26.2 C
Amreli
20/09/2020
bhaskar-news

અત્યાર સુધી 6910 કેસ, 242 મોતઃ ઓરિસ્સા બાદ પંજાબે પણ લોકડાઉન 1 મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો; 10 દિવસમાં 70% કેસ વધ્યાદેશમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા 6910 થઈ ગઈ છે. ગુરુવારે એક દિવસમાં રેકોર્ડ 809 પોઝિટિવ મળ્યા છે. આસંક્રમિતોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ ઉપરાંત અત્યાર સુધી દેશમાં 242 લોકોના મોત થયા છે. આ પહેલા 5 એપ્રિલે એક દિવસમાં 605 કેસ સામે આવ્યા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હાલ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 5865 બતાવાઈ છે. જેમાંથી 477 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે 169 લોકોના મોત થયા છે.દિલ્હી એરપોર્ટે શુક્રવારે જણાવ્યું કે, માસ્ક, મેડિસિન અને મેડિકલ ઉપકરણો જેવા જરૂરી સામાનની સપ્લાઈના 20 થી 22 કાર્ગો વિમાન રોજ ઉડાન ભરી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગઈકાલે 16000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 320 સંક્રમિત મળી આવ્યા હતા.

ઓડિસા બાદ પંજાબ રાજ્યએ પણ લોકડાઉન 1,મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો
25 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનને 1લી મે સુધી લંબાવવાનો પંજાબ સરકારે નિર્ણય કર્યો છે.પંજાબ રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે સંસદીય બાબતના પ્રધાન બ્રહ્મ મોહિંદે માહિતી આપી હતી.આ નિર્ણય લેનાર ઓડિસા બાદ પંજાબ દેશનું બીજુ રાજ્ય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 140 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. લોકડાઉનને લીધે આર્થિક પ્રતિકૂળ સ્થિતિ સર્જાવાની દહેશત વચ્ચે આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે સરકાર લોકડાઉનને લઈ ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

પ્રિયંક ગાંધીએ પત્ર લખી યોગી આદિત્યનાથને સૂચન આપ્યા

દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. એવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન આપ્યું છે કે ઉત્તરપ્રદેશ જેવા વધારે વસ્તીવાળા રાજ્યમાં કોરોનાનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ વધારવું રામબાણ સાબિત થઈ શકે છે. તો બીજી બાજુ રાજસ્થાનમાં ડોક્ટર્સની ટીમ પર હુમલો કરવાના આરોપમાં 7 લોકોની ધરપકડ કરાઈ છે. 25 લોકો પર કેસ કરવામાં આવ્યો છે. ડોક્ટર્સની આ ટીમ અજમેરમાં કોરોના સંબંધમાં સર્વે કરવા પહોંચ્યા હતા.

 • સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે.
 • કોવિડ કંટ્રોલ રૂમ એક્ટિવ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ યોગ્ય કેસને જોઈને જ કરવામાં આવી રહ્યો છે. જેની વૈશ્વિક સ્તરે માંગ છે, પરંતુ તેના ઉપયોગમાં સાવધાની રાખવાની જરૂર છે.
 • હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દુનિયાભરમાંથી ઉઠી રહેલી માંગને આપણે આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુરી કરી રહ્યા છીએ. આપણી પાસે તેનો પર્યાપ્ત સ્ટોક છે. આપણે લગભગ 1 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જરૂર છે અને આપણી પાસે 3 કરોડ 80 લાખ ઉપલ્બ્ધ છે.
 • જાન્યુઆરીમાં આપણે એક લેબથી શરૂઆત કરી હતી. આજે આપણી પાસે 147 લેબ છે, જેના 16 હજાર કરતા પણ વધારે ક્લેક્શન સેન્ટર છે. ગુરુવારે અમે 16 હજાર હોમ ટેસ્ટ કર્યા હતા, જેના માત્ર 2%
 • ટેસ્ટ જ પોઝિટિવ આવ્યા હતા.
 • દેશમાં પીપીઈના 39 મેન્યુફેક્ચર્સ છે. ફીલ્ડ પર કામ કરનારા મનમાં કોઈ શંકા ના રાખે સરકાર તેમની સુરક્ષા માટે પીપીઈ એકઠા કરી રહી છે.

