25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધી 6276 કેસ- કુલ 206 મોત; મહારાષ્ટ્રમાં 162 નવા દર્દી મળ્યા, દિલ્હીમાં 2 મહિલા ડોક્ટરને મારનાર આરોપીની ધરપકડકોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં6276 થઈ છે. જ્યારે 206 વ્યક્તિઓના મોત થયા છે. આજે 319 રિપોર્ટ પોઝિટિવ આવ્યાછે. જેમાંથી ગુજરાતમાં 55, રાજસ્થાનમાં 30, ઉત્તરપ્રદેશમાં 19, મધ્યપ્રદેશમાં 14 અને બિહારમાં 11 દર્દી વધ્યા. આ ઉપરાંત કર્ણાટકમાં 10, ઝારખંડમાં 9, પંજાબમાં 8, મધ્યપ્રદેશમાં 5, પશ્વિમ બંગાળમાં 4, ઓરિસ્સામાં 2, જ્યારે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારે પ્રેસ કોન્ફોરન્સમાં ગુરુવારે જણાવ્યું કે રેલવેએ 2 હજાર 500 ડોક્ટર અને 35 હજાર પેરામેડિકલ કર્મચારીઓની નિમણૂંક કરી છે. રેલેવેના586 સ્વાસ્થ્ય યુનિટ, 45 સબ ડિવિઝન હોસ્પિટલ, 56 ડિવિઝનલ હોસ્પિટલ, 8 પ્રોડક્શન યુનિટ અને 16 ઝોનલ હોસ્પિટલ પણ સતત સંક્રમણ રોકવા માટે કામ કરી રહ્યાં છે.

દેશમાં અત્યાર સુધી 205 મોત

કોરોના સંક્રમણથી દેશમાં મોતનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. ગુરુવારે બે લોકોના મોત થયા છે. જમ્મુમાં 69 વર્ષીય મહિલાનું મૃત્યું છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, તે ઉધમપુર જિલ્લાની રહેવાસી હતી. તેને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવાની તકલીફ હતી. સાથે પંજાબમાં 55 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ દર્દીને ડાયાબિટીસ અને હાઈપરટેન્શનની પણ ફરીયાદ કરી હતી. તો બીજી બાજું ઝારખંડમાં આજે કોરોનાથી પહેલું મોત થયું છે.

મહત્વના અપડેટ્સ

  • દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રંબધક કમિટિ કોરોના વાઈરસની આપત્તિ વચ્ચે સરકારની મદદ માટે આગળ આવી છે. કમિટિએ 50 બેડ વાળો ગુરુ હરકુષ્ણા હોસ્પિટલ અને છ માળની 500 બેડની એક અન્ય હોસ્પિટસ દર્દીઓની સારવાર માટે દિલ્હી સરકારને સોંપી દીધી છે.
  • એઈમ્સ ભોપાલના રેસીડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને સંસ્થાનના ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા ડોક્ટર્સ સાથે સાથે ઘણા પોલીસવાળાઓએ મારઝૂડ અને ગેરવર્ણતૂક કરી છે.
  • ઓરિસ્સામાં મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધાર્યું છે. ઓરિસ્સા આવું કરનારું પહેલું રાજ્ય છે. પટનાયકે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે 30 એપ્રિલ સુધી રાજ્યમાં ટ્રેન અને વિમાનનું સંચાલન ન કરવામાં આવે.
  • મુંબઈમાં બુધવારે લોકડાઉનનું ઉલ્લંઘન કરવા અંગે 464 કેસ નોંધવામાં આવ્યા છે. 20 માર્ચથી અત્યાર સુધી 3634 કેસ નોંધાયા છે. ગઈકાલ સુધી 2850 લોકોની ધરપકડ કરવામાં આવી અને જામીન પર છોડવામાં આવ્યા છે.
  • રાજસ્થાનમાંએકસાથે 47 કેસ સામે આવ્યા છે. તો બીજી બાજું જયપુરમા રામગંજમાં 125 લોકો પોઝિટિવ મળી આવ્યા છે.
  • ઈન્દોરમાં જે ડોક્ટર બિમાર હતા તેમનું આજે મોત થયું છે. તેમને થોડા દિવસ પહેલા એક વીડિયોમાં પોતે સ્વસ્થ થઈ ગયા હોવાની વાત કરી હતી.
  • ઓરિસ્સાએ લોકડાઉનની મર્યાદા 30 એપ્રિલ સુધી વધારી

