26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશેકોરોના વાઈરસનો સામનો કરવા માટે વર્લ્ડ બેંકે ભારતને 1 બિલિયન ડોલર (અંદાજે રૂ. 7600)ના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી છે. આ ફંડ દ્વારા કોવિડ-19નાં દર્દીઓ માટે સારા સ્ક્રિનિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ડાઇગ્નોસિસમાં મદદ મળશે. સાથે જ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની ખરીદી અને આઇસોલેશન વોર્ડ બનાવવામાં પણ સુવિધા રહેશે.કોરોનાવાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2400 થઇ ગઇ છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 હજાર 542 થઇ છે. જેમાંથી 191 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 72 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઇટ અનુસાર છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 હજાર 69 છે. જેમાંથી 1860નો ઇલાજ ચાલી રહ્યો છે. 155 લોકો સાજા થયા છે અને 53 લોકોનાં મોત થયા છે.

906 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દીધા

કેન્દ્ર સરકાર પ્રમાણે તેમાંથી લગભગ 400 લોકો એવા છે જેઓ તબ્લિક જમાતના કારણે સંક્રમણની ચપેટમાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- અલગ અલગ રાજ્યોમાં સંપર્કોની તપાસ બાદ અમને એવા 400 સંક્રમિત મળ્યા છે જેઓ નિઝામુદ્દીન મરકઝ અને તબ્લિક જમાતના કેન્દ્રથી સંબંધિત છે. ત્યારબાદ ગૃહમંત્રાલયે તબ્લિક જમાતમાં સામેલ થયેલા 906 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દીધા છે. તેમના વિઝા પણ રદ્દ કરી દેવાયા છે. આ લોકો પર ફોરેનર્સ એક્ટ 1946 અને આપદા પ્રબંધન એક્ટ 2005 અંતર્ગત કાર્યવાહી પણ કરવામાં આવશે. ગૃહમંત્રાલયે દિલ્હી સહિત બીજા રાજ્યોને આ વિદેશીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાંથી કાઢવામાં આવેલા જમાતીઓ પર સતત ગેરવણર્તૂકના આરોપ લાગી રહ્યા છે. દિલ્હીના લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.જેસી પાસેએ જણાવ્યું કે, તબ્લિક જમાતમાં સામેલ 188 લોકો અહીંયા દાખલ છે. જેમાંથી 24નો રિપોર્ટ આવ્યો છે. 23 લોકોમાં કોરોના સંક્રમણની પુષ્ટી કરાઈ છે. ઘણા જમાતી ટેસ્ટ કરાવવાની ના પાડી રહ્યા છે. તેનાથી સ્ટાફને જોખમ હતું. એવામાં જે ત્રણ બ્લોકમાં જમાતીઓને રાખવામાં આવ્યા છે, ત્યાં પોલીસ તહેનાત કરી દેવાઈ છે.આ સાથે જ એર ઈન્ડિયાએ નિવૃત્તી બાદ ફરી ભરતી કરાયેલા લગભગ 200 પાયલટનો કરાર રદ કરી દેવાયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કોરોનાવાયરસના લીધે છેલ્લા 24 કલાકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. 151 દર્દી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે તબ્લિક જમાત સાથે જોડાયેલા 400 લોકો સંક્રમિત છે જ્યારે 9000 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

કોરોના વાઈરસ સંક્રમણના ગુરુવારે 46 નવા કેસ સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાં 21, કર્ણાટકમાં 11, રાજસ્થાનમાં 9, મહારાષ્ટ્રમાં 3 અને મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં 1-1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અરુણાચલમાં સંક્રમણનો આ પહેલો કેસ છે. મોડી રાતે ઈન્દોરમાં 12 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ દેશના 29 રાજ્યોમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 2400થઈ ગઈ છે. 169 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 68 ના મોત થયા છે. મંગળવારથી બુધવાર સુધી 24 કલાકમાં રેકોર્ડ 437 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે દિવસે જણાવ્યું કે, છેલ્લા 12 કલાકમાં કોરોના સંક્રમણના 131 દર્દી વધ્યાં છે. અત્યાર સુધી દેશમાં તેમની સંખ્યા 1965 છે. જેમાંથી 1764ની સારવાર ચાલી રહી છે. 151 સ્વસ્થ થઈ ચુક્યા છે. 50 લોકોનું મોત થયું છે.

