27 C
Amreli
23/09/2020
bhaskar-news

અત્યાર સુધી 75 હજારના મોત, ઇટલીમાં 94 ડોક્ટર અને 26 નર્સના મોત, UNએ અધિકારીઓને બિનજરૂરી ખર્ચો અને ભરતી રોકવા કહ્યુંવિશ્વભરમાં કોરોનાના કુલ કેસ 13.56લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 75હજાર 762 લોકોએ જીવ ગુમાવ્યાછે. 2.90લાખ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં ત્રણ લાખ 67 હજાર 385 કેસ નોંધાય છે અને 10 હજાર 876 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 30 હજાર કેસ નોંધાયા છે અને 1150 લોકોના જીવ ગયા છે, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી. કોરોનાના સંક્રમણને રોકવા માટેજાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ કરાઈ છે.સ્પેનમાં એક દિવસમાં 743 લોકોના મોત, આ સાથે અહીં કુલ કેસ 1.40 લાખ અને મૃત્યુઆંક 13798 નોંધાયા છે.

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા

પાકિસ્તાનના ઈસ્લામિક મિશનરી આંદોનલ, તબલીઘ જમાત દ્વારા યોજાયેલી સભામાં સામેલ થયેલા 20 હજાર લોકોને લાહોરમાં ક્વોરન્ટિન કરાયા છે. પાકિસ્તાનમાં કોરોનાના 3864 કેસ અને 54 લોકોના મોત. દ.કોરિયામાં 46 હજારથી વધારે સેલ્ફ ક્વોરન્ટિન કરાયા છે.

ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રીએ લોકડાઉનનો ભંગ કર્યો
લોકડાઉનનો ભંગ કર્યા બાદ ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે પોતાની જાતને મૂર્ખ કહી. ક્લાર્કે સોમવારે કહ્યુ કે તેઓ કાર ચલાવીને 20 કિલોમીટર દૂર તેના પરિવાર સાથે સમુદ્ર કિનારે ગયા હતા. ત્યાર પછી તેઓએ પ્રધાનમંત્રી જેસિંદા અર્ડર્ન સામે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતું કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને તેમને પદ ઉપર યથાવત રહેવા કહેવામાં આવ્યું છે. આ પહેલા રવિવારે સ્કોટલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારીએ લોકડાઉનમાં પોતાના એક ઘરેથી બીજા ઘરે જવા બદલ રાજીનામું આપી દીધું હતું.

ન્યૂયોર્કના હરલિમ હોસ્પિટલ સેન્ટર બહાર સુરક્ષાના સાધનોની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ

જ્યારે સ્પેનની વાત કરીએ તો અહીં 1 લાખ 40 હજાર 510 કેસ છે અને 13 હજાર 798 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં એક લાખ 3 હજાર 375 કેસ અને મૃત્યુઆંક 1800 છે. જ્યારે ફ્રાન્સમાં પણ એક લાખ પોઝિટિવ કેસ થવા આવ્યા છે અને મૃત્યુઆંક 8911 થયો છે.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે હું મારા સારા મિત્ર અને અમેરિકાના મિત્ર બોરિસ જોનસનને શુભકામના પાઠવું છું. તેઓને આઈસીયુમાં દાખલ કરાયા છે તે વાત સાંભળીને દુ:ખી છું. તેઓએ કર્યું કે બધા અમેરિકનો જોનસન ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરે છે. તેઓ ખુબ મજબૂત, દ્રઢ નિશ્ચિયી અને સરળતાથી હાર ન માનનાર વ્યક્તિ છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મક્રોન અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ જોનસન ઝડપથી સાજા થઈ જાય તે માટે શુભકામના પાઠવી છે.

અમેરિકામાં મોતનો આંકડો 10 હજારને પાર

ઈટાલી અને સ્પેન પછી અમેરિકામાં મોતનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં માત્ર પાંચ હજાર લોકોના મોત થયા છે. તેમાંથી અડધા તો ન્યૂયોર્ક સિટીમાં લોકો મર્યા છે.અમેરિકાએ એશિયાના દેશોમાં ફસાયેલા તેના 29 હજાર નાગરિકોને ખાસ વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે. માત્ર ભારતમાં 1300 અમેરિકન હતા.

