26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

અમદાવાદમાં આજે નોંધાયેલા 7 કોરોના પોઝિટિવ કેસોના નામ અને એડ્રેસ જાહેર, શહેરમાં કોરોનાના કુલ 38 દર્દીરાજ્યમાંથી સૌથી વધારે કોરોના વાઇરસના કેસ 38 અમદાવાદમાં હોવાથી મ્યુનિસિપલ કમિશનર એક બાદ એક પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરી રહ્યાં છે.
એક એપ્રિલે 29 દર્દીઓના નામ જાહેર કર્યા બાદ આજે નોંધાયેલા 7 કોરોના દર્દીના નામ પણ જાહેર કર્યાં છે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપતા નથી. જેને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોય તો જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ શકે અને સરકારને જણાવી શકે. આ લિસ્ટ જાહેર કરવા પાછળનો હેતુ એ છે કે, જો તમે આમાંથી કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય, તેની આસપાસ રહેતા હોય અથવા તમને કોઇ તકલીફ હોય તો તાત્કાલિક 104 અને 15503 નંબર પર જાણ કરવી. આ ઉપરાંત તમે 6357094245 વોટ્સઅપ નંબર પર જાણ કરી શકો છો.

કાલુપુરના મલેક શાહ મસ્જિદ ખાતેનો 68 વર્ષીય વૃદ્ધ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતની મરકઝમાં હાજરી આપી હતી. તેના સંપર્કમાં આવતા કાલુપરના એક જ પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ આવ્યો છે. આ મામલે આરોગ્ય અને પોલીસ વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 38
હોટસ્પોટ અમદાવાદમાં કોરોના પોઝિટિવના વધુ 7 કેસો નોંધાયા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તેમાં 7 વર્ષની બાળકી પણ પોઝિટિવ છે. ગઈકાલે રામનવમી પર એકેય કેસ નોંધાયો ન હતો. રાજ્યમાં સામે આવેલા કોરોના પોઝિટિવના આજના તમામે તમામ કેસ અમદાવાદના છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંક 38 થયો છે અને કોરોનાથી મોતને ભેટનાર દર્દીઓ 3 છે.
7 દર્દીઓ SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ
કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.
તાવ આવે તો જ ટેસ્ટ થાય છે

