25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

અમદાવાદમાં 7 અને ભાવનગરમાં 2 સહિત શુક્રવારે નવા 9 કેસ, બેનાં મોત; ગુજરાતમાં કુલ 97 કેસગાંધીનગર: શુક્રવાર સાંજ સુધીમાં આખા રાજ્યમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા 97એ પહોંચી છે જ્યારે કુલ 9 મૃત્યુ નોંધાઇ ચુક્યા છે. અમદાવાદમાં સવારે જ એક જ ઘરમાં એક બાળકી સહિત ચાર વ્યક્તિઓના પોઝિટિવ પછી મોડી રાત્રે ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે અમદાવાદના જ 67 વર્ષીય પુરુષનું મોત નોંધાયું છે જે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો. ગોધરામાં એક પણ એક દર્દીનું મોત થયું હતું.
ક્લસ્ટર બનાવવા માટે જીઆઇએસ મેપિંગનો સહારો લેવામાં આવ્યો
ગુજરાતમાં હવે કોરોનાના ચેપના કિસ્સા ખૂબ વધી રહ્યાં છે તેવા સંજોગોમાં હવે સરકાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કાર્યક્રમ હેઠળ ચેપના અટકાવની કામગીરી કરી રહી છે. જે વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ નોંધાયા હોય તેવાં વિસ્તારોના ક્લસ્ટર બનાવવા માટે જીઆઇએસ મેપિંગનો સહારો લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જ આવાં 21 વિસ્તારોની ઓળખ કરી તેની ફરતે ત્રણ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારને ક્લસ્ટર ઘોષિત કરાયાં છે. પરંતુ આરોગ્યકર્મીઓને સૌથી મોટી મુશ્કેલી નડી રહી છે લોકોના અસહકારની. આથી હવે આરોગ્ય કર્મીઓ સાથે પોલિસ પણ હાજર રહેશે.
અમદાવાદમાં 21 વિસ્તારોની ઓળખ કરાઇ
ક્લસ્ટર કન્ટેન્મેન્ટ હેઠળ આ વિસ્તારની ફરતે એક વર્ચ્યુઅલ ફાયર વોલ બનાવાઇ છે જેમાં કોઇપણ વ્યક્તિના પ્રવેશ કે બહાર નિકળવા પર સંપૂર્ણ પાબંદી લગાવાઇ છે. પરંતુ આ વિસ્તારોમાં કે અન્ય વિસ્તારોમાં જ્યાં આરોગ્યકર્મીઓ જાય છે ત્યાં તેમને ઘરમાં પ્રવેશ આપવા દેવાતો નથી કે અન્ય અડચણો ઊભી કરાઇ રહી છે તેથી તેમની સુરક્ષા માટે કે લોકોને આ માટે સમજાવવા સાથે પોલિસ રહેશે.
દરમિયાનમાં અમદાવાદમાં 21 વિસ્તારોની ઓળખ કરાઇ હોવાથી હવે આ તમામ વિસ્તારોમાં અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર અહીં ચેપના અટકાવની કામગીરી શરુ કરશે. હાલના તબક્કે આવાં પાંચ વિસ્તારોમાં ક્લસ્ટર નક્કી કરાયાં છે જ્યાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયાં છે.
પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોની તારવણી કરાશે
અમદાવાદમાં શુક્રવારે નોંધાયેલાં એક દર્દીએ તબલીગી જમાતના મરકજમાં ભાગ લીધો હતો અને તેને કારણે અન્ય દર્દીઓ પણ પોઝિટિવ નોંધાયા છે, તેથી હવે આ વિસ્તારોમાં સઘન સર્વે કરીને તમામ શંકાસ્પદ દર્દીઓની અને પોઝિટિવ નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલાં લોકોની તારવણી કરી તેમને ક્વોરન્ટાઇન કરવા સુધીની તમામ કાર્યવાહી સત્વરે હાથ ધરાશે. જ્યાં કેસોની સંખ્યા નોંધાયા બાદ નવા કિસ્સા નોંધાવાની ગતિ ઘટી રહી છે તેવા વિસ્તારોને પણ તકેદારીના ભાગરૂપે સર્વેમાં આવરી લેવાશે.
તબલીગી જમાતના મરકજમાં જઇને આવેલો એક વ્યક્તિ જે પોઝિટિવ આવ્યો છે તે અને તેના સંપર્કમાં આવેલાં અન્ય લોકોને ક્વોરન્ટાઇન કરી દેવાયાં છે. જો કે આવાં તમામ લોકો ક્વોરન્ટાઇન વોર્ડમાં શાંતિપૂર્વક તમામ સૂચનાનું પાલન કરી રહ્યાં છે તેમ ગુજરાતના પોલિસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

