25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યોલોકડાઉનના બીજા તબક્કામાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 1752 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 23હજાર 452થઈ ગયો છે. તે એક દિવસમાં દર્દીની સૌથી વધારે સંખ્યા છે. આ અગાઉ 19 એપ્રિલના રોજ એક જ દિવસમાં 1580 દર્દી મળ્યા હતા. આ ઉપરાંત 22 એપ્રિલના રોજ 1272, 21 એપ્રિલના રોજ 1537 અને એપ્રિલના રોજ 1371 પોઝિટિવ દર્દી મળ્યા હતા.દેશમાં વાઈરસને લીધે મૃત્યુ પામનારની સંખ્યા પણ વધીને 779થઈ ગઈ છે. 24 કલાકમાં 49દર્દીના મોત થયા છે. દિવસ દરમિયાન સરકારે જણાવ્યુ હતું કે અત્યાર સુધી 4748 દર્દીની તબિયાત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે દેશમાં રિકવરી રેટ પણ વધીને 20.57 ટકા થઈ ગયો છે, જે સૌથી વધારે છે.સરકારના વિવિધ મંત્રાલયોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એવી માહિતી આપવામાં આવી હતી કે લોકડાઉનના પ્રથમ સપ્તાહમાં 1251 કેસ આવ્યા, તેના ડબલિંગ રેટ 5.2 દર હતો. એટલે કે 5.2 દિવસમાં કેસ બમણા થતા હતા. વર્તમાન સમયમાં આ દર 9.2 દિવસ થઈ ગયા છે. જો લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ન હોત તો આજે દેશમાં કેસની સંખ્યા 73 હજાર પહોંચી ગઈ હોત.

દેશમાં સંક્રમિતોની સંખ્યા 24,000

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24હજાર 427થઈ છે અને 779લોકોના મોત થયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તર પ્રદેશ 111, રાજસ્થાનમાં 44, બિહારમાં 44 અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 23452છે. જેમાંથી 17915ની સારવાર ચાલી રહી છે, 4813સાજા થયા છે.નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે જણાવ્યુ છે કે જો લોકડાઉન જેવા ઉપાયોને લાગુ કરી સંક્રમણનો દર અટકાવવામાં ન આવ્યો હોત તો આજે આપણા દેશને ઘણુબધુ નુકસાન થઈ ગયુ હોત. આજે દેશમાં સંક્રમિતોનો આંક 23 હજાર છે, જો લોકડાઉન લાગુ ન થયુ હોત તો આ આંક 73 હજાર થઈ ગયો હતો.

દિલ્હીના કોન્સ્ટેબલે ગર્ભવતી મહિલાનેહોસ્પિટલ પહોંચાડી, માતાએ શિશુનું નામ કોન્સ્ટેબલના નામ દયાવીર રાખ્યું

દેશમાં શુક્રવારે લોકડાઉનનો 1 મહિનો થઈ ગયો છે. આ સમય દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી છે કે જેણે સૌનું દિલ જીતી લીધુ છે. અહીં એક માતા તેના નવજાત શિશુનું નામ તે કોન્સ્ટેબલના નામ પરથી રાખ્યું કે જેણે ડિલિવરી માટે મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ સન્માન બદલ કોન્સ્ટેબલ બયાબીર સિંહ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હું ગર્ભવતી મહિલાને મદદ કરી તે મારા માટે ગર્વની વાત છે.

દિલ્હીમાં પ્લાઝ્મા થેરાપીનો ટેસ્ટ કરાયો, પરિણામ સારા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમે ચાર દર્દી પર પ્લાઝ્મા થેરાપીનો ટેસ્ટ કર્યો છે. તેના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે. આ તમામ દર્દી અહીંની લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP)માં દાખલ છે. કેજરીવાલે કહ્યું કે અન્ય 2-3 દર્દીને આ થેરાપી આપવાની બાકી છે. અત્યારે કેન્દ્ર તરફથી કેટલાક ગંભીર દર્દીઓ પર આ ઈલાજ કરવા મંજૂરી મળી હતી. કેજરીવાલે સાજા થયેલા દર્દીઓને બ્લડ પ્લાઝ્મા દાન કરવા અપીલ કરી છે.

કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે

કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1654 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. જ્યારે સુરતમાં 456 કેસ અને 13 દર્દીના મોત થઈ ગયા છે. જેને પગલે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 7 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં છે. તેમજ અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો આવી રહ્યો છે આ બન્ને શહેરોમાં પરિસ્થિતિ ભયજનક થઈ રહી છે. આમ દેશમાં 10 દિવસે પણ અમદાવાદમાં 7 દિવસે કેસો બમણાં થઈ રહ્યા હોવાથી કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે. અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા નીચે ચાલી રહ્યો છે. જેને કારણે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરત આવશે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ

 • સરકારે કહ્યું- દેશે વ્યવહાર બદલ્યો છે. દરેક ગામ, દરેક વિસ્તારમાં લોકોના વિચાર છે કે આ મહામારીને આપણે હરાવવાની છે. આપણા જીવનને સામાન્ય રાખીને આ મહામારીથી કેવી રીતે લડવું તેના માટે રણનીતિ બનાવાઈ રહી છે.
 • અમે જિલ્લા સ્તરેથી રાજ્ય અને કેન્દ્ર સુધી સર્વિલાંસ સિસ્ટમ બનાવી છે. અત્યાર સુધી 9 લાખ 45 હજાર લોકો સર્વિલાન્સમાં છે. જિલ્લાના ક્લેક્ટરોની મદદથી અમે સર્વિલાન્સમાં મદદ મળી છે.
 • અમે દવા અને વેક્સીન તૈયાર કરવાના પણ પ્રયાસ કરી રહ્યા છીએ. કન્ટેનમેન્ટ પ્લાન પણ ચાલી રહ્યો છે. જો આવા પગલા નહીં લેવામાં આવે તો સંક્રમણ વધશે. એવામાં આપણા માટે સ્થિતિ વધારે ખરાબ બનશે અને તેની સામે પહોચી વળવું પણ મુશ્કેલ બનશે.
 • દેશના 734 જિલ્લામાં કોરોના ફેલાયો છે
 • કોરોનાનો રિકવરી રેટ 20.5 ટકા છે
 • દેશના 80 જિલ્લામાં 14 દિવસથી કોઈ કેસ નથી, કોરોનાનો રિકવરી રેટ 20.5 ટકાઃMHA
 • વધુ ચાર ટીમ બનાવાઈ જે સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA
 • ઈન્દોરમાં 20 કન્ટેનમેન્ટ ઝોન જોખમી છેઃ MHA

પાંચ દિવસમાં જ 47% દર્દી વધ્યા
છેલ્લા પાંચ દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 7 હજારથી પણ વધુનો વધારો થયો છે. ગુરુવારે 1667 કેસ સામે આવ્યા. એક દિવસમાં આ દર્દીઓની સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 એપ્રિલે સૌથી વધારે 1580 સંક્રમિત મળ્યા હતા. 17 એપ્રિલે દેશમાં 15724 દર્દી હતા. ત્યારથી માંડી ગુરુવાર સુધી 7315 દર્દી વધ્યા છે. એટલે કે 5 દિવસ 46.52%નો વધારો થયો છે.

પાંચ દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ

દિવસ કેસ
23 એપ્રિલ 1667
19 એપ્રિલ 1580
21 એપ્રિલ 1537
18 એપ્રિલ 1371
22 એપ્રિલ 1292

મહત્વના અપડેટ્સ

 • દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોમાં અમે ચાર દર્દીઓ પર પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કર્યો છે. જેના સારા પરિણામ મળ્યા છે. આ તમામ દર્દી અહીંયાના લોક નાયક જયપ્રકાશ નારાણય હોસ્પિટલના છે. તેમણે કહ્યું કે, એલએનજેપીના 2-3 દર્દીઓને આ થેરેપી આપવાની છે. કેજરીવાલે જણાવ્યું કે, ઘણા ગંભીર દર્દીઓ પર જ સારવારની આ રીત ઉપયોગ કરવાની મંજૂરી કેન્દ્ર પાસેથી મળી હતી. હવે આનો બીજા દર્દીઓ પર પણ ઉપયોગ કરવામાં આવશે. આવતા સપ્તાહ ગંભીર દર્દીઓને આ સારવાર આપવાની મંજૂરી મળી જશે. તેમણે પહેલા સ્વસ્થ થઈ ચુકેલા દર્દીઓને બ્લડ પ્લાઝમા દાન કરવાની અપીલ કરી છે.

 • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે, ચીન અને અન્ય દેશોમાં લાવવામાં આવેલી ખરાબ એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ સંબંધિત દેશોમાં પાછી આપવામાં આવશે. આ કીટ કોરોના સંક્રમણની તપાસ માટે મંગાવવામાં આવી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આ ટેસ્ટ કીટ માટે હાલ કોઈ ચુકવણી કરાઈ નથી. આ કીટના પરિણામ પર પશ્વિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજ્યોમાંથી ફરિયાદો આવી હતી. ત્યારબાદ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આનાથી તપાસ કરવા પર સ્ટે લગાવી દીધો હતો.

 • દિલ્હીના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર સહિત 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે, આ પહેલા પણ આ જ હોસ્પિટલમાં 7 કોરોનાના કેસ સામે આવ્યા હતા.

 • મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. નિમોનિયાની ફરિયાદના કારણે મંત્રીને મંગળવારે રાતે થાણેની હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. બુધવાર સાંજે તેમના સંક્રમણની પુષ્ટી થઈ હતી.

 • ઉત્તરપ્રદેશના મેરઠમાં મૃતક ભાજપના નેતા પીએસઓના પિતા છે. ત્યારબાદ જિલ્લાના સાંસદ, ધારાસભ્ય સહિત ઘણા લોકોને ક્વૉરન્ટીન કરાયા છે.

 • કેરળમાં ચાર મહિનાના બાળકનું કોરોના સંક્રમણના કારણે મોત થયું છે. આ બાળકની કોઝીકોડ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી હતી. બાળકમાં 22 એપ્રિલે કોરોનાની પુષ્ટી થઈ હતી. બાળકે હાર્ટની તકલીફના કારણે હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો હતો,પણ બાદમાં કોરોના સંક્રમણ સામે આવ્યું હતું. કેરળમાં કોરાનાને કારણે અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે.
 • ગોવા, અરુણાચલપ્રદેશ અને મણિપુર બાદ ત્રિપુરા પણ કોરોના મુક્ત થઈ ગયું છે. જો કે અહીંયા ઘણા ઓછા દર્દી હતા. ગોવામાં 7, અરુણાચલમાં 2, જ્યારે મણિપુર અને ત્રિપુરામાં 1-1 વ્યક્તિ સંક્રમિત મળી આવ્યા છે.
 • ઉત્તરાખંડમાં ઉત્તરકાશીની રેવેન્યુ પોલીસે ક્વૉરન્ટીન નિયમોનું ઉલ્લંઘન કરવા પર 51 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં 6 મહિના અને 3 વર્ષના 2 બાળક પણ છે. સાથે જ ઉત્તરકાશીના કલેક્ટરનું કહેવું છે કે 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ એફઆરઆઈ ના કરી શકાય.
 • ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ગુજરાત વિસ્તારના ચેરમેન વિરાંચી શાહના જણાવ્યા પ્રમાણે દેશમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની કોઈ અછત નથી. આપણે દર મહિને 35 થી 40 કરોડ ટેબલેટ બનાવી શકીએ છીએ. જે આપણી જરૂરિયાતનું 10 ગણું છે. આ દવાને કોરોનાની સારવારમાં કારગર માનવામાં આવે છે.
 • સાઉદી અરબ ખાતે આવેલા ભારતીય દૂતાવાસનું કહેવું છે કે 22 એપ્રિલ સુધી જે માહિતી મળી છે, તેના પ્રમાણે ત્યાં કોરોના વાઈરસ સંક્રમણથી 11 ભારતીયોના મોત થયા છે.
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 6427 840 283
દિલ્હી 2376 808 50
તમિલનાડુ 1683 752 20
મધ્યપ્રદેશ 1771 203 83
રાજસ્થાન 1964 451 28
ગુજરાત 2624 258 112
ઉત્તરપ્રદેશ 1510 206 24
તેલંગાણા 970 262 25
આંધ્રપ્રદેશ 893 141 27
કેરળ 447 316 02
કર્ણાટક 445 145 17
જમ્મુ-કાશ્મીર 434 92 05
પશ્વિમ બંગાળ 456 79 15
હરિયાણા 270 170 03
પંજાબ 283 66 17
બિહાર 170 44 02
ઓરિસ્સા 89 33 01
ઉત્તરાંખડ 47 24 00
હિમાચલ પ્રદેશ 40 18 02
આસામ 36 19 01
છત્તીસગઢ 36 28 00
ઝારખંડ 53 08 03
ચંદીગઢ 29 14 02
લદ્દાખ 18 14 00
આંદામાન-નિકોબાર 22 11 00
મેઘાલય 12 00 01
ગોવા 07 07 00
પુડ્ડુચેરી 07 04 00
મણિપુર 02 01 00
ત્રિપુરા 02 01 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 00 00
મિઝોરમ 01 00 00
નાગાલેન્ડ 01 00 00

