27 C
Amreli
23/09/2020
bhaskar-news

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં વડાપ્રધાન 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત



કોરોના વાઈરસથી સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને ICUમાંથી બહાર લાગવવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં ICUમાં હતાં. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયે ગુરૂવાર મોડી રાત્રે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે જોનસનના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. હાલ તેઓ વોર્ડમાં છે. ડોક્ટર્સની ટીમ તેમની દેખરેખ કરી રહી છે. 27 માર્ચે બોરિસ જોનસનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાર બાદ તેઓ સેલ્ફ આઇસોલેશનમાં હતાં. જેના 10 દિવસ બાદ તેમની તબિયત લથડતા ગત રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને સોમવારે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બીજી તરફ દુનિયાભરમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 94 હજાર 951 લોકોના મોત થયા છે. 15 લાખ 80 હજાર લોકો સંક્રમિત થયા છે, જ્યારે 3 લાખ 53 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે.

ઇટાલીમાં ડોક્ટર્સ અને નર્સના પણ મોત
ઇટાલીના ડોક્ટર્સ ફેડરેશને ગુરૂવારે જણાવ્યુ હતું કે દેશમાં 24 કલાકમાં વધુ ચાર ફિઝિશિયનના મોત થયા છે. જેથી કોરોનાથી સંક્રમિત થઇ મરનારા ડોક્ટર્સની સંખ્યા વધીને 100 થઇ છે. મૃતકોમાં નિવૃત્ત ડોક્ટર્સ પણ સામેલ છે, જેઓ કોરોનાની મહામારી બાદ ફરી સેવામાં આવ્યા હતાં. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ઇટાલીમાં 30થી વધુ નર્સના કોરોનાને કારણે મોત થયા છે. ઇટાલીમાં 13 હજાર 121 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા છે.
એરલાયન્સ કંપની લુફ્થાંસાને દર કલાકે રૂ. 8.30 કરોડનું નુકસાન

વિશ્વભરમાં1,568,974 કોરોનાના કેસ નોંધાયા છે. 92,108 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમવ્યા છે. 345,911 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાના કારણે યુરોપની મુખ્ય એરલાયન્સ કંપની લુફ્થાંસાને દર કલાકે રૂ. 8.30 કરોડ (10 લાખ યુરો)નું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે આજે કહ્યું હતું કે અમે મહામારીની ચરમ સીમા ઉપર પહોંચી ગયા છીએ. દેશમાં અત્યાર સુધીમાં 14 792 લોકોના મોત થયા છે. અમેરિકાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં 19,688 નવા કેસ નોંધાયા અને 1286લોકોના મોત થયા છે. બ્રિટનમાં 24 કલાકમાં 881ના મોત થયા છે.પ્રધાનમંત્રી બોરિસ જોનસનની તબીયત સ્થિર છે અને હાલ ICUમાં છે.

અમેરિકામાં બેરોજગારીનો દર વધ્યોઃ વધુ 66 લાખ લોકોએ અરજી કરી

અમેરિકામાં કોરોનાને લીધે મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યારે આર્થિક મોરચે પણ કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. વધુ 66 લાખ લોકોએ બેરોજગારીને લગતા લાભ મેળવવા માટે અરજી કરી છે. 4 એપ્રિલના રોજ બેરોજગારીનો લાભ મેળવવા માટે અરજી કરનારની સંખ્યા 1.6 કરોડ હતો.

ઈરાનમાં 24 કલાકમાં 117ના મોત,મૃત્યુઆંક ચાર હજારને પાર

ઈરાનના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ 117 નવા મોત સાથે અહીં મૃત્યુઆંક 4110 થઈ ગયો છે. એક દિવસમાં 1634 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસ 66 હજાર 220 થયા છે.

અમેરિકામાં મૃત્યુઆંક 16000 ઉપર
અમેરિકામાં 16,074મોત સાથે મૃત્યુઆંક 16 હજાર ઉપર પહોંચી ગયો છે અને કુલ પોઝિટિવ કેસ454615 થયા છે. ન્યૂયોર્કમાં છેલ્લા 24 કલાકમાં 779 લોકોના મોત થયા છે, બુધવારે અહીં 731 લોકોના જીવ ગયા હતા. ન્યૂયોર્ક રાજ્યમાં મૃત્યુઆંક 6268 થયો છે. કોરોના વાઈરસથી અમેરિકામાં 11 ભારતીયોના મોત થયા છે, જ્યારે 16 ભારતીયો પોઝિટિવ છે.

અમેરિકાના બ્રૂકલિનમાં એક ઘર બહાર સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને માસ્ક પહેરાવામાં આવ્યું છે. ન્યૂયોર્ક રાજ્યમાં 1.51 લાખ પોઝિટિવ કેસ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે WHO ફરી આડેહાથ લીધું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ મહામારી સામે ખોટી રીતે લડ્યું છે. તેઓએ પોતાની પ્રાથમિકતા યોગ્ય રીતે નક્કી કરવી જોઈએ. બીસીસીએ પોતાના રિપોર્ટમાં ટ્રમ્પના હવાલાથી કહ્યું કે WHOને ફંડિગ આપવાનું ચાલું રાખવું કે નહીં તેના પર અમેરિકા અભ્યાસ કરીને વિચારશે.

