31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદમાં આવતીકાલે નગરચર્યાએ નીકળશે ‘જગતનો નાથ’, હાઈકોર્ટે રથયાત્રાને આપી મંજૂરી

અમદાવાદમાં આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે અંતિમ દિવસ સુધી અસમંજસ રહી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે સોમવારે રાત્રે રથયાત્રાને શરતોને આધિન મંજૂરી આપી છે. આમ અમદાવાદમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા જળવાઈ રહી છે અને મંગળવારે 143મી રથયાત્રા નીકળશે. સોમવારે સુપ્રીમ કોર્ટે શરતો સાથે પુરીની સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રાને મંજૂરી આપી તેને ટાંકીને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

નોંધનીય છે કે કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આ વર્ષે રથયાત્રા નીકાળવાની મંજૂરી આપી ન હતી. હાઈકોર્ટે શનિવારે રજાના દિવસે પીઆઈએલ પર સુનાવણી કરીને રથયાત્રા ન કાઢવાનો આદેશ આપ્યો હતો. જોકે, સોમવારે સુપ્રીમ કોર્ટે પુરીમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પરનો સ્ટે હટાવીને તેને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ આશા રાખવામાં આવી રહી હતી કે ગુજરાત હાઈકોર્ટ પણ અમદાવાદમાં રથયાત્રાને નીકાળવાની મંજૂરી આપશે. સુપ્રીમ કોર્ટે શરતો સાથે પુરીમાં જગન્નાથની રથયાત્રાને મંજૂરી આપી છે.

રથયાત્રામાં પ્રત્યેક વર્ષે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મહિના પહેલા જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે. આ ઉપરાંત એસઆરપીએફ અને સીઆરએફની ટૂકડીઓ પણ તૈનાત કરવામાં આવે છે. જોકે, આ વર્ષે તો મંગળવારે રથયાત્રા હોવા છતાં તેના આયોજનને લઈને અંતિમ ઘડી સુધી ચાલી રહેલી અનિશ્ચિતતાના કારણે કોઈ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો નથી.


Source: iamgujarat.com

Related posts

લોકડાઉનમાં મશરૂમની ખેતી કરીને ડાંગની મહિલાઓએ કરી ચાર ગણી કમાણી

Amreli Live

ભાડે રહો છો? આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું

Amreli Live

10 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

RBIનું એક ફરમાન અને ઉદય કોટકને લાગશે ‘સૌથી મોટો’ ઝટકો

Amreli Live

અમદાવાદઃ મોડી રાત્રે નશામાં પોલીસકર્મી ગર્લફ્રેન્ડને લઈને બીજાના ઘરમાં ઘૂસ્યો અને..

Amreli Live

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Amreli Live

ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં MBBSના ફાઈનલ યરના 2800 વિદ્યાર્થી-ઈન્ટર્ન જોડાશે

Amreli Live

પાકિસ્તાનઃ કોરોના સામે લડવા રૂપિયા નથી, પણ ઈમરાન ખાને ડિફેન્સ બજેટમાં કર્યો વધારો

Amreli Live

રામદેવ લાવી રહ્યા છે એપ, ઘરે બેઠા મળશે કોરોનાની દવા

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ અને 31 મોત, કુલ 25,658 દર્દીઓ

Amreli Live

કાંડ કરીને પોતાને મરેલો સાબિત કરીને નવા નામ સાથે અમેરિકામાં વસી ગયો, 28 વર્ષ પછી તેનું પાપ છાપરે ચડી પોકાર્યું.

Amreli Live

મોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર

Amreli Live

લગ્નના બીજા દિવસે વરરાજાનું મોત, પ્રસંગમાં હાજરી આપનારા 79 લોકોને થયો કોરોના

Amreli Live

આવી રહી છે નવી દમદાર મહિન્દ્રા THAR, જાણી લો ક્યારે થશે લોન્ચ?

Amreli Live

23 જૂન જન્મદિવસ રાશિફળઃ મહેનત કરવાથી વિદ્યાર્થીઓને મળશે સફળતા

Amreli Live

તારક મહેતા: જેઠાલાલના કારણે ઐય્યરને મળી એક્ટિંગની તક?

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

27 જૂન જન્મદિવસ રાશિફળ: દર શનિવારે કરો આ નાનકડો ઉપાય, સમૃદ્ધિ આવશે

Amreli Live

પાકિસ્તાનમાં કોરોનાના કેસ 2 લાખને પાર, 4 હજાર કરતા વધુના મોત

Amreli Live

રાજ્યમાં 15 અને 16 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી

Amreli Live