29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતાકોરોના વાઈરસને અટકાવવા માટે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પોતાને ત્યાં રહેલા રોહિંગ્યા મુસલમાનોનું સ્ક્રીનિંગ કરવા માટે કહ્યું છે. આ સંબંધમાં એક ચિઠ્ઠી લખવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે મોટી સંખ્યામાં રોહિંગ્યા પણ તબલીઘ જમાતના મરકજમાં સામેલ થયા હતા.આ સંજોગોમાં તપાસ જરૂર છે.દરમિયાન દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 14,192 થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 487થઈ છે. કેરળમાં આજે ફક્ત એક કેસ જ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં 34 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 3,236 થઈ ગઈ છે જ્યારે કેરળમાં 395 દર્દી છે. શુક્રવારે વધુ 10 દર્દીને સારું થઈ ગયુ હતું.

મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે 1081 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં 70, ગુજરાતમાં 163 અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે.

ગુજરાતમાં શુક્રવારે 170, મધ્ય પ્રદેશમાંથી 146, રાજસ્થાનમાં 62, તમિલનાડુમાં 56, કર્ણાટકમાં 44, આંધ્રપ્રદેશમાં 38, મધ્ય પ્રદેશમાં 36, મહારાષ્ટ્રમાં 34, પશ્ચિમ બંગાળમાં 24 જ્યારે આંડમાન-નિકોબારમાં એક દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.આ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 12759 કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાં 10824 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1514 સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 420 લોકોના મોત થયા છે.

ચીનથી આવેલી 63 હજાર પીપીઈ કીટ માપદંડો પ્રમાણે નથી

સરકારના મંત્રાલયોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં શુક્રવારે જણાવ્યુ હતું કે મે સુધીમાં જ 10 લાખ રેપિડ ટેસ્ટ કીટ બનાવી લેવામાં આવશે. એન્ટીવાયરલ ડ્રગ અને વેક્સીન પર કામ થઈ રહ્યુ છે. પીપીઈ અને વેન્ટીલેટર્સ માટે પણ સ્વદેશી ડિઝાઈન તૈયાર કરી લેવામાં આવશે. એક દિવસ અગાઉ ચીનથી આવેલી 5 લાખ રેપિડ ટેસ્ટીંગ કીટ રાજ્યોને આપવામાં આવી, પણ સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનથી આવેલી 63 હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) કીટ નક્કી માપદંડ પ્રમાણે નથી.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ રેપિડ ટેસ્ટ કીટતી તપાસ કરાવી

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ શુક્રવારે દક્ષિણ કોરીયાથી આવેલી રેપિડ ટેસ્ટ કીટની મદદથી પોતાનો કોરા ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. રાજ્યને આ પ્રકારની 1 લાખ રેપિડ ટેસ્ટ કીટ્સ મળશે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

 • દેશમાં અત્યાર સુધી 1919 કોવિડ હોસ્પિટલ બનાવાઈ ચુકી છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • મે મહિના સુધી 10 લાખ રેપિડ કીટ બનાવી શકીશું, એન્ટી વાઈરલ ડ્રગ પર પણ કામ ચાલી રહ્યું છે
 • ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે
 • દેશમાં એક પણ મોત ચિંતાની વાત છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કીટ આપી રહ્યા છીએ
 • કોરોના સંક્રમિત 13.6% લોકો સ્વસ્થ થયા
 • દેશમાં એન્ટી બોડી પર કામ ચાલી રહ્યું છે
 • અસરકારક દવાઓની ઉપલબ્ધી વધારવા માટે પણ ભાર આપવામાં આવી રહ્યો છે
 • ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે
 • એવી નવી ટેસ્ટ કીટ પર કામ ચાલી રહ્યું છે જે 30 મિનિટમાં પરિણામ આપે
 • ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે
 • લોકડાઉનમાં થોડા સેક્ટર્સને છૂટ આપવામાં આવી છે.
 • જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટેની સ્થિતિ નિયંત્રણમાં છે.
 • મુંબઈ, દિલહી, જયપુર રેડ ઝોનમાં
 • દેશમાં કડકાઈથી લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે.
 • કોરોનાના 1749 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે,
 • લોકડાઉનમાં પાકની લણણી માટે છૂટ અપાઈ છે
 • 24 કલાકમાં 23 મોત,1007 નવા કોરોનાના કેસ, કોરોનાના ગ્રોથ ફેક્ટરમાં 40 ટકાનો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સેનામાં સંક્રમણના માત્ર 8 કેસ
સેના પ્રમુખ નરવણેએ શુક્રવારે જણાવ્યું કે, સેના માં હજુ સુધી સંક્રમણના માત્ર 8 કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 ડોક્ટર્સ છે. 1 નર્સંગ આસિસટન્ટ છે, જ્યારે 4 અન્ય લોકોને પણ ઘણો આરામ છે. લદ્દાખમાં એક કેસ આવ્યો હતો. તે દર્દી પુરી રીતે સ્વસ્થ થઈ ગયો છે અને તેને ડ્યૂટી પણ જોઈન કરી લીધી છે.