ગુજરાતમાં 1998 સેમ્પલ્સ ટેસ્ટિંગમાટે મોકલાયાં
આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે સાઉથ કોરિયા અને અન્ય દેશોમાં મોટાપાયે લોકોના સેમ્પલ્સ લઇને ટેસ્ટિંગ કરાઇ રહ્યા છે જેમાં તમામ વસ્તીને આવરી લેવાય છે. જ્યારે ભારતમાં આઇસીડીઆરની ગાઇડલાઇન મુજબ કામ કરાઇ રહ્યું છે. હાલ ગુજરાતમાં 1998 સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે મોકલાયાં છે જેમાંથી 1901 નેગેટિવ આવ્યાં હતાં જ્યારે 95 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 02 પેન્ડિંગ છે. ત્યારબાદ છેલ્લાં 24 કલાકમાં લેવાયેલાં 135 સેમ્પલ્સમાંથી 72ના પરિણામ આવ્યાં અને તમામ નેગેટિવ આવ્યા છે તથા 63 હજુ પેન્ડિંગ છે.
1061 વેન્ટિલેટર્સ સરકારી હોસ્પિટલો પાસે પ્રાપ્ય
કોરોના માટેની વિશેષ હોસ્પિટલમાં દર 100 પથારીએ દસ વેન્ટિલેટર્સની જરુર હોય છે તેમાં ગુજરાતમાં કુલ 1700 વેન્ટિલેટર્સ ખાનગી જ્યારે 1061 વેન્ટિલેટર્સ સરકારી હોસ્પિટલો પાસે પ્રાપ્ય છે. આ ઉપરાંત ત્રણ હજાર આરોગ્યના સ્ટાફને ખાસ ટ્રેઇન કરાયો છે. સરકારે આરોગ્યનો સ્ટાફ કે જે દર્દીઓની સુશ્રુષા પાછળ રોકાયો છે તેમના માટે 3.58 લાખ પીપીઇ કીટ્સનો ઓર્ડર પણ કરી દીધો છે.ગાંધીનગરના એક જ વિસ્તારમાં સૌથી વધુ કેસ છે. હેલ્પલાઈન 104 નંબર પર મદદ માટે દરરોજ 20 હજાર ફોન આવે છે.
1 દર્દી વેન્ટિલેટર પર, 3ને કાલે ડિસ્ચાર્જ અપાશે
ગુજરાતના હાલ કુલ 97 પોઝિટિવ દર્દી પૈકી એક જ દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 75નું સ્વાસ્થ્ય સ્થિર છે, તદુપરાંત નવ દર્દીઓ મૃત્યુ પામ્યાં છે. જ્યારે હજુ બીજાં ત્રણ દર્દીઓની હાલત સુધારા પર હોવાથી તેમને શનિવારે ડિસ્ચાર્જ અપાશે.

કેસ ઓછા કે તપાસ ઓછી
દેશનાં અન્ય રાજ્યોની તુલનામાં છેલ્લા 7 દિવસમાં સંક્રમિત દર્દી મળવાની ગતિ ગુજરાતમાં ઓછી છે. તેનું મોટું કારણ એ છે કે અહીં તપાસ પણ ઓછી થઈ છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાતમાં 1944 લોકોની તપાસ કરાઈ, જ્યારે રાજસ્થાનમાં આ દરમિયાન 8000 લોકોની તપાસ કરાઈ

દિલ્હીના તબલીઘી સમાજના કાર્યક્રમમાંગયેલા 57ને લઘુમતી વિસ્તારમાંથી ક્વોરન્ટીન

લોકડાઉનની સ્થિતિ અને દિલ્હીમાં તબલીઘસમાજના કાર્યક્રમમાં ગયેલા લોકોઅંગેરાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા 103 લોકોની ઓળખ કરવામાં આવી છે. આજે 19 લોકોની ઓળખ કરી છે.આજે જેને ઓળખવામાં આવ્યા છે તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. અત્યાર સુધીમાં અમદાવાદના 57, ભાવનગરના 20, મહેસાણાના 12, સુરતના 8,નવસારીના 2 અને 4 બોટાદના લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી જૂના અમદાવાદ અનેલઘુમતી વિસ્તારમાંથી 57ને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન
પોલીસ વડાએ આગળ કહ્યું કેઅમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન થયું છે. જ્યારે અફવા ફેલાવનારા 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે.લોકો આવનારા 10 દિવસ પણ ધીરજ જાળવે તેવી વિનંતિ કરું છું. શહેરી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ વધુ હોવાથી શહેરમાં રહેતા લોકોએ વિશેષ તકેદારી રાખવી જોઈએ. લોકડાઉનમાં તમામ સમસ્યા હલ કરવા પ્રયાસો કર્યાં છે. રાતના બંદોબસ્તમાં વધારો કરવા સૂચના આપી છે.

