25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યાદુનિયામાં અત્યાર સુધી 23,95,636 લોકો સંક્રમિત થયા છે અને 64,565 લોકો મોતને ભેટ્યા છે. તો બીજી તરફ 6,15,668 સ્વસ્થ પણ થયા છે. યુરોપમાં અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. અહીં સૌથી વધુ ઈટાલીમાં 23,660 મોત થઈ છે, તો બીજા નંબર પર સ્પેન છે, જ્યાં 20,453 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં થયેલા કુલ મોતના આશરે 63% લોકો યુરોપમાં જ મૃત્યુ પામ્યા છે. કુલ સંક્રમિતોની વાત કરીએ તો ત્રીજા ભાગના લોકો અમેરીકાના છે. આ દરમિયાન પેરિસમાં સાફસફાઈના કામ માટે વપરાતા પાણીમાં પણ કોરોના વાઇરસના અંશ મળ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી પાણીના સપ્લાયને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. અમેરીકા બાદ બ્રાઝિલમાં પણ વિભિન્ન પ્રદેશો દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનનો લોકોએ વિરોધ શરૂ કર્યો છે.
કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ શનિવારે જાહેરાત કરી છે કે કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ રહેશે. આ દરમિયાન બન્ને વચ્ચે બિનજરૂરી યાત્રા ઉપર પ્રતિબંધ રહેશે.

કેનેડામાં મૃત્યુઆંક 1500ની નજીક
કેનેડામાં 24 કલાકમાં 160 લોકના મોત થયા છે, અને 1456 નવા દર્દી નોંધાયા છે. અહીં કુલ મૃત્યુઆંક 1470 થયો છે અને પોઝિટિવ કેસની સંખ્યા 33 હજાર 383 થઈ ગઈ છે.

અમેરિકા: ફ્લોરિડાના બીચ ઉપર લોકો વોકિંગ કરી રહ્યા છે. અહીં શુક્રવારે આ બીચને બીજીવાર ખોલવામાં આવ્યો છે. જોકે અહીં સ્કૂલો હજુ બંધ છે.

ટ્રમ્પે ઈરાનને મદદની ઓફર કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મૃત્યુદરમાં અમે નંબર વન નથી. પરંતુ ચીન અમારાથી આગળ છે. ચીને વિશ્વને જે આંકડો બતાવ્યો છે તે ખોટો છે.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું ઈરાન ગયો હતો ત્યારે ત્યાં આતંક હતો. ઈરાન સમગ્ર પશ્ચિમ એશિયા ઉપર કબજો કરવા જઈ રહ્યું હતું. પરંતુ હવે તે ખુબ સારો દેશ બની ગયો છે. હવે ઈરાનના લોકો માત્ર જીવતા રહેવા માંગે છે. તેઓ દર સપ્તાહે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સમસ્યાથી ઘેરાયેલા છે. તે હું ઈચ્છતો નથી. મે તેઓને મદદ આપવાની ઓફર કરી છે. તેઓને વેન્ટિલેટરની જરૂર છે. હું તેમને વેન્ટિલેટર મોકલીશ. અમારી પાસે વધારાના હજારો વેન્ટિલેટર છે.

અમેરિકામા 24 કલાકમાં 1867 લોકોના મોત
અત્યાર સુધીમાં અમેરિકામાં 7.39 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 39 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા છેલ્લા 24 કલાકમાં 1867 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 29 હજાર 57 નોંધાય છે. વ્હાઈટ હાઉસના મીડિયા બ્રીફિંગમાં ટ્રમ્પે શનિવારે કહ્યું કે જો મહામારી ફેલાવવા માટે ચીન જવાબદાર નિકળ્યુ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.

કેનેડા: મોન્ટ્રિયલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. કેનેડામાં 33 હજાર 383 કેસ નોંધાઈ ચૂક્યા છે.

બ્રાઝીલમાં 24 કલાકમાં 2917 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ 36 હજાર 760 કેસ નોંધાયા છે અને 2368 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બ્રાઝીલ: રિયો ડી જનેરિયોમાં મહામારી દરમિયાન નિયમો તોડનાર યુવકોની ધરપકડ કરાઈ હતી.

સ્વાસ્થ્ય કર્મચારીઓના સન્માન માટે ઓનલાઈન કોન્સર્ટ
મહામારી સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીના સન્માન માટે શનિવારે ઓનલાઈન કોન્સર્ટનું આયોજન કરાયું હતું. તેમા વિશ્વના 100 જાણીતા ગાયક એક મંચ ઉપર નજરે પડ્યા. વન વર્લ્ડ ટૂગેઘર એટ હોમ નામના આ કાર્યક્રમમાં તમામ ગાયકોએ પોતાના ઘરેથી જ પર્ફોર્મન્સ આપ્યું હતું. ગ્લોબલ સિટીજન અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ સિંગર લેડી ગાગાની સાથે મળીને આ આયોજન કર્યું હતું. તેનું પ્રસારણ ફેસબુક, ટ્વિટર, ટ્વિચ, યુટ્યુબ, ટ્યુનઈન અને એમેજોન પ્રાઈમ ઉપર આઠ કલાક કરાયું હતું.

