25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: પોસ્ટ વિભાગના 10 કર્મચારી કોરોનાની ઝપેટમાં, 31 ઓફિસ 15 દિવસ બંધ

અમદાવાદ: અમદાવાદમાં શાકભાજી-દૂધ વિક્રેતા, ડૉક્ટર્સ-નર્સ સહિતના લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ત્યારે હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ શહેરમાં પોસ્ટ વિભાગના 10 કર્મચારી કોરોના પોઝિટિવ થતા અલગ-અલગ વિસ્તારની 31 પોસ્ટ ઓફિસ 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

31 ઓફિસ 15 દિવસ બંધ રાખવા નિર્ણય
અમદાવાદ શહેર અને જિલ્લામાં 511 પોસ્ટ ઓફિસ છે. મીડિયા રિપોર્ટ મુજબ ટપાલ વિભાગના 10 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં આશ્રમ રોડની પોસ્ટ ઓફિસના વડા સહિત 6 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. સંક્રમણ વધવાને પગલે કન્ટેઈનમેન્ટ અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવેલી 31 ઓફિસો 15 દિવસ બંધ રહેશે. આ ઓફિસમાં કામ કરતા કર્મચારી નજીકમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પોતાની ફરજ બજાવશે. જે પોસ્ટ ઓફિસો બંધ રહેશે ત્યાંના ગ્રાહકોને પેન્શન, વિધવા સહાય, બચત યોજના અને ટપાલની તમામ સેવાઓ મળશે.

આ પોસ્ટ ઓફિસો બંધ રહેશે
મીડિયા રિપોર્ટ મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં 31 ઓફિસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જમાલપુર, જનતાનગર, જોધપુર ચાર રસ્તા, ખોડિયારનગર, ખોખરા. કુબેરનગર, મેઘાણીનગર, માધુપુરા માર્કેટ, નિકોલ, નોબલનગર, મોટેરા, નરોડા, રાયખડ, સ્પીડ પોસ્ટ ભવન, અસારવા એક્સ્ટેન્શન સાઉથ, અસારવા ચકલા, ભૈરવનાથ રોડ, બાપુનગર, કેન્ટોન્મેન્ટ, સીટીએમ ક્રોસ રોડ, દરિયાપુર, ડી કેબિન, ઘી કાંટા, દિલ્હી દરવાજા, IIM, SA મિલ, થલતેજ રોડ, સુખરામપુરા અને સરખેજ રોડનો સમાવેશ થાય છે.

24 કલાકમાં 314 કેસ અને 16 મોત
અમદાવાદમાં હવે પશ્ચિમના વિસ્તારોમાં કોરોના વાયરસના નવા કેસ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે અને પશ્ચિમના વિસ્તારમાં કેટલાંક મકાનોને નવા માઈક્રો કન્ટેઈનમેન્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 314 કેસ અને 16 લોકોના મોત થયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 19,151 અને મૃત્યુઆંક 1348 પર પહોંચ્યો છે. 24 કલાકમાં 401 દર્દીઓ કોરોના વાયરસને હરાવીને ઘરે પરત ફર્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 14 હજાર કરતા વધુ દર્દીઓ રીકવર થયા છે.


Source: iamgujarat.com

Related posts

સુશાંત સિંહ આત્મહત્યાઃ કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ

Amreli Live

અમેરિકા ચલાવે છે વિશ્વનું સૌથી મોટુ હેકિંગનું સામ્રાજ્યઃ ચીન

Amreli Live

જૂનાગઢ ઓનર કિલિંગ: બહેન-બનેવીનો હત્યારો ભાઈ પકડાયો, પિતાની મોતનો બદલો લીધો!

Amreli Live

અસમના 24 જિલ્લામાં પૂરથી હાહાકાર, 25 લાખથી વધુ લોકો પ્રભાવિત

Amreli Live

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Amreli Live

રેપ અને મર્ડરની ધમકીઓ આપનારાઓ સામે લીગલ એક્શન લેશે આલિયા બહેન શાહીન

Amreli Live

ભરૂચ: જામીન પર છૂટેલો પોક્સોનો દોષિત અન્ય છોકરી સાથે ભાગી ગયો

Amreli Live

ઉર્વશી અને નુસરતના ડ્રેસે હોટનેસની તમામ હદો વટાવી

Amreli Live

‘ગાય-ભેંસ સામે આવી જતા ગાડી પલટી, વિકાસ દુબેને જીવતો પકડવા પ્રયાસ કર્યો’

Amreli Live

આ રીતથી ઘરે બનાવો અમદાવાદના માણેક ચોકની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ

Amreli Live

વધુ એક એક્ટરનો કોરોનાએ લીધો ભોગ, સંક્રમણના કારણે નીપજ્યું મોત

Amreli Live

મુંબઈમાં શૂટિંગ શરૂ થતાં દીકરાને ઈંદોર મૂકીને આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘તેને ખૂબ યાદ કરું છું’

Amreli Live

17 દિવસીય કોરોના પોઝિટિવ બાળકને આંતરડાની સર્જરી બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ

Amreli Live

સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાને બરફની કેક કાપીને બર્થ-ડે ઉજવ્યો

Amreli Live

કેમ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યો છે કોરોના?

Amreli Live

વાયરલ ઓડિયો અંગે ભાજપે રાજસ્થાન સરકારને પૂછ્યા આ 5 સવાલ

Amreli Live

આજથી ડાકોર મંદિર ભક્તો માટે ખૂલ્યું, ફક્ત ટોકન સિસ્ટમથી થશે દર્શન

Amreli Live

આ રીતે બનાવો પરાઠા તેમજ ફરસાણ સાથે સર્વ કરી શકાય તેવી દહીંની ચટણી 👌

Amreli Live

કોરોના દર્દીઓને આવતા મહિને મળી જશે રસી! રશિયાએ કરી લીધી છે આ તૈયારી

Amreli Live

જાણો, કયા બે કારણોથી ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 25 જૂનનો દિવસ

Amreli Live

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની કાપડ મીલોએ ઝડપી તક, હવે તમારા કપડા જ આપશે વાયરસ સામે રક્ષણ

Amreli Live