26 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશેદેશમાં સતત પાંચમાં દિવસે કોરોના વાઇરસના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે 1290 દર્દીઓ મળ્યાં. ત્યારપછી સંક્રમિતોની સંખ્યા 21,389 થઈ ગઈ. એક દિવસ પહેલા 1537, 20 એપ્રિલે 1239, 19 એપ્રિલે 1580 અને 18 એપ્રિલે 1371 કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળ્યાં. બુધવારે મહારાષ્ટ્રમાં 431, રાજસ્થઆનમાં 153, ઉત્તર પ્રદેશમાં 112, ગુજરાતમાં 135 અને તમિલનાડુમાં 33 નવા કેસ મળ્યાં. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી જાણકારી મુજબ છે. તો બીજી તરફ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં નિરાશ્રિતો માટે પોતાના હાથેથી માસ્ક સીવ્યાં હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

 • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1383 નવા કેસ
 • 24 કલાકમાં કોરોનાવાઈરસથી 50 લોકોના મોત

મહત્વના અપડેટ્સ

 • સરકારે કોરોના અંગે રોજ થનારી સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની બ્રિફિંગને ઘટાડીને 4 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર પ્રેસ રિલીઝ દ્વારા પણ માહિતી આપશે. અત્યારે બ્રિફીંગ એક એક દિવસ છોડીને કરવામાં આવશે.

 • બંગાળમાં રાશન ન મળવાના કારણે દેખાવ કરતા લોકોને પોલીસે અટકાવ્યા તો આ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે.

 • ICMR ના સ્ટે પછી ઉત્તરપ્રદેશમાં પણ રેપિડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ અટકાવાયો

 • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે અન્ય બિમાર રોગીઓને મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. તેના માટે રાજ્યમાં બુધવારથી 400 ઓપીડી મોબાઈલ વેન ચાલું કરાશે. જેમાં ડોક્ટક અને પેરામેડિકલ સ્ટાફ હશે. આ ઓપીડી વેન તાલુકાઓના મુખ્યાલયો સાથે એવી જગ્યાઓ પર ઉપલબ્ધ રહેશે, જ્યાંથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય.

 • ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. શાહે સંકટ વખતે ડોક્ટર્સની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ડોક્ટર્સને પુરી સુરક્ષા આપવાનો વિશ્વાસ અપાવ્યો અને ગુરુવારે કરવાના સાંકેતિક દેખાવને ટાળવાની અપીલ કરી છે. IMAએ સ્વાસ્થ્યકર્મીઓ પર થઈ રહેલા હુમલાઓ વિરુદ્ધ 23 એપ્રિલે બ્લેક ડેની જાહેરાત કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે અલગ અલગ 6 મંત્રાલયોની ટીમ બનાવી છે. જે ડોક્ટર્સ પર હુમલાનો રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપશે.

 • કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડ ખાતે આવેલા કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલે ખુલશે. રુદ્રપ્રયાગ જિલ્લાના ડીએમ મંગેશ ઘિલ્ડિયાલે કહ્યું કે, આ અવસરે મુખ્ય પૂજારી સહિત કુલ 16 લોકો હાજર રહેશે. કોઈ પણ શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપવામાં નહીં આવે.

 • હરિયાણા સરકારે ચાઈના કંપનીને આપેલો 1 લાખ રેપિડ કીટનો ઓર્ડર રદ કર્યો, ચીન બમણો ભાવ લઈ રહ્યું છે. હરિયામા સરકારે હવે આ કીટ સાઉથ કોરિયાની કંપની પાસેથી લેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ અન્ય ઘણા રાજ્યોની સરકારોએ તેની ક્વોલિટી પર સવાલ ઉઠાવ્યો છે.

 • ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં 21 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
 • ઓરિસ્સામાં ત્રણ દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત, અત્યાર સુધી રાજ્યમાં 82 લોકો પોઝિટિવ

આ સાથે જ બુધવારે પંજાબથી 243 NRIને લઈને કતાર એરવેઝનું વિમાન રવાના થયું છે. આ વિમાન પહેલા દોહા અને પછી કેનેડા જશે. દિલ્હીમાં આઝાદપુર શાકભાજી મંડી ખોલવામાં આવી છે. અહીંયા મંગળવાર રાત 10 વાગ્યાથી બુધવાર સવાર સુધી વાહનોની અવર જવર ચાલું રહેશે, આનાથી મંડીની આસપાસના વિસ્તારમાં જામ લાગી ગયો છે. મંડીમાં શાકભાજી અને ફળોનું વેચાણ સવાર 6 થી 10 વાગ્યા સુધી કરવામાં આવશે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસ કેસ
19 એપ્રિલ 1580
21 એપ્રિલ 1537
18 એપ્રિલ 1371
13 એપ્રિલ 1243
20 એપ્રિલ 1235
16 એપ્રિલ 1061
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 5219 722 251
દિલ્હી 2156 611 47
તમિલનાડુ 1596 635 18
મધ્યપ્રદેશ 1552 148 80
રાજસ્થાન 1799 274 26
ગુજરાત 2178 139 90
ઉત્તરપ્રદેશ 1337 162 21
તેલંગાણા 928 194 23
આંધ્રપ્રદેશ 757 96 22
કેરળ 426 307 3
કર્ણાટક 418 129 17
જમ્મુ-કાશ્મીર 380 81 05
પશ્વિમ બંગાળ 392 73 15
હરિયાણા 255 142 05
પંજાબ 251 49 16
બિહાર 126 42 02
ઓરિસ્સા 82 30 01
ઉત્તરાખંડ 46 18 00
હિમાચલ પ્રદેશ 40 11 02
આસામ 35 19 1
છત્તીસગઢ 36 25 00
ઝારખંડ 46 00 02
ચંદીગઢ 29 14 02
લદ્દાખ 18 14 00
આંદામાન-નિકોબાર 16 11 00
મેઘાલય 12 00 01
ગોવા 7 7 00
પુડ્ડચેરી 7 4 00
મણિપુર 2 1 00
ત્રિપુરા 2 1 00
અરુણાચલ પ્રદેશ 1 1 00
દાદરા નગર હવેલી 1 0 0
મિઝોરમ 1 0 0
નાગાલેન્ડ 1 00 00

રાજ્યોની સ્થિતિઃ

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ 5219– અહીંયા બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ પર તહેનાત સુરક્ષાકર્મી પોઝિટિવ મળી આવ્યો છે. અન્ય 6 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. મંગળવારે સંક્રમણના 552 નવા કેસ સામે અવ્યા જ્યારે 19 લોકોના મોત થયા છે. માત્ર મુંબઈમાં અત્યાર સુધી સંક્રમણના 3446 કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે 150 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 251 દર્દીઓના મોત થયા છે.
મધ્યપ્રદેશ, સંક્રમિત-1552ઃ અહીંયા મંગળવારે કોરોના સંક્રમણના 67 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 4 લોકોના મોત થયા છે. ઈન્દોરમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ યશવંત પાલનું મોત થયું છે. તેઓ ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સાથે જ રાજ્યમાં મૃતકોની સંખ્યા 80 થઈ ગઈ છે.

ચંડીગઢ, સંક્રમિત-29ઃ અહીંના PGIમાં હૃદયનો ઈલાજ કરાવવા માટે દાખલ 6 મહિનાના બાળકને કોરોના થઈ ગયો. મંગળવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ બાળ રોગ વિભાગમાં ઈલાજ કરનાર 6 ડોક્ટર, નર્સ સહિત સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અહીં દાખલ અન્ય બાળને પણ શિફ્ટ કરવામાં આવેલ છે.

તસવીર ચંડીગઢ PGIની છે. અહીં હૃદયનો ઈલાજ કરાવવા માટે દાખલ 6 મહિનાના બાળકને કોરોના થઈ ગયો

રાજસ્થાન, સંક્રમિત-1799ઃ અહીંયા બુધવારે 64 નવા સંક્રમિત મળ્યા છે. મંગળવારે સંક્રમણના 159 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 274 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે જ્યારે 26 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1337ઃ રાજ્યમાં મંગળવારે સંક્રમણના 153 નવા કેસની પુષ્ટી થઈ છે. કુલ સંક્રમિતોમાંથી 140 દર્દી સ્વસ્થ થયા છે. 21 દર્દીઓના મોત થયા છે.