સમગ્ર દેશ અને રાજ્યની સરખામણીમાં અમદાવાદમાં પોઝિટિવ કેસની ટકાવારી સૌથી વધુ છે. ગુરુવારના આંકડા મુજબ દેશભરમાં થયેલા કુલ ટેસ્ટ અને તેમાં પોઝિટિવ કેસની ટકાવારી 4.72 ટકા છે. જ્યારે રાજ્યમાં આ ટકાવારી 4.78 ટકા છે. પરંતુ અમદાવાદમાં આ ટકાવારી 5 ટકા છે. આ ટકાવારી વધુ હોવા અંગે એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે,હાલમાં શહેરમાં કોઈપણ વ્યક્તિને તાવ આવે તે પછી જ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે. તાવ સિવાયના શરદી-ખાંસી જેવા લક્ષણો હોય તો ટેસ્ટ થતો નથી. માત્ર સારવાર અપાય છે.
પોલીસ 12 કલાક ડ્યૂટીમાં
કોરોના વાઈરસને પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં 80 ટકા પોલીસકર્મીઓ 8ના બદલે 12 કલાક સુધી ડ્યૂટી કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ કંન્ટ્રોલ રૂમથી તમામ ડીસીપીઓને સૂચના અપાઈ હતી કે, પોલીસકર્મીઓ પાસેથી 3 શિફ્ટને બદલે બે જ શિફ્ટમાં બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. બે શિફ્ટમાં કામ થવાથી ગઈકાલથી જ પોલીસ 12 કલાક કામ કરતી થઈ ગઈ છે.
SVPમાં એક જ દિવસમાં 54 શંકાસ્પદ દર્દીઓ દાખલ
ગઈકાલે એક જ દિવસમાં 54 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓ દાખલ થયા હતા.તેમના રિપોર્ટે આજે આવ્યા છે. જેમાં 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ પહેલા હોસ્પિટલમાં દાખલ થયેલા 464 દર્દીઓ પૈકી 403નો રિપોર્ટ નેગેટિવ અને 20નો પોઝિટિવ આવ્યો છે. 41 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. અહીં દાખલ થયેલા એક દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે અહીં સારવાર લીધેલા 3 દર્દીઓ સાજા થયા છે.
WHOના 3 સભ્યોની ટીમે નવી સિવિલની મુલાકાત લીધી
સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં ઊભી કરાયેલી 1200 બેડની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરાઈ રહી છે. ત્યારે ગુરૂવારે પોણા 3 વાગ્યાના અરસામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની 3 સભ્યોની ટીમે તેની મુલાકાત લીધી હતી. ટીમે કોરોનાના કેસો, દર્દીઓને અપાતી સારવાર સહિતની માહિતી મેળવી હતી.
ગુરુવારે એક પણ પોઝિટિવ નહીં, 11 માસના બાળકનું મોત, રિપોર્ટ નેગેટિવ
અમદાવાદમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધી 5 લોકો સાજા થઈ જતાં તેમને રજા આપી દેવાઈ છે. એક મહિલા અને એક પુરુષની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ બંને વ્યક્તિ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમને વેન્ટિલેટર પર રખાયા છે. ગુરુવારે શહેરમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ સિવિલમાં બુધવારે મોડી રાત્રે દાખલ કરાયેલા દસ્ક્રોઈના સિંગરવા ગામના 11 માસના બાળકનું મૃત્યુ થયું હતું. કોરોના શંકાસ્પદ લાગતા તેના સેમ્પલ લેવાયા હતા. જો કે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ગુરુવારે 13 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બીજી તરફ અમદાવાદ માટે સારા સમાચાર એ છે કે, કુલ 31 પોઝિટિવ કેસમાંથી પાંચ લોકો સાજા થઈ ગયા છે જેમને રજા આપી દેવાઈ છે. રાજ્યની તુલનામાં ટકાવારીની દૃષ્ટિએ આ સંખ્યા બે ગણી વધુ છે. અમદાવાદને બાદ કરતાં રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા 56 છે જેમાંથી 5 દર્દી સાજા થતાં રજા અપાઈ છે.
ચાંદખેડાના જનતાનગરના રહીશોએ ક્હ્યું, લૉકડાઉનના પાલનથી નવો કેસ નહીં મળે
ચાંદખેડામાં આવેલી જનતાનગર સોસાયટીમાં રહેતા રમીલાબેન સૂર્યવંશીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોસાયટીએ ગેટ પર જ લખાણ મૂકને તમામને તેની જાણ કરી છે. જો કે, સ્થાનિક રહીશોનું કહેવું છે, કે અમે લૉકડાઉનનું પૂરું પાલન કરીએ છીએ તેથી અમે નિશ્ચિંત છીએ. જનતાનગર સોસાયટીમાં રહેતાં અને કોરોના પોઝિટિવ કેસ આવ્યો તે મકાનની બાજુની ગલીમાં રહેતા સુરેશભાઇ જીત્યા અને દિનેશભાઇ શેને જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં કોરોનાનો કેસ નોંધાશે તેવી કોઈ શક્યતા દેખાતી ન હતી. પરંતુ પોઝિટિવ કેસ છતાં અમે નિશ્ચિંત છીએ, કેમકે અમે લૉકડાઉનનું પૂરું પાલન કરીએ છીએ. આ ઉપરાંત છેલ્લા લાંબા સમયથી અમે સોશિયલ ડિસ્ટન્સિંગ અમલમાં મૂકી દીધું હોવથી સોસાયટીમાંથી વધુ કેસ મળવાની કોઇ શક્યતા નથી.
ડોર ટુ ડોર સર્વેની કામગીરી માટે વધુ 50 ટીમો બહારથી બોલાવાઈ
શહેરભરમાં કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી શરૂ કરાઈ છે. જો કે, હજુ પણ ચોક્કસાઈપૂર્વક સરવે થાય તે માટે અમદાવાદ બહારથી પણ 50 જેટલી ટીમોને રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં 2 ડોક્ટર, 1 ફાર્માસિસ્ટ અને 1 ફી મેલ હેલ્થ વર્કરનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટાભાગે આ ટીમો ભીડભાડવાળી જગ્યામાં સરવે માટે જશે. આયુષ તબીબોને પણ સરવેની કામગીરીમાં લગાવવામાં આવ્યા છે. જ્યારે મ્યુનિ.ની 200 જેટલી ટીમો ડોર ટુ ડોર સરવેમાં કામે લગાડવામાં આવી છે. ખાસ કરીને શંકાસ્પદ અને પોઝિટિવ દર્દીઓ મળ્યા છે તે વિસ્તારમાં સઘન રીતે સરવે કરવામાં આવી રહ્યો છે.
સિવિલમાં 7 શંકાસ્પદને રજા અપાઈ
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા શંકાસ્પદ પૈકી 7 લોકોને રજા આપી દેવામાં આવી હતી. આ તમામના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે. ગુરુવારે સિવિલમાં વધુ 12 શંકાસ્પદ કેસ આવ્યા છે.
હાલમાં હોમ ક્વોરન્ટીન હેઠળ વ્યક્તિ 1135
શહેરમાં 669 ટેસ્ટ કરાયા રાજ્યભરમાં અત્યાર સુધી 1862 લોકોના ટેસ્ટ થયા છે જેમાંથી 88 કેસ પોઝિટિવ મળ્યા છે. જ્યારે અમદાવાદમાં 669 કેસ થયા છે. જેની સામે પોઝિટિવ કેસની સંખ્યા 31 છે. દેશભરમાં અત્યાર સુધી કુલ 47,951 ટેસ્ટ થયા છે જેમાં 2230 કેસ પોઝિટિવ મળ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના દર્દીનું જાહેર કરેલું લિસ્ટ