ટ્રમ્પે કોરોનાને રોકવા માટે દવા કંપની અને બાયોયેક કંપનીના પ્રમુખો સાથે વાત કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતને ચેતવણી આપી છે કે જો મેલેરિયાની દવા મોકલવામાં નહીં આવે તો અમે જવાબી કાર્યવાહી કરીશું.

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિકે પ્રધાનમંત્રીના કામકાજને સંભાવ્યું

બ્રિટનનાવિદેશ મંત્રી ડોમિનિક રોબ. હાલ તેઓ પ્રધાનમંત્રીનો કાર્યભાળ સંભાળી રહ્યા છે.

બીબીસી મુજબ કેબિનેટ મંત્રી માઈકલ ગોવેએ મંગળવારે કહ્યું હતું કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન હાલ પણ આઈસીયુમાં ભરતી છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી, પરંતુ ઓક્સિજનના સપોર્ટ પર છે. તેમની સારવાર લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. તેમની ગેરહાજરીમાં તેમનો કાર્યભાર વિદેશ મંત્રી ડોમિનિક રોબ સંભાળી રહ્યા છે. એક ઈન્ટર્વ્યુમાં ડોમિનિકે કહ્યું કે કોરોના સામે સરકારની લડાઈ ચાલું રહેશે. બોરિસ જોનસન ઝડપથી સાજા થાય તેવી વિશ્વના નેતાએ શુભકામના પાઠવી છે. બ્રિટનમાં સોમવારે 3802 નવા કેસ અને 439 મોત નોંધાયા છે. બ્રિટનમાં 51 હજાર 608 કેસ નોંધાયા છે અને 5373 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ફ્રાન્સ: પેરિસની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કોરોનાના દર્દી. દેશમાં અત્યાર સુધીમાં 9 હજાર લોકોના મોત થયા છે.

ફ્રાન્સમાં સોમવારે 833 લોકોના મોત
ફ્રાન્સમાં સોમવારે 833 લોકોના મોત થયા છે. મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં એક દિવસમાં આ મૃત્યુ સૌથી વધારે છે. ફ્રાન્સમાં 17 માર્ચથી સમગ્ર રીતે લોકડાઉન છે. ફ્રાન્સમાં કુલ કેસ 98 હજાર 10 છે જ્યારે 8911 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના મહામારીને રોકવા માટે ટોક્યો અને ઓસાકા સહિત જાપાનના સાત વિસ્તારમાં ઈમરજન્સી લાગુ કરાઈ

કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ દેશના સાત વિસ્તારમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. મંગળવારે આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે ટોક્યો અને ઓસાકા ઉપરાંત કનંગાવા, સેતામા, ચીબા, હયોગો અને ફુકુઓકામાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ કરાઈ છે.જાપાનમાં કોરોના કુલ કેસ 4845નોંધાયા અને 108 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઈટાલીમાં 24 કલાકમાં 636 લોકોના જીવ ગયા
ઈટાલીમાં સોમવારે 636 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સંક્રમણના 3599 નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈટાલીની રાજધાની રોમમાં દર્દીને હોસ્પિટલમાં લી જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

ધર્મના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરો: WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ધર્મ કે જાતિના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરવાની ભલામણ કરી છે. WHOના માઈકલ રેયાનએ કહ્યું કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેમાં તેની કોઈ ભૂલ નથી. કોરોનાના દર્દીઓનું ધર્મ કે જાતિના આધારે વિભાજન ન કરવું જોઈએ. એક ભારતીય પત્રકાર દ્વારા દિલ્હીના મરકજથી કોરોના ફેલાયા અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ આ વાત કહી હતી.WHO ઈસ્લામ અને અન્ય ધર્મના નેતાઓ સાથે સંપર્કમાં છે અને ધાર્મિક આયોજનો ટાળવા માટે તેઓ સાથે ચર્ચા કરી રહ્યું છે.

આ તસવીર ચીનની રાજધાની બેઈજિંગી છે. ચીનમાં સોમવારે કોરોનાથી એકપણ મોત થયું નથી.

