31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

અત્યાર સુધી 9289 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે



દેશમાં કોરોના સંક્રમણના આજે 198 કેસ સામે આવ્યા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 82, ઉત્તરપ્રદેશમાં 30, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં 22-22 પશ્વિમ બંગાળમાં 18, આંધ્રપ્રદેશમાં 12, રાજસ્થાનમાં 11 અને આસામમાં 1 દર્દી મળી આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમણના 9289 કેસ અને 340 લોકોના મોત થયા છે.ભોપાલમાં આજે 1700 સેમ્પલનો રિપોર્ટ આવશે.

રવિવારે 759 નવા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ આ આંકડો 800ની નીચે ગયો છે. આ પહેલા 9 એપ્રિલે 813, 10 એપ્રિલે 871 અને 11 એપ્રિલે 854 સંક્રમિત મળી આવ્યા હતા. ગઈ કાલે નાગાલેન્ડમાં પહેલો કોરોના સંક્રમિત મળી આવ્યો છે. આ સાથે જ દેશના 26 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશ આ બિમારીના સંકજામાં આવી ગયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકારના આંકડાઓ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, સોમવારે સવારે 8 વાગ્યા સુધી દેશમાં 9152 લોકો સંક્રમિત છે. જેમાંથી 7987ની સારવાર ચાલી રહી છે. 856 સ્વસ્થ થયા છે અને 308ના મોત થયા છે.

રવિવારે રાતે ભોપાલમાં ચોથા IAS અધિકારી સોમેશ મિશ્રા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેઓ ચિકિત્સા શિક્ષણ વિભાગમાં હતા. તેમને ચિરાયુ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ પહેલા ત્રણ અધિકારી પોઝિટિવ મળી આવ્યા હતા. ભોપાલમાં અત્યાર સુધી 142 સંક્રમિત છે.

મૃત્યુઆંક 340એ પહોંચ્યો
દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 340એ પહોંચી ગયો છે. સોમવારે મુંબઈના ધારાવીમાં સંક્રમણના કારણે પાંચમું મોત થયું છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 150એ પહોંચી ગઈ છે. આ પહેલા રવિવારે એક દિવસમાં સૌથી વધારે 39 લોકોના મોત થયા છે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

દિવસ કેસ
10 એપ્રિલ 871
11 એપ્રિલ 854
9 એપ્રિલ 813
12 એપ્રિલ 759
05 એપ્રિલ 605

પૂર્વોત્તરના 2 રાજ્યોમાં આજે દારૂની દુકાનો ખુલશે
આસામ અને મેઘાલયમાં લોકડાઉન ખતમ થયા પહેલા જ રાજ્ય સરકારે સોમવારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. સરકારના કહ્યાં પ્રમાણે, નિર્ણય લોકોની માંગને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. દુકાનોમાં ઓછામાં ઓછો સ્ટાફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેઘાલયમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ સામે આવ્યો નથી. આસામમાં 29 સંક્રમિત છે.

26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું સંક્રમણ
કોરોનાવાઈરસ અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

8 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 572ઃ ઈન્દોરમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા રવિવારે વિશેષ વિમાનથી 1142 સેમ્પલને તપાસ માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે. આ વિમાનથી એજિથ્રોમાઈસિનની 10 લાખ ગોળીઓ મંગાવાઈ છે. આ દવા કોરોના સંક્રમિતોની ખાંસીમાં રાહત આપે છે. રવિવારે રાજ્યમાં સંક્રમણના 40 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ઈન્દોરમાં 25, ભોપાલમાં 8, ઈટારસીમાં 5 અને સતનામં 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ઈન્દોરમાં હાલ સંક્રમિતોની સંખ્યા 311 અને ભોપાલમાં 139 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત-1982 મુંબઈના ધારાવી વિસ્તારમાં સોમવારે કોરોનાના 4 દર્દી મળી ચુક્યા છે, જ્યારે એક સંક્રમિતનું મોત થઈ ચુક્યું છે. રાજ્યમં રવિવારે 221 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાંથી મુંબઈમાં 113, મીરા ભયંદરમાં 7, પૂણેમાં 4, નવી મુંબઈ, થાણે અને વસઈ વિરાર્સમાં 2-2, જ્યારે રાયગઢ, અમરાવતી, ભિવંડી અને પિંપરી-ચિંચવડમાં 1-1 દર્દી મળ્યો હતો.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત -513ઃ આગરા સોમવારે સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 134એ પહોંચી ગઈ છે. શહેરના આઈજી સતીશ ગણેશે જણાવ્યું કે, તંત્ર આઈસોલેશ વોર્ડ વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. જ્યાં પણ અમને પોઝિટિવ કેસ મળી રહ્યા છે, ત્યાં અમે ઘરે ઘરે જઈને તપાસ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી 1 લાખ 65 હજાર લોકોનું સ્ક્રીનિંગ કરાઈ ચુક્યું છે. રાજ્યમાં રવિવારે 31 નવા કેસ સામે આવ્યા છે.

