26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદઃ વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત, રાજસ્થાન હોસ્પિટલને ફટકારાયો 77 લાખનો દંડ

અમદાવાદઃ કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ વધતો જ જઈ રહ્યો છે. ગુજરાતમાં પણ 24 કલાકમાં પહેલીવાર સૌથી વધુ 615 નવા કેસ સામે આવતાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 30773એ પહોંચ્યો છે. કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે AMCએ 50થી વધુ ખાનગી હોસ્પિટલોને ડેઝીગ્નેટેડ કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી છે. જોકે, શાહીબાગ ખાતેની રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીટ પીટિશન ફાઈલ કરી રાજસ્થાન હોસ્પિટલની ગંભીર બેદરકારીની નોંધ લઈ જવાબદારો સામે કડક પગલા લેતાં 77 લાખનો દંડ ફટકાર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

સામે આવી હતી હોસ્પિટલની ગંભીર બેદરકારી
18 જૂનના રોજ AMC દ્વારા રીફર કરાયેલા દર્દી હરીશભાઈ કડીયાને શાહિબાગ ખાતે આવેલી રાજસ્થાન હોસ્પિટલના કથળી ગયેલા મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે સમયસર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા નહોતાં. હરીશભાઈને હોસ્પિટલના ગેટ બહાર 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જેના કારણે તેમનું મૃત્યું થયું હતું. આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા MOU હોવા છતાં પણ દર્દીઓને બેડની ફાળવણી કરવામાં આવતી નહોતી. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ નોટિસ પણ પાઠવી હતી.

આ પણ વાંચોઃઅમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના નવા 211 કેસ, સુરતમાં 184 કેસ

અગાઉ ફટકારવામાં આવી હતી નોટિસ
કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અગાઉ શહેરના CZ ઝોન અંતર્ગત શાહીબાગ વોર્ડમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલને પણ બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. ધી એપેડેમીક ડિસિઝ એક્ટ હેઠળ રાજસ્થાન હોસ્પિટલ દ્વારા 22-05-2020થી AMC સાથે MOU હોવા છતાં તેમની હોસ્પિટલના કુલ બેડ પૈકી 50% બેડ AMC ક્વોટામાં ફાળવવામાં આવ્યા નહોતાં. ઉપરાંત 18 જૂનના રોજ AMC દ્વારા રીફર કરાયેલા દર્દીને સમયસર દાખલ ન કરવાને કારણે દર્દીનું મોત થયું હતું. જેથી નોટિસ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતઃ 24 કલાકમાં પહેલીવાર 600થી વધુ નવા દર્દીઓ અને 18 મોત, કુલ 30773 પોઝિટિવ કેસ

ધ એપેડમિક ડિસિઝ એક્ટ હેઠળ ફટકાર્યો દંડ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રીટ પીટિશન ફાઈલ કરી રાજસ્થાન હોસ્પિટલની ગંભીર બેદરકારીની નોંધ લઈ જવાબદારો સામે કડક પગલા લેવા માટે તાકીદ કરી હતી. જે હેઠળ IPCની કલમ 34, 120-બી, 304-એના ગુના અન્વયે 1973ની કલમ 154 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ધ એપેડમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ કડક કાર્યવાહી કરતા રાજસ્થાન હોસ્પિટલ ટ્રસ્ટને 25 લાખનો દંડ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના 8 સભ્યો અને 18 ટ્રસ્ટીઓને વ્યક્તિગત રીતે 2 લાખનો દંડ એમ કુલ 77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ પેટે મળતી રકમનો ઉપયોગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.


Source: iamgujarat.com

Related posts

પતિ-પત્નીનો ઝઘડો કોર્ટમાં પહોંચ્યો, દીકરાએ જજની સામે પિતાને કહી દીધું આવું

Amreli Live

ગુજરાતઃ આ મહિને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઘરે બેઠા લેવાશે પરીક્ષા

Amreli Live

દીપિકા પાદુકોણના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં થાય છે આવી વાતો, શૅર કર્યો સ્ક્રિનશોટ

Amreli Live

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રાજ્ય સરકારનો HCમાં જવાબ: કોરોનાના ગંભીર કેસો ઘટતા બેડ ભરાઈનું પ્રમાણ ઘટ્યું

Amreli Live

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ઉઠાવ્યા સવાલ

Amreli Live

અ’વાદઃ Zydus Cadilaની કોરોનાની વેક્સીનનું હ્યુમન ટ્રાયલ શરૂ, 1000 વોલેન્ટીયરને અપાશે ડોઝ

Amreli Live

ડિપ્રેશન અને કામના અભાવે આ એક્ટરે મનોરંજન ઈન્ડસ્ટ્રીને કહ્યા રામ રામ, પોતાના ઘરે ઈંદોર પરત ફર્યો

Amreli Live

સંસદના સચિવાયલમાં ટ્રાન્સલેટર પદ પર નોકરી, 1.51 લાખથી પણ વધારે સેલેરી

Amreli Live

આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યો લોકડાઉનનો ભંગ, કાર જપ્ત થઈ અને ભરવો પડ્યો દંડ

Amreli Live

બોટિંગ માટે ગયેલી હોલિવૂડ એક્ટ્રેસ ગુમ, બોટ પરથી 4 વર્ષનો દીકરો એકલા મળ્યો

Amreli Live

લારી પર મળતી ચાઈનીઝ મેગી ઘરે જ બનાવી લો, ઈઝી છે રેસિપી

Amreli Live

શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે આ હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ

Amreli Live

ટ્રમ્પ બાદ બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે ભારતીય દવાની પ્રશંસા કરી, કહ્યું – મને આના પર વિશ્વાસ છે

Amreli Live

TikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યા

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સતત બીજા દિવસે સાંજે ધોધમાર વરસાદ

Amreli Live

ભૂખ્યા વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી ચોર્યું ભોજન, માલિકે કહ્યું – ભૂખ માટે પોલીસ કેસ ના કરાય

Amreli Live

અમદાવાદ: 33 દિવસમાં પહેલીવાર કોરોનાના સૌથી ઓછા 235 કેસ નોંધાયા

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

‘ગાય-ભેંસ સામે આવી જતા ગાડી પલટી, વિકાસ દુબેને જીવતો પકડવા પ્રયાસ કર્યો’

Amreli Live

TRAIએ કરી સ્પષ્ટતા, 11 આંકડાનો નહીં થાય તમારો મોબાઈલ નંબર

Amreli Live