નવા રિચર્સમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં કોરોના વાઈરસ ફેબ્રુઆરીના મધ્યભાગમાં ન્યૂયોર્કમાં ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. યુરોપથી પરત ફરેલા પ્રવાસી દ્વારા અહીં આ વાઈરસ આવ્યો હતો. અમેરિકામાં ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે. ન્યૂયોર્કમાં 1.51 લાખ પોઝિટિવ કેસ છે. આ આંકડો સ્પેન, ઈટાલી અને જર્મનીના પોઝિટિવ કેસ કરતા પણ વધારે છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામમાં કોરોનાની સૌથી વધારે અસર કાળા લોકોને થઈ છે. શિકાગોની કુલ વસ્તીના 30 ટકા લોકો આફ્રિકન-અમેરિકન છે.તેમાંથી 68 ટકાના મોત કોરોનાથી થયા છે.અમેરિકાના આરોગ્ય વિભાગનો અંદાજ કે અમેરિકામાં કોરોનાથી 61 હજાર લોકો મોતને ભેટશે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 48 હજાર 220 થયા છે અને મૃત્યુઆંક 14 હજાર 792 થઈ ગયો છે. ઈટાલીમાં કુલ પોઝિટિવ કેસ એક લાખ 39 હજાર 422 છે અને મૃત્યુઆંક 17 હજાર 669 થયો છે. બેલ્જિયમ અને નેધરલેન્ડમાં પણ મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. બન્ને દેશમાં 2200થી વધારે લોકો મોતને ભેટી ચૂક્યા છે.

ઓસ્ટ્રેલિયા: રુબી પ્રિન્સેસ ક્રૂઝ કેંબલા પોર્ટ ઉપર ઊભું છે. અહીંથી દેશમાં કોરોના ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

WHOના મહાનિર્દેશકને જાનથી મારી નાખવાની ધમકી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મહાનિર્દેશક ટ્રેડોસ એડહોનમ ગેબ્રેયેસિયેસે બુધવારે ખુલાસો કર્યો હતો કે કોરોના સામેના લડાઈ અભિયાન દરમિયાન તેઓને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમણે અમેરિકા અને ચીન સહિતના દેશોને કોરોના ઉપર રાજનીતિ ન કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે તેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવે તેની ચિંતા નથી. છેલ્લા ત્રણ મહિનામાં મને ઘણા પ્રકારના અપશબ્દો કહેવામાં આવ્યા છે. જાનથી મારી નાખવાની ધમકી તાઈવાનથી કોઈએ આપી હતી. કાર્યવાહી કરવાને બદલે તાઈવાનના અધિકારીઓ મારી ટિકા કરવા લાગ્યા.

તેમણે વધુમાં કહ્યું કે કોરોના દર મિનિટે લોકોનો જીવ લઈ રહ્યો છે. આપણે એક ન થયા તો સ્થિતિ ખરાબ થઈ શકે છે.કોરોના વિશે આપણને તમામ બાબતની જાણ નથી. આ નવો વાઈરસ છે, આપણને ખ્યાલ નથી કે આગળ જતા આ વાઈરસ ફેલાશે. એટલા માટે એક થવું જરૂરી છે.કોરોનાને એક અજ્ઞાત વાઈરસ જાહેર કર્યાને 100 દિવસ થયા છે અને આ 100 દિવસમાં તેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું છે.

રશિયા વિદેશમાંથી બે દિવસમાં 1200 લોકોને પરત લાવ્યું

ન્યૂયોર્કથી પરત ફરેલા રશિયાના નાગરિકોની તપાસ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. રશિયા 1200થી વધારે નાગરિકોને વિદેશમાંથી પરત લાવ્યું છે.

રશિયા છેલ્લા બે દિવસમાં વિદેશમાં ફસાયેલા તેના 1200થી વધારે નાગરિકોને પરત લાવ્યું છે. 20 માર્ચથી અત્યાર સુધીમાં વિદેશમાં રહેતા એક લાખ 64 હજાર 600 નાગરિકો રશિયા પરત આવી ચૂક્યા છે. રશિયામાં કુલ પોઝિટેલ કેસ 8,672 છે અને 63 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનનો ભંગ કરનાર મંત્રી બે મહિના માટે સસ્પેન્ડ

લોકડાઉન દરમિયાનદક્ષિણ આફ્રિકામાં કોમ્યુનિકેશન મંત્રી સ્ટેલા અંદાબેની બહાર લંચ કરવા ગયા હતા, તે તસવીર વાઈરલ થઈ છે.