હાઈડ્રોક્સીક્લોક્વીનની નિકાસ પર પ્રતિબંધ હટાવવા અંગે ટ્રમ્પે મોદીનો આભાર માન્યો
કોરોનાની સારવારમાં કારગર હાઈડ્રોરક્સીક્લોરોક્વીન પરથી આંશિક પ્રતિબંધ હટાવવા અંગે અમેરિકન રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું કે તે આને હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે, તમારા મજબૂત નેતૃત્વથી માત્ર ભારતને જ નહીંસ પણ આ પડકાર સામે લડી રહેલી માનવતાને પણ મદદ મળશે.કોરોના વાઈરસથી યુદ્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક શક્ય મદદ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. જો કે, ટ્રમ્પે કોરોનાની સારવારમાં કારગર ગણાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન પરથી આંશિક પ્રતિબંધ હટાવી દીધી હતા. આ અંગે મોદીએ કહ્યું કે, આ સમય મિત્રોની નજીક આવવાનો છે. ભારતની અમેરિકાના સંબંધ પહેલા કરતા મજબૂત થયા છે. ભારત કોવિડ-19થી માનવતાની રીતે જે પણ શક્ય હશે તેવી મદદ કરશે. આપણે આ મુસીબત સાથે મળીને જીતીશું.

દેશના રાજ્યોની સ્થિતિ

મહારાષ્ટ્ર, સંક્રમિત 1297અહીંયા બુધવારે વધું 117 પોઝિટિવ કેસ મળ્યા હતા જેથી હવે દર્દીઓની સંખ્યા 1135 થઈ ગઈ છે. જેમાં 44 મુંબઈ અને 9 પૂણેમાં સામે આવ્યા છે. પૂણેમાં 44 વર્ષના વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસની બિમારી હતી. તો બીજી તરફ નાગપુરમાં તબલીઘ જમાત સાથે જોડાયેલા 8 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. તે એક મસ્જિદમાં રોકાયા હતા, તમામને અહીંયા ક્વૉરન્ટીન કરી દેવાયા છે. રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 162 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી મુંબઈમાં જ 152 દર્દી મળ્યા છે. શહેરના 381 વિસ્તારને કન્ટેમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે.

આ મુંબઈના જુહુનો વિસ્તાર છે. લોકડાઉન દરમિયાન અહીંયા સન્નાટો છવાયો હતો. જેથી હવે રસ્તાઓ પર પશુ પંખીઓ જોવા મળી રહ્યા છે.

રાજસ્થાન, સંક્રમિત 413ઃ અહીંયા ગુરુવારે 30 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ઝાલાવાડ, ઝૂંઝુનૂં અને ટોંકમાં 7-7, જૈસલમેરમાં 5, બાંસવાડામાં 2 અને જોધપુરમાં એક અને અન્ય સ્થળ પર 1-1 સંક્રમિત મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે જયપુર, બીકાનેર અને બાંસવાડામાં 20 નવા સંક્રમિત મળ્યા હતા. ભીલવાડામાં સંક્રમણ સામુદાયિક સ્તરે ફેલાવાની આશંકા હતી, પણ હવે અહીંયા સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં કોરોના સંક્રમણના 27 દર્દી છે.

મધ્યપ્રદેશ, સંક્રમિત -355ઃ ગુરુવારે 13 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ભોપાલમાં 8, ખંડવામાં 4 અને ધારમાં 1 દર્દી મળ્યો છે. રાજ્યમાં સંક્રમણને ધ્યાનમાં રાખતા રાજધાની ભોપાલ, ઈન્દોર અને ઉજ્જાનને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે કહ્યું કે, આ સ્થળો પર પ્રશાસન દ્વારા જ જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવશે. રાજ્યમાં બુધવારે 51 નવા સંક્રમિત મળ્યા છે. માત્ર ઈન્દોરમાં જ 22 પોઝિટિવ કેસ મળ્યા છે.

દિલ્હી; સંક્રમિત-669ઃ રાજ્ય સરકારે મયૂર વિહારમાં વર્ધમાન અપાર્ટમેન્ટના ફેસ-1 એક્ટેન્શન અને પાંડવ નગરમાં આઈપી એક્સટેન્શનના મયૂરધ્વજ અપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર પુરી રીતે બંધ કરી દેવાઈ છે. રાજધાનીમાં 20થી વધારે હોટસ્પોટ ચિન્હિત કરીને સીલ કરાઈ ચુક્યા છે. અહીંયા બુધવારે સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. કુલ સંક્રમિતોમાંથી 35 ICUમાં અને 8 વેન્ટીલેટર પર છે.

