26 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ;વિશ્વભરમાં કોરોના મહામારીના 32 લાખ 72હજાર 102 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 31હજાર 312 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન ગુરુવારે રાત્રે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમણે જાતે આ અંગે માહિતી આપી હતી. બીજી બાજુ કોરોના વાઈરસમાં ચીનની બૂમિકાને લઈ ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં ચીનની ભૂમિકા અંગે તપાસ કરવા માંગે છે. ટ્રમ્પ પ્રશાસનના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં પૂરાવા શોધો, જેથી એ સાબિત કરી શકાય કે કોરોના વાઈરસ ચીનના વુહાનની લેબોરેટરીમાંથી નિકળ્યો છે. યુરોપમાં ઈટાલી દેશમાં કોરોનાની મહામારીનો અંત આવ્યો નથી ત્યારે આર્થિક મોરચે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઈટાલીમાં આર્થિક મંદીનું જોખમ ઉભુ થયુ છે.

માલદીવમાં શુક્રવારે કોરોના સંક્રમણથી 83 વર્ષની એક વૃદ્ધાનું મોત થયું છે. દેશમાં મહામારીમાં આ પ્રથમ મોત છે. અહીં કોરોનાના 280 કેસ છે. બીજી તરફ જર્મનીમાં મૃત્યુઆંક 6467 થઈ ગયો છે. જ્યારે અહીં 1.61 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.કોરોનાવાયરસમાં ચીનની ભૂમિકાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ તપાસ કરાવવા માગે છે.

કોરોનાના લીધે યુરોપમાં હવે બીજા નંબરે સૌથી વધારે મોત બ્રિટનમાં થયા છે

બ્રિટનમાં મોતનો આંકડો વધી જતા યુરોપમાં બીજા નંબરે સૌથી વધુ મોત અહીં નોંધાયા છે. અત્યાર સુધી 26097 લોકોનું બ્રિટનમાં કોરોનાવાયરસના લીધે મૃત્યુ થયું છે. આ આંકડો 28 એપ્રિલ સુધીનો છે. બુધવારે પબ્લિક હેલ્થ ઇન્ગ્લેન્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ રીતે ફ્રાન્સ અને સ્પેન કરતા યૂકેમાં મોતનો આંકડો ઘણો છે. યૂકે કરતા આગળ ઇટલી છે. ઇટલીમાં બુધવાર સુધી 27682 લોકોના મોત થયા હતા જ્યાર સ્પેનમાં મોતનો આંકડો 24275નો છે. ક્વોરેન્ટીન થયેલા યૂકેના વડાપ્રધાન બોરીસ જોન્સનના સ્થાને અત્યારે ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ કોરોનાને લગતી કામગીરીની દેખરેખ માટે ડેપ્યુટ કરવામાં આવ્યા છે.

WHOએ કહ્યું- મહામારી આતંકી હુમલા કરતા પણ વધારે ખતરનાક, સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચાવવા સક્ષમ
વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કોરોનાને કોઈ આતંકી હુમલા કરતા પણ વધારે ખતરનાક ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું તે વિશ્વમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. એટલા માટે તમામ દેશોએ સાથે મળીને તેનો સામનો કરવો જોઈએ. WHOના મહા નિર્દેશક ડો. ટેડ્રોસ ગેબ્રિયેસસે કહ્યું કે આ વાઈરસને હરાવવા માટે ઈતિહાસમાં કોઈપણ ક્ષણથી વધારે આ સમયે માનવજાતીએ એક થવાની જરૂર છે. તે રાજનીતિક, આર્થિક અને સામાજિક ઉથલ-પાથલ મચાવવા માટે સક્ષમ છે.

ટ્રમ્પનો દાવો- ચીન મને બીજીવાર રાષ્ટ્રપતિ બનતા રોકવા માટે કઈ પણ કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ન્યૂઝ એજન્સી રોયટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ચીન ઈચ્છતું નથી કે તેઓ નવેમ્બરમાં ફરીથી દેશના રાષ્ટ્રપતિ બને. તેઓ મને રોકવા માટે કંઈપણ કરશે. ચીન જે રીતે કોરોના સામે લડી રહ્યું છે તે એ વાતની સાબિતી છે. તેઓએ આ સંકટ વિશે વિશ્વને ઝડપથી જણાવવું જોઈતું હતુ. ટ્રમ્પ હંમેશા મહામારીને લઈને ચીન ઉપર આરોપ લગાવતા રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ચીન ઈચ્છે છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન નવેમ્બરની ચૂંટણીમાં જીત મેળવે. જોકે મને આંકડા ઉપર શંકા છે કે બિડેન જીતશે.