દેશના રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત-1771: અહીંયા ગુરુવારે 184 સંક્રમિત મળ્યા છે. ઈન્દોરમાં 106, ભોપાલમાં 20, ખરગોનમાં 10 અને ઉજ્જૈમાં પહેલી વખત એક દિવસમાં 35 દર્દી મળ્યાય ઈન્દોરમાં અત્યાર સુધી 1051 સંક્રમિત છે. મુંબઈ, અમદાવાદ અને દિલ્હી બાદ ચોથું શહેર છે, જ્યાં સંક્રમિતોનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. તો બીજી બાજુ ભોપાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 323 થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-1510: અહીંયા ગુરુવારે 61 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ સંક્રમિતોમાં તબલીઘ જમાતીઓમાં સંખ્યા 1004 છે. રાજ્યમાં 206 દર્દી સાજા થયા છે. જ્યારે 24 મોત થયા છે. રાહતની વાત છે કે 11 જિલ્લા કોરોના મુક્ત થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત-6427ઃ અહીંયા 24 કલાકમાં રેકોર્ડ 778 પોઝિટિવ મળ્યા છે. આ પહેલા 21 એપ્રિલે 552 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે આ બિમારીથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જેમાં મુંબઈમાં 6, પૂણેમાં 5 અને નંદુરબાર, નવી મુંબઈ અને ધુલેમાં એક એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 283 લોકોના મોત થયા છે.

રાજસ્થાન, સંક્રમિતઃ2000- અહીંયા શુક્રવારે 36 કોરોના સંક્રમિતોમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જયપુરમાં 13, ક્વોટાથી 18, ઝાલાવાડથી 4 અને ભરતપુરમાં 1 મળી આવ્યો છે. અહીંયા ગુરુવારે 76 સંક્રમિત મળ્યા હતા.

દિલ્હી, સંક્રમિતઃ 2248- દિલ્હીના જહાંગીરપુરીમાં 46 કોરોના પોઝિટિવ મળ્યા છે.ત્યારબાદ અહીંયા લોકોની અવર જવર બંધ કરી દેવાઈ છે. આ સાથે જ અહીંયા મહરોલીને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી દેવાયો છે. આ સાથે જ અહીંયા કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 92 થઈ ગઈ છે.
બિહાર,સંક્રમિતઃ162- રાજ્યમાં એક દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધારે 19 કેસ સામે આવ્યા ચે. જેમાં કૈમૂરમાં 08, સીવાનમાં 01, રોહતાસમાં 6 અને મુંગેરમાં 4 કેસની પુષ્ટી કરાઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona In India Live News & Updates Of 24 April