મહત્વના અપડેટ્સ

 • રાજસ્થાનના અજમેરમાં રામગંજમાં કોરોના સંક્રમણ ના સંબંધમાં સર્વે કરવા પહોચેલા ડોક્ટર્સ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં 7 લોકોની ધરપકડ કુલ 25 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.
 • સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારને એવા આદેશ કરવાની માંગ કરવામાં આવી છે કે કોરોના વાઈરસના હોટસ્પોટ વાળા શહેરમાં ઘરે ઘરે મેડિકલ ટીમ મોકલીને લોકોની તપાસ કરાવવામાં આવે.
 • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પ્રિયંકાએ સલાહ આપી છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણના ફેલાવાને રોકવા ટેસ્ટિંગ વધારવામાં આવે.
 • દિલ્હીના ઉત્તર-પશ્વિમ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ઘરમાંથી નીકળવા પર 32 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.
 • ભોપાલમાં કોરોના સંંક્રમણનાા14 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે જ અહીંયા કેસની કુુુલસંખ્યા 112 થઈ ગઈ છે.
 • મુંબઈના ધારાવીમાં પાંચ નવા સંક્રમિતો મળ્યા છે.

ગુરુવારે સૌથી વધારે 229 નવા કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. સાથે જ ગુજરાતમાં 76, રાજસ્થાનમાં 80,મધ્યપ્રદેશમાં 70, છત્તીસગઢમાં 8 અને બિહારમાં 12 દર્દીઓનો વધારો થયો છે. આ સાથે જ આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વ સરમાએ ગુરુવારે કહ્યું કે, આવતી કાલ સુધી રાજ્યમાં ઓછામાં ઓછા 70 હજાર લોકો 14 દિવસનું ક્વૉરન્ટીન પુરું કરી લેશે.

મહારાષ્ટ્ર, સંક્રમિત 1380- રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 229નવા કેસ સામે આવ્યા હતા, આજે 18 લોકોના મોત થયા છે. ગુરુવાર સાંજ સુધીમાં પૂણેમાં 7 અને મુંબઈમાં 9 લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં મૃતકોનો આંકડો વધીને 97એ પહોંચી ગયો છે.છે.

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ447- ઈન્દોરમાં વધુ 22 સંક્રમિત મળ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના કુલ 235 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં ઈન્દોર સિવાય ભોપાલમાં 95, મુરૈનમાં 13, ઉજ્જૈનમાં 15, ખરગોનમાં 12 દર્દી મળ્યા છે. રાજ્યમાં ગુરુવારે 70 નવા કેસ સામે આવ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિત 520:રાજ્યમાં ગુરુવારે 80 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 11, ઝૂંઝૂનૂ, ઝાલાવાડ અને ટોન્કમાં 7-7 જેસલમેરમાં 5 દર્દી મળ્યા હતા. ભીલવાડમાં સંક્રમણ સામુદાયિક સ્તર પર ફેલાવાની આશંકા હતી, પરંતુ હવે અહીંયા સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં કોરોના સંક્રમણના 27 દર્દી છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-410ઃ બુધવાર રાતથી ગુરુવાર વચ્ચે અહીંયા 27 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી આગરામાં 19, લખનઉમાં 4, સીતાપુરમાં ૨ અને હરદોઈમાં 1 દર્દી મળ્યો છે. રાજ્ય સરકારે 15 જિલ્લાઓના 100થી વધારે કોરોના હોટ સ્પોટમાં ટોટલ લોકડાઉન કરી દીધું છે.

બિહાર, સંક્રમિત-60 સીવાનમાં એક પરિવારના બે સભ્યો પોઝિટિવ મળી આવ્યા છે. તે ઓમાનથી પાછા આવ્યા હતા. બિહારમાં સૌથી વધારે 29 સંક્રમિત જ છે.
દિલ્હી, સંક્રમિત-720ઃ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે જણાવ્યું કે, કુલ સંક્રમિતોમાંથી 22 ICUમાં છે. જેમાંથી 7 વેન્ટીલેટર પર છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ચિન્હિત કરાયેલા હોટસ્પોટમાં ઘરે ઘરે જઈને મેડિકલ સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. નિઝામુદ્દીન વિસ્તારમાં 6000 હજાર ઘરોમાં સ્કીંનિગ કરાયું છે. આ દરમિયાન એક વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો છે. દિલ્હીમાં ગુરુવારે 51 સંક્રમિત મળ્યા હતા. જેમાંથી 4 દર્દી નિઝામુદ્દીન મરકઝના હતા.