ચીનમાં સોમવારે એક પણ મોત નહીં અને 32 નવા કેસ

ચીનમાં સોમવારે એક પણ મોત નોંધાયું નથી. અહીં 32 નવા કેસ નોંધાયા છે, જે તમામ દેશ બહારના નાગરિકો છે. અત્યાર સુધીમાં અહીં 3331 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં કુલ 81 હજાર 740 કેસ નોંધાયા છે. ચીનમાં હાલ કોરોનાના 1242 જ એક્ટિવ કેસ (સારવાર લઈ રહેલા દર્દી) છે.

નેપાળમાં લોકડાઉન 15 એપ્રિલ સુધી લંબાવાયું
નેપાળ સરકારે સોમવારે લોકડાઉન એક સપ્તાહ વધારીને 15 એપ્રિલ સુધી કરી દીધું છે. અહીં અત્યાર સુધીમાં નવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક યુવક સાજો થઈ ગયો છે.

વિશ્વભરના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશ કેસ

મોત

અમેરિકા 367,629 10,941
સ્પેન 140,510 13,798
ઈટાલી 132,547 16,523
જર્મની 103,375 1,810
ફ્રાન્સ 98,010 8,911
ચીન 81,740 3,331
ઈરાન 60,500 3,739
બ્રિટન 51,608 5,373
તુર્કી 30,217 649
સ્વિત્ઝરલેન્ડ 21,657 765
બેલ્જિયમ 20,814 1,632
નેધરલેન્ડ 18,803 1,867
કેનેડા 16,667 323
ઓસ્ટ્રિયા 12,297 220
બ્રાઝીલ 12,232 566
પોર્ટુગલ 11,730 311
દક્ષિણ કોરિયા 10,331 192
ઈઝરાયલ 8,904 57
સ્વિડન 7,206 477
રશિયા 6,343 47
ઓસ્ટ્રેલિયા 5,895 45
નોર્વે 5,865 76
આયરલેન્ડ 5,364 174
Czechia 4,822 78

ચીલી

4,815 37
ભારત 4,778 136
ઈજિપ્તની રાજધાની કાહિરામાં કર્ફ્યુ દરમિયાન જવાનોએ માર્ગો પણ બંધ કરી દીધા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Update LIVE World


લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની સારવાર ચાલી રહી છે.


કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ દેશના સાત વિસ્તારમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે.


Corona Update LIVE World


આ તસવીર જાપાનના ટોક્યોની છે. પીએમ શિંજો આબે મંગળવારે દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી શકે છે.

Related posts

સરકારે સુપ્રીમમાં કહ્યું- છેલ્લી 3 પરીક્ષાના આધારે ધો.12ના વિદ્યાર્થીનું મુલ્યાંકન થશે

Amreli Live

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડ

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

વિધાનસભા સત્ર પહેલા ગેહલોતનું ભાવુક નિવેદન- જે થયું તેને ભૂલી જાઓ, પોતાના તો પોતાના હોય છે, અમે જાતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા મૂળ અમદાવાદના ડૉક્ટર સિવિલમાં કરે છે કોરોના દર્દીઓની સેવા

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

શાકભાજી-કરીયાણા વાળા જેવા સુપરસ્પ્રેડરમાંથી 7 કેસ પોઝિટિવ, પ્રતિ મિલિયન જાપાન કરતા પાંચ ગણા ટેસ્ટ કર્યાં: AMC કમિશનર

Amreli Live

અત્યાર સુધી 21,559 કેસ, મૃત્યુઆંક 685: રાજસ્થાનમાં 49 પોઝિટિવ કેસ, પટનામાં એક દિવસમાં આઠ સંક્રમિત મળ્યા

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-ડેમોક્રેટ કેન્ડિડેટ બાઈડન એટલા સક્ષમ નથી કે દેશની કમાન સંભાળી શકે, તે માનસિક થાકેલા છે

Amreli Live

આવતીકાલે સવારે 6 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાંથી કર્ફ્યૂ હટાવી લેવામાં આવશે

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

8 દિવસ બાદ ફરી કોરોનાના નવા કેસ 161થી વધુ નોંધાયા, 235 દર્દી ડિસ્ચાર્જ અને 4ના મોત

Amreli Live