આ તસવીર ઉત્તર-પૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારની છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે સેંકડોની સંખ્યામાં લોકો બજારમાં પહોંચ્યા હતા. આ સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું ન હતું


કોરોના પ્રત્યે લોકોને જાગૃત કરવા વિવિધ રીત અપનાવી રહી છે. ચેન્નાઈમાં એક વ્યક્તિએ ઓટો રિક્ષાને કોરોના વાઈરસની પ્રતિકૃતિ બનાવી છે


Corona In India Live News & Updates Of 24 April


Corona In India Live News & Updates Of 24 April


Corona In India Live News & Updates Of 24 April

Related posts

અત્યાર સુધી 9373 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

15 દિવસમાં મોતનો આંકડો બમણો થયો: 10 એપ્રિલ સુધી 1 લાખના મોત થયા હતા, હવે મરનારાઓની સંખ્યા 2 લાખ થઇ ગઇ

Amreli Live

ફળોની ટ્રકોમાં સંતાઈને આવેલા ચાર સુરા જમાતી સામે ફરિયાદ, ચારેય જમાતી મહારાષ્ટ્રથી આવ્યા હતા

Amreli Live

કોંગ્રેસ નેતાએ કહ્યું- કોરોના વાઈરસ નવા વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે;PM સરેન્ડર કરી ચુક્યા છે, મહામારી સામે લડવા નથી માંગતા

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

અત્યાર સુધી 4822 કેસઃCM ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રી નજીક ચા વેચતો વ્યક્તિ સંક્રમિત, અહીંયા તહેનાત 150 જવાન ક્વૉરન્ટીન

Amreli Live

રેડ ઝોનમાં રહેલા ચાર ઝોનના 11 વિસ્તારમાં 21 દિવસમાં એક પણ કેસ ન નોંધાતા ઓરેન્જ ઝોનમાં મૂકાયા

Amreli Live

સિંગાપોરે લૉકડાઉન 1NR જૂન સુધી વધાર્યું, વડાપ્રધાન લીએ કહ્યું- ભારતીયો સહિત વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશે

Amreli Live

રાજ્યમાં 78 નવા કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 1099, અમદાવાદમાં 3 અને વડોદરામાં એક દર્દીના મોત સાથે મૃત્યુ આંક 42

Amreli Live

અક્ષયથી અજાણતા થઇ ગઈ એટલી મોટી ભૂલ, ટ્વિંકલે આપી ધમકી તો બધાની સામે અક્ષયે માંગવી પડી માફી

Amreli Live

આજે રાજ્યમાં કોરોનાના નવા 577 કેસ, અમદાવાદના 11 સહિત 18ના મોત સાથે કુલ મૃત્યુ આંક 1754

Amreli Live

લોકડાઉનમાં જે ગાડીઓનો ઉપયોગ કરીને વાધવાન પરિવાર મહાબળેશ્વર પહોંચ્યો, તે ગાડીઓને સીઝ કરવાનો EDએ આદેશ કર્યો

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

અત્યાર સુધી 20,111 કેસ- 645 મોતઃ સતત ચોથા દિવસે 1000થી વધુ દર્દી; કતાર એરવેઝના વિમાન દ્વારા 243 NRIને કેનેડા મોકલાયા

Amreli Live

1,91,356 કેસ, મૃત્યુઆંક-5,411ઃ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીની અટકાયતમાં,રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં પ્રદર્શન કરતા હતા

Amreli Live

2.11 લાખ મોત: આર્જેન્ટિનાએ 1 સપ્ટેમ્બર સુધી કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપર બેન મૂક્યો; સિંગાપોરમાં મહામારી બીજા તબક્કામાં

Amreli Live

અત્યાર સુધી 2 લાખ મોતઃ પાકિસ્તાનમાં ડોક્ટરો ભૂખ હડતાળ પર બેઠાં, બ્રિટનમાં મોતનો આંકડો 20 હજારને પાર

Amreli Live

2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live