24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધીસમગ્ર ગુજરાત રાજયના હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરના મધ્ય ઝોનના દરિયાપુર, જમાલપુર જેવા કોટ વિસ્તાર અને દક્ષિણ ઝોનના દાણીલીમડા, બહેરામપુરામાં કોરોના પોઝિટિવ કેસનો રીતસર વિસ્ફોટ થયો છે. જ્યારે પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા, વસ્ત્રાપુર, નારણપુરા, ચાંદલોડિયા, સોલા, જોધપુર, સેટેલાઇટ, આનંદનગરમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે. આમ છતાં અત્યંત વિચિત્ર અને આશ્ચર્યની વાત એ છે કે, લોકડાઉન ભંગ બદલ થયેલા પોલીસ કેસમાં તદ્દન ઊંધુ ચિત્ર છે. જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે અને લોકડાઉનનું વ્યાપક ઉલ્લંઘન થવાની ફરિયાદો ઉઠી છે તેવા મધ્ય અને દક્ષિણ ઝોનના વિસ્તારોમાં લોકડાઉન ભંગની ફરિયાદો સાવ ઓછી નોંધાઈ છે. જ્યારે કોરોનાના સાવ મામૂલી કેસ છે અને લોકડાઉન અમલની બાબતે પ્રમાણમાં શિસ્તબદ્ધ જણાતા પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં લોકડાઉન ભંગના કેસની સંખ્યા લગભગ બેવડી છે.

કોરોનાના મધ્યઝોનમાં 1044- દક્ષિણ ઝોનમાં 636 કેસ, લોકડાઉન ભંગની 900 ફરિયાદ

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ગણાતા જમાલપુર, ખાડિયા, દાણીલીમડા, દરિયાપુર, કાલુપુર, શાહપુર સહિતના વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ વકરી રહ્યો છે. આમાંથી ફક્ત મધ્યઝોનના જમાલપુર, દરિયાપુર, કાલુપુર, શાહપુર, ખાડિયા સહિતના વિસ્તારોમાં 30 એપ્રિલ સુધીમાં 1044 કેસ નોંધાયા છે. જ્યારે દાણીલીમડા, બહેરામપુરા, ઈસનપુર, વટવા સહિતના દક્ષિણ ઝોનમાં 636 કેસ નોંધાયા છે. જ્યારે આ બંને ઝોનમાં જોઈએ તો લોકડાઉન ભંગ બદલ દરિયાપુરમાં 140, ગાયકવાડ હવેલીમાં 160, કાલુપુરમાં 130, કારંજમાં 200, દાણીલીમડામાં 200 અને ખાડિયામાં 90 મળી માંડ 900 પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પશ્ચિમ-નવા પશ્ચિમ ઝોનમાં કોરોનાના 333 કેસ સામે લોકડાઉન ભંગની અધધ 1500 ફરિયાદ

હવે વાત કરીએ પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનની તો અત્યારસુધીમાં અહીં કોરોનાના 353 કેસ નોંધાયા છે. આમાં ગોપાલનગર- મેમનગર, સાબરમતી, ચાંદખેડા, પાલડી, વાસણા, જૂહાપુરા, સરખેજ, વેજલપુર એવા વિસ્તારો છે કે જ્યાં કોરોનાના નોંધપાત્ર કેસ છે. આમાંથી પશ્ચિમ ઝોનમાં 223 અને નવા પશ્ચિમ ઝોનમાં 110 કેસ પોઝિટિવ છે. જ્યારે લોકડાઉનનું ઉલ્લંઘન કરવા બદલ નોંધાયેલા પોલીસ કેસની વાત કરીએ તો પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોન હેઠળ આવતા સોલામાં 440, વસ્ત્રાપુરમાં 270, નારણપુરામાં 230, ઘાટલોડિયામાં 220, સેટેલાઈટમાં 200 અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં 120 મળીને 1500 કરતા પણ વધુ ફરિયાદ નોંધાઈ છે.

પૂર્વના હોટસ્પોટ-કોટ વિસ્તારોમાં બેફામ ફરતા લોકોથી જ કોરોના સંક્રમણ ફેલાયું

કોટ વિસ્તારના હોટસ્પોટ જેવા કે જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં કરફ્યુ, કન્ટેનમેન્ટ ઝોન અને લોકડાઉન હોવા છતાં લોકો વગર કારણસર બેફામ રીતે બહાર ફરતા, રાત્રે ચોકમાં ભેગા થઈ ચા-પાણી કરતા હતા. આ કારણે જ આ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે. આનો ભોગ લોકો જ નહીં અહીં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પણ બન્યા છે. પહેલાથી લોકડાઉનનો કડક અમલ કે કરફ્યુનો કડક અમલ ન કરવામાં આવતા આજે કોટ વિસ્તારમાં વધુ કોરોના કેસ જોવા મળ્યા છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા છૂટ મળતી ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના જે રીતે લીરેલીરા ઉડતા હતા તેની અસંખ્ય તસવીરો અને વિડિયો આવી ચૂક્યા છે. આમ છતાં અહીં જોઈએ તેટલા પ્રમાણમાં લોકડાઉન ભંગની ફરિયાદો નોંધાઈ નથી.

પશ્ચિમમાં લોકડાઉન ભંગની રોજ 30થી વધુ ફરિયાદ, પૂર્વમાં માત્ર 5થી 10

પશ્ચિમ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનો દ્વારા લોકડાઉનના કડક અમલ માટે રોજના 30થી વધુ કેસો કરવામાં આવે છે જ્યારે પૂર્વ વિસ્તારના કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા પોલીસ સ્ટેશનમાં માત્ર 5 કે 10 જ કેસ કરવામાં આવે છે. કોટ વિસ્તારમાં લોકડાઉનનો કડક અમલ અને કરફ્યુ અમલ માટે IPS સમશેરસિંહને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. આ માટે સ્થાનિક આગેવાનોની મદદ લેવામાં આવી હતી આમ છતાં લોકો બહાર નીકળતા જોવા મળ્યા હતાં. પશ્ચિમ વિસ્તારમાં જેવી કડક કાર્યવાહી કરવામાં આવી તેવી જો કોટ વિસ્તારમાં પોલીસે કરી હોત અને લોકડાઉનનો ભંગ કરનારા સામે આક્રમક વલણ અપનાવી કેસો નોંધ્યા હોત તો પોઝિટિવ કેસની સંખ્યા કદાચ બહુ ઓછી હોત.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


highest corona case in east, but police lodged highest lock down violations complain in west of ahmedabad

Related posts

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

વિશ્વમાં સંક્રમિતોનો આંક 20 લાખ નજીક, મૃત્યુઆંક 1.23 લાખ થયો, ન્યૂ યોર્કના ગવર્નરે કહ્યું- ટ્રમ્પ રાજા નથી પણ રાષ્ટ્રપતિ છે, તેમના કહેવાથી અમે પ્રતિબંધ હટાવી શકીએ નહીં

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

5 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માંગરોળમાં 4 ઈંચ વરસાદ

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

લગાતાર બીજા દિવસે 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, અત્યાર સુધી 7.94 લાખ લોકો સંક્રમિત

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો

Amreli Live