25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદના બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ 50,400 રૂપિયા

નિયતિ પરીખ, અમદાવાદ: બુધવારે અમદાવાદના બજારમાં સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ રહી. 10 ગ્રામ સોનાનો ભાવ 50,400 રૂપિયા હતો તે પણ 3% GST સાથે. મંગળવારે સોનાનો ભાવ 49,800 રૂપિયા હતો જેમાં 600 રૂપિયાનો વધારો નોંધાયો હતો. અહીં પહેલીવાર સોનાના ભાવે 50,000 રૂપિયાની સપાટી વટાવી છે. નિષ્ણાતોના મતે, કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે અને વૈશ્વિક મંદીની વધતી ચિંતા વચ્ચે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત છે. આ જ કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA)ના ડાયરેક્ટર હરેશ આચાર્યએ કહ્યું, “સોનામાં રોકાણ સુરક્ષિત મનાતું હોવાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધ્યા છે. પ્રતિ આઉન્સ (લગભગ અઢી તોલા) સોનાનો ભાવ $1,780એ પહોંચ્યો છે. મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું છે, પરિણામે ભાવ ઊંચા ગયા છે.”

હરેશ આચાર્યના મતે, આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. “HNI (હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ)નું ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF)માં તરલ રોકાણ છે. જો કે, બુલિયન અથવા જ્વેલરીની માગ તો ઓછી જ છે. ઓછામાં ઓછા બે મહિના સુધી તો ગ્રાહકો દ્વારા થતી સોનાની માગ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી કારણકે ઊંચી કિંમત લોકોને પરવડે તેમ નથી.”

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે, ઊંચી કિંમત અને લોકડાઉનમાં લોકોની આવક ઘટતાં જ્વેલરીની માગમાં તો ઘટાડો આવ્યો જ છે. જ્વેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદ (JAA)ના વાઈસ પ્રેસિડેન્ટ જિગર સોનીએ કહ્યું, “સોના પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી અને વધતી કિંમતના કારણે લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્યો હતો. હવે લોકડાઉન પછી લોકોની આવકમાં ખાસ વધારો થયો નથી અને બિઝનેસ રેવન્યૂ ઘટી રહી છે એવામાં માગ હજુ નીચે જઈ શકે છે. સોનું લક્ઝરી કોમોડિટી હોવાથી દાગીના ખરીદવા છેલ્લી પસંદ હોઈ શકે છે.”

તો આ તરફ જ્વેલર્સનું પણ કહેવું છે કે દુકાનોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. વેપારીઓના મતે, સોનાના ઊંચા ભાવ આ સેક્ટરની રોજગારી પર અસર પાડી શકે છે. નામ ન આપવાની શરતે એક સોની વેપારીએ કહ્યું, “મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં કામ કરતાં મોટાભાગના કારીગરો પરપ્રાંતિયો છે અને તેઓ હજી પરત આવ્યા નથી. કેટલાકને પરત નહીં બોલાવાય કારણકે હાલ માર્કેટમાં કામ જ નથી.”


Source: iamgujarat.com

Related posts

ગાંધીનગરમાં વરસાદ, આહ્લાદક બન્યું વાતાવરણ

Amreli Live

પુણેઃ 47 વર્ષના દાદીએ પોતાના લિવરનું દાન આપી 7 મહિનાના પૌત્રને આપ્યું નવજીવન

Amreli Live

કોંગ્રેસમાં સતત પડી રહ્યા છે ભંગાણ, ભાજપ પેટાચૂંટણી માટે થઈ રહ્યું છે સજ્જ!

Amreli Live

એક્સપર્ટ્સ અનુસાર, જો તમારી આવક આટલી છે તો રોકાણ માટે બેસ્ટ છે ભારત બૉન્ડ ETF

Amreli Live

સુરતઃ કોરોનાનો કહેર, વધુ પાંચ ડોક્ટર્સ સહિત હીરા ઉદ્યોગના 22 વ્યક્તિઓ સંક્રમણની ઝપેટમાં

Amreli Live

દિલ્હીની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં સરકારે પરીક્ષા રદ કરી

Amreli Live

અ’વાદઃ 5 વર્ષના પુત્રને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, વચ્ચે ન પડવાની પતિને આપી ધમકી

Amreli Live

ICC વર્લ્ડકપ પર સતત નિર્ણય ટાળી રહ્યું છે, કંટાળીને BCCIએ IPL માટે લીધો આવો નિર્ણય

Amreli Live

લોકડાઉનમાં નોકરી ગુમાવતા ચોરીના રવાડે ચઢ્યા આ યુવાનો, થઈ ધરપકડ

Amreli Live

4 વર્ષના NRG બાળકનો જીવ બચાવવા શરૂ કરાયું ગ્લોબલ કેમ્પેઈન, ભારતમાંથી પણ 945 લોકો જોડાયા

Amreli Live

બિહારમાં બનનારી ફિલ્મ સિટીને સુશાંત સિંહ રાજપૂતનું નામ અપાય : તેજસ્વી યાદવ

Amreli Live

કોરોના: આજથી 20 જુલાઈ સુધી પાલનપુર-ડીસામાં 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે

Amreli Live

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન, બોલિવૂડને વધુ એક મોટો ઝટકો

Amreli Live

હવે 11 આંકડાનો થઈ જશે તમારો મોબાઈલ નંબર!

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

તમારા ફોનમાં છે Truecaller તો હવે થઈ જાઓ સાવધાન કારણ કે તમારા પર્સનલ ડેટાની કિંમત છે આટલા રૂપિયા.

Amreli Live

જુઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં કેવું દેખાયુ સૂર્યગ્રહણ

Amreli Live

‘પવિત્ર રિશ્તા’માં ‘ભિખારી’નો રોલ પ્લે કરનાર એક્ટરને સુશાંતે આપી હતી આ સલાહ, આજે તે…

Amreli Live

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

ચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ US

Amreli Live