દક્ષિણ આફ્રિકામાં કોમ્યુનિકેશન મંત્રી સ્ટેલા અંદાબેનીને લોકડાઉનનો ભંગ કરવા બદલ બે મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.તેમના ઉપર આરોપ છે કે તેઓ અમુક લોકો સાથે લંચમાં ગયા હતા અને સોશિયલ મીડિયામાં તેમની તસવીરો વાઈરલ થઈ હતી. ત્યાર પછી રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ તેમને બે મહિના માટે રજા ઉપર ઉતારી દીધા હતા.

આ તસવીર પેરુની રાજધાની લીમાની છે. અહીં 121 લોકોના કોરોનાથી મોત થયા છે.

પેરુમાં 26 એપ્રિલ સુધી ઈમરજન્સી લંબાવાઈ છે. પેરુમાં 4342 કેસ છે અને 121 લોકોના મોત થયા છે.

સર્બિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વુસિકે પોતાનો પુત્ર ડેનિલો કોરોના વાઈરસ સંક્રમિત હોવાની જાણ કરી હતી. સર્બિયામાં કુલ 2666 કેસ નોંધાયા છે અને 65 લોકોના મોત થયા છે.

ચીનના વુહાનમાં 11 સપ્તાહ પછી લોકડાઉન હટતા લોકો રસ્તા પર આવીને ડાન્સ કરવા લાગ્યા હતા.

ચીનમાં બુધવારે કોરોનાના 63 કેસ નોંધાયા છે, તેમાથી 61 દર્દી બહારથી આવ્યા છે.પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ4323 થયા છે અને 63 લોકોના મોત થયા છે.

કયા દેશમાં કોરોના વાઈરસની શુ સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 4,35,128 14,795
સ્પેન 1,48,220 14,792
ઈટાલી 1,39,422 17,669

જર્મની

1,13,296 2,349
ફ્રાન્સ 1,12,950 10,869
ચીન 81,865 3,335
ઈરાન 66220 4110
બ્રિટન 60,733 7,097
તુર્કી 38,226 812
બેલ્જિયમ 23,403 2,240
સ્વિત્ઝરલેન્ડ 23,280 895
નેધરલેન્ડ 20,549 2,248
કેનેડા 19,438 427
બ્રાઝીલ 16,188 820
પોર્ટુગલ 13,141 380
ઓસ્ટ્રિયા 12,942 273
દક્ષિણ કોરિયા 10,423 204
ઈઝરાયલ 9,404 73
રશિયા 10131 76
સ્વિડન 8,419 687
આયરલેન્ડ 6,074 235
ઓસ્ટ્રેલિયા 6,052 50
નોર્વે 6,042 101
ભારત 5,916 178

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કોરોના વાઈરસથી સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.


ન્યૂ યોર્કમાં અત્યાર સુધીમાં 7 હજાર લોકોના મોત થયા છે. બુધવારે વધુ 799 લોકો માર્યા ગયા હતા. એક જ દિવસમાં મૃત્યુ પામનારનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે


ન્યૂયોર્કના બેવિલે સ્થિત દિવ્યાંગ ઘર. અહીં રહેનાર 46 લોકોમાંથી 37 કોરોના પોઝિટિવ છે.


રશિયાના કોચુબેયેવસ્કોયમાં માસ્ક બનાવતી મહિલાઓ.


ઈટાલી પછી અમેરિકાનું ન્યૂયોર્ક રાજ્ય કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. અહીં છ હજારથી વધારે લોકોના જીવ ગયા છે.


લંડનમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથની તસવીર લગાવવામાં આવી છે, તસવીરમાં તેમણે દેશને સંબોધન કર્યુ હતું તેની અમુક વાતો લખવામાં આવી છે.


આ તસવીર જાપાનની રાજધાની ટોક્યો છે. અહી માસ્ક લગાવી લોકો કામ ઉપર જઈ રહ્યા છે.

Related posts

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

દર્દીઓને બચાવનારા પોલીસકર્મીઓ પૈકી બેને કોરોના લક્ષણ, 8 કર્મીઓ હોમ ક્વોરન્ટીન

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

સુરતમાં HIV પીડિત યુવકે CISFના જવાનના હાથની આંગળીમાં બચકું ભરી લીધું

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

ગંદકી ભારત છોડે તેવો સંકલ્પ લો, સ્વતંત્રતા દિવસ સુધી અભિયાન ચલાવો: PM મોદી

Amreli Live

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ, ખાંભામાં 2 અને ધારીમાં પોણા બે ઇંચ, માધવરાય મંદિરમાં પાણી ઘૂસ્યા

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

વધુ 41 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 1651 ઉપર પહોંચ્યો, 2 દર્દીના મોત, વધુ 21 દર્દીને ડિસ્ચાર્જ કરાતા કુલ 1092 દર્દી સાજા થયા

Amreli Live

છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા, જૂનમાં સંક્રમિતથી વધુ સાજા થયા, અતંર એક લાખથી વધારે

Amreli Live

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમાર

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

સતત ત્રીજા દિવસે નવા 500થી વધુ કેસ, રાજ્યમાં કુલ કેસ 24628, મૃત્યુઆંક 1534 અને 17090 દર્દી ડિસ્ચાર્જ

Amreli Live

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટ

Amreli Live

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live