લેપટોપ કેટલા વોલ્ટની વીજળી પર ચાલે છે? બધાને ખબર હોવા જોઈએ IAS ઇન્ટરવ્યૂના આ ખતરનાક સવાલના જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC) સિવિલ સર્વિસ પરીક્ષા (Civil Services Exam) ની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ કરંટ અફેયર્સની સાથે યુપીએસસી ઇન્ટરવ્યૂના સવાલોની તૈયારીમાં પણ લાગેલા રહે છે. યુપીએસસી મુખ્ય પરીક્ષા પછી ઉમેદવારે ઇન્ટરવ્યૂ આપવું પડે છે. આ સ્ટેજ પર જઈને ઘણા ઉમેદવાર ફેલ થઇ જાય છે. કારણ કે ઇન્ટરવ્યૂમાં પુસ્તકમાં આવતા સવાલો પૂછવામાં નથી આવતા. આ સવાલ સારા સારા દુરંધરોને વિચારતા કરી દે છે.
એટલા માટે અમે તમારા માટે યુપીએસસી ઇન્ટરવ્યૂમાં પુછાતા ખતરનાક સવાલ લાવ્યા છીએ. આ સવાલો ભલે સામાન્ય લાગે પણ તેના જવાબ વિજ્ઞાન સાથે પણ જોડાયેલા હોય છે. આ સવાલ UPSC, SSC, Railway NTPC જેવી જરૂરી પરીક્ષાઓમાં કામ લાગશે.
સવાલ : એક માણસ 12 દિવસ સુધી ઊંઘ્યાં વગર કઈ રીતે જીવી શકે છે?
જવાબ : તે રાત્રે ઊંઘે છે એટલે.
સવાલ : એવું કયું પ્રાણી છે જેના ત્રણ હૃદય છે?
જવાબ : ઓક્ટોપસ.
સવાલ : ભગવાન રામે પહેલી દિવાળી ક્યાં ઉજવી હતી?
જવાબ : દિવાળીનો ઉત્સવ ભગવાન રામ પછી શરૂ કરવામાં આવ્યો છે, એટલા માટે ભગવાન રામે દિવાળી ઉજવી ન હતી.
સવાલ : ટેલિફોનના ડાયલિંગ પેડ પર રહેલા દરેક અંકનો ગુણાકાર કરવામાં આવે તો કયો અંક મળે?
જવાબ : શૂન્ય.
સવાલ : માણસની એક આંખનું વજન કેટલા ગ્રામ હોય છે?
જવાબ : માણસની એક આંખનું વજન લગભગ 8 ગ્રામ હોય છે.
સવાલ : લેપટોપ કેટલા વોલ્ટની વીજળી પર ચાલે છે?
જવાબ : લેપટોપને ડેસ્કટોપ કમ્પ્યુટરની સરખામણીમાં ઓછી વીજળી વાપરવા માટે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે 4.5 વોલ્ટ 1.5 વોલ્ટ (એએ પ્રાથમિક બેટરી) હવે એવા લેપટોપ છે જે એકદમ 19 વોલ્ટના રેટિંગવાળા બાહ્ય વીજ પુરવઠાનો ઉપયોગ કરે છે. જોકે, આ ઉપકરણો વચ્ચે પણ મોડલ અને વિશેષતાઓના આધાર પર, ઉર્જા વપરાશના મૂલ્યોની શ્રેણી ઘણી મોટી થઇ છે.
સવાલ : તે કયું પ્રાણી છે, જે ઘાયલ થવા પર માણસોની જેમ રડે છે?
જવાબ : ભાલુ.
સવાલ : શું ચંદ્ર પર કોઈ ઝાડ ઉગાડવામાં આવ્યું છે?
જવાબ : ચીનના ચેંગે-4 મિશને ચંદ્ર પર કપાસનો છોડ ઉગાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કપાસની સાથે બટાકા અને સરસવના બીજ પણ મોકલવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકોએ હવા, પાણી, માટીથી ભરેલી 18 સેન્ટિમીટરની એક ડોલમાં આ પ્રયોગ કર્યો હતો.
સવાલ : તે શું છે જેને લોકો બજારમાંથી ખાવા માટે લઇ આવે છે અને કબાટમાં મૂકી દે છે?
જવાબ : ચમચી અને પ્લેટ.
સવાલ : દૂધ પીવાથી મગજ કેવી રીતે તેજ થાય છે?
જવાબ : દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં મળી આવે છે. દૂધમાં હળદર મિક્સ કરવાથી મનની એકગ્રતા વધે છે. દૂધમાં રહેલા મેગ્નેશિયમથી યાદશક્તિ વધે છે. ઘણી રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, દૂધ પીવાથી મગજની શક્તિ વધે છે. દરરોજ તેના સેવનથી મગજ તેજ થાય છે.
સવાલ : દહીંને ગરમ કરવામાં આવે તો શું થશે?
જવાબ : દહીંને ગરમ કરવા પર તે ઉકળવા લાગશે, જેથી દહીંમાં ગાંઠ પડી જશે અને પાણી અલગ થઇ જશે. ગરમ કરવા પર દહીંના બેક્ટેરિયા મરી જશે અને તેનો સ્વાદ કાચા દૂધ જેવો થઈ જશે.
સવાલ : એક દિવસ માટે ભારતની રાજધાની બનવાવાળું શહેર કયું હતું?
જવાબ : અલ્હાબાદ.
સવાલ : 80 માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય?
જવાબ : એક જ વાર, કેમ કે એક વાર 8 બાદ કર્યા પછી આંકડો 72 થઇ જશે.
સવાલ : એવા પદાર્થનું નામ જણાવો જે પાણીમાં નાખવા પર ઠંડુ ન થવાની જગ્યાએ ગરમ થાય છે.
જવાબ : ચૂનો.
આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com