19.6 C
Amreli
03/12/2020
કલેક્ટર ઓફિસ

અનલોક-2: આજથી ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

અમદાવાદ: કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં આજથી અનલોક-2નો પિરિયડ શરૂ થઈ ગયો છે. અનલોક-1 કરતા અનલોક-2માં થોડી વધુ રાહત આપવામાં આવી છે. જે મુજબ હવે ગુજરાતમાં આજથી દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટનો 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને રાજ્ય સરકારે વેપાર, ધંધા ખુલા રાખવાના સમયમાં એક કલાકનો વધારો કરીને સવારના 8થી રાત્રિના 8 કલાક એટલે કે 12 કલાક સુધી સતત ખુલ્લા રાખવાને મંજૂરી આપી છે. જયારે ખાણી-પીણી અ્ને રેસ્ટોરન્ટ રાત્રિને 9 કલાક સુધી ખુલા રાખી શકાશે.

ગુજરાતમાં શું નવુ અનલોક થયું?
કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને રાજ્ય સરકારે ગુજરાતમાં દુકાનો, ઉદ્યોગ-ધંધા રાત્રિના 8 કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ અને ખાણીપીણી રાત્રિના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ પ્રેક્ષકો વગર ખોલવાની પરવાનગી આપી છે. જેમાં લાઈવ ટેલિકાસ્ટ પણ કરી શકાશે. તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ અને બીજી હોસ્પિટાલિટી સર્વિસીઝ 8 જૂનથી અમલમાં મુકાયેલી માર્ગદર્શિકા પ્રમાણે ચાલુ કરી શકાશે. એટલું જ નહી, અમદાવાદ-સુરત માટે GSRTCની જાહેર કરાયેલી શરતો પ્રમાણે ખાનગી બસો ચલાવી શકાશે.

અનલોક-2માં રૂપાણી સરકારે કેન્દ્ર સરકારના મોટાભાગની ગાઈડલાઈન્સને યથાવત રાખી છે. રાજ્ય સરકારે કર્ફ્યૂના સમયમાં પણ કોઇ ફેરફાર કર્યો નથી અને રાત્રિના 10થી સવારના 5 કલાક સુધી જ યથાવત રાખ્યો છે. રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડલાઈન્સ મુજબ ગુજરાતમાં સવારના 7થી સાંજના 7 કલાક દરમિયાન કન્ટેઈન્મેન્ટ ઝોન અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ થઇ શકશે.

કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર, અનલોક 2માં નવી છૂટછાટો સાથે કેટલાક નિયંત્રણો પણ લાગુ કરવામાં આવ્યા છે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હવે સખ્તાઈથી લોકડાઉન લાગુ કરાશે. જ્યારે તે સિવાયના વિસ્તારોમાં છૂટછાટ ચાલુ રહેશે. સરકાર દ્વારા બહાર પડાયેલી ગાઈડલાઈન 31 જુલાઈ સુધી અમલમાં રહેવાની છે. અત્યારસુધી રાત્રી કરફ્યુ જે 9 થી સવારે પાંચનો હતો તેને હવે રાત્રે 10થી સવારના પાંચ વાગ્યા સુધીનો કરાયો છે.


Source: iamgujarat.com

Related posts

ગુજરાત: 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ અને 31 મોત, કુલ 25,658 દર્દીઓ

Amreli Live

બોયફ્રેન્ડને મળીને ખુશ-ખુશ થઈ ગઈ હિના ખાન, આપ્યા રોમાન્ટિક પોઝ

Amreli Live

એસ્ટ્રોનોટ્સ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતર્યું NASAનું ક્રુ ડ્રેગન, જુઓ અદ્દભુત નજારો

Amreli Live

10 દિવસ હોસ્પિટલમાં રહી ઘરે આવી મોહિના કુમારી, પરંતુ હજુય મટ્યો નથી કોરોના

Amreli Live

વિડીયોઃ યુવતીએ માગી સેલ્ફી, મિલિંદ સોમણે રસ્તા પર જ કરાવ્યા પુશઅપ્સ

Amreli Live

ન પૈસા હતા, ન પગપાળા જવાની હિમ્મત, લોકોની મદદથી પ્લેનમાં મુસાફરી કરી, ઘરે પહોંચતા જ કર્યું આ કામ તમે વિચારી પણ નહીં શકો.

Amreli Live

શું ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે? લદાખ તણાવ અંગે સોનિયા ગાંધીના સરકારને સવાલો

Amreli Live

કપિલ શર્માના મોટા ફેન છે 82 વર્ષના દાદી, હોસ્પિટલથી ઘરે આવતાની સાથે જ કર્યું આ કામ

Amreli Live

2 જુલાઈ જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે સુખદ સમય, દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ

Amreli Live

અમદાવાદ: પોસ્ટ વિભાગના 10 કર્મચારી કોરોનાની ઝપેટમાં, 31 ઓફિસ 15 દિવસ બંધ

Amreli Live

કોરોના હવાથી ફેલાતો હોવાનું જાણીને ડરી મલાઈકા, કહ્યું-‘આ દુઃસ્વપ્નનો અંત ક્યારે આવશે?’

Amreli Live

આઈફોન બનાવનાર કરોડપતિ વ્યક્તિએ આ કારણે પોતાને જણાવ્યો હતો નપુંશક.

Amreli Live

કોરોના: દેશમાં 6.53 લાખ દર્દીઓ સાજા થયા, 3.58 લાખ હાલ સારવાર હેઠળ

Amreli Live

તો અમેરિકા અને રશિયા પણ કામમાં નહીંઃ ચીની મીડિયાની ભારતને ચેતવણી

Amreli Live

ગુજરાતમાં 124 દિવસમાં નોંધાયા કોરોનાના 50 હજારથી વધુ કેસ, દેશમાં સાતમા ક્રમે

Amreli Live

વડોદરાઃ કોરોનાની યોગ્ય દરે સારવાર માટે આગળ આવી ખાનગી હોસ્પિટલો, ફાળવ્યા 1,000 બેડ

Amreli Live

RBIનું એક ફરમાન અને ઉદય કોટકને લાગશે ‘સૌથી મોટો’ ઝટકો

Amreli Live

દ્વારકાઃ કેવી રીતે BJP નેતા પબુભા માણેક મોરારી બાપુને મારવા માટે દોડ્યા!

Amreli Live

જનધન ખાતું ખોલવા માટે કઈ લાયકાત હોવી જોઈએ, આ બધી ફેસેલીટી ફક્ત આ ખાતેદારને જ આપવામાં આવે છે.

Amreli Live

કોરોના વાયરસ: કરિયાણું ખરીદવા જાઓ ત્યારે આ કારણથી ગ્લવ્સ પહેરવાનું ટાળવું

Amreli Live

બચત કરતા લોકો માટે કેમ આ સૌથી મુશ્કેલ સમય છે?

Amreli Live