25.9 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: સગી દીકરીઓએ જ માતાના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી, ચોંકાવનારું છે કારણ

અમદાવાદ: શહેરના અમરાવાડી વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. 37 વર્ષીય મહિલાની તેની જ 17 અને 19 વર્ષીય બે પુત્રીઓએ અને તેના પાર્ટનર ગિરિશ પરમારે મળીને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રંજન સોલંકીના છૂટાછેડા થયા હતા અને તે પરમાર સાથે સાડા ત્રણ વર્ષથી સંબંધમાં હતી. પૈસાને લઈને રંજન પરમાર અને તેની પુત્રીઓ સાથે ઘણા ઝઘડા કરતી હતી. જેથી તેઓ તેનાથી કંટાળી ગયા હતા અને તેનાથી છૂટકારો મેળવવા ઇચ્છતા હતા.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રંજનની મોટી પુત્રી પરિણિત છે. રંજન એક વખત તેના પતિ પાસે ગઈ હતી અને તેની પાસેથી પૈસા લીધા હતા. ત્યારબાદ રંજન પૈસા પરત ન કરતા હોવાથી તેનો પતિ તેને છોડીને જતો રહ્યો હતો. આમ રંજનની પુત્રી પણ છેલ્લા ચાર મહિનાથી તેની સાથે જ રહેતી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ એક અઠવાડિયા પહેલા ગિરિશ પરમાર અને બંને પુત્રીઓએ રંજનને છૂટકારો આપવાનો નિર્ણય કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણેય ભેગા મળીને એક યોજના બનાવી હતી, જે મુજબ પરમાર રવિવારે મોડી રાત્રે ઘરની બહાર નીકળી જશે, જ્યારે રંજન સૂતી હશે ત્યારે મોટી પુત્રી પરમારને બોલાવીને તેની હત્યા કરશે.

યોજના મુજબ ગિરીશ રવિવારે રાત્રે મોડી રાત્રે પાછો આવશે એમ કહીને ઘરની બહાર નીકળી ગયો હતો. મધરાતે રંજન સૂતી હતી ત્યારે લગભગ 2 વાગ્યે મોટી પુત્રીએ પરમારને ફોન કર્યો અને કહ્યું કે રંજન સૂઈ રહી છે. પરમાર દુપટ્ટો લઇને ઘરે ગયો હતો અને ત્રણેય ભેગા મળીને તેનું ગળું દબાવ્યું હતું, એમ પોલીસ સૂત્રએ જણાવ્યું હતું. યોજના મુજબ મોટી પુત્રીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને પોલીસને કહ્યું કે તેની માતાનું અવસાન થયું છે.

ઝોન-5ના ડીસીપી રવિ તેજાના જણાવ્યા મુજબ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં જોયું કે ત્યાં ત્રણેય ઉભા હતા અને રંજન પલંગ પર પડી હતી. બંને પુત્રીઓના વર્તનથી શંકા જતા અમે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેઓએ પરમારની મદદથી રંજનની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી હતી. ધરપકડ કરતા પહેલા અમે ત્રણેયને કોવિડ -19 પરીક્ષણ માટે મોકલ્યા છે.


Source: iamgujarat.com

Related posts

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

13 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ જાપ કરવાથી થશે ફાયદો, આવકના સ્ત્રોત વધશે

Amreli Live

29 મે જન્મદિવસ રાશિફળ: વર્ષનો ઉત્તરાર્ધ અપાર ખુશીઓ લઈને આવશે

Amreli Live

કોરોનાના વધતા જતાં કેસ: બે મોટા રાજ્યોમાં 30 જૂન પછી પણ લોકડાઉન લંબાવાશે

Amreli Live

સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પૈસામાં સતત બીજા વર્ષે નોંધાયો ઘટાડો

Amreli Live

પહેલા થઈ હતી ટીકા, હવે માસ્કમાં જોગિંગ કરતા જોવા મળી ‘મર્ડર ગર્લ’ મલ્લિકા શેરાવત

Amreli Live

17 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ટિકટોક વિડીયો બનાવતા લપસ્યો પગ, ગળેફાંસો આવી જતા સગીરનું મોત

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે કેવી છે અમિતાભ બચ્ચનની તબિયત? ડોક્ટર્સે આપી અપડેટ

Amreli Live

21 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

05 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

ઋષિ કપૂરે આ ગેમમાં નીતૂ કપૂરને બનાવ્યા છે પાવરધા, બેવાર દીકરી રિદ્ધિમાને આપી મ્હાત

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

1 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થવાની ઘોષણા કરી, તો શું IPL રમાશે?

Amreli Live

સુરતઃ કોરોના સંક્રમિત રત્નકલાકારોને પૂરો પગાર આપી હોસ્પિટલ ખર્ચ ભોગવી રહ્યા છે ડાયમંડ યુનિટો

Amreli Live

હવે પછીનું અભિયાન 1 વર્ષ પણ ચાલી શકે છે, આ અભિયાનમાં જોડાવાથી આપણો દેશ વિશ્વગુરુ પણ બની શકે છે.

Amreli Live

પુરીની રથયાત્રા પર સુપ્રીમનો પ્રતિબંધ, અમદાવાદની રથયાત્રા સામે પણ HCમાં PIL

Amreli Live

આ રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સૌથી વધુ 2532 કેસ નોંધાયા

Amreli Live