29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

અત્યાર સુધી 13664 કેસ-450 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલયદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13664થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે 1081 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં 70, ગુજરાતમાં 163 અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે.

તો બીજી બાજુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા હતા. આ દેશના કોઈ પણ શહેર કરતા એક દિવસનો સૌથી વધારે આંકડો છે.મધ્યપ્રદેશના 65% દર્દી ઈન્દોરમાં છે. આ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 12759 કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાં 10824 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1514 સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 420 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ :

 • દેશમાં અત્યાર સુધી 1919 કોવિડ હોસ્પિટલ બનાવાઈ ચુકી છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • મે મહિના સુધી 10 લાખ રેપિડ કીટ બનાવી શકીશું, એન્ટી વાઈરલ ડ્રગ પર પણ કામ ચાલી રહ્યું છે
 • ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે
 • દેશમાં એક પણ મોત ચિંતાની વાત છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કીટ આપી રહ્યા છીએ
 • કોરોના સંક્રમિત 13.6% લોકો સ્વસ્થ થયા
 • દેશમાં એન્ટી બોડી પર કામ ચાલી રહ્યું છે
 • અસરકારક દવાઓની ઉપલબ્ધી વધારવા માટે પણ ભાર આપવામાં આવી રહ્યો છે
 • ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે
 • એવી નવી ટેસ્ટ કીટ પર કામ ચાલી રહ્યું છે જે 30 મિનિટમાં પરિણામ આપે
 • ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે
 • લોકડાઉનમાં થોડા સેક્ટર્સને છૂટ આપવામાં આવી છે.
 • જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટેની સ્થિતિ નિયંત્રણમાં છે.
 • મુંબઈ, દિલહી, જયપુર રેડ ઝોનમાં
 • દેશમાં કડકાઈથી લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે.
 • કોરોનાના 1749 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે,
 • લોકડાઉનમાં પાકની લણણી માટે છૂટ અપાઈ છે
 • 24 કલાકમાં 23 મોત,1007 નવા કોરોનાના કેસ, કોરોનાના ગ્રોથ ફેક્ટરમાં 40 ટકાનો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સેનામાં સંક્રમણના માત્ર 8 કેસ
સેના પ્રમુખ નરવણેએ શુક્રવારે જણાવ્યું કે, સેના માં હજુ સુધી સંક્રમણના માત્ર 8 કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 ડોક્ટર્સ છે. 1 નર્સંગ આસિસટન્ટ છે, જ્યારે 4 અન્ય લોકોને પણ ઘણો આરામ છે. લદ્દાખમાં એક કેસ આવ્યો હતો. તે દર્દી પુરી રીતે સ્વસ્થ થઈ ગયો છે અને તેને ડ્યૂટી પણ જોઈન કરી લીધી છે.

મહત્વના અપડેટ્સ

 • યુપીઃ ગ્રેટર નોઈડાના અલ્ફા-1ને હોટસ્પોટના લિસ્ટમાંથી બહાર કરાયું
 • જમ્મુ-કાશ્મીરઃ કોરોના પોઝિટિવ વધુ એક શખ્સનું મોત, અત્યાર સુધી પાંચ લોકોના મોત
 • કોરોના માટે કોઈ પણ દેશે આવી કલ્પના નથી કરી, માત્ર WHOને દોષ ન આપી શકાયઃ UNSC અધ્યક્ષ
 • મહારાષ્ટ્રમાં 34 નવા કોરોના વાઈરસના દર્દી, અત્યાર સુધી 3236 લોકો સંક્રમિત
 • આંધ્રપ્રદેશમાં એક દિવસમાં 38 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
 • આંધ્રપ્રદેશમાં એક દિવસમાં કોરોનાથી સંક્રમિત 38 નવા દર્દી મળ્યા
 • ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીને પાછા લાવવા માટે સીએમ યોગીએ 300 બસોને કોટા મોકલી

અત્યાર સુધી 450 લોકોના મોત
દેશમાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. શુક્રવાર સુધી મરનારાઓની સંખ્યા 448 પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશમાં ગુરુવારે 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં 8 મોત ઈન્દોરમાં થયા છે. સાથે જ ભોપાલમાં હમીદિયા હોસ્પિટલામાં 11 એપ્રિલે મૃત જહાંગીરાબાદ નિવાસી યૂનુસ ખાનનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા હતો. શહેરમાં કોરોનાથી અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.

મધ્યપ્રદેશમાં ઈન્દોર એપી સેન્ટર બન્યું
ગુરુવારે મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં70, ગુજરાતમાં 163, અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે. તો બીજી બાજું મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા છે. આ દેશના કોઈ પણ શહેરમાં એક દિવસમાં મળતા સૌથી વધારે કેસ છે. એમપીના 65% દર્દી ઈન્દોરમાં છે.