અમેરિકામાં 61હજારથી વધુ લોકોના મોત
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત થયા છે. કોરોના મહામારીમાં અમેરિકામાં સૌથી વધારે મોત થયા છે. અહીં 61 હજાર 669 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કુલ કેસ 10.64 લાખ નોંધાયા છે. ન્યૂયોર્કમાં ત્રણ લાખ કેસ નોંધાયા છે અને 22 હજારથી વધારે લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને છ હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ 61.40 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. એક લાખ 47 હજાર 411 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આવતા સપ્તાહથી અમેરિકામાં ઘરેલુ ઉડાન શરુ કરાશે.

નેશનલ ઈસ્ટીટ્યુટ ઓફ હેલ્થ (એનઆઈએચ)ની શરૂઆતની તપાસમાં રેમડેસિવિર ડ્રગની ટ્રાયલનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું છે. તેનાથી પ્લાસીબો દવા અપાઈ રહેલા દર્દીઓની તુલનામાં 31 ટકા વધારે દર્દીઓ સાજા થયા છે. આ રિસર્ચ મુજબ રેમડેસિવિર આપવામાં આવેલા 8 ટકા દર્દીને બચાવી શકાયા નથી. પ્લેસીબો અપાઈ તેમાંથી 11 ટકા દર્દીઓને બચાવી શકાયા નથી. ડોક્ટરના કહેવા મુજબ રેમડિસિવિર સંક્રમણની સારવારમાં કેટલું ઉપયોગી છે તે હજું કહી ન શકાય.

70 લાખ મહિલાઓએ ઈચ્છા ન હોવા છતા ગર્ભ ધારણ કરવા પડી શકે છે
સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે 6 મહિના સુધી લોકડાઉન રહ્યું તો 70 લાખ મહિલાઓને ઈચ્છા ન હોવા છતા ગર્ભવતી બનવું પડશે.લોકડાઉનની સ્થિતિમાં 114 ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં 4.7 કરોડથી વધારે મહિલાઓ ગર્ભ નિરોધકનો ઉપયોગ નહીં કરી શકે.

ન્યૂયોર્કના મેનહટ્ટન સ્થિત ઈમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને મહામારી સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓના માનમાં શણગારવામાં આવ્યું હતું.

ઈટાલીમાં મૃત્યુઆંક 28 હજાર નજીક
ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 323 લોકોના મોત થયા છે અને એક હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કુલ 2 લાખ 3 હજાર 591 નોંધાયા છે જ્યારે 27 હજાર 682 લોકોના મોત થયા છે. અહીં 71 હજાર 252 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અહીં 19.11 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.

વેટિકન શહેરમાં ફોર સ્ટાર હોટલને ડિસઈન્ફેક્ટ કરતા સફાઈ કર્મચારી.

કોરોના મહામારીને લઈનેકેનેડાની પાર્લામેન્ટે વિદ્યાર્થીઓ માટે 6.5 બિલિયન ડોલરના પેકેજની મંજૂરી આપી છે. કેનેડામાં 51 હજાર 597 કેસ નોંધાયા છે અને 2 હજાર 996 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચીનમાં ચાર નવા કેસ નોંધાયા
ચીનમાં છેલ્લા 24 કલાકમાં ચાર નવા કેસ નોંધાયા છે અને એકપણ મોત નોંધાયું નથી. તમામ કેસ શાંઘાઈમાં નોંધાયા છે. ચીનમાં કોરોનાના 82 હજાર 862 કેસ નોંધાયા છે જ્યારે 4633 લોકોના મોત થયા છે.

તુર્કીમાં મૃત્યુઆંક 3 હજારને પાર
તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2936 કેસ નોંધાયા છે અને 89 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ સાથેજ મૃત્યુઆંક 3081 થયો છે અને કુલ કેસ 1 લાખ 17 હજાર 589 થયા છે. તુર્કીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો 28 મે સુધી બંધ કરી દીધી છે. અહીં સંક્રમણનો પ્રથમ કેસ 11 માર્ચના રોજ સામે આવ્યો હતો.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 1,076,129 62,380
સ્પેન 239,639 24,543
ઈટાલી 205,463 27,967
ફ્રાન્સ 166,420 24,087
બ્રિટન 171,253 26,771
જર્મની 162,123 6,518
તુર્કી 120,204 3,174
રશિયા 106,498 1,073
ઈરાન 94,640 6,028
ચીન 82,862 4,633
બ્રાઝીલ 80,246 5,541
કેનેડા 52,069 3,082
બેલ્જિયમ 48,519 7,594
નેધરલેન્ડ 39,316 4,795
પેરુ 33,931 943
ઈન્ડિયા 34,780 1,151
સ્વિત્ઝરલેન્ડ 29,586 1,737
પોર્ટુગલ 25,045 989
સાઉદી અરેબિયા 22,753 162
સ્વીડન 21,092 2,586
આયર્લેન્ડ 20,253 1,190
મેક્સિકો 17,799 1,732
ઈઝરાયલ 15,834 215
સિંગાપોર 16,169 15
બ્રાઝીલના માનૌસમાં કોરોના મહામારીમાં મોતને ભેટનાર લોકોને દફનાવવામાં આવી રહ્યા છે.
આર્જેન્ટિનામાં લોકડાઉન દરમિયાન ફૂડ પેકેટ માટે લાઈનમાં ઉભેલા લોકો નજરે પડે છે.
અમેરિકા: વોશિંગ્ટનના મેડીકલ સેન્ટર પર ટેસ્ટ કરતા પહેલા વ્યક્તિ સાથે વાત કરી રહેલ સ્વાસ્થ્ય કર્મચારી.

