26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

અત્યાર સુધી 7061 કેસ, 245 મોતઃ ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત, પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યોદેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા 7061થઈ ગઈ છે. જ્યારે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 245 થયો છે. આ પહેલા 5 એપ્રિલે એક દિવસમાં 605 કેસ સામે આવ્યા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હાલ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5865 બતાવાઈ છે. જેમાંથી 477 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 169 લોકોના મોત થયા છે.દિલ્હી એરપોર્ટે શુક્રવારે જણાવ્યું કે, માસ્ક, મેડિસિન અને મેડિકલ ઉપકરણો જેવા જરૂરી સામાનની સપ્લાઈના 20 થી 22 કાર્ગો વિમાન રોજ ઉડાન ભરી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગઈકાલે 16000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 320 સંક્રમિત મળી આવ્યા હતા.

હવે ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત

કોરોના વાઈરસની ગંભીર બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત કરવામાં આવ્યા છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અમિત ખત્રીએ આપેલા આદેશમાં જણાવાયુ હતું કે વ્યક્તિગત કે સરકારી વાહનોમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવા ફરજીયાત છે. ઉલ્લંઘન કરવાના સંજોગોમાં કલન 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

દેશમાં કુલ 245 લોકોના મોત

દેશમાં કોરોના સંક્રમણને લીધે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. શુક્રવારે મોતનો આંકડો 245 થયો હતો. મધ્ય પ્રદેશ અને ઈન્દોરમાં એક ડોક્ટર સહિત ચાર લોકોના મોત થયા હતા.આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. ચંડીગઢ, હરિયાણા તથા આસામમાં પણ એક-એક વ્યક્તિનું મોત થયુ છે. આ અગાઉ ગુરુવારે 34 લોકોના મોત થયા હતા

16000 ટેસ્ટ પૈકી બે ટકા પોઝિટિવ ટેસ્ટ આવ્યા

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઈરસના સંક્રમણની તપાસ માટે આશરે 16000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી ફક્ત બે ટકા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે દેશમાં 16002 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તપાસ પૈકી 2 ટકા પોઝિટિવ ટેસ્ટ સામે આવ્યા છે, તેમ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યુ હતુ.

લોકડાઉનનો ભંગ કરવા બદલ DHFL ગ્રુપના પ્રમોટર સહિત કેટલાકની ધરપકડ
દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ મહારાષ્ટ્રમાં ડીએચએફએલ ગ્રુપના પ્રમોટર કપિલ વધવાન તથા તેમના પરિવારના સભ્યો સહિત 22 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સતારા પોલીસના જણાવ્યા પ્રમાણે ડીએચએફએલના પ્રમોટર કપિલ અને ધિરજ વધવાનની મહારાષ્ટ્રના મહાબળેશ્વરથી ધરપકડ કરવામાં આવી હતી.
ઓરિસ્સાબાદ પંજાબ રાજ્યએ પણ લોકડાઉન 1,મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો
25 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનને 1લી મે સુધી લંબાવવાનો પંજાબ સરકારે નિર્ણય કર્યો છે.પંજાબ રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે સંસદીય બાબતના પ્રધાન બ્રહ્મ મોહિંદે માહિતી આપી હતી.આ નિર્ણય લેનાર ઓરિસ્સાબાદ પંજાબ દેશનું બીજુ રાજ્ય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 140 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. લોકડાઉનને લીધે આર્થિક પ્રતિકૂળ સ્થિતિ સર્જાવાની દહેશત વચ્ચે આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે સરકાર લોકડાઉનને લઈ ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

પ્રિયંક ગાંધીએ પત્ર લખી યોગી આદિત્યનાથને સૂચન આપ્યા

દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. એવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન આપ્યું છે કે ઉત્તરપ્રદેશ જેવા વધારે વસ્તીવાળા રાજ્યમાં કોરોનાનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ વધારવું રામબાણ સાબિત થઈ શકે છે. તો બીજી બાજુ રાજસ્થાનમાં ડોક્ટર્સની ટીમ પર હુમલો કરવાના આરોપમાં 7 લોકોની ધરપકડ કરાઈ છે. 25 લોકો પર કેસ કરવામાં આવ્યો છે. ડોક્ટર્સની આ ટીમ અજમેરમાં કોરોના સંબંધમાં સર્વે કરવા પહોંચ્યા હતા.

 • સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે.
 • કોવિડ કંટ્રોલ રૂમ એક્ટિવ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ યોગ્ય કેસને જોઈને જ કરવામાં આવી રહ્યો છે. જેની વૈશ્વિક સ્તરે માંગ છે, પરંતુ તેના ઉપયોગમાં સાવધાની રાખવાની જરૂર છે.
 • હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દુનિયાભરમાંથી ઉઠી રહેલી માંગને આપણે આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુરી કરી રહ્યા છીએ. આપણી પાસે તેનો પર્યાપ્ત સ્ટોક છે. આપણે લગભગ 1 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જરૂર છે અને આપણી પાસે 3 કરોડ 80 લાખ ઉપલ્બ્ધ છે.
 • જાન્યુઆરીમાં આપણે એક લેબથી શરૂઆત કરી હતી. આજે આપણી પાસે 147 લેબ છે, જેના 16 હજાર કરતા પણ વધારે ક્લેક્શન સેન્ટર છે. ગુરુવારે અમે 16 હજાર હોમ ટેસ્ટ કર્યા હતા, જેના માત્ર 2%
 • ટેસ્ટ જ પોઝિટિવ આવ્યા હતા.
 • દેશમાં પીપીઈના 39 મેન્યુફેક્ચર્સ છે. ફીલ્ડ પર કામ કરનારા મનમાં કોઈ શંકા ના રાખે સરકાર તેમની સુરક્ષા માટે પીપીઈ એકઠા કરી રહી છે.

મહત્વના અપડેટ્સ

 • રાજસ્થાનના અજમેરમાં રામગંજમાં કોરોના સંક્રમણ ના સંબંધમાં સર્વે કરવા પહોચેલા ડોક્ટર્સ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં 7 લોકોની ધરપકડ કુલ 25 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.
 • સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારને એવા આદેશ કરવાની માંગ કરવામાં આવી છે કે કોરોના વાઈરસના હોટસ્પોટ વાળા શહેરમાં ઘરે ઘરે મેડિકલ ટીમ મોકલીને લોકોની તપાસ કરાવવામાં આવે.
 • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પ્રિયંકાએ સલાહ આપી છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણના ફેલાવાને રોકવા ટેસ્ટિંગ વધારવામાં આવે.
 • દિલ્હીના ઉત્તર-પશ્વિમ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ઘરમાંથી નીકળવા પર 32 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.
 • ભોપાલમાં કોરોના સંંક્રમણનાા14 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે જ અહીંયા કેસની કુુુલસંખ્યા 112 થઈ ગઈ છે.
 • મુંબઈના ધારાવીમાં પાંચ નવા સંક્રમિતો મળ્યા છે.

ગુરુવારે સૌથી વધારે 229 નવા કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. સાથે જ ગુજરાતમાં 76, રાજસ્થાનમાં 80,મધ્યપ્રદેશમાં 70, છત્તીસગઢમાં 8 અને બિહારમાં 12 દર્દીઓનો વધારો થયો છે. આ સાથે જ આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વ સરમાએ ગુરુવારે કહ્યું કે, આવતી કાલ સુધી રાજ્યમાં ઓછામાં ઓછા 70 હજાર લોકો 14 દિવસનું ક્વૉરન્ટીન પુરું કરી લેશે.

મહારાષ્ટ્ર, સંક્રમિત 1380- રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 229નવા કેસ સામે આવ્યા હતા, આજે 18 લોકોના મોત થયા છે. ગુરુવાર સાંજ સુધીમાં પૂણેમાં 7 અને મુંબઈમાં 9 લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં મૃતકોનો આંકડો વધીને 97એ પહોંચી ગયો છે.છે.

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ447- ઈન્દોરમાં વધુ 22 સંક્રમિત મળ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના કુલ 235 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં ઈન્દોર સિવાય ભોપાલમાં 95, મુરૈનમાં 13, ઉજ્જૈનમાં 15, ખરગોનમાં 12 દર્દી મળ્યા છે. રાજ્યમાં ગુરુવારે 70 નવા કેસ સામે આવ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિત 520:રાજ્યમાં ગુરુવારે 80 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 11, ઝૂંઝૂનૂ, ઝાલાવાડ અને ટોન્કમાં 7-7 જેસલમેરમાં 5 દર્દી મળ્યા હતા. ભીલવાડમાં સંક્રમણ સામુદાયિક સ્તર પર ફેલાવાની આશંકા હતી, પરંતુ હવે અહીંયા સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં કોરોના સંક્રમણના 27 દર્દી છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-410ઃ બુધવાર રાતથી ગુરુવાર વચ્ચે અહીંયા 27 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી આગરામાં 19, લખનઉમાં 4, સીતાપુરમાં ૨ અને હરદોઈમાં 1 દર્દી મળ્યો છે. રાજ્ય સરકારે 15 જિલ્લાઓના 100થી વધારે કોરોના હોટ સ્પોટમાં ટોટલ લોકડાઉન કરી દીધું છે.

બિહાર, સંક્રમિત-60 સીવાનમાં એક પરિવારના બે સભ્યો પોઝિટિવ મળી આવ્યા છે. તે ઓમાનથી પાછા આવ્યા હતા. બિહારમાં સૌથી વધારે 29 સંક્રમિત જ છે.
દિલ્હી, સંક્રમિત-720ઃ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે જણાવ્યું કે, કુલ સંક્રમિતોમાંથી 22 ICUમાં છે. જેમાંથી 7 વેન્ટીલેટર પર છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ચિન્હિત કરાયેલા હોટસ્પોટમાં ઘરે ઘરે જઈને મેડિકલ સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. નિઝામુદ્દીન વિસ્તારમાં 6000 હજાર ઘરોમાં સ્કીંનિગ કરાયું છે. આ દરમિયાન એક વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો છે. દિલ્હીમાં ગુરુવારે 51 સંક્રમિત મળ્યા હતા. જેમાંથી 4 દર્દી નિઝામુદ્દીન મરકઝના હતા.