મહામારી સામે દેશને બચાવનાર સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો

કોરોના વાઈરસની મહામારી વચ્ચે જીવની ચિંતા કર્યા વગર જનસેવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં બુધવારે સંક્રમણના શંકાસ્પદોનું સ્ક્રીનીંગ કરવા પહોંચેલા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસે કેસ નોંધી લીધો છે. તો બીજી બાજું ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરના મોરનામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાંથી એક સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ઘાયલ થયો છે.

મહામારી સામે લડવા સેનાઓ પણ સજ્જ
દેશમાં ચાલી રહેલી મહામારીનો સામનો કરવા માટે સેનાઓએ પણ પૂરતી તૈયારી કરી લીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે આ અંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા એક મિટિંગ કરી હતી. જેમાં CDS જનરલ બિપિન રાવતે કહ્યું કે, સેનાની હોસ્પિટલમાં 9 હજાર કરતા વધારે બેડ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે, જૈસલમેર, જોધપુર, ચેન્નાઈ, માનસેર, હિંડન અને મુંબઈમાં 1 હજાર કરતા વધારે લોકોને ક્વૉરિન્ટન કરવામાં આવ્યા છે. જેમની પિરીયડ 7 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે. માર્ચ 2018 સુધીના આંકડાઓ પ્રમાણે, દેશભરમાં સેનાની 133 હોસ્પિટલ છે. જેમાંથી 112 મિલિટ્રી, 12 એરફોર્સ અને 9 નેવીની છે.

દેશના રાજ્યોની સ્થિતિ
મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-335 બુધવારે એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી વસ્તી ધારાવીમાં મળી આવેલા સંક્રમિતનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. તંત્રએ 56 વર્ષના આ દર્દીને સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ હતી અને કિડની ફેલ થવા જેવી સ્થિતિ હતી. મૃતકના પરિવારના સાત સભ્યોને હોમ ક્વૉરિન્ટાઈન કરાયા છે.

મધ્યપ્રદેશઃ કુલ સંક્રમિત-98ઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં બુધવાર મોડી રાતે વધુ 12દર્દીઓનું કોરોના વાઈરસના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ શહેરમાં સંક્રમિતોની સંખ્યા 75, જ્યારે રાજ્યમાં 98એ પહોંચી ગયો છે.ઈન્દોરમાં ગુરુવારે વધુ એક મોત થયું છે. અહીંયા 65 વર્ષની મહિલાએ દમ તોડ્યો હતો. આ સાથે જ રાજ્યમાં મોતનો આંકડો વધીને સાત થઈ ગયો છે. ઈન્દોરમાં ચાર અને ઉજ્જૈનમાં બે અને ખરગોનમાં એક વ્યક્તિનું મોત થઈ ચુક્યું છે. સંક્રમણના સૌથી વધારે કેસ ઈન્દોરમાં છે. અહીંયા બુધવાર મોડી રાતે વધુ 12 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ શહેરમાં સંક્રમિતોની સંખ્યા 75 થઈ ગઈ છે. જેમાંથી 56 લોકોમાં સંક્રમણના સોર્સની ખબર નથી પડી શકી. જેથી સ્થિતિ હવે ગંભીર થઈ રહી છે.

રાજસ્થાનઃ કુલ સંક્રમિત -120ઃ રાજ્યમાં બુધવારે 17 કેસ સામે આવ્યા, મંગળવારે 14 નવા કેસ મળ્યા હતા.જયપુર, ઝૂંઝનૂં, ડુંગરપુર. અજમેરમાં 1-1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઈરાન એરલિફ્ટ કરીને લવાયેલા લોકોમાંથી 10નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગુરુવારે સવારે અલવરના રહેવાસી 85 વર્ષના સંક્રમિતનું મોત થઈ ગયું છે. તેમની જયપુરના SMSમાં સારવાર ચાલી રહી હતી. 8 માર્ચે વૃદ્ધને બ્રેઈન હેમરેજ થયું હતું. બુધવારે આવેલા રિપોર્ટમાં વૃદ્ધમાં સંક્રમણની પુષ્ટી કરાઈ હતી. આશંકા છે કે હોસ્પિટલમાં જ તે સંક્રમિત થયા હતા. રાજ્યમાં સંક્રમણના કારણે ત્રીજું મોત થયું છે. આ પહેલા ભીલવાડામાં બે લોકોનું મોત થયું હતું.

