27 C
Amreli
23/09/2020
bhaskar-news

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યુંલોકડાઉનના કારણે ગુજરાત અને સમગ્ર દેશમાં ઘણી સોશિયલ અને બિઝનેસને લગતી ઈવેન્ટ્સ અને એક્ઝિબિશનના આયોજનો અટકી પડ્યા છે. જેના કારણે ખાસ કરીને બિઝનેસમાં મોટું નુકસાન થઇ રહ્યું છે. પરંતુ આ રીતે અટકતા કામો માટે ટેક્નોલોજી ઘણી મદદરૂપ સાબિત થઇ રહી છે. અમદાવાદની ટેક્નોલોજી આધારિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની હુબીલોએ લોકડાઉન જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારતનું પહેલુંએવું વર્ચ્યુઅલ સેમિનાર અને એક્ઝિબિશન પ્લેટફોર્મ બનાવ્યું છે જેમાં એક સાથે 10,000થી વધુ લોકો ઓનલાઇન ભાગ લઇ શકે છે. હાલમાં ગૂગલ, ઝૂમ કે વેબિનાર જેવા પ્લેટફોર્મ પર પણઆટલા મોટા પ્રમાણમાં ભાગ લઇ શકતા નથી.

લોકડાઉન બાદ વધુ લોકો ભાગ લઇ શકે તેવા પ્લેટફોર્મની માગ વધી

હુબીલોના ફાઉન્ડર અને CEO વૈભવ જૈને જણાવ્યું કે, કોરોના વાઇરસનો ફેલાવો વધતા અને લોકડાઉન લાગુ થયા પછી અમારા ઘણા કલાઇટ્સ તરફથીઓનલાઇન ઇવેન્ટને લઈને ઘણી ઈન્કવાયરી આવતી હતી. બહોળા પ્રમાણમાં લોકો ઓનલાઇન જોડાઈ શકે તેવું કોઈ પ્લેટફોર્મ ભારતમાં ઉપલબ્ધ ન હતું. આ વાતને ધ્યાનમાં રાખી અમે અમારી ટેક્નોલોજીને અપગ્રેડ કરી અને એક સાથે 10,000થી વધુ લોકો ભાગ લઇ શકે તે રીતનું એક પ્લેટફોર્મ બનાવ્યું છે.

મલ્ટીપલ ટૂલ્સ ઓપશન સાથેનું ભારતનું એકમાત્ર પ્લેટફોર્મ

વૈભવે જણાવ્યું હતું કે, અત્યારે જે ઓનલાઈન પ્લેફોર્મ છે તેમાં મિટિંગ, ગ્રુપ ડિસ્કશન, પ્રોડક્ટ શોકેસિંગ થઇ શકે છે પણ આ બધું એક જ પ્લેટફોર્મ ઉપર થઇ શકાતું નથી. અમે આ તમામ ટૂલ્સને એક સાથે મેળવી દીધા છે. ખાસ કરીને ઓનલાઇન એક્ઝિબિશનના આયોજન વખતે આ વસ્તુ ખુબજ ઉપયોગી થઇ રહી છે જેમાં બાયર-સેલર મીટ અનેપ્રોડક્ટ શોકેસિંગ જેવી અગત્યની બાબતો એકસાથે થઇ શકે છે.

બે મહિનામાં 40 જેટલી ઓનલાઇન ઈવેન્ટ્સ યોજવામાં આવી

વૈભવે જણાવ્યું કે, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન અમારા આ પ્લેટફોર્મ પર 40 જેટલી ઈવેન્ટ્સ યોજવામાં આવી હતી. જેમાં4 એક્ઝિબિશન અને 4 સેમિનાર પણ શામેલ છે. આમાંથી મોટાભાગની ઓનલાઇન ઈવેન્ટ્સ લોકડાઉન લાગુ થયા બાદ યોજાઈ હતી. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બ્લોક ચેઇન, મીડિયા અને ટુરિઝમ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ ઉપયોગ કર્યો