મહત્વના અપડેટ્સ

 • યુપીઃ ગ્રેટર નોઈડાના અલ્ફા-1ને હોટસ્પોટના લિસ્ટમાંથી બહાર કરાયું
 • જમ્મુ-કાશ્મીરઃ કોરોના પોઝિટિવ વધુ એક શખ્સનું મોત, અત્યાર સુધી પાંચ લોકોના મોત
 • કોરોના માટે કોઈ પણ દેશે આવી કલ્પના નથી કરી, માત્ર WHOને દોષ ન આપી શકાયઃ UNSC અધ્યક્ષ
 • મહારાષ્ટ્રમાં 34 નવા કોરોના વાઈરસના દર્દી, અત્યાર સુધી 3236 લોકો સંક્રમિત
 • આંધ્રપ્રદેશમાં એક દિવસમાં 38 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
 • આંધ્રપ્રદેશમાં એક દિવસમાં કોરોનાથી સંક્રમિત 38 નવા દર્દી મળ્યા
 • ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીને પાછા લાવવા માટે સીએમ યોગીએ 300 બસોને કોટા મોકલી

અત્યાર સુધી 450 લોકોના મોત
દેશમાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. શુક્રવાર સુધી મરનારાઓની સંખ્યા 448 પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશમાં ગુરુવારે 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં 8 મોત ઈન્દોરમાં થયા છે. સાથે જ ભોપાલમાં હમીદિયા હોસ્પિટલામાં 11 એપ્રિલે મૃત જહાંગીરાબાદ નિવાસી યૂનુસ ખાનનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા હતો. શહેરમાં કોરોનાથી અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં ઈન્દોર એપી સેન્ટર બન્યું
ગુરુવારે મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં70, ગુજરાતમાં 163, અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે. તો બીજી બાજું મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા છે. આ દેશના કોઈ પણ શહેરમાં એક દિવસમાં મળતા સૌથી વધારે કેસ છે. એમપીના 65% દર્દી ઈન્દોરમાં છે.

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

દેશના રાજ્યોની સ્થિતિ

મહારાષ્ટ્રમાં લોકડાઉનના ફેઝ-2નો શુક્રવારે ત્રીજો દિવસ છે. શુક્રવારે પૂણેમાં કોરોના સંક્રમણથી 50 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ શહેરમાં મરનારાઓની સંખ્યા 50 થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં અત્યાર સુધી 195 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે 20 એપ્રિલથી ખેતી સાથે જોડાયેલા કામમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાનમાં શુક્રવારે 38 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જોધપુરમાં 18(એક ઈરાનથી આવ્યો હતો) ટોન્કમાં છ, જયપુરમાં પાંચ, કોટામાં ચાર, નાગોરમાં બે, ઝૂંઝૂનૂ, અજમેર અને ઝાલાવાડમાં એક-એક દર્દી મળ્યા છે. નાગોરમાં પોઝિટિવ મળેલા બે લોકોમાં એક મહિલા કોન્સ્ટેબલ છે. તો બીજી તરફ બીજી મુંબઈથી આવી હતી. જેની સાથે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1169 પર પહોંચી ગઈ છે.

દિલ્હી, સંક્રમિત 1640ઃ અહીંયા ગુરુવારે 62 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે અહીંયા એક પિત્ઝા બોય સંક્રમિત મળ્યો છે. તેના 17 સાથીને ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

બિહારમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. લોકડાઉન ફેઝ-2નું પાલન કરી રહ્યો છે. ગ્રીમાણ વિસ્તારમાં જ્યાં હોટસ્પોટ નથી, ત્યાં મનરેગા હેઠળ કામ શરૂ થઈ ગયું છે. 2.77 લાખ મજૂરોને રોજગારી મળી. જેમાંથી 1.25 લાખ પ્રવાસી મજૂર છે. બીજી બાજુ કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. ગુરુવારે મુંગેરના 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હરિયાણાઃ અહીંયા લોકડાઉનનો ત્રીજો તબક્કો છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 207 પહોંચી ગયો છે. સાથે જ ફરીદાબાદ જિલ્લામાં એક મહિલાની ખાંસી શરદી અને તાવથી મોત થયું છે.

ઝારખંડઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. સંક્રમિત જિલ્લામાં ધનબાદ પણ સામેલ થઈ ગયું છે. અહીંયા કોરોનાનો પહેલો સંક્રમિત દર્દી મળ્યો છે. દર્દીને કોવિડ-19 હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે. રાહતની વાત એ છે કે દર્દીના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ મળ્યું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

ગૃહમંત્રી અમિત શાહ ઓલ પાર્ટી મીટિંગ કરી રહ્યા છે; કોંગ્રેસની માંગ- સંક્રમિતોના પરિવારોને 10-10 હજાર રૂપિયા આપવામાં આવે

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

શાહે કહ્યું- ઓછા બેડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને ટ્રેનના 500 કોચ આપશે, 6 દિવસમાં ટેસ્ટિંગ 3 ગણું કરાશે

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

અત્યારસુધી 37 હજાર 257 કેસ : એક દિવસમાં રેકોર્ડ 2300થી વધુ દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં 1008 અને ગુજરાતમાં 326 નવા કેસ નોંધાયા

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

અત્યાર સુધી 10,586 કેસઃ માત્ર 4 રાજ્યોમાં જ અડધા કરતા વધું દર્દી, સંક્રમણ 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયું

Amreli Live

દર્દીઓને બચાવનારા પોલીસકર્મીઓ પૈકી બેને કોરોના લક્ષણ, 8 કર્મીઓ હોમ ક્વોરન્ટીન

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

Amreli Live

7.71 લાખ કેસઃ બિહારના ડે.સીએમ સુશીલ મોદીના અંગત સેક્રેટરી સાથે તેમના કાર્યાલયના 3 સ્ટાફકર્મી કોરોના પોઝિટિવ

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

ભાવનગરમાં વધુ 2 પોઝિટિવ કેસ આવતા આજે કુલ 23 નવા કેસ, 3 દર્દીને ડિસ્ચાર્જ કર્યાં: બોટાદમાં વધુ 3 પોઝિટિવ કેસ આવ્યાં

Amreli Live