2218 આરોપીની અટકાયત, 4786 વાહન જપ્ત
રાજ્યમાં આજે જાહેરનામા ભંગના 950, કવોરન્ટિન વ્યક્તિઓ દ્વારા કાયદા
ભંગના(IPC 269, 270, 271) 364 અને 93 અન્ય ગુનાઓ(રાયોટીંગ/ડિઝાસ્ટર
મેનેજમેન્ટ એક્ટ)નોંધાયા છે. જ્યારે 2218 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને 4786 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં વધુ 3.40 લાખ જેટલા પરિવારોને વિના મૂલ્યે અનાજ મળશે
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરતા એવા 3 લાખ 40 હજારથી વધુ પરિવારો જે બીપીએલ કાર્ડ ધરાવે છે પરંતુ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા એનએફએસએ અન્વયે અનાજ મેળવતા નથી તેવા પરિવારોને તેમને મળવા પાત્ર ખાંડ અને મીઠા ઉપરાંત એપ્રિલ માસ પૂરતું એનએફએસએના ધોરણે વિના મૂલ્યે ઘઉં, ચોખા અને દાળ પણ આપવામાં આવશે એટલે કે આવા પરિવારો ને હવે ઘઉં, ચોખા અને દાળ પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ માસ દરમ્યાન વિના મૂલ્યે મળશે.રાજ્યના 66 લાખ પરિવારોને હાલ વિના મૂલ્યે વિતરણ ચાલી રહ્યું છે તે ઉપરાંત હવે આ 3.40 લાખ જેટલા પરિવારોને પણ વિના મૂલ્યે અનાજ મળશે.

ગુજરાત અપડેટ

>>ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનને નાગરિકોની આરોગ્ય રક્ષા માટે કાર્યરત ખાનગી તબીબોની હેલ્થ સેફ્ટી માટે 25 હજાર N-95 માસ્ક વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.

>>રાજકોટમાં આજે તમામ 24 સેમ્પલ નેગેટિવ, 4 દિવસથી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ ન આવતા હાશકારો
>>લોકડાઉન વચ્ચે અમદાવાદમાં 108ની ટીમે એમ્બ્યુલન્સને રસ્તામાં જ રોકી મહિલાની ડિલિવરી કરાવી
>> હિજરત કરતાં મજૂરોને રોકી પોલીસે ખેડૂતો પર નોંધેલા ગુના પરત ખેંચવા પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

આજે એકનું મોત
આજે પંચમહાલ જિલ્લામાં ગોધરામાં એક કેસ નોંધાયો હતો, તે દર્દીનું મોત થયું છે. 1944 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 16015 લોકો ક્વોરન્ટીનમાં છે.

ગુજરાતમાં કુલ 95 પોઝિટિવ કેસ, 8ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 38 03
સુરત 12 01
ગાંધીનગર 11 00
રાજકોટ 10 00
વડોદરા 09 01
ભાવનગર 07 02
પોરબંદર 03 00
ગીર-સોમનાથ 02 00
કચ્છ 01 00
મહેસાણા 01 00
પંચમહાલ 01 01
કુલ આંકડો 95 08

વિદેશથી આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ બે દિવસમાં પૂરો થશે

અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. ગાઈડલાઈન્સ મુજબ 14 દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ 22મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ બે દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં 31 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા 650 લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના 14 દિવસનો સમય પૂરો થતાં 20 એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.
તંદુરસ્ત વ્યક્તિ માસ્ક ન પહેરે તેવું કહેનારી સરકારનો યુ ટર્ન, માસ્ક પહેરવો જ જોઈએ
અગાઉ કોરોનાના કેસ નોંધાયા ત્યારે લોકોએ બજારોમાંથી માસ્ક ખાલી થાય ત્યાં સુધી ખરીદે રાખ્યાં, ત્યારે સરકારે એવું જાહેર કર્યું કે, સ્વસ્થ લોકો માસ્ક ન પહેરે, પરંતુ હવે સરકાર જ કહે છે કે, માસ્ક પહેરેલો રાખો. સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે. અગાઉ બજારોમાં માસ્ક ખૂટી પડતાં લોકોને એવી સલાહ અપાઈ હતી કે, માસ્ક માત્ર કોરોના લાગુ પડ્યો હોય તેવા દર્દી અને તેમની સારવાર કરતાં તબીબી સ્ટાફ માટે જ જરૂરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર


Corona Update LIVE Gujarat 3rd April 2020

Related posts

પહેલીવાર ભક્તો વગર થયો ભગવાન કૃષ્ણનો જન્મ, સમગ્ર મંદિર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું, અહીં જુઓ ભગવાનનો જન્મોત્સવ

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 19 મોત, 11 દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસમાં જ જ્યારે 7નાં સપ્તાહમાં મૃત્યુ

Amreli Live

કુલ 3.60 લાખ કેસઃ UPમાં એક દિવસમાં સૌથી વધારે 583 દર્દી મળ્યા, તમિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારને પાર

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

રથયાત્રા શરૂ, બહેન સુભદ્રાનો રથ ખેંચવામા આવ્યો, સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરાઈ

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

પ્રથમવાર એક દિવસમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર, પરંતુ સારા સમાચાર એ છે કે 24 કલાકમાં રેકોર્ડ 37,125 દર્દી સાજા પણ થયા

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

સુરત, અમદાવાદથી ભાવનગર આવતા લોકોનું ચેકપોસ્ટ પર જ ચેકિંગ થશે, કોરોના ટેસ્ટિંગ વધારાશેઃ રૂપાણી

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 1100થી વધુ નવા કેસ-24ના મોત, કુલ કેસ 59 હજારને પાર-મૃત્યુઆંક 2,396

Amreli Live