હુબીલોના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર મયંક અગ્રવાલે જણાવ્યું કે, અમારા આ પ્લેટફોર્મ ઉપર અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોએ ભાગ લીધો છે. અમે અમારા પ્લેટફોર્મને અપગ્રેડ પણ કરી રહ્યા છીએ જેનાથીઆ મહિનાના અંતે યોજાનારી એક ઇવેન્ટમાં10,000થી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે. આ ઉપરાંત આ વર્ષે જૂનમાં એક ઇવેન્ટ યોજાશે જેમાં 25,000 જેટલા લોકો ઓનલાઇન ભાગ લેશે.

આવતા દિવસોમાં ઇવેન્ટનું હાઈબ્રીડ મોડેલ આવશે

મયંક અગ્રવાલે જણાવ્યું કે, કોરોનના લીધે આવતા દિવસોમાં ઓફલાઈન ઇવેન્ટનું પ્રમાણ ઘટશે. લોકો બને ત્યાં સુધી મોટી ઇવેન્ટનું આયોજન ટાળશે અને સાથે જ વધુ લોકો ભેગા થતા હોઈ તેવી જગ્યાએ પણ ઓછા જશે. આવી સ્થિતિમાં ઓનલાઇન અને ઓફલાઈન સંયુક્ત રીતે ઉપયોગમાં લઇને હાઈબ્રીડ મોડેલ મારફત ઈવેન્ટ્સ યોજાઈ શકે છે. ભવિષ્યમાં આ પ્રકારના મોડેલનું ચલણ આવશે. સૌથી અગત્યનું એ છે કે ઓફલાઈન કરતા આમ ખર્ચ પણ ઓછો થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Ahmedabad-based company Hubilo developed India’s first virtual event platform where 10,000 people can participate

Related posts

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

24 કલાકમાં 46 હજારથી વધુ કેસ આવ્યા, 34 હજાર લોકોને સારું થયુ, 636 દર્દીના મોત થયા, દેશમાં કુલ 14.82 લાખ કેસ

Amreli Live

જાણીતા ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું આફ્રિકામાં અપહરણ, જંગલમાંથી કાર રેઢી મળી આવી

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

ટ્રમ્પે ટ્વિટર પર ભૂલથી ગુડ ફ્રાઇડેની ‘શુભેચ્છા’ આપી, સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ટ્રોલ થયા

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

મહાનગરોમાં નોકરીઓ ઘટી; અમદાવાદ, બેંગલુરુ, ચંડીગઢ જેવાં શહેરોમાં નોકરીઓ વધી, કોર્પોરેટ્સ પણ શિફ્ટ થઈ રહ્યા છે

Amreli Live

5 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કહ્યુંઃ અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે, પણ જિંદગી બચાવવા લોકડાઉનની મુદત વધારો

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

દુર્ઘટનામાં માર્યા ગયેલા 18 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે

Amreli Live

કોરોના વાઈરસના આજે વધુ 10 કેસ નોંધાયા, પોઝિટિવ કેસની સંખ્યા વધીને 207 ઉપર પહોંચી

Amreli Live

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા

Amreli Live

માલદીવમાં સંક્રમણથી પ્રથમ મોત; જર્મનીમાં 6 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

દેશમાં દર્દીઓની સંખ્યા 22 લાખને પાર, 15 લાખથી વધુ સ્વસ્થ થયા, અત્યાર સુધી 44 હજારથી વધુ મોત

Amreli Live

કોરોનાની તપાસ હવે અવાજથી થશે, વોઈસ સેમ્પલ દ્વારા તપાસ કરાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

કોરોના માટે જરૂરી પ્લાઝમા માટે SVP હોસ્પિટલની અપીલ, અત્યાર સુધીમાં માત્ર 2 રેસિડેન્ટ ડોકટર સહિત 34 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live