હરિયાણા, સંક્રમિત -175ઃ શુક્રવારે અહીંયા 5 કોરોના પોઝિટિવ મળ્યા હતા. 3 અંબાલામાં અને 1-1 સોનીપત અને પંચકૂલામાં. રાજ્યમાં સંક્રમણના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા 6 જિલ્લામાં 11 હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી દેવાઈ છે. અહીંયા માત્ર કોરોના સંક્રમિતોની જ સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 2900 બેડ છે. રાજ્યમાં સૌથી વધારે 38 સંક્રમિત નૂહમાં છે. ત્યારબાદ ગુરુગ્રામમાં 32, જ્યારે પલવલ અને ફરીદાબાદમાં 28-28 દર્દી છે.

ગુજરાત, સંક્રમિત 308ઃ અહીંયા શુક્રવારે 46 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 11, વડોદરામાં 17, પાટણમાં 6, ભાવનગર અને ભરુચમાં 4-4 સંક્રમિત છે. અમદાવાદમાં સૌથી વધારે 153 સંક્રમિત છે. ગુરુવારે સંક્રમણના 76 કેસ સામે આવ્યા હતા.

જમ્મુ- કાશ્મીર, સંક્રમિત 188ઃ અહીંયા શુક્રવારે સંક્રમણના વધુ 4 કેસ સામે આવ્યા છે. ગુરુવારે જમ્મુમાં જે મહિલાનું મોત થયું હતું. આ તમામ તેમના સંપર્કમાં આવ્યા હતા. મહિલાના ઉધમપુર ખાતે આવેલા ટિકરી ગામને રેડ ઝોન જાહેર કરી દેવાયું છે.

દેશમાં કોરોના સંકટની સામે લડવા માટે જરૂરી સામાન અને ઉપકરણોની અછત ન સર્જાય એટલા માટે કેન્દ્ર સરકારે વેન્ટીલેટર, ફેસ માસ્ક, સર્જિકલ માસ્ક, પીપીઈ, કોવિડ-19, પરીક્ષણ કીટ અને તેને બનાવવા માટે જરૂરી વસ્તુઓના મૂળ વેરા અને હેલ્થ સેસમાં છૂટ આપી દીધી છે. આ છૂટ તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે અને ૩૦ સપ્ટેમ્બર 2020 સુધી લાગું રહેશે.

કેન્દ્રએ 15 હજાર કરોડ રૂપિયાનો ફંડ મંજૂર કર્યો
તો બીજી બાજું કેન્દ્ર સરકારે કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેયર્ડનેસ પેકેજ હેઠળ 15 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, 100% કેન્દ્રીય ફંડના આ પેકેજને જાન્યુઆરી, 2020થી માર્ચ 2024 વચ્ચે ત્રણ ભાગમાં લાગું કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું- આ પેકેજથી રાષ્ટ્રીય અને રાજ્યોના સ્તરે સ્વાસ્થ્ય સુવિધાઓને યોગ્ય બનાવવા માટે, બિમારીને અટકાવવા માટે અને આ બિમારી સામે પહોંચી વળવા માટેની તૈયારી કરવા, જરૂરી મેડિકલ સુવિધાઓ અને જરૂરી દવાઓની ખરીદીની સાથે દેખરેખની પૂરતી વ્યવ્સ્થા કરી શકાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ ત્રણ વિકલ્પ પર વિચારણા, આગામી 4 દિવસના કેસોના આધારે આખરી નિર્ણય

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

રાજ્યમાં 1 દિવસમાં 510 કેસ, અત્યાર સુધી 19119 લોકો સંક્રમિતઃ 1190 દર્દીના મોત, કુલ 13 હજારથી વધુ દર્દીઓ ડિસ્ચાર્જ

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા, 72 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

Amreli Live

ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી થયું, હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ત્યાગીને આખો દેશ ધમધમતો થશે, કિવિઝે કઈ રીતે જીતી આ લડાઈ?

Amreli Live

31,408 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ

Amreli Live

નવા 82 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 1903 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

બોટાદમાં કોરોના વાઈરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા, રાજકોટમાં રેપિડ કીટથી કરેલા 100 ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા

Amreli Live

પાકિસ્તાન કરતારપુર કોરિડોરને કાલથી ખોલવા તૈયારઃ ભારતે કહ્યું, ‘ભ્રમ ફેલાવવા પ્રયાસ’

Amreli Live

રાજ્યમાં ટેસ્ટ ડબલ થયા પણ કેસ નહીં, સતત બીજા દિવસે નવા કેસ 1100ની નીચે, 15ના મોત સાથે મૃત્યુઆંક 2,748

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

અત્યારસુધી 39242 કેસ : લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત, 24 કલાકમાં સૌથી વધારે 1061 દર્દી સ્વસ્થ થયા

Amreli Live

9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો

Amreli Live

18 પ્રવાસી શ્રમિકો કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા પકડાઈ ગયા

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live