25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

અમદાવાદઃ જે સિવિલમાં બ્લાસ્ટ કર્યા હતા ત્યાંના ડોક્ટર્સે જ સારવાર કરીને આતંકીને કોરોનાથી બચાવ્યો

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં થયેલા સિરિયલ બ્લાસ્ટને 12 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે આતંકવાદ સામે આક્રોશ હતો પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. હવે કોરોનાનો આતંક છે. ત્યારે ગુજરાતી અખબાર નવગુજરાત સમયના અહેવાલ અનુસાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આતંકવાદ સામેની ઘૃણા પર તબીબી ધર્મની અને માનવતાની એક અનોખી જ કહની આલેખાઈ છે. સાબરમતી જેલમાં રહેલા આતંકી સંગઠનના પાકા કામના કેદી મોહમદ જાવેદ શેખને 25 દિવસ પહેલા કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડના કોરોના સારવાર કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

તબીબો અને સિવિલ હોસ્પિટલના સ્ટાફે સતત 25 દિવસ સુધી ચોવિસ કલાક ખડેપગે આતંકી જાવેદને સારવાર આપીને બિલકુલ સ્વસ્થ કરી દીધો છે. ત્યારે હવે એક-બે દિવસ સિવિલ હોસ્પિટલમાં જ ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખીને ફરી સાબરમતી જેલમાં મોકલી શકાય છે. પોલીસના જણાવ્યા અનુસાર તત્કાલીન સમયે અમદાવાદ અને દેશભરમાં બોમ્બ બ્લાસ્ટ કરવા ઇન્ડિયન મુજાહિદ્દીન અને સીમી દ્વારા અલગ અલગ કેમ્પ યોજાયા હતા જે પૈખી વાઘામોનના જંગલોમાં યોજાયેલ કેમ્પમાં જાવેદ શેખ હાજર રહ્યો હતો. આ આતંકી સંગઠને 2008માં અમદાવાદમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા જેમાં સિવિલમાં કરવામાં આવેલ બોમ્બ બ્લાસ્ટમાં 35 લોકો માર્યા ગયા હતા. હવે આ જૂથનો આતંકવાદી કોરોનાગ્રસ્ત થતા તબીબોએ પોતાનો સર્વોચ્ચ ધર્મ બજાવીને તેને સારવાર આપી ફરી સાજો કર્યો હતો અને જીવ બચાવ્યો હતો.

અમદાવાદ સાબરમતી જેલના અત્યાર સુધીમાં 54 કેદી કોરોનાગ્રસ્ત થયા છે. જૂનના પહેલા સપ્તાહમાં જાવેદ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જેલની અંદર બનાવવામાં આવેલ હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ રિકવરી ન થતા સિવિલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ સાથે જ સિવિલમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ આરોપીને જ્યાં રાખવામાં આવ્યો છે ત્યાં હાઈટેક સિસ્ટમથી સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. કોઈપણ વ્યક્તિને તે મળી શકે નહીં તે માટે રાઉન્ડ ધ ક્લોક ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ આતંકીના બેડ પર પણ ખાસ કેમેરો લગાવવામાં આવ્યો છે જેથી સુરક્ષા એજન્સીઓ તેની દરેક હરકત પર સતત ધ્યાન રાખી રહી છે.

આ કેમેરા દ્વારા જવાબદાર અધિકારીઓ ગમે ત્યારે પોતાના મોબાઈલથી લાઈવ સર્વેલન્સ કરી શકે છે. ચોવિસ કલાક એસઆરીપી, ક્રાઈમ બ્રાન્ચ અને પીઆઈ-પીએસાઈની ટીમ 8-8 કલાકની ચુસ્ત ફરજ બજાવે છે. એક આતંકીની સુરક્ષા માટે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન અને એજન્સીના ખાસ તાલીમબદ્ધ પીઆઈ, પીએસઆઈ ઉપરાંત ક્રાઈમબ્રાન્ચ, સાઇબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ હેડ ક્વાર્ટરની ટીમ અને એસઆરપીની ટીમ આતંકી માટે ખાસ ઉભા કરાયેલા રુમમાં ગોઠવવામાં આવી છે.

મહત્વનું છે કે બ્લાસ્ટ કેસમાં 12 વર્ષે ચુકાદો આવવાની આશા જાગી હતી. કેમ કે કોર્ટમાં તમામ આરોપીઓ સામે કેસ પૂર્ણ થયા છે અને ફર્ધર સ્ટેટમેન્ટની કાર્યવાહી ચાલી રહી છે. જે જુલાઈમા પૂર્ણ થઈ શકે છે પરંતુ હાલ કોરોનાના કારણે કોર્ટ બંધ છે જેથી સુનાવણી થઈ શખી નથી અને તેની અસર ચુકાદા પર પડી શકે છે. ત્યારે સૂત્રો મુજબ આતંકી જાવેદ શેખે સિવિલના તબીબોનો આભાર માન્યો છે અને પોતે નિર્દોષ હોવાનું રટણ રટી રહ્યો છે.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદ: રીલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનોએ એન્ટી-ચાઈના સ્ટેન્ડ લીધો

Amreli Live

નોર્થ કોરિયા : લૉકડાઉનમાં ભાગ્યાં પતિ-પત્ની, મળી મોતની સજા!

Amreli Live

કોરોનાઃ મુંબઈથી દૂર પોતાના ગામમાં ખેતી કામ કરી રહ્યો છે આ એક્ટર, શેર કર્યો વિડીયો

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 7074 નવા કેસ, કુલ કેસ બે લાખને પાર

Amreli Live

11 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

એમ્બ્યુલન્સ નહીં આવતા કોરોનાનો દર્દી મદદ માગવા ચાલતો CMના બંગલે પહોંચ્યો

Amreli Live

અમદાવાદઃ આજે રાત્રે શહેરમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

Amreli Live

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

LAC સ્ટેન્ડ ઓફઃ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલની સાથે જેટ ફ્યુલનો સપ્લાય વધાર્યો

Amreli Live

હાઈકોર્ટની ઝાટકણી પછી પ્રાઈવેટ હોસ્પિટલ્સે કોવિડ-19 સારવારના ભાવ 10 ટકા ઘટાડ્યા

Amreli Live

ઓ સાકી સાકી સોંગને થયું એક વર્ષ: નોરા ફતેહીએ શેર કર્યો ડાન્સ રિહર્સલનો વિડીયો

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની વાત કરતા-કરતા લાઈવ ચેટમાં રડી પડી શહનાઝ ગિલ

Amreli Live

કોરોના રસીની મહાશોધમાં ભારતની આ 6 ટીમ છે આગળ, મળી શકે છે સફળતા

Amreli Live

ગલવાન પર ચીનના દાવાને ભારતે ફગાવ્યો અને જણાવી સમગ્ર હકીકત

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

શું અમદાવાદને નજીકના ભવિષ્યમાં કોરોનાથી મુક્તિ મળશે? સતત કેસમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો

Amreli Live

ચીન પાછા હટવાના મૂડમાં નથી, પૂર્વ લદાખમાં 40,000 સૈનિકો કર્યા છે તૈનાત

Amreli Live

શાઓમીએ ફરી આપ્યો ઝટકો, આ મહિને બીજી વાર મોંઘા થયા Redmiના પૉપ્યુલર સ્માર્ટફોન્સ

Amreli Live

ટ્રમ્પ બાદ બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે ભારતીય દવાની પ્રશંસા કરી, કહ્યું – મને આના પર વિશ્વાસ છે

Amreli Live