Corona Update LIVE Ahmedabad 3rd april 2020

Related posts

શારદાબેન હોસ્પિ.એ દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ કહી તપન હોસ્પિ.માં મોકલ્યા, પછી કહે ભૂલ થઈ રિપોર્ટ નેગેટિવ છે

Amreli Live

‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રોડ્યૂસર મોરાનીની દીકરીનો ટેસ્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન

Amreli Live

5.29 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં 3 મહિના પછી સલૂન ખૂલ્યા, વાળ કપાવવા માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે

Amreli Live

કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરશે, કમલમ્ ખાતે તૈયારીઓ

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

31,587 કેસ, મૃત્યુઆંક-1010: ખાડી દેશોમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે નૌસેનાના INS જલાશ્વ અને 2 મગર જંગી જહાજ મોકલાશે

Amreli Live

મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર તરબોળઃ ગીર-સોમનાથમાં બે કલાકમાં 2 ઇંચ, સૂત્રાપાડામાં સરસ્વતી નદીના બ્રિજ પર બસ ફસાતા ટ્રાફિકજામ

Amreli Live

અત્યાર સુધી 4500થી વધુ કેસ, 8 ટકા દર્દી સાજા થયા, સોમવારે દેશમાં 704 પોઝિટિવ કેસ સામે આવ્યા

Amreli Live

ICMRએ કહ્યું, હવે ઓફિસના કર્મચારીઓએ પણ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે; દ.કોરિયાની કિટથી 30 મિનિટમાં રિપોર્ટ મળશે

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 5.15 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

ઓક્સિજનનું લેવલ ઓછું થતા,બેચેનીને પગલે લીલાવતી હોસ્પિટલમાં દાખલ,કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

Amreli Live

રાજકોટ માટે રાહતના સમાચાર, આજે લેવાયેલા 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 આવવાના બાકી

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live