26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવાની તંગી

અમદાવાદ: ICUમાં સારવાર લઈ રહેલા કોરોના વાયરસના દર્દીઓને રેમડેસિવિર (Remdesivir) દવા આપવામાં આવે છે. પરંતુ રાજ્ય અને શહેરમાં આ દવાનો જથ્થો ખૂટી પડે તેવા આસાર છે. મેડિકલ સંસ્થાઓ આ મુદ્દે રાજ્ય સરકાર અને દવા બનાવતી કંપનીઓને રજૂઆત કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA)ના પ્રમુખ ડૉ. ભરત ગઢવીએ કહ્યું કે, કોરોનાની સારવારમાં બે એન્ટીવાયરલ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એક રેમડેસિવિર અને બીજી ફેવિપીરાવીર (Favipiravir). જો કે, હાલ રેમડેસિવિરની માગ વધારે છે. આ દવા સામાન્ય રીતે ICUમાં દાખલ કરાયેલા કોરોનાના દર્દીને અપાય છે.

ડૉ. ગઢવીએ આગળ જણાવ્યું, “છેલ્લા થોડા દિવસથી રેમડેસિવિર દવા મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. અમે મોટા ડીલરોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે, નવો જથ્થો આવતા ઓછામાં ઓછું અઠવાડિયું લાગી જશે. આ દવા ઝડપથી મળી રહે તે માટે અમે વિવિધ સ્તરે રજૂઆત કરીશું.”

જણાવી દઈએ કે, ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ જૂનના મધ્યમાં આ દવાને ભારતમાં કોવિડ-19ના દર્દીઓના સારવાર પ્રોટોકોલમાં સામેલ કરી હતી. વિશ્વભરમાં આ દવાનો ઉપયોગ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે, તેમ નિષ્ણાતોએ જણાવ્યું. માત્ર બે ઉત્પાદકો પાસે આ દવાના ઉત્પાદનનું લાઈસન્સ હોવાથી સપ્લાય મળવામાં સમય લાગી રહ્યો છે, તેમ તેમણે કહ્યું.

ફાર્મસી ચેઈન મેડકાર્ટના ડાયરેક્ટર અંકુર અગ્રવાલે પણ સ્વીકાર્યું કે રેમડેસિવિર દવાના જથ્થાની ખેંચ છે. અંકુર અગ્રવાલે કહ્યું, “રેમડેસિવિરનો જથ્થો ખૂબ ઓછો છે. હાલ જો કોઈ પ્રિસ્ક્રિપ્શન સાથે પણ આ દવા લેવા આવે તો આપવી મુશ્કેલ છે. પરંતુ આવતા અઠવાડિયા સુધીમાં નવો જથ્થો આવી જતાં સમાધાન મળી જશે. જો કે, કોવિડ-19ની સારવારમાં વપરાતી અન્ય દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.”

ફાર્મસી સેક્ટરના સૂત્રોનું માનીએ તો, દવાનો જથ્થાની તંગી સર્જાઈ છે કારણકે તેના પર પહેલો હક સરકાર કરે છે. શહેરના એક ડીલરે કહ્યું, “ઘણી હોસ્પિટલોએ આ દવાનો સંગ્રહ કર્યો છે અને આ જ કારણે માગ વધારે છે. Tocilizumabના કિસ્સાની જેમ એકવાર માગમાં ઉછાળો આવ્યા પછી સ્થિતિ સામાન્ય થઈ જશે.” જો કે, આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક લોકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, તેમ ડૉક્ટરોનું કહેવું છે. શહેરના એક તબીબે કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે, કેટલાક લોકો બાંગ્લાદેશમાં બનતી બેમસિવિરની આયાત કરીને છાપેલી કિંમત કરતાં બે-ત્રણ ગણા વધુ ભાવે વેચે છે.”


Source: iamgujarat.com

Related posts

સરનેમને કારણે મહિલાની જોબ એપ્લિકેશન રિજેક્ટ, લોકો ઉડાવી રહ્યા છે મજાક

Amreli Live

CCTV: નશામાં હતો પોલીસવાળો, મહિલાને એકથી વધુ વખત કાર નીચે કચડી

Amreli Live

વિશ્વના ટોપ-10 ધનિકોમાં સામેલ થયા મુકેશ અંબાણી, જાણો કેટલી છે સંપત્તિ

Amreli Live

રેડમીના પૉપ્યુલર સ્માર્ટફોનની કિંમતમાં પાંચમી વખત વધારો, જાણો નવી પ્રાઈઝ

Amreli Live

આવતીકાલથી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

Amreli Live

અમદાવાદ: ભાડુઆતની આત્મહત્યાના 6 મહિના બાદ મકાન માલિક સામે ગુનો નોંધાયો

Amreli Live

26 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને અંતિમ વિદાય, આખું ગામ રડી પડ્યું

Amreli Live

ભારતમાં ભૂખ્યા લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો

Amreli Live

પાકિસ્તાનમાં કોરોનાના કેસ 2 લાખને પાર, 4 હજાર કરતા વધુના મોત

Amreli Live

Jioમાં ઈન્વેસ્ટર્સની લાગી લાઈન, માઈક્રોસોફ્ટ પણ કરશે 2 અબજ ડોલરનું રોકાણ

Amreli Live

સોમવારે 18,800+ કોરોના કેસ નોંધાયા, દક્ષિણ ભારતમાં સતત નોંધાઈ રહ્યો છે ઉછાળો

Amreli Live

સોનુ નિગમે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવી શકે છે આપઘાતની ખબર’

Amreli Live

વિકાસને બાતમી આપનારા પોલીસ અધિકારીઓને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર!

Amreli Live

ED દ્વારા પૂછપરછ પર બોલ્યા અહમદ પટેલ, ‘PM મોદી અને શાહના મહેમાન ઘરે આવ્યા હતા’

Amreli Live

લુચ્ચા ચીનની દરેક ચાલ પર ભારતીય એરફોર્સની નજર, આક્રમક હુમલા માટે તૈયાર

Amreli Live

કાનપુર એન્કાઉન્ટરઃ વિકાસ દુબેને તેની ધરપકડની બાતમી પોલીસ સ્ટેશનમાંથી જ મળી હતી

Amreli Live

લોકડાઉનની અસર: અમદાવાદમાં બિલ્ડરો ફ્લેટ પર આપી રહ્યા છે 20% જેટલું ડિસ્કાઉન્ટ

Amreli Live

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

Amreli Live

આ એક્ટરને ‘આત્મનિર્ભર’ બનવાનું ભારે પડ્યું,જાતે હેર કટ કરતાં થઈ ગયો ‘ટકો’

Amreli Live

દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ માસ્ક પહેરવાનું શરું કરી દીધું

Amreli Live