25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: રીલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનોએ એન્ટી-ચાઈના સ્ટેન્ડ લીધો

અમદાવાદ: લદ્દાખમાં ગલવાન ધાટીમાં ચાલી રહેલા ભારત ચીન સીમા વિવાદ અને ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કાર કરવાનો જુવાળ ફાટી નિકળ્યો છે. કરણી સેના દ્વારા ચાઇનીઝ ઉત્પાદનો અને એસેસરીઝ વેચવા માટે એક મહિનાનો સમય આપ્યા બાદ રિલીફ રોડ પરના મુર્તિમંત કોમ્પ્લેક્સ કે જે મોબાઇલ ફોન અને એસેસરીઝનું હરિદ્વાર માનવામાં આવે છે તેને ભારે મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે દુકાન માલિકોની બેઠક મળી હતી અને ચાઇનીઝ મોબાઇલ કંપનીઓના નામવાળા દુકાનના નામના બોર્ડ ઉતારવાનો નિર્ણય કર્યો હતો.

24 જૂનના રોજ કરણી સેના અને તેના સભ્યો દ્વારા ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે રિલિફ રોડ પર આવેલા મુર્તિમંત કોમ્પ્લેક્સમાં વિરોધ કરવામાં આવ્યો હતો. કરણી સેનાના નેતા રાજ શેખાવતે દુકાન માલિકોને અલ્ટિમેટમ આપતી વખતે ધમકી આપી હતી કે જો કોમ્પ્લેક્સમાં વેચવામાં આવતા ચાઇનીઝ ફોન અને એસેસરીઝ એક મહિના પછી દેખાઈ તો કાર્યવાહી કરવામાં આવશે.

દુકાનના માલિકોએ જણાવ્યું હતું કે, કોમ્પ્લેક્સમાં વેચવામાં આવતા 90 ટકા ફોન અને 100 ટકા એસેસરીઝ ચાઈનીઝ છે. દુકાન માલિકો એસોસિએશનના પ્રમુખ મહાદેવ વાધવાણીએ જણાવ્યું હતું કે, ‘શનિવારે અમારી બેઠક મળી હતી, જેમાં ચાઇનીઝ સેલ્યુલર પ્રોડક્ટ્સ ધરાવતા દુકાનોના બધા નામ બોર્ડ ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને અમે તમામ મોબાઈલ અને એસેસરીઝ એક મહિનામાં વેચીશું. છેવટે અમે પણ દેશભક્ત છીએ. અમે પ્રયાસ કરીશું અને ભારત અને અન્ય દેશના પ્રોડક્ટસ મેળવીશું.’

જોકે, એક દુકાનના માલિકે કહ્યું, કોમ્પ્લેક્સની 140માંથી 100 દુકાનો સારો વેપાર કરે છે. આ દરેક દુકાનમાં ઓછામાં ઓછા પાંચ કર્મચારી કામ કરે છે. દુકાનના માલિક અને તેમાં કામ કરતા કર્મચારીઓને કોણ ખવડાવશે? તેવું પણ દુકાનના માલિકે જણાવ્યું હતું.

ચીનની સહાયથી બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં કરણી સેના કેમ વિરોધ નથી કરી રહી? તેવો સવાલ પૂછતાં શેખાવતે કહ્યું, ‘હું ભૂતકાળમાં નથી જતો. તે એક પ્રતિમા છે જેણે હવે ભારતનું નામ રોશન કર્યું છે. ચીન સાથેના સંબંધો તે સમયે ત્રાસદાયક નહોતા. પરંતુ હું ચીન સાથે ભવિષ્યના કોઈપણ વ્યવસાય જોડાણને મંજૂરી નહીં આપીશ.’


Source: iamgujarat.com

Related posts

ઈસ્લામિક ઢબે થયા હતાં ઈન્દિરા ગાંધીનાં અંતિમ સંસ્કાર? જાણો વાયરલ ફોટોનું સત્ય

Amreli Live

રિદ્ધિમા કપૂરના પતિએ કોરોનાના દર્દીઓ માટે ડોનેટ કર્યા પ્લાઝમા, સાસુ નીતુ કપૂરે કર્યા વખાણ

Amreli Live

કાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોત

Amreli Live

Monsoon Special: બાફેલી મકાઈમાંથી આ રીતે બનાવો ચટપટા કબાબ

Amreli Live

બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન આર્થિક તંગીમાં, કહ્યું – નોકરીની સખત જરૂર

Amreli Live

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

COVID 19: ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુની ડિલિવરી લેતા પહેલા આ 5 બાબતનું ધ્યાન રાખવું

Amreli Live

ન પૈસા હતા, ન પગપાળા જવાની હિમ્મત, લોકોની મદદથી પ્લેનમાં મુસાફરી કરી, ઘરે પહોંચતા જ કર્યું આ કામ તમે વિચારી પણ નહીં શકો.

Amreli Live

કોરોના રસીની મહાશોધમાં ભારતની આ 6 ટીમ છે આગળ, મળી શકે છે સફળતા

Amreli Live

સુશાંતના મોત બાદ ઈન્ડસ્ટ્રી પર ગુસ્સે થયો આ પ્રોડ્યુસર, જણાવ્યું- કેમ તેના ટચમાં નહોતા લોકો

Amreli Live

લોકડાઉનમાં મશરૂમની ખેતી કરીને ડાંગની મહિલાઓએ કરી ચાર ગણી કમાણી

Amreli Live

પટનામાં થયું સુશાંતની અસ્થિઓનું વિસર્જન, પિતા અને બહેનોએ ભારે હૈયે પૂરી કરી વિધિ

Amreli Live

ચીનથી આવી ગયેલા માલસામાનને કસ્ટમમાં રોકી રાખવાથી નુકસાન ભારતને જ છેઃ નીતિન ગડકરી

Amreli Live

6 જુલાઈ જન્મદિવસ રાશિફળ: સફળતા મળવાના શુભ યોગ, દાન-પુણ્ય કરજો

Amreli Live

હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર!

Amreli Live

હાલના દિવસોમાં જો તાવ આવે તો આટલી બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જરુરી

Amreli Live

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો

Amreli Live

ભારતમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવી રહી છે આ 6 દવાઓ, જાણો કિંમત

Amreli Live

27 જૂન જન્મદિવસ રાશિફળ: દર શનિવારે કરો આ નાનકડો ઉપાય, સમૃદ્ધિ આવશે

Amreli Live

સુરત, અમદાવાદ અને વડોદરામાં સ્વૈચ્છિક રીતે દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live