28.3 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદની પોશ સોસાયટીને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાતા રહીશો ભડક્યા

અમદાવાદની પોશ સોસાયટીને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાઈ

અમદાવાદઃ શહેરના જોધપુર વોર્ડમાં આવેલ પોશ સોસયાટી સચિન ટાવરને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવતા જ એક નવો વિવાદ જન્મ્યો છે. 350 પરિવાર આ સોસાયટીમાં રહે છે. જોકે કોર્પોરેશન દ્વારા આ સોસાયટીને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરીને એન્ટ્રી ગેટ પર પતરા મારી દેવામાં આવ્યા ત્યારે સોસાયટીના પદાધીકારીઓ અને રહેવાસીઓ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો અને અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સોસાયટીના રહીશોએ આ લગાવ્યો આરોપ

પ્રતીકાત્મક તસવીર

સચિન ટાવર હાઉસિંગ સોસાયટીના ચેરમેન ભાવિન ખાંઢેરે કહ્યું કે, ‘અમને સરકાર દ્વારા આપવામાં આવતી ગાઈડલાઇન્સ અને રુલ્સને પાલન કરવામાં કોઈ સમસ્યા નથી પરંતુ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખોટી રીતે સોસાયટીને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવતા સોસાયટીના રહેવાસીઓને ગ્લાનીની લાગણી અનુભવાઈ રહી છે. આસપાસની સોસયટીમાં જ્યારે ખબર પડી કે કોર્પોરેશને અમારી સોસાયટીને માઈક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરી છે. ત્યારે આસપાસની સોસાયટીના બોર્ડ પર મેસેજ મૂકવામાં આવ્યા છે કે લોકોએ સચિન ટાવરમાં રહેતા કોઈપણ વ્યક્તિને મળવું નહીં. આ તો જાણે કે અમે કોઈ જઘન્ય ગુનો કર્યો હોય તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.’

સોસાયટીનો દાવો માત્ર 3 પોઝિટિવ કેસ

ખાંઢેરે કહ્યું કે, ‘હા એક સમયે સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા પરંતુ 350 પરિવારમાંથી માત્ર 3 જ કેસ પોઝિટિવ મળ્યા હતા જેને પગલે સોસાસયટીને માઈક્રો કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. જે પૈકી એક દર્દીને ફક્ત હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા જ્યારે બે દર્દીને સોમવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ‘ તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે કોર્પોરેશનના આ પગલાથી સોશિયલ મીડિયામાં અનેક ખોટી અફવાઓ ફેલાઈ રહી છે જ્યારે હકીકત એ છે કે સોસાયટીમાં હવે કોઈ પોઝિટિવ કેસ જ નથી. અને જેમના પણ પરિવારમાં પોઝિટિવ કેસ મળ્યા હતા તે પરિવારે ક્વોરન્ટીનના તમામ નિયમોનું પાલન કર્યું હતું.’

કોર્પોરેશનનો દાવો 10 પોઝિટિવ કેસ

કોર્પોરેશનના ડે. કમિશનર જી.એચ. સોલંકીએ કહ્યું કે, ‘સચિન ટાવરમાં 10 કોરોના પોઝિટિવ કેસ છે. જે પાકી 5 કેસમાં દર્દીઓ 60 વર્ષથી વધારે ઉંમરના છે. જ્યારે એક દર્દી 57 વર્ષના છે. જેથી વધુ લોકોમાં આ મહામારી ફેલાઈ નહીં તે માટે અમે સોસાયટીને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરી છે. કોર્પોરેશન દ્વારા ધનવન્તરી રથને પણ સોસાયટીમાં મોકલવામાં આવ્યો હતો પરંતુ સાસાયટીના રહેવાસીઓએ કો-ઓપરેટ કર્યું નથી.’ તેમણે વધુમાં કહ્યું કે અમે રહેવાસીઓ પાસેથી તેમને ત્યાં આવતા કામવાળાની પણ ડિટેઇમ માગી છે જેથી ટ્રેકિંગ કરી શકાય.


Source: iamgujarat.com

Related posts

54 લોકોના સંપર્કમાં આવ્યો હતો બચ્ચન પરિવાર, 28 લોકોના થયા કોરોના ટેસ્ટ

Amreli Live

TikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યા

Amreli Live

ભારતીય સશસ્ત્ર દળોને ચીનની આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવાની છૂટ

Amreli Live

પ્રવાસી મજૂરોની મદદ માટે આગળ આવ્યો સેહવાગ, આખો પરિવાર કરી રહ્યો છે સેવા

Amreli Live

AMCએ જાહેર કરી નવા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોનની યાદી, 30 નવા વિસ્તારો ઉમેરાયા

Amreli Live

વિકાસનું એન્કાઉન્ટર કરનારી યુપી STFના ચીફ છે આ IPS અધિકારી, નામથી ફફડે છે ગુનેગારો

Amreli Live

આ છોકરાએ જૂના ન્યૂઝપેપરમાંથી તૈયાર કર્યું ટ્રેનનું મોડલ

Amreli Live

ખલીએ ગુસ્સામાં તોડી નાખ્યું લેપટોપ, વિડીયો થયો વાયરલ

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા, 68% પશ્ચિમ ભાગના

Amreli Live

એક્ટ્રેસ એકતા કૌલે શેર કરી દીકરાની પહેલી તસવીર, મા બનવાનું મહત્વ સમજાવતા કહી આ વાત

Amreli Live

દેશમાં 24 કલાકમાં 20 હજાર નવા કેસ, કુલ આંકડો 5.28 લાખ પર પહોંચી ગયો

Amreli Live

ટ્વિસ્ટ સાથે થશે ‘યે રિશ્તા…’ની શરૂઆત, ડબલ રોલમાં જોવા મળશે ‘નાયરા’

Amreli Live

રાજ્યની ત્રણ દીવાદાંડીઓને ‘ટુરિસ્ટ હોટસ્પોટ’ તરીકે કરાશે વિકસિત

Amreli Live

દેશમાં કોરોના વાયરસથી 10,000 કરતા વધુના મોત, રોજની ટેસ્ટ ક્ષમતા 3 લાખ કરાઈ

Amreli Live

અમરેલી જિલ્લાનાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથેની મિટિંગમાં 50% કારીગરો સાથે…

Amreli Live

રથયાત્રા ભલે ના નીકળે, પરંતુ જગન્નાથ મંદિરને કરાયો અદભૂત શણગાર

Amreli Live

ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યો છે સલમાન ખાન, ખેડૂતો માટે આપ્યો ખાસ મેસેજ

Amreli Live

કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે કેવી છે અમિતાભ બચ્ચનની તબિયત? ડોક્ટર્સે આપી અપડેટ

Amreli Live

AMTS અને BRTSમાં મુસાફરી કરતા ડરી રહ્યા છે અમદાવાદીઓ

Amreli Live

માસ્ક વિના ફરતા અમદાવાદીઓ બતાવે છે મિજાજ!, પકડાયા પછી કાઢે છે આવા બહાના

Amreli Live

સ્મીમેરની કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાણી વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા!

Amreli Live