્રીજા નંબરે છે. ચારેય રાજ્યોમાં ગુજરાતમાં સૌથી ઓછા 6,197 એક્ટિવ કેસ છે. શુક્રવારના અપડેટ મુજબ ગુજરાતમાં હાલ 21.8 ટકા એક્ટિવ કેસ, 72.2 ટકા ડિસ્ચાર્જ જ્યારે 6 ટકા લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 230 કેસ, સુરત શહેરમાં 152 કેસ, વડોદરા શહેરમાં 38, સુરત જિલ્લામાં 23 કેસ, જામનગર અને ભરૂચમાં 11-11 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મોતમાં અમદાવાદ શહેરમાં 13, સુરત શહેરમાં 5, અમદાવાદ જિલ્લામાં 2 જ્યારે ગાંધીનગર શહેર, ગાંધીનગર જિલ્લો, સુરત જિલ્લો, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને પાટણમાં 1-1 દર્દીનું કોરોનાથી મોત થયું છે.

છેલ્લા 24 કલાકમાં 604 દર્દી કોરોનાને હરાવીને પરત ઘરે ગયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 381, સુરતમાં 76, અમદાવાદ જિલ્લામાં 40, ભરૂચમાં 19, વડોદરામાં 13 દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના 3.34 લાખટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2.28 લાખ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.


Source: iamgujarat.com

Related posts

કોરોનાનો વધતો કહેરઃ દેશમાં સતત બીજા દિવસે 12 હજારથી વધુ કેસ નોંધાયા, 324નાં મોત

Amreli Live

અંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે?

Amreli Live

અ’વાદઃ 63 વર્ષના રાજાભાઈ 52 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને કોરોનાને હરાવ્યો

Amreli Live

પાકિસ્તાનઃ કોરોના સામે લડવા રૂપિયા નથી, પણ ઈમરાન ખાને ડિફેન્સ બજેટમાં કર્યો વધારો

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં સાઉદીનું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ કરશે રૂ. 11,367 કરોડનું રોકાણ

Amreli Live

અમદાવાદઃ 18 પોલીસ સ્ટેશન નહોતા ઈચ્છતા કે શહેરમાં રથયાત્રા યોજાય

Amreli Live

18 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શું તમે ક્યારેય પેડલ વાળી બાઈક જોઈ છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live

આ કંપની લાવી રહી છે નવો ફોન, માત્ર 15 મિનિટમાં થઈ જશે ફુલ ચાર્જ

Amreli Live

કોરોનાના કારણે ભારતીય ટીમના 2020-21ના ક્રિકેટ શિડ્યૂલમાં થઈ શકે મોટા ફેરફાર

Amreli Live

પાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપ

Amreli Live

Unlock-1: ગુજરાતના કન્ટેઈન્ટમેન્ટ સિવાયના વિસ્તારોમાં ST બસો શરૂ, ગીતા મંદિર બંધ રહેશે

Amreli Live

આ ગામનો AMC સાથે જોડાવાનો ઈનકાર, હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Amreli Live

અમદાવાદમાં 103 દિવસમાં કોરોના મૃતકોનો આંકડો 1500ને પાર

Amreli Live

પેનિસ સાઈઝ ઓછી હોવાથી ચિંતિત છે 18 વર્ષનો યુવક, એક્સપર્ટે શું કહ્યું?

Amreli Live

કોરોનાથી રાહત: અમદાવાદમાં દૈનિક કેસોમાં સરેરાશ 37 ટકાનો ઘટાડો

Amreli Live

Pics: આ એક્ટરની દિવાની છે SRKની લાડલી, જોતા જ ચમકી ઉઠે છે આંખો

Amreli Live

વાયરલ બીમારી સામે લડવા માટે જરૂરી ઈમ્યૂનિટી વધારશે આ ચટણી, રોજ ખાવાથી થશે લાભ

Amreli Live

શાહિદ આફ્રિદીએ જણાવ્યું, કોરોનાથી બચવા માટે શું-શું કર્યું

Amreli Live

હોસ્પિટલમાં કોરોનાના દર્દીને પાન-મસાલા ખાવાની ઈચ્છા થઈ, ભર્યું આ પગલું

Amreli Live

ખેડા: રોડ પરના બેરિકેડ્સ હટાવવા અંગે ડાકોરના પૂજારી સામે ફરિયાદ

Amreli Live