હરિયાણા, સંક્રમિત -175ઃ શુક્રવારે અહીંયા 5 કોરોના પોઝિટિવ મળ્યા હતા. 3 અંબાલામાં અને 1-1 સોનીપત અને પંચકૂલામાં. રાજ્યમાં સંક્રમણના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા 6 જિલ્લામાં 11 હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી દેવાઈ છે. અહીંયા માત્ર કોરોના સંક્રમિતોની જ સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 2900 બેડ છે. રાજ્યમાં સૌથી વધારે 38 સંક્રમિત નૂહમાં છે. ત્યારબાદ ગુરુગ્રામમાં 32, જ્યારે પલવલ અને ફરીદાબાદમાં 28-28 દર્દી છે.

ગુજરાત, સંક્રમિત 308ઃ અહીંયા શુક્રવારે 46 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 11, વડોદરામાં 17, પાટણમાં 6, ભાવનગર અને ભરુચમાં 4-4 સંક્રમિત છે. અમદાવાદમાં સૌથી વધારે 153 સંક્રમિત છે. ગુરુવારે સંક્રમણના 76 કેસ સામે આવ્યા હતા.

જમ્મુ- કાશ્મીર, સંક્રમિત 188ઃ અહીંયા શુક્રવારે સંક્રમણના વધુ 4 કેસ સામે આવ્યા છે. ગુરુવારે જમ્મુમાં જે મહિલાનું મોત થયું હતું. આ તમામ તેમના સંપર્કમાં આવ્યા હતા. મહિલાના ઉધમપુર ખાતે આવેલા ટિકરી ગામને રેડ ઝોન જાહેર કરી દેવાયું છે.

દેશમાં કોરોના સંકટની સામે લડવા માટે જરૂરી સામાન અને ઉપકરણોની અછત ન સર્જાય એટલા માટે કેન્દ્ર સરકારે વેન્ટીલેટર, ફેસ માસ્ક, સર્જિકલ માસ્ક, પીપીઈ, કોવિડ-19, પરીક્ષણ કીટ અને તેને બનાવવા માટે જરૂરી વસ્તુઓના મૂળ વેરા અને હેલ્થ સેસમાં છૂટ આપી દીધી છે. આ છૂટ તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે અને ૩૦ સપ્ટેમ્બર 2020 સુધી લાગું રહેશે.

કેન્દ્રએ 15 હજાર કરોડ રૂપિયાનો ફંડ મંજૂર કર્યો
તો બીજી બાજું કેન્દ્ર સરકારે કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેયર્ડનેસ પેકેજ હેઠળ 15 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, 100% કેન્દ્રીય ફંડના આ પેકેજને જાન્યુઆરી, 2020થી માર્ચ 2024 વચ્ચે ત્રણ ભાગમાં લાગું કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું- આ પેકેજથી રાષ્ટ્રીય અને રાજ્યોના સ્તરે સ્વાસ્થ્ય સુવિધાઓને યોગ્ય બનાવવા માટે, બિમારીને અટકાવવા માટે અને આ બિમારી સામે પહોંચી વળવા માટેની તૈયારી કરવા, જરૂરી મેડિકલ સુવિધાઓ અને જરૂરી દવાઓની ખરીદીની સાથે દેખરેખની પૂરતી વ્યવ્સ્થા કરી શકાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


કોરોના વાઈરસના સંકટ વચ્ચે CRPFના જવાન દિલ્હીમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE) તૈયાર કરવા કામે લાગ્યા છે


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 9910 સંક્રમિત વધ્યા, મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજાર પાર; દેશમાં 2 લાખ 26 હજાર 634 કેસ

Amreli Live

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલ

Amreli Live

જૂનમાં પ્રથમ વખત 10 હજારથી વધુ દર્દીને સારું થયું, તમિલનાડુના 4 જીલ્લામાં 19થી 30 જૂન લોકડાઉનનું કડક પાલન થશે

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

શહેરમાં એક દિવસમાં સૌથી વધુ 274 કેસ નોંધાયા, 23ના મોત, કુલ 3817 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 208

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; સ્પેનમાં 23 માર્ચ પછી એક દિવસમાં સૌથી ઓછા 510 લોકોએ જીવ ગુમાવ્યો

Amreli Live

દર્દી વેન્ટીલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં જ છે તેવું નથી, જાણો 5 તબક્કામાં ક્યારે અને કેવી રીતે ઓક્સિજન અપાય છે

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

આપણી જમીન પર શસ્ત્ર વગરના 20 જવાનોની હત્યાને ચીન કઈ રીતે યોગ્ય ઠેરવી રહ્યું છે

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live