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

દેશના રાજ્યોની સ્થિતિ

મહારાષ્ટ્રમાં લોકડાઉનના ફેઝ-2નો શુક્રવારે ત્રીજો દિવસ છે. શુક્રવારે પૂણેમાં કોરોના સંક્રમણથી 50 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ શહેરમાં મરનારાઓની સંખ્યા 50 થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં અત્યાર સુધી 195 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે 20 એપ્રિલથી ખેતી સાથે જોડાયેલા કામમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાનમાં શુક્રવારે 38 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જોધપુરમાં 18(એક ઈરાનથી આવ્યો હતો) ટોન્કમાં છ, જયપુરમાં પાંચ, કોટામાં ચાર, નાગોરમાં બે, ઝૂંઝૂનૂ, અજમેર અને ઝાલાવાડમાં એક-એક દર્દી મળ્યા છે. નાગોરમાં પોઝિટિવ મળેલા બે લોકોમાં એક મહિલા કોન્સ્ટેબલ છે. તો બીજી તરફ બીજી મુંબઈથી આવી હતી. જેની સાથે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1169 પર પહોંચી ગઈ છે.

દિલ્હી, સંક્રમિત 1640ઃ અહીંયા ગુરુવારે 62 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે અહીંયા એક પિત્ઝા બોય સંક્રમિત મળ્યો છે. તેના 17 સાથીને ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

બિહારમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. લોકડાઉન ફેઝ-2નું પાલન કરી રહ્યો છે. ગ્રીમાણ વિસ્તારમાં જ્યાં હોટસ્પોટ નથી, ત્યાં મનરેગા હેઠળ કામ શરૂ થઈ ગયું છે. 2.77 લાખ મજૂરોને રોજગારી મળી. જેમાંથી 1.25 લાખ પ્રવાસી મજૂર છે. બીજી બાજુ કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. ગુરુવારે મુંગેરના 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

હરિયાણાઃ અહીંયા લોકડાઉનનો ત્રીજો તબક્કો છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 207 પહોંચી ગયો છે. સાથે જ ફરીદાબાદ જિલ્લામાં એક મહિલાની ખાંસી શરદી અને તાવથી મોત થયું છે.

ઝારખંડઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. સંક્રમિત જિલ્લામાં ધનબાદ પણ સામેલ થઈ ગયું છે. અહીંયા કોરોનાનો પહેલો સંક્રમિત દર્દી મળ્યો છે. દર્દીને કોવિડ-19 હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે. રાહતની વાત એ છે કે દર્દીના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ મળ્યું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today
 

Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today
 

Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today
 

Related posts

વસ્તીની ગીચતા સરખી છતાં પાડોશી દેશો કરતાં ભારત ઘણું આગળ, નેપાળ 0.2%, પાકિસ્તાન 2.05% સામે ભારતમાં મૃત્યુદર 2.82%

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

8 ઈન્ફોગ્રાફિક્સમાં સમજો કોરોનાની ABCD: ક્યા દેશમાં અત્યાર સુધી એક પણ કેસ નહીં? ક્યા દેશોમાં ત્રણ મહિનાથી એક પણ કેસ નથી?

Amreli Live

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 29/03/2020 ને સાંજના 6.50 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

આજે ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર વરસી, રાજ્યના 31 તાલુકામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડમાં ખાબક્યો

Amreli Live

રાજ્યમાં હાહાકારઃ 6 દિવસમાં 1100 કેસ, 59 મોત; દેશમાં સૌથી વધુ ઝડપથી ચેપ અહીં જ ફેલાયો

Amreli Live

આવતીકાલથી ખાનગી વાહનો પર ડિટેઇન કરવામાં આવશે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું

Amreli Live

કોરોનાથી ઠીક થયેલા 2 દર્દીએ પ્લાઝ્મા ડોનેશન અંગે અનુભવ કહ્યાં – 45 મિનિટ લાગે છે, તેનાથી કોઈનું જીવન બચી શકે છે

Amreli Live

અમદાવાદમાં હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન રાખડી-ગિફ્ટનું ધૂમ વેચાણ, ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો

Amreli Live

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

26 યાત્રીની નોકરી જતી રહી હતી, 28 યાત્રીના વિઝા એક્સપાયર થઈ ગયા હતા, ત્રણ લગ્ન માટે ઘરે આવવાના હતા

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

દેશમાં સ્વસ્થ થનારા દર્દી 8 લાખથી વધુ; ફેસ માસ્ક-PPE કિટ નષ્ટ કરવાની નવી ગાઇડલાઇન જાહેર, અત્યારસુધી 12.84 લાખ કેસ

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત, વધુ 108 કેસ સાથે આંક 5580

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live