ચીનનું વુહાન ઓછા જોખમવાળો વિસ્તાર જાહેર
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ રવિવારે કોરોના વાઈરસના કેન્દ્ર એવા વુહાન શહેરને ઓછો જોખમવાળો વિસ્તાર જાહેર કરી દીધો છે. ચીનમાં થયેલા કુલ મોતના 50 ટકા અહીં થયા હતા. ચીનના સ્ટેટ કાઉન્સિલ દ્વારા નક્કી કરાયેલા જોખમના માપદંડ મુજપબ જે વિસ્તારમાં 14 દિવસથી કોઈ નવો કેસ ન નોંધાયો હોય તેને ઓછો જોખમવાળો વિસ્તાર જાહેર કરાય છે. ચીનમાં શનિવારે 16 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ 82 હજાર 735 પોઝિટિપ કેસ અને 4632 મોત નોંધાયા છે.

સ્પેનમાં 1 લાખ 94 હજાર 416 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 હજાર 639 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઈઝરાયલ: તેલ અવીવમાં ખાલી બીચ. અહીં 13 હજારથી વધારે સંક્રમિત છે.

આજે કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 738,830 39,014
સ્પેન 194,416 20,639
ઈટાલી 175,925 23,227
ફ્રાન્સ 151,793 19,323
જર્મની 143,724 4,538
બ્રિટન 114,217 15,464
ચીન 82,735 4,632
તુર્કી 82,329 1,890
ઈરાન 80,868 5,031
બેલ્જિયમ 37,183 5,453
રશિયા 36,793 313
બ્રાઝીલ 36,760 2,368
કેનેડા 33,383 1,470
નેધરલેન્ડ 31,589 3,601
સ્વિત્ઝરલેન્ડ 27,404 1,368
પોર્ટુગલ 19,685 687
ભારત 15,723 521
આયરલેન્ડ 14,758 571
ઓસ્ટ્રિયા 14,671 443
પેરુ 14,420 348
સ્વીડન 13,822 1,511
ઈઝરાયલ 13,265 164
દ.કોરિયા 10,661 234
જાપાન 10,296 222
રશિયા: મોસ્કોમાં ઓલ્ડ-રીટ ચર્ચમાં રિગોઈસ્કી આધ્યાત્મિક કેન્દ્રમાં ઈર્સ્ટરની ઉજવણી કરી રહેલા લોક.
તસવીર વેનેઝુએલાની છે. અહીં ડિસેમ્બરમાં સંસદીય ચૂંટણી છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જાપાન: તસવીર ટોક્યોની છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાપાનના પીએમએ સમગ્ર દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે.


કેનેડા-અમેરિકાની સરહદ. બન્ને દેશની સરહદ 21 માર્ચથી બંધ છે.

Related posts

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ

Amreli Live

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

Amreli Live

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસમાંથી 80 ટકા અમદાવાદના હતા, ગઈકાલે 60 ટકા થયા

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

Amreli Live

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

25 માર્ચના રોજ દેશમાં કોરોનાના દર્દી માટે 70 હોસ્પિટલ હતી, આજે 900થી વધારે છે

Amreli Live

રાજ્યમાં કોરોનાની સૌથી વધુ સ્પીડ: દેશના 13% કેસ, 19% મોત ગુજરાતમાં; કુલ દર્દી 4395 અને કુલ મૃતકાંક 214

Amreli Live

રાજ્યમાં કોરોનાના ત્રણ વીક, છેલ્લા એક વીકમાં જ કુલ કેસના 50 ટકા કરતા વધુ 101 કેસ અને 10 મોત

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

રાજ્યમાં ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને ત્રણ મહિના સુધી ગેસ સિલિન્ડર ફ્રીમાં અપાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ્રાર્થના કરાઇ, સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિ.માંથી રજા અપાઇ

Amreli Live

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગ

Amreli Live

મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ 3752 કેસ નોંધાયા, દેશમાં અત્યારસુધી 3.77 લાખ કેસ

Amreli Live

દેશમાં પહેલી વખત રાજ્યો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટના સાધનો 57 દિવસ બંધ રહેશે, રાજ્યો વચ્ચે રોડ દ્વારા પણ નહીં જઇ શકાય

Amreli Live

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છે

Amreli Live