29 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યાર સુધી 2 લાખ મોતઃ પાકિસ્તાનમાં ડોક્ટરો ભૂખ હડતાળ પર બેઠાં, બ્રિટનમાં મોતનો આંકડો 20 હજારને પારદુનિયામાં કોરોના વાઇરસને કારણે મોતને ભેટનાર લોકોનો આંકડો શનિવારે રાતે 2 લાખને પાર થયો હતો. 10 એપ્રિલ સુધીમાં 1 લાખ 5 હજાર 979 લોકોની મોત થઈ છે. 25 એપ્રિલે આ સંખ્યા 2 લાખને પાર થઈ છે. અત્યાર સુધીમાં આ વાયરસને કારણે 29 લાખ 2 હજાર 708 લોકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. 2 લાખ 2 હાજર 179 લોકોના મોત થયા છે. આ દરમિયાન 8 લાખ 31 હજાર 316 લોકો સ્વસ્થ થયા છે. અમેરિકા કોરોના વાઇસથી સૌથી વધારે પ્રભાવિત છે. દુનિયામાં કુલ મોતમાંથી 25 ટકા જેટલા લોકો અહીં મોતને ભેટ્યાં છે. તો બીજી તરફ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ‘યંગ ડોક્ટર એસોસિયેશન’ એટલે કે વાયડીએ હડતાળ પર બેઠી છે.

ઈટાલીમાં 150 ડોક્ટરે જીવ ગુમાવ્યા
ઈટાલીમાં 150 ડોક્ટરે જીવ ગુમાવ્યા છે, જ્યારે લંડનમાં ઘરેલુ હિંસાના કેસમાં ચાર હજાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે.ઈટાલીમાં 26 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. શુક્રવારે દેશમાં 420 લોકોના મોત થયા છે. ઈટાલીમાં 1.93 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. ઈટાલીમાં 16.42 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. અમેરિકામાં સૌથી વધારે 50 લાખ 37 હજાર લોકોના ટેસ્ટ કરાયા છે.

સિંગાપોરમાં ડોરમેટ્રીમાં રહેનાર મજૂરોને એનજીઓ ખાવાનું આપી રહી છે. અહીં 14 લાગ માઈગ્રન્ટ વર્કર છે.

જર્મનીની સ્થિતિ સુધરી રહી છે
કોરોના સામેની લડાઈમાં જર્મનીની સ્થિતિ સુધરી રહી છે. અહીં કુલ 1.55 લાખ કેસ નોંધાયા છે. જેમાં હાલ 39 હજાર 439 જ એક્ટિવ કેસ છે. થોડા દિવસ પહેલા અહીં 48 હજારથી વધારે પોઝિટિલ કેસ હતા.1.10 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. જર્મનીમાં 5760 લોકોના મોત થયા છે.

ન્યૂયોર્કના ગોથમમાં મેડીકલ ટેસ્ટિંગ સેન્ટર બહાર તપાસ માટે લાઈનમાં ઊભા રહેલા લોકો નજરે પડે છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1951 લોકોના મોત, ન્યૂયોર્કમાં કેસ ઘટ્યા
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1951 લોકોના મોત થયા છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્ક શહેરમાં શુક્રવારે 422 લોકોના મોત થયા છે.31 માર્ચ પછી પ્રથમવાર અહીં દૈનિક મૃત્યુઆંક ઓછી નોંધાયો છે. અમેરિકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 9.25 લાખ થઈ ગઈ છે. મૃત્યુઆંક 52 હજાર 185 છે.ન્યૂયોર્કનાગવર્નર એડ્ર્યુ ક્યૂમોએ કહ્યું કે રાજ્યમાં પોઝિટિવ કેસ અકલ્પનિય સ્તરે છે. જોકે સંક્રમણ ઘટી રહ્યું છે. ધીમે ધીમે દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે. અહીં 16 હજારથી વધારે લોકોના જીવ ગયા છે.ન્યૂયોર્કના બ્રુકલિન હોસ્પિટલમાં મૃતદેહોને લઈ જવા માટે રેફ્રિજરેટરથી સજ્જ ટ્રકનો ઉપયોગ થઈ રહ્યો છે.

પ્રેસ બ્રીફિંગ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.

અમે ઘણા દેશોમાં વેન્ટિલેટર મોકલી રહ્યા છીએ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું છે કે તેમની સરકાર દેશને ફરી ખોલવા માટે કામ કરી રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમણે વધુમાં કહ્યું કે જે દેશોમાં વેન્ટિલેટરની જરૂર છે તેમને અમેરિકા મોકલી રહ્યું છે. અમારી પાસે તેની ક્ષમતા સારી છે. અમે મેક્સિકો, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ, હોંડુરાસની મદદ કરી રહ્યા છીએ. સાથે ઈટાલી અને સ્પેનમાં પણ મોકલી રહ્યા છીએ. બીજી તરફ અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સંક્રમિત દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવાને લઈને ચેતવણી આપી છે. જેમાં કહેવાયું છે કે આ દવાથી દર્દીના હ્રદય ઉપર ખરાબ અસર થઈ શકે છે.

ટ્રમ્પે 484 અબજ ડોલરના રાહત બિલ ઉપર હસ્તાક્ષર કર્યા
ટ્રમ્પે નાના વ્યવસાય, હોસ્પિટલો અને કોરોનાની તપાસની સંખ્યા વધારવા માટે 484 અબજ ડોલરન રાહત બિલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે નાના વ્યવસાયો અને શ્રમિકો માટે આ મોટી ભેટ છે.