ઉત્તરપ્રદેશઃ કુલ સંક્રમિત-117- ઉત્તરપ્રદેશ પોલીસે દિલ્હીના તબ્લિક જમાતમાં સામેલ થયેલા 569 લોકોની ભાળ મેળવી લેવાઈ છે. બુધવારે ગોરખપુર અને મેરઠમાં બે દર્દીના મોત થયા છે. સૌથી વધારે 34 કોરોના પોઝિટિવ ગૌતમ બુદ્ધનગરમાં છે.તબ્લિક મરકજમાં હાજરી આપીને પાછા આવેલા મંત્રીમંડળમાં સામેલ હાજી હુસૈનનો દીકરો હેમંત સોરેન પણ સામેલ છે. મંત્રી પરિવારને સતર્કતાના ભાગરૂપે પરિવાર સહિત હોમ ક્વૉરિન્ટીન કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે રાજધાની રાંચી, જમશેદપુર, ધનબાદ સહિત અન્ય જિલ્લાઓના બજારોમાં અન્ય દિવસો કરતા ઓછી ભીડ જોવા મળી હતી.

દિલ્હીઃ કુલ સંક્રમિત -152ઃ અહીંયા ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી સરકારે સંયુક્ત અભિયાન ચલાવીને 275 વિદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેને ક્વૉરિન્ટાઈન કરી દેવાયા છે. આ તમામ નિઝામુદ્દીનની તબ્લિગી જમાતમાં સામેલ થયા હતા. જેમાંથી 172 ઈન્ડોનેશિયાના, 36 કિર્ગીસ્તાન અને 21 બાંગ્લાદેશ છે. બુધવારે કેન્સર ઈન્સ્ટીટ્યૂયની મહિલા ડોક્ટર સહિત 3 સંક્રમિત મળ્યા હતા. ડોક્ટર તેમના ભાઈના ઘરે ગયા હતા, જે તાજેતરમાં જ બ્રિટનથી પાછો આવ્યો હતો. કેજરીવાલ સરકારે મહામારી વખતે ફરજ બજાવતા કર્મચારીના મોત થવા પર તેમના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

કર્ણાટકઃ કુલ સંક્રમિત-110ઃ બેંગલુરુ અને મૈસૂર દેશના 25 હોટ સ્પોટમાં સામેલ છે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ 1 વર્ષની પોતાની સેલેરી સીએમ રિલીફ ફંડમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે અન્ય લોકોને મહામારી સામે લડવા માટે સહયોગ કરવાની અપીલ કરી છે. રાજ્યમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 5 હજાર 106 વાહનો સીજ કર્યા છે.

આંધ્રપ્રદેશઃકુલ સંક્રમિત 111ઃ બુધવારે 57 નવા દર્દી મળ્યા, આ સાથે જ રાજ્યના ઉપ મુખ્યમંત્રી અમજદ બાશાએ કહ્યું કે, તેઓ 2 માર્ચે મુસ્લિમો માટે 4% અનામત આપવાની માંગના કેસમાં સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલી સુનાવણીમાં ગયા હતા. બાશાએ કહ્યું કે, મીડિયાના ઘણા સમાચારોમાં કહેવાઈ રહ્યું છે કે મરકજની જમાતમાં ગયો હતો. આ ખોટું છે. તો બીજી બાજુ જગન મોહન રેડ્ડીએ મહામારી અને લોકડાઉનને ધ્યાનમાં રાખતા સરકારી કર્મચારીઓનું વેતન હાલ ટાળવાનો આદેશ આપ્યો છે. મંત્રી ધારાસભ્યો અને જન પ્રતિનિધિઓનું વેતન પણ અટકાવી દીધું છે. જો કે, પેન્શનર્સને ઘરે ઘરે જઈને રકમની ચુકવણી કરાઈ રહી છે.

તેલંગાણા, કુલ સંક્રમિત-97 રાજ્યમાં બુધવારે કોરોના સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા, જ્યારે 3નું મોત થયું છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 9 થઈ ગયો છે. મૃતક તમામ લોકો દિલ્હીમાં તબ્લિગી જમાતમાં ભાગ લઈને પાછા આવ્યા હતા.મુખ્યમંત્રી કાર્યાલયએ આ અંગેની માહિતી આપી છે. અહીંયા સૌથી વધારે 36 સંક્રમિત હૈદરાબાદમાં છે.

