26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

અધિક માસમાં કરો તુલસીનો આ મહાઉપાય, મળશે ઘણા ફાયદા, ઘરમાં આવશે ખુશીઓ.

તુલસીથી જોડાયેલ આ મહાઉપાય અધિક માસમાં કરવાથી થાય છે બમણો લાભ, સંબંધોમાં આવશે મધુરતા. પ્રાચીન પરંપરા મુજબ જોવામાં આવે તો જો વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે, અને છોડમાં જળ અર્પણ કરે છે તો તેનાથી વ્યક્તિને શુભફળની પ્રાપ્તિ થાય છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી કુટુંબમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, એટલું જ નહિ પરંતુ તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં ક્યારે પણ ધનની અછત નથી રહેતી.

આમ તો જોવામાં આવે તો દરરોજ તુલસીની પૂજા જરૂર કરવી જોઈએ, પરંતુ તમે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં તુલસીની પૂજા કરો છો, તો તેનાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અધિક માસ ભગવાન શ્રીવિષ્ણુની પૂજાનો વિશેષ સમય માનવામાં આવે છે. જો તમે તુલસીની પૂજા કરો છો તો તેનાથી શ્રીનારાયણના આશીર્વાદ મળે છે. આજે અમે તમને અધિક માસમાં તુલસીના થોડા ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ.

અધિક માસમાં તુલસીના ખાસ ઉપાય અને ફાયદા : જો તમે ઈચ્છો છો કે તમારા કુટુંબમાં આર્થિક સુખ-શાંતિ જળવાઈ રહે તો તમે અધિક માસમાં ભગવાન વિષ્ણુજીની પૂજા જરૂર કરો અને તેમની પૂજામાં તુલસીના પાંદડાનો ઉપયોગ જરૂર કરો. તેનાથી ભગવાન વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે.

અધિક માસમાં તમે દરરોજ નિયમિત રીતે રોજ સાંજના સમયે તુલસીના છોડ સામે ગાયના ઘી નો દીવો પ્રગટાવો, ત્યાર પછી તમે ‘ઓમ વાસુદેવાય નમઃ’ મંત્રના જાપ કરો. આ મંત્ર બોલતી વખતે તમે તુલસીની 11 અથવા 21 વખત પ્રદક્ષિણા કરો. જો તમે આ ઉપાય કરો છો તો તમારા કુટુંબમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને ઘર ઉપર કોઈ પણ પ્રકારનું સંકટ નહિ આવે. એટલું જ નહિ પરંતુ આ ઉપાય કરવાથી આર્થિક તંગીમાંથી પણ છુટકારો મળે છે.

હિંદુ ધર્મની માન્યતા મુજબ દરેક ઘરની અંદર તુલસીનો છોડ જરૂર ઉગાડવો જોઈએ. જે ઘરની અંદર તુલસીનો છોડ લાગેલો હોય છે, તે ઘરની નકારાત્મક ઉર્જા દુર થઇ જાય છે અને ઘરની પવિત્રતા જળવાઈ રહે છે. જો તમે તુલસીના પાંદડાનું રોજ નિયમિત રીતે સેવન કરો છો, તો તેનાથી તમારા શરીરને અનેક ચંદ્રાયણ વ્રતોના ફળ સમાન પવિત્રતા પ્રાપ્ત થાય છે. પૌરાણીક શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો જો વ્યક્તિ તુલસીના પાંદડાનું સેવન કરે છે, તો તેમને તમામ દેવ-દેવીઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ તુલસી તમારા ઘરના વાસ્તુ દોષને દુર કરવામાં પણ સક્ષમ માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે, જે ઘરના આંગણામાં તુલસીનો છોડ લાગેલો હોય છે તે ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઘરના ઝગડા અને અશાંતિ દુર થઇ જાય છે. કુટુંબના લોકોને માનસિક શાંતિ મળે છે અને કૌટુંબિક સંબંધો પણ મધુર બનેલા રહે છે. જો તમે તુલસીનું સેવન દહીં સાથે કરો છો, તો તેનાથી તમને ઘણા પ્રકારના આયુર્વેદિક લાભ મળે છે. તમારું મન કામમાં લાગેલું રહે છે, તેનાથી તણાવ પણ દુર થઇ જાય છે. દહીં સાથે તુલસીનું સેવન કરવાથી તમને તમારા શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મહાબલી હનુમાનજીના આ સ્વરૂપની કરો પૂજા, મોટામાં મોટું સંકટ થશે દૂર, મળશે સફળતા.

Amreli Live

પરણિત એક્ટરો સાથે અફેયર્સને કારણે વિવાદોમાં રહી એક્ટ્રેસ નગમા, 45ની ઉંમરમાં પણ છે સિંગલ

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

રામ મંદિર ભુમીપુજન મુહૂર્ત ઉપર પ્રશ્ન કરનારાઓ માટે આ બે પૌરાણિક કિસ્સા જાણો.

Amreli Live

ધોનીએ પોતાના લગ્નની જાણ પણ ન થવા દીધી હતી, જાણો તેમની લવ સ્ટોરી.

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

‘સડક 2’ ના ટ્રેલર પર લાઈક કરતા વધારે મળી ડિસ્લાઇકસ, ફેન્સ બોલ્યા – સુશાંત માટે કાંઈ પણ કરશું

Amreli Live

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

પતિનું સ્વાસ્થ્ય સારું રહે, લાંબી ઉંમર મળે અને દરેક કામમાં સફળતા મળે, એટલા માટે ભૂખી રહીને મહિલાઓ કરે છે કેવડા ત્રીજ વ્રત

Amreli Live

નવરાત્રી 2020 : નવરાત્રીમાં નવ રંગોના ઉપયોગથી તમારા નવ ગ્રહો અને અંકોને કરો મજબુત.

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

લાઈમલાઈટથી ખુબ દૂર થઇ ગઈ છે અંતરા માલી, હવે તે જીવે છે આવી લાઇફસ્ટાઇલ

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live

આજે આ રાશિઓને થઇ શકે છે નફો, મળી શકે છે પ્રેમનો પ્રસ્તાવ, જાણો કેવો રહેશે ગુરુવારનો દિવસ.

Amreli Live

કુશ ઘાસ વગર અધૂરી માનવામાં આવે છે પિતૃઓની પૂજા, રિસર્ચ અનુસાર કુદરતી પ્રિઝર્વેટિવ છે દર્ભ

Amreli Live

126 વર્ષ પછી ગણેશ ઉત્સવ પર બની રહ્યો છે દુર્લભ યોગ, ભારત માટે શુભ રહેશે આવનારો સમય

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

બસથી દિલ્હીથી લંડનની મુસાફરી, જાણો : કેટલા લાગશે પૈસા અને કેટલો સમય

Amreli Live

આ 6 રાશીઓને નોકરી ધંધામાં પ્રગતિ મળવાના છે યોગ, સંકટ મોચન હનુમાનજી કરશે બેડો પાર

Amreli Live