દિલ્હી, સંક્રમિત-2156ઃ અહીંયા મંગળવારે કોરોના સંક્રમણના 75 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, અહીંયા સોમવારે 1397 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 78 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાત, સંક્રમિત -2178ઃ અહીયા મંગળવારે સંક્રમણના 239 કેસ આવ્યા, જ્યારે 19 દર્દીઓના મોત થયા છે, રાજ્યમાં અત્યાર સુધી આ મહામારીથી 90 લોકના મોત થયા છે. 139 સંક્રમિતોને સારવાર બાદ રજા અપાઈ છે.

બિહાર સંક્રમિત-126ઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓમાં સંક્રમણની પુષ્ટી કરાઈ છે. તમામ નાલંદાના છે. આ જિલ્લામાં અત્યાર સુધી 28 સંક્રમિત મળ્યા છે. આ તમામ દુબઈથી પાછા આવેલા એક યુવકના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. રાહતની વાત તો એ છે કે રેડ ઝોન સીવાનમાં છેલ્લા એક સપ્તાહથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પત્ની સવિતા કોવિંદે દિલ્હીના શેલ્ટર હોમમાં રહેતા લોકો માટે માસ્ક સીવ્યા હતા


Corona in India Live News & Updates Of 22 April


તસવીર શ્રીનગરની છે. અહીં લોકડાઉનને લીધે બજારો બંધ છે અને માર્ગો ખાલી છે. આ સંજોગોમાં લોકો બેડમિંટન રમે છે


તસવીર ચંડીગઢ PGIની છે. અહીં હૃદયનો ઈલાજ કરાવવા માટે દાખલ 6 મહિનાના બાળકને કોરોના થઈ ગયો


Corona in India Live News & Updates Of 22 April


મધ્યપ્રદેશના રાયસેનના અલ્લી ગામમાં સ્વાસ્થ્યવિભાગની ટીમ સેમ્પલ લેવા પહોંચી તો ટીમને ગામમાં ઘુસવા ન દીધી


ગૃહમંત્રી અમિત શાહે કોરોના સંકટ વચ્ચે ડોક્ટર્સ પર હુમલાની તપાસ માટે એક ટીમ બનાવી. આ ટીમ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપશે


અમદાવાદ ના લવ વ્યાસ – ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની


Corona in India Live News & Updates Of 22 April

Related posts

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

સ્વસ્થ દેખાતા લોકો વાઈરસ ફેલાવવા માટે જવાબદાર હોઈ શકે છે, નિષ્ણાતો યુવાનોને ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ માને છે

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, રસ્તાઓ પર પાણી ભરાયા, બાબરાના ધરાઇ ગામે 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

Amreli Live

અત્યાર સુધીમાં કુલ 22837 ટેસ્ટ કર્યાં, દિલ્હી કરતા ત્રણ ગણા વધુ ટેસ્ટ, SVPની ક્ષમતા હવે લગભગ પુરી: AMC કમિશનર

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ, 16 દર્દીના મોત અને 93 સાજા થયા, કુલ દર્દી 4082

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું, રાજકોટ-ગોંડલમાં 4 ઈંચ, વીરપુર-ઉપલેટામાં 3 ઈંચ અને જસદણમાં 2 ઈંચ વરસાદ

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત થયા, ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

ગામડાંઓમાં લોકડાઉનનું ચુસ્ત પાલન, શહેરોમાં પણ અમલ કરવો જ પડશે: DGP શિવાનંદ ઝા

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

24 કલાકમાં સૌથી વધુ 11 હજાર 811 કેસ નોંધાયા, મોદીએ મંત્રીઓ સાથે સંક્રમણ સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરી, કુલ 3.21 લાખ કેસ

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

મેડિકલ સ્ટાફ સાથે જમાતિયાઓનું ઉદ્ધતાઈભર્યુ વલણ જારી; ગાજીયાબાદ પછી કાનપુર અને લખનઉમાંથી પણ ફરિયાદો મળી

Amreli Live

અમેરીકામાં પાટીદાર સમાજ ઓફ USAમાં પ્રમુખ તરીકે ગુજરાતી દિકરીની વરણી થઇ, 31વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને સ્થાન મળ્યું

Amreli Live

અત્યારસુધી 37 હજાર 257 કેસ : એક દિવસમાં રેકોર્ડ 2300થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 1008 અને ગુજરાતમાં 326 નવા કેસ નોંધાયા

Amreli Live

માલદીવમાં સંક્રમણથી પ્રથમ મોત; જર્મનીમાં 6 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live