અત્યાર સુધી 47 હજાર 951 લોકોની તપાસ કરાઈઃ ICMR
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોઝિટિવ કેસ મંગળવારે વધવાના શરૂ થયા હતા. જેનો સંબંધ સીધી રીતે તબ્લિક જમાતમાં સામેલ લોકો સાથે છે. જમાત સાથે જોડાયેલા 1800 લોકોને 9 હોસ્પિટલમાં ક્વૉરિન્ટીન કરવામાં આવ્યા છે. અગ્રવાલે જણાવ્યું કે, સ્વાસ્થ્ય ઉપકરણોને રાજ્યોની હોસ્પિટલમાં એક લાઈફલાઈન ઉડાન શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા 5 દિવસોમાં 15.5 ટમ મેડિકલ ઉપકરણોની સપ્લાઈ કરવામાં આવી છે. IRCMRએ જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 47951 લોકોની તપાસ કરવામાં આવી છે. તપાસ સેન્ટર્સની સંખ્યામાં પણ વધારો થયા છે.

CBSE માત્ર જરૂરી વિષયોની પરીક્ષા કરાવશે
આ સાથે જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વાઈરસના કારણે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ માત્ર 29 મુખ્ય વિષયો માટે જ બોર્ડ પરીક્ષાનું આયોજન કરે. આ વિષયોના આધારે જ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળે છે. બાકીના વિષયો માટે પરીક્ષા નહીં કરવામાં આવે. CBSE વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પૂરતો સમય આપવામાં આવશે. મૂલ્યાંકન અને માર્કિંગ માટે પણ ટૂંક સમયમાં આદેશ આપવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


21 દિવસના લૉકડાઉનનાં કારણે કોલકાતામાં ફુટપાથ પર રહેતા વૃદ્ધોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.


મુંબઈમાં ખોફ એટલો છે કે મૃતદેહોને પણ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. CST વિસ્તારમાં ગુરૂવારે બીએમસી કર્મચારી લોકડાઉન દરમિયાન મળેલા અજ્ઞાત મૃતદેહ પર ડિસઇન્ફેક્ટન્ટ છાંટી રહ્યો હતો.


Coronavirus Outbreak India Live Today News Updates March Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll


Coronavirus Outbreak India Live Today News Updates March Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll


Coronavirus Outbreak India Live Today News Updates March Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll


Coronavirus Outbreak India Live Today News Updates March Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll


આંધ્રપ્રદેશના ધોનમાં લોકડાઉન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે પોલીસકર્મીઓએ યમરાજ, ચિત્રગુપ્ત અને કોરોનાનું રૂપ ધારણ કર્યું

Related posts

અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી

Amreli Live

કોરોનાના 14 વર્ષના દર્દી સાથે ડોક્ટરના વેશમાં આવેલા માસ્કધારી શખ્સે બિભત્સ અડપલા કર્યા, માતાની ન્યાયની માંગ

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

અત્યાર સુધીમાં 69 હજાર મોત: લીબિયાના પૂર્વ વડાપ્રધાનનું ઈન્ફેક્શનથી મોત, બ્રિટનનાં મહારાણીએ કહ્યું- દેશ વિશ્વાસ રાખે, સારો સમય આવશે

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ યુરોપમાં મોતની સંખ્યામાં ઘટાડો, ઇટાલીમાં 24 કલાકમાં 333 અને બ્રિટનમાં 360 લોકોના મોત

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

કોરોનાના પોઝિટિવ કેસમાં ગુજરાત નંબર વન ન બને તે માટે હવે નવો વ્યૂહ

Amreli Live

રાજ્યમાં ટેસ્ટ ડબલ થયા પણ કેસ નહીં, સતત બીજા દિવસે નવા કેસ 1100ની નીચે, 15ના મોત સાથે મૃત્યુઆંક 2,748

Amreli Live

બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત; વિશ્વમાં અત્યાર સુધી 1.84 કરોડ લોકો સંક્રમિત

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

3.81 લાખ કેસઃ દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના સારવારના ભાવ ઘટાડાયા, 8થી 10 હજાર રૂપિયામાં આઈસોલેશન બેડ મળશે

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

કોરોના વેક્સીનની તૈયારી: મોદીએ મીટિંગમાં કહ્યું- ટેક્નોલોજીનો ઉપયોગ કરો જેથી ચોક્કસ સમયમાં આ કામ પુરૂ થાય, દેશમાં કુલ 5.68 લાખ કેસ

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

4.91 લાખ કેસઃ 5 દિવસમાં અંદાજે 80 હજાર દર્દી વધ્યા, જેમાંથી 50 હજાર માત્ર દિલ્હી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

અપૂરતી માહિતી અને તંત્રના અણધડ આયોજનના કારણે શ્રમિકો રોડ પર ઉતર્યા

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 9910 સંક્રમિત વધ્યા, મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર અને દિલ્હીમાં 25 હજાર પાર; દેશમાં 2 લાખ 26 હજાર 634 કેસ

Amreli Live