26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

અધિકમાસમાં ભગવાન વિષ્ણુને તુલસી અને ભગવાન શિવને બીલીપત્ર ચડાવો, થશે આવા લાભ.

અધિકમાસમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની વિશેષ કૃપા મેળવવા માટે જરૂર કરવા જોઈએ આ કામ. સામાન્ય રીતે પિતૃ વિસર્જનના બીજા દિવસથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ જાય છે. પણ આ વર્ષે એવું થયું નથી. આ વર્ષે આસો અધિક માસ હોવાને કારણે પિતૃપક્ષ પુરા થયાના એક મહિના પછી શારદીય નવરાત્રી શરુ થશે. આ સંયોગ 19 વર્ષ પછી બન્યો છે. જણાવી દઈએ કે, વર્ષ 2001 માં પણ આસો મહિનામાં જ અધિક માસને કારણે પિતૃપક્ષના એક મહિના પછી નવરાત્રી શરૂ થઈ હતી.

સામાન્ય રીતે સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનું હોય છે, જયારે ચંદ્ર વર્ષ 354 દિવસોનું માનવામાં આવે છે. આ બંને વર્ષો વચ્ચેના અંતરથી દર ત્રણ વર્ષમાં એક મહિનો વધારાનો હોવાને કારણે તેને મલ માસ અથવા અધિક માસ કહેવામાં આવે છે. આ આખો મહિનો શ્રીહરિ પુરુષોત્તમ ભગવાનને સમર્પિત રહે છે. લોકોમાં એવો ભ્રમ જોવા મળે છે કે, આ મહિનો કોઈ પણ કામ માટે શુભ નથી, પણ એવો કોઈ શાસ્ત્રીય ઉલ્લેખ પ્રાપ્ત નથી. પણ આ મહિનામાં ભગવાન પુરુષોત્તમની કૃપાથી કરવામાં આવેલા દરેક કામ સફળ થાય છે.

vishnudev

અધિક માસમાં હરિહરની પૂજા : આખા પુરુષોત્તમ મહિનામાં હરિ એટલે કે વિષ્ણુ અને હર એટલે કે શિવની આરાધના-પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ જરૂર થાય છે. જ્યોતિષ-વિજ્ઞાનમાં કાળ-ગણના આ મહિનાની ઉપજનું કારણ છે. આ મહિનામાં વહુ-દીકરીઓની વિદાય અથવા લગ્ન વગેરે કામ નહિ કરવા જોઈએ. જોકે આ આખા મહિનામાં સૂર્ય-સંક્રાંતિ નહિ થવાને કારણે જ આને મલ માસ કહેવામાં આવે છે. આ વખતે પુરુષોત્તમ માસની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ ચુકી છે, જે 16 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યારબાદ 17 ઓકટોબરથી શારદીય નવરાત્રી શરૂ થશે.

બીલીપત્ર અને તુલસી અર્પણ કરવાનો મંત્ર : શાસ્ત્રમાં આ મહિનામાં વસ્તુઓના ખરીદ-વેચાણ અથવા નવા વસ્ત્ર વગેરે ધારણ કરવામાં કોઈ પણ દોષ નથી કહેવામાં આવ્યો. આ પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુને દરરોજ તુલસી અર્પણ કરતા આ મંત્ર બોલો – ‘શુક્લામ્બર ધરમ દેવ શશિવર્ણમ ચતુર્ભુજમ, પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વ વિઘ્ન શાન્તયે.’ એજ રીતે ભગવાન શિવને બીલીપત્ર પર રામ-રામ લખીને અર્પણ કરવા વધારે ફળદાયક હોય છે.

ભગવાન શિવને બીલીપત્ર અર્પણ કરતા સમયે આ મંત્ર બોલવો લાભદાયક હોય છે – ‘ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ, ત્રિજન્મપાપસંહારમ બિલ્વપત્રમ શિવાર્પણમ.’ ૐ નમઃ શિવાય. આ મહિનામાં કાંસા અથવા પાન અથવા કોઈ પણ ધાતુના પાત્રમાં 27 માલપુઆ દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.

આહાર – વ્યવહાર અને આચાર – વિચારને સંયમિત – અનુશાસિત રાખવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંપૂર્ણ મહિનામાં સૂર્ય સંક્રાંતિ નહિ થવાને કારણે જ તે મલ માસ (મલિન માસ) તરીકે પ્રખ્યાત છે. પણ શાસ્ત્રીય વિધાન અનુસાર આ ભગવાન પુરુષોત્તમનો પ્રિય મહિનો હોય છે.