રાજસ્થાન, સંક્રમિત 815ઃ અહીંયા સોમવારે સંક્રમણના 11 નવા કેસ સામે આવ્યા છે. જેમાં ભરતપુરમાં 10 અને બાંસવાડામાં 1 દર્દી મળી આવ્યો છે. રાજ્યમાં રવિવારે 104 દર્દીઓનો રિપોર્ટ આવ્યો હતો. જેમાંથી જયપુરમાં 35, બાંસવાડામાં 15, ટોન્કમાં 11, બીકાનેર અને જોધપુરમાં 8-8 કોટામાં 7, નાગૌરમાં 5, હનુમાનગઢમાં 2, જ્યારે ચૂરુ, જૈસલમેર અમે સીકરમાં 1-1 દર્દી મળ્યા છે. 2 દર્દી રાજ્યની બહારના છે.

પંજાબ, સંક્રમિત-170ઃ રાજ્યમાં રવિવારે સંક્રમણના 12 નવા કેસ સામે આવ્યા હતા. સાથે જ લોકડાઉન વચ્ચે પાસ માંગવા પર રવિવારે એક વ્યક્તિએ પોલીસ અધિકારીનો હાથ પર ઘા કર્યો હતો. ત્યારબાદ પોલીસ કમાન્ડોએ ઓપરેશન કરીને તેને પકડ્યો હતો. પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું કે, એસએસઆઈનું ઓપરેશન સફળ રહ્યું છે. ડોક્ટર્સની ટીમે પોલીસ અધિકારીની સફળ સારવાર કરી હતી.

બિહાર, સંક્રમિત 64ઃ મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી હોસ્પિટલની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, સંક્રમિતોની ભાળ લગાવવા માટે ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ વધારો. આ સાથે જ બીજી બિમારીના દર્દીઓને પણ કોઈ મુશ્કેલી ન થવી જોઈએ.

દિલ્હી, સંક્રમિત 1154ઃ રાજધાનીમાં રવિવારે 85 નવા કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકઝમાં ભેગા થયેલા તબલીઘી જમાતને દેશમાં કોરોના સંક્રમણ કેસ વધવાનું કારણ માનવામાં આવે છે, પરંતુ કેજરીવાલ સરકારે તેમના હેલ્થ બુલેટિનથી મરકઝની કેટેગરી હટાવી દીધી છે. તેની જગ્યાએ અંડર સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવી રહ્યું છે. મરકઝના લોકોના આંકડા અલગ લખવા માટે દિલ્હી લઘુમતી પંચે વાંધો ઉઠાવ્યો હતો.

ગુજરાત, સંક્રમિત 516ઃ અહીંયા રવિવારે 48 દર્દીઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 23 દર્દી અમદાવાદમાં અને 2 આણંદમાં મળ્યા છે. રાજ્યમાં શનિવારે 90 સંક્રમિત મળ્યા હતા અહીંયા સૌથી વધારે 251 સંક્રમિત અમદાવાદ અને ત્યારબાદ 77 વડોદરામાં છે.

રવિવાર સુધી લગભગ 2 લાખ સેમ્પલની તપાસ
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું કે, રવિવારે રાતે 9 વાગ્યા સુધી દેશના 1 લાખ 81 હજાર 28 લોકો પાસેથી લેવાયેલા કુલ 1 લાખ 95 હજાર 748 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


અમૃતસરમાં સંક્રમણના કારણે વધારે પ્રભાવિત વિસ્તારોમાં મેડિકલ ટીમ ઘરે ઘરે જઈને દર્દીઓની તપાસ કરી રહી છે.


પૂર્વોત્તરના 2 રાજ્યોમાં આજે દારૂની દુકાનો ખુલશે આસામ અને મેઘાલયમાં લોકડાઉન ખતમ થયા પહેલા જ રાજ્ય સરકારે સોમવારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. સરકારના કહ્યાં પ્રમાણે, નિર્ણય લોકોની માંગને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. દુકાનોમાં ઓછામાં ઓછો સ્ટાફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેઘાલયમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ સામે આવ્યો નથી. આસામમાં 29 સંક્રમિત છે. 26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું સંક્રમણ કોરોનાવાઈરસ અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

Related posts

શહેરમાં કોરોનાને કારણે થઈ રહેલી માનસિક સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર 1100 જાહેર, દરેક ટીમમાં એક મહિલા

Amreli Live

વિશ્વમાં 50 હજારથી વધુ સંક્રમિતોની હાલત ગંભીર, અમેરિકા પછી ભારતમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા સૌથી વધુ

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

રાજસ્થાનના રાજકારણની વેબ સિરીઝમાં કોર્ટની ધમાકેદાર એન્ટ્રી બાદ સસ્પેન્સ વધ્યુ

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

6.97 લાખ કેસઃ દરરોજ લગભગ 24 હજાર દર્દી વધી રહ્યા છે, આગામી મહિને દરરોજ 1 લાખ કેસ આવી શકે છે

Amreli Live

વિશ્વભરમાં 77 લાખથી વધારે કેસ: મૃત્યુઆંકની દ્રષ્ટિએ બ્રાઝીલ બ્રિટનથી આગળ નિકળ્યું, ત્યાં 41 હજાર 901 લોકોના મોત

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live

કાલે મહારાષ્ટ્ર પહોંચશે નિસર્ગ વાવાઝોડું, 100 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમજ 6 ફુંટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

Amreli Live

રાજ્યમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં જ 46 કેસ, આજે ત્રણના મોત, કુલ દર્દી 766

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live

24 કલાકમાં શહેરમાં 169 નવા પોઝિટિવ કેસ-14 દર્દીના મોત, મૃત્યુઆંક 83 થયો અને કુલ 1821 દર્દી

Amreli Live

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યું

Amreli Live