પાકિસ્તાને લોકડાઉન લંબાવ્યું
કોરોનાના સંક્રમણના કેસમાં વધારો થતાં પાકિસ્તાને 9 મે સુધી લોકડાઉનને લંબાવ્યું છે. અહીં સંક્રમણના કુલ કેસ 11 હજાર 940 નોંધાયા છે જ્યારે 253 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પાકિસ્તાનમાં લોકડાઉન દરમિયાન કરાચી શહેરમાં મસ્જિદની બહાર તહેનાત પોલીસ કર્મચારીઓ.

તમામ દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 925,038 52,185
સ્પેન 219,764 22,524
ઈટાલી 192,994 25,969
ફ્રાન્સ 159,828 22,245
જર્મની 154,999 5,760
બ્રિટન 143,464 19,506
તુર્કી 104,912 2,600
ઈરાન 88,194 5,574
ચીન 82,816 4,632
રશિયા 68,622 615
બ્રાઝીલ 54,043 3,704
બેલ્જિયમ 44,293 6,679
કેનેડા 43,888 2,302
નેધરલેન્ડ 36,535 4,289
સ્વિત્ઝરલેન્ડ 28,677 1,589
ભારત 24,506 780
પોર્ટુગલ 22,797 854
પેરુ 21,648 634
આયરલેન્ડ 18,184 1,014
સ્વીડન 17,567 2,152

સાઉદી અરેબીયા

15,102 127
ઓસ્ટ્રિયા 15,071 530
ઈઝરાયલ 15,058 194
મેક્સિકો 12,872 1,221
પોલેન્ડ અને જર્મનીની સરહદ ઉપર લોકો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.

અપડેટ્સ

  • તુર્કીમાં 3122 નવા કેસ નોંધાયા છે. અહીં પોઝિટિવ કેસ 1 લાખ 4 હજાર 912 થયા છે. 24 કલાકમાં અહીં 109 મોત સાથે મૃત્યુઆંક 2600 થઈ છે.
  • સિંગાપોરમાં 12 હજાર 75 કેસ નોંધાયા છે. 12 લોકોના મોત થયા છે. બીજા દેશમાંથી આવાલે મજૂરો સંક્રમણનો ભોગ બન્યા છે.
શ્રીલંકાની રાજધાની કોલંબોમાં કોરોનાના ટેસ્ટ માટે લાઈનમાં ઊભા રહેલા લોકો.

શ્રીલંકામાં 24 કલાકનો કર્ફ્યૂ લગાવાયો છે. અહીં શુક્રવારે 46 નવા કેસ નોંધાયા હતા. અહીં કુલ કેસ 420 નોંધાયા છે. જ્યારે સાત લોકોના મોત થયા છે. આ પહેલા કર્ફ્યૂનો ભંગ કરનાર 30 હજાર લોકોની ઘરપકડ કરાઈ હતી.

રશિયાના મોસ્કોની તસવીર છે. અહીં મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી પાસે દવાનો છંટકાવ કરતા અધિકારીઓ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લાહોરમાં ભૂખ હડતાળ પર બેઠેલા ડોક્ટર અને નર્સ. તેમણે સરકાર પાસે માસ્ક, ગ્લવ્ઝ અને પીપીઈ કીટની માગ કરી હતી, પરંતુ તે પૂરી થઈ નથી.


ન્યૂયોર્કની બ્રુકલિન હોસ્પિટલમાં એક દર્દીને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.


ચીનના હાંગ્ઝુ વિસ્તારમાં એપલના સ્ટોર ઉપર આઈફોન જોઈ રહેલા ગ્રાહકો. અહીં શનિવારે સાત નવા કેસ નોંધાયા છે.


તસવીર રોમના પિયાજા નવોના સ્વેરની છે. ઈટાલીમાં 8 માર્ચથી લોકડાઉન છે.


બ્રિટનમાં લોકડાઉન દરમિયાન જાહેર સ્થળે બેસનાર લોકોને પોલીસ સમજાવી રહી છે.


અમેરિકાના ન્યૂ હોપ શહેરમાં હોસ્પિટલના કર્મચારીઓનું સમર્થન કરતો યુવક નજરે પડે છે.

Related posts

મહાનગરપાલિકાએ કોરોના પોઝિટિવ 12 કેસના નામ સરનામા જાહેર કર્યા

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live

વધુ 8 કેસ નોંધાતા એક દિવસમાં 30ના વધારા સાથે આંક 564 પર પહોંચ્યો

Amreli Live

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ

Amreli Live

ક્રેશ લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું પ્લેન 35 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે ટુકડાં થયા, પાયલટ સહિત 17ના મોત, 123 ઘાયલ

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

18 પ્રવાસી શ્રમિકો કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા પકડાઈ ગયા

Amreli Live

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

સેન્સેક્સ 441 અંક વધ્યો, નિફ્ટીએ 9100ની સપાટી વટાવી; TCS, મારૂતિ સુઝુકીના શેર વધ્યા

Amreli Live

બહેરામપુરાના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVP હોસ્પિટલમાં ખસેડાયા

Amreli Live

કોરોના બેકાબૂ બનતા CM રૂપાણીનો સુરત કલેક્ટર કચેરીમાં બેઠકનો દૌર શરૂ, Dy CM પણ જોડાયા

Amreli Live

12.39 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 45,601 દર્દી વધ્યા, 1100થી વધુ મોત મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10 હજારથી વધુ સંક્રમિત મળ્યા

Amreli Live

રાજ્યમાં કોરોનાના 146 દર્દી, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા

Amreli Live

કપિલે શો પર કમબેક કરવાનું કારણ જણાવતા કહ્યું, પત્નીએ કહ્યું – કામ ધંધો કરો, ચાર મહિનામાં મારું મગજ ખાઈ ગયા

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

અમેરિકાએ સત્તાવાર રીતે પોતાને WHOથી અલગ કર્યું, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.18 કરોડ કેસ

Amreli Live

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

Amreli Live