ઝારખંડ; સંક્રમિત 13ઃ રાજ્યમાં ગુરુવારે વધુ 9 પોઝિટિવ મળ્યા છે. જેમાંથી પાંચ કેસ રાંચીના અને 4 બોકારો છે. આ તમામ પહેલા પોઝિટિવ મળી આવેલા લોકોના પરિવારના સભ્ય છે.

પંજાબ; સંક્રમિત-114ઃ રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 8 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 SASનગરમાં અને 2 દર્દી લુધિયાણામાં મળ્યા છે. આ સાથે જ અમૃતસર શાકભાજી માર્કેટમાં લોકોને સંક્રમણ મુક્ત કરવા માટે એક ડિસઈન્ફેક્ટ ટનલ બનાવવામાં આવી છે. જેમાંથી પસાર થતા લોકો સેનેટાઈઝ થઈ જાય છે.

ગુજરાત, સંક્રમિતઃ 241 વડોદરામાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર 7 લોકો વિરુદ્ધ અલગ અલગ કલમોમાં FIR નોંધવામાં આવી છે. આ તમામ લોકડાઉન દરમિયાન સ્થાનિક મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા. અહીંયા બુધવારે સંક્રમણના 4 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-381ઃ આગરામાં ગુરુવારે સંક્રમણના 19 નવા કેસ સામે આવ્યા. આ પહેલા બુધવારે રાજ્યના નોઈડા, ગાઝિયાબાદ, લખનઉ સહિત 15 જિલ્લા સીલ કરી દેવાયા છે. અહીંયા માત્ર જરૂરી સામાનની જ હોમ ડિલીવરી કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના ડ્યૂટીમાં લાગેલા દરેક પોલીસકર્મીનો 50 લાખ રૂપિયાનું વીમ કવર કરાવવાની જાહેરાત કરી છે.

બિહાર, સંક્રમિત-51ઃ રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 12 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સીવાનમાં એક જ પરિવારના 10 સભ્ય છે. રાજ્યમાં અત્યાર સુધી 4699 દર્દીઓની તપાસ કરવામાં આવી છે. કોરોના સંક્રમિતોમાંથી 15 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.

છત્તીસગઢ, સંક્રમિત-11ઃ સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે ગુરુવારે જણાવ્યું કે, રાજ્યમાં સંક્રમણનો એક કેસ સામે આવ્યો છે. કુલ સંક્રમિતોમાંથી 9 દર્દીઓની પહેલા જ હોસ્પિટલથી રજા આપી દેવાઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

સુશાંતના સાંજે વિલે પાર્લેના પવનહંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર, પિતા મુંબઈ આવ્યા

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આભ ફાટ્યું, બે કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, રાણાવાવમાં 6 તો પોરબંદરમાં 5 ઈંચ વરસાદ

Amreli Live

રેડ ઝોનમાં રહેલા ચાર ઝોનના 11 વિસ્તારમાં 21 દિવસમાં એક પણ કેસ ન નોંધાતા ઓરેન્જ ઝોનમાં મૂકાયા

Amreli Live

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયું

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

રાહુલે કહ્યું- સરકાર લોકોને આર્થિક મદદ કરે, નહિતર બેરોજગારીની સુનામી આવશે

Amreli Live

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલ

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live

રશિયામાં સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર, અહીં 61% લોકો સાજા થયા

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

139 નવા પોઝિટિવ કેસ સાથે 24 કલાકમાં 367 કેસ , વધુ પાંચના મોત સાથે મૃત્યુઆંક 63, કુલ દર્દી 1643

Amreli Live

અત્યારસુધી 37 હજાર 257 કેસ : એક દિવસમાં રેકોર્ડ 2300થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 1008 અને ગુજરાતમાં 326 નવા કેસ નોંધાયા

Amreli Live

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ, 8 કેસ નોંધાયા, એકનું મોત, રાજકોટમાં 5 વર્ષના પુત્ર બાદ માતા સહિત 5 કેસ

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

હોટલ ફર્નમાં કોવિડ સેન્ટર ખોલવા મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને હોટલ સામે પોલીસમાં અરજી

Amreli Live