24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અમદાવાદમાં વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા આજે કુલ 76 નવા કેસ, રાજ્યમાં કોરોનાના 262 દર્દી, 17ના મોતરાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.પરંતુ બપોરબાદ વડોદરામાં વધુ 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ 247 દર્દીઓ થયા છે.જેમાંથી 17ના મોત થઈ ગયા છે અને 26 સાજા થયા છે. તેમાં પણ અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને હાલ સુધી કોઇને કોરોના નથી. ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર
રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ બગડે તો 1 હજારથી વધુ ખાનગી ડોક્ટરની જરૂર પડશે. ખાનગી ડોક્ટર પણ આવી પરિસ્થિતિમાં સેવા આપવા તત્પર હોવા અંગે મુખ્યમંત્રી સાથેની ઉચ્ચસ્તરિય બેઠકમાં જણાવવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.
રાજ્યમાં એક જ દિવસમાં 55 પોઝિટિવ કેસ

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે.જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.
ગુજરાત અપડેટ
>> આજથી હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલ કોવિડ-19 કોરોનાની સારવાર આપશે
>> મોડાસામાં લોકડાઉનની અમલવારી કરાવનાર એલસીબી પોલીસ જવાન પર હુમલો કરનારા પિતા-પુત્રની ધરપકડ
>> અમદાવાદમાં PPE કીટનું પૂરજોશમાં ઉત્પાદન, 100 કારીગર રોજ 3500 PPE કીટ બનાવી રહ્યા છે
>> કોરોનાને હરાવવા માટે 108માં ફરજ બજાવતા દંપતીએ પરિવાર છોડ્યો, 8 મહિનાના પુત્રને દાદા-દાદીને સોંપીને ખડેપગે
>> રાજકોટમાં 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 રિપોર્ટ પેન્ડિંગ
>> ભાવનગરમાં નવા 119 સેમ્પલનો રીપોર્ટ નેગેટિવ આવ્યો

>> અમદાવાદના કોટ વિસ્તારમાં દરેક વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવશેઃ વિજય નહેરા
>>વડોદરાઃ નાગરવાડા બાદ તાંદલજાના વિસ્તાર ક્લસ્ટર કોરેનટાઇન, માસ સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાશે

ગુજરાતમાં કુલ 247 પોઝિટિવ કેસ, 17ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 133 06 08
સુરત 25 04 05
વડોદરા 22 02 06
ભાવનગર 18 02 01
ગાંધીનગર 13 00 02
રાજકોટ 13 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00 00
આણંદ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 247 17 26

લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો
સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી 9 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા
નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ બુધવારે જણાવ્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona LIVE Update Gujarat 9th april 2020


રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા


Corona LIVE Update Gujarat 9th april 2020

Related posts

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

રાહુલે કહ્યું- સરકાર લોકોને આર્થિક મદદ કરે, નહિતર બેરોજગારીની સુનામી આવશે

Amreli Live

રાજ્યમાં કુલ 79,816 પોઝિટિવ કેસમાંથી 62,567 દર્દી ડિસ્ચાર્જ અને 2802ના મોત, હાલમાં 14,435 કેસ એક્ટિવ

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live

કુલ 3.82 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીને સરકારી ફેસિલિટીમાં રખાશે, કેરળમાં 25 જૂનથી વિદેશથી આવેલ લોકોનો કોરોના ટેસ્ટ થશે

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

અત્યારસુધી 8 હજાર 63 કેસ: મહારાષ્ટ્રમાં સૌધી વધુ 1666 કેસ, તમિલનાડુ અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 900ને પાર

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

લોકડાઉનમાં વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરિકોને વતન પરત લાવાશે, જિલ્લા કલેકટર પાસે સરકારે યાદી મંગાવી

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

કોરોનાની મહામારી વચ્ચે વડોદરામાં છેલ્લા 7 દિવસમાં એકપણ પોઝિટિવ કેસ નહીં, 2 દર્દી સાજા થયા

Amreli Live

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Amreli Live

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

17 દિવસે સમજાયું, તંત્ર ફફડ્યું; અંતે કર્ફ્યૂ, જંગલેશ્વર અને રાજલક્ષ્મી સોસાયટીમાં 400 પોલીસની કિલ્લેબંધી

Amreli Live

33,336 કેસ, મૃત્યુઆંક-1082: છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

રથયાત્રા શરૂ, બહેન સુભદ્રાનો રથ ખેંચવામા આવ્યો, સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરાઈ

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live