અધિક અને ક્ષય માસનું જ્યોતિષીય કારણ આ મુજબ છે. જે ચંદ્ર માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોય તે અધિક માસ હોય છે, અને ચંદ્ર માસમાં સૂર્યની બે સંક્રાતિ થઈ જાય તો તેને ન્યૂન અથવા ક્ષય માસ કહેવામાં આવે છે. આ વર્ષે આસો મહિનામાં કોઈ પણ સૂર્ય સંક્રાંતિ નથી આવી રહી, આ કારણે તેને અધિક માસ ગણવામાં આવ્યો છે. ન્યૂન અથવા ક્ષય માસ મૂળ રીતે કારતક, માગસર તથા પોષ મહિનામાં હોય છે.

શિવ-વિષ્ણુ પૂજાથી ગ્રહ શાંતિ : આખા અધિક માસમાં સવારે સ્નાન કરીને શિવ-વિષ્ણુની વિધિ અનુસાર પૂજા કરવાથી ગ્રહો શાંત થાય છે. બ્રાહ્મણ દ્વારા રુદ્રાષ્ટાઘ્યાયીના બીજા – પાંચમાં અધ્યાય અને શાંતિ અધ્યાયના દરરોજ અથવા અગિયાર દિવસ પાઠ કરવાથી શનિનો અઢી વર્ષનો પ્રકોપ – સાડાસાતી સાથે કોઈ પણ ગ્રહ વક્રી હોય તો તે આપમેળે શાંત થઈ જાય છે, સાથે જ અટકેલી લક્ષ્મી પણ પ્રાપ્ત થઈ જાય છે.

– જ્યોતિષાચાર્ય ચક્રપાણી ભટ્ટ

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બોલીવુડની જેમ હોલીવુડ માંથી પણ આવ્યા શોકના સમાચાર આ એક્ટરનું થયું મૃત્યુ.

Amreli Live

જૂનામાં જુના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરે છે આ 4 સસ્તા ઉપાય.

Amreli Live

જાણો કઈ રીતે કુંડામાં ઉગાડી શકો છો ઓર્ગેનિક બટાકા, ખુબ જ સરળ છે ઘરે બટાકા ઉગાડવા.

Amreli Live

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

બીમાર માતાની સારવાર માટે એક્ટ્રેસ પાસે નહોતા પૈસા, અક્ષય કુમારે કરી મદદ અને બચી ગયો જીવ.

Amreli Live

ખુબ ચમત્કારી અને સિદ્ધ છે માતાનું આ મંદિર, જ્યાં ભક્તોને કષ્ટોથી મુક્તિ મળી જાય છે

Amreli Live

લગ્ન વિના બાળકને જન્મ આપવાની છે આ એક્ટ્રેસ, હવે આવી માતા-પિતાની યાદ તો કહી દીધું આવું

Amreli Live

વૃષભ રાશિના લોકોએ બિઝનેસમાં કરવી પડશે વધારે મહેનત, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

આજે આ રાશિઓ વાળાએ નોકરી અને બિઝનેસમાં સંભાળીને રહેવું પડશે, આજે અશુભ યોગ બનશે જે મુશ્કેલી વધારી શકે છે

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ડાઉન થઈ જાય છે, તો આજે જ કરી લો આ કામ

Amreli Live

રાજા દશરથ કરવા માંગતા હતા શનિદેવનો અંત, પણ શનિએ તેમને આપ્યા હતા 3 વરદાન, વાંચો પૌરાણિક કથા.

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

39 ની ઉંમરમાં પ્રેગ્નેન્ટ થઇ અમૃતા રાવ, કહ્યું – મારા પતિ રાજ રાત્રે બેબીને આ પાઠ સંભળાવે છે.

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

લક્ષ્મીજીને આકર્ષવા માટે કરો આ ઉપાય, રૂપિયા-પૈસાથી ભરેલી રહશે તિજોરી

Amreli Live

જો વાદળોના કારણે સૂર્યદેવના દર્શન થતા નથી, તો ભગવાનનું ધ્યાન કરતા પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચઢાવો.

Amreli Live

લોન્ચના પહેલા જ નવી Mahindra Thar ની કિંમતનો થયો ખુલાસો, ફક્ત આટલામાં મળશે આ દમદાર SUV, વાંચો ડિટેલ્સ.

Amreli Live

આ દેશ 1 લાખની નોટ કાઢશે તો પણ મોંઘવારીના કારણે તે નોટ માંથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે.

Amreli Live