અપડેટ્સ

  • બ્રાઝીલમાં મૃત્યુઆંક પાંચ હજારને પાર; અહીં કુલ કેસ 79 હજાર 685 અને 5,513 મૃત્યુઆંક નોંધાયો છે.
  • ન્યૂઝીલેન્ડમાં 24 કલાકમાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાતા અહીં કુલ કેસ 1476 થયા છે. અહીં 19 લોકોના મોત થયા છે.
  • પાકિસ્તાનમાં 24 કલાકમાં 343 નવા કેસ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે. અહીં કુલ 15 હજાર 759 કેસ અને 346 લોકોના મોત નોંધાયા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન ગુરુવારે રાત્રે કોરોના પોઝિટિવ આવ્યો હતો (ફાઈલ ફોટો)


32.20 lakh cases, 10 lakh discharged after treatment; The highest number of 1.47 lakh leave was given in the US


જર્મનીના કોલોગ્ન શહેરમાં સોશિયલ ડિસ્ટેંસિંગના આદેશ છતાં લોકો એક સાથે બેઠેલા નજરે પડે છે.


અમેરિકા: ન્યૂયોર્કના બ્રૂકલિનમાં મૃતદેહને લઈ જતાં સ્વાસ્થ્ય કર્મચારીઓ.


ઉદ્યોગ જગતની હસ્તીઓ સાથે વાતચીત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.


ન્યૂયોર્કના બ્રુકલિનમાં એન્ડ્ર્યુ ટી ક્લેકલી ફ્યુનરલ હોમ પાસે ઊભેલા પોલીસકર્મચારીઓ. આ રાજ્યમાં ત્રણ લાખથી વધારે સંક્રમિત છે.

Related posts

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

કોરોનાથી આજે રેકોર્ડ 93 લોકોના મોત, લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત

Amreli Live

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા, વિધાનસભા પર વાયુસેનાના લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ કરશે

Amreli Live

કપિલે શો પર કમબેક કરવાનું કારણ જણાવતા કહ્યું, પત્નીએ કહ્યું – કામ ધંધો કરો, ચાર મહિનામાં મારું મગજ ખાઈ ગયા

Amreli Live

બપોર બાદ રાજ્યમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં, આજે બેના મોત, કુલ 95 દર્દી

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

82 વર્ષના મહંત નૃત્ય ગોપાલ દાસ પોઝિટિવ, 8 દિવસ પહેલાં મોદી સાથે ભૂમિપૂજનમાં સાથે હતા

Amreli Live

કેદારનાથના રાવલ મહારાષ્ટ્રમાં ફસાયા, બાબા કેદારનાથનો સોનાનો મુકુટ તેમની પાસે, કપાટ ખુલવાના સમયે હાજર હોવુ જરૂરી

Amreli Live

પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડાઈ માટે મોદીનો મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’; 5 એપ્રિલે રાત્રે 9 વાગે દિવો પ્રગટાવવાની અપીલ

Amreli Live

અમદાવાદમાં વધુ 11 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 116 પોલીસ કોરોનાગ્રસ્ત, 17 પોલીસકર્મી ડિસ્ચાર્જ

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

રાજકોટ જિલ્લામાં વધુ 39 નવા કેસ સામે આવ્યાં, એકનું મોતઃ મોત થયાનો ઉલ્લેખ તંત્ર એ ક્યાંય કર્યો જ નહીં!

Amreli Live

રાહુલે કહ્યું- સરકાર લોકોને આર્થિક મદદ કરે, નહિતર બેરોજગારીની સુનામી આવશે

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: સિંગાપોરમાં રવિવારે મળેલા 233 સંક્રમિતોમાં 59 ભારતીય

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live