24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અત્યાર સુધી 11,637 કેસ-398 મોતઃબાંદ્રા સ્ટેશન પર ભીડ ભેગી થવા મામલે એક હજાર લોકો લોકો પર કેસ, મધ્યપ્રદેશમાં 52માંથી 25 જિલ્લામાં સંક્રમણદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,637 થઈ ગઈ છે. સતત બીજા દિવસે મંગળવારે દેશમાં કોરોનાના 1 હજારથી વધુનવા કેસ સામે આવ્યા છે. મંગળવારે સૌથી વધારે 350 દર્દી મુંબઈમાં મળ્યા હતા. મહારાષ્ટ્રમાં હવે 2684 સંક્રમિત થયા છે. અહીંયા મંગળવારે 18 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 102 અને રાજસ્થાનમાં 108 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ આ મહામારી પગ પેસારો કરી રહી છે. અહીંયા જિલ્લામાં કોરોનાના 90 રેડ ઝોનની ઓળખ કરાઈ છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

તો બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સાંજે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1643 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 13 એપ્રિલે 1242, 10 એપ્રિલે 854 દર્દી સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય રોજ સાંજે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કરે છે.સાથે જ covid19india.org રોજ સવારે કાઉન્ટીંગ શરૂ કરી દે છે. આ કોરોના ટ્રેકર પ્રમાણે, મંગળવાર સવારથી રાત સુધી 1033 નવા દર્દી મળ્યા છે.

મહત્વના અપડેટ્સ

  • મુંબઇના બાંદ્રા સ્ટેશન પર ભીડ ભેગી કરવાના મામલે પોલીસે બુધવારે કાર્યવાહ કરી હતી. લગભગ એક હજાર મજૂરો વિરુદ્ધ લોકડાઉનનું ઉલ્લંઘન કરવાનો કેસ કરાયો છે. સાથે જ એક એનજીઓ સંચાલક વિનય દુબેની ધરપકડ અને એક પત્રકારની અફવા ફેલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.પોલીસનો દાવો છે કે આ લોકોએ જ ટ્રેન અને બસ શરૂ કરાઈ હોવાની અફવા ફેલાવી હતી.
  • મેઘાલયમાં એક ડોક્ટરના સંપર્કમાં આવેલા 2000 લોકોને ક્વૉરન્ટીન કરાયા છે. અહીં એક દર્દીનું મોત પણ થયું છે.
  • મુંબઈમાં એક હોસ્પિટલના 10 સ્ટાફ પોઝિટિવ, દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા.

મુખ્ય રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશના 52માંથી 25 જિલ્લાઓમાં સંક્રમણ ફેલાઈ ગયું છે. ઈન્દોર પછી ભોપાલ પણ ચિંતાજનક જોવા મળી રહ્યું છે. ઈન્દોર બાદ ભોપાલની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. હવે સ્થિતિ કોમ્યુનિટિ ટ્રાન્સમિશન તરફ ઈશારો કરી રહી છે. ઈન્દોરની ટાટપટ્ટી બાખલ બાદ ભોપાલના જહાંગીરાબાદ વિસ્તારથી પ્રશાસને ચાર દિવસમાં પાંચ હજાર સેમ્પલ લેવાનું લક્ષ્ય રાખ્યું હતું. જહાંગીરાબાદ એ જ વિસ્તાર છે જ્યાં નિઝામુદ્દીન મરકઝથી આવેલા જમાતીઓનું સૌથી વધારે મુવમેન્ટ હતી. રાજ્યમાં અત્યાર સુધી 761 લોકો સંક્રમિત થયા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 705 અહીંયા બુધવારે કોરોના વાઈરસના 45 નવા કેસ સામે આવ્યા છે. જેમાં લખનઉમાં 31, આગરામાં 13 અને એક કેસ સિતાપુર જિલ્લાનો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 705 થઈ ગઈ છે. સંક્રમણથી અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. રાજ્યના સંક્રમિતોમાં લગભગ 400 જમાતી છે. કાનપુરમાં જમાતીઓના સંપર્કમાં આવનારા 8 મદરેસા વિદ્યાર્થી સંક્રમિત છે.

મહારાષ્ટ્ર, સંક્રમિત 2699 – બુધવારે એક હોસ્પિટલના વધુ 10 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત મળ્યા હતા ત્યાં સુધી કોરોનાના સંકજામાં આવેલા 35 કર્મચારીઓની સારવાર હોસ્પિટલ કરી રહ્યું છે. ધારાવીમાં 5 નવા દર્દી મળવાથી અહીંયા સંક્રમિતોની સંખ્યા 60 થઈ ગઈ છે, ધારાવીમાં 7 લોકોના મોત થયા છે. મુંબઈમાં અફવા ફેલાવાના આરોપમાં વિનય દુબે નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈમાં મંગળવારે સંક્રમણના 350 નવા કેસ સામે આવ્યા છે. આ મહામારીના કારણે અત્યાર સુધી 178 લોકોના મોત થયા છે, તો સૌથી વધારે 259 લોકો સ્વસ્થ પણ થયા છે.

રાજસ્થાન, સંક્રમિત-1034, રાજસ્થાનમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધારે જયપુરમાં 15 છે. આ સાથે જ શહેરમાં સંક્રમિતોન સંખ્યા વધીને 470 પર પહોંચી ગઈ છે. અહીંયા લોકડાઉન પહેલો ફરવા માટે આવેલા 15 દેશોના 74 વિદેશી નાગરિક અલગ અલગ હોટલમાં રોકાયા છે. જેમાંથી કોરોના પ્રભાવિત દેશ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના પર્યટક પણ સામેલ છે. આ લોકોએ કહ્યું કે, હાલની સ્થિતિમાં અમે ભારતમાં વધારે સુરક્ષિત છીએ. અમે અમારા દેશની એમ્બસીના નિર્ણયનું પાલન કરીશું.અહીંયા મંગળવારે સંક્રમણના 108 નવા કેસ સામે આવ્યા. જેમાંથી જયપુરના 83 દર્દીઓ ઉપરાંત જોધપુરમાં 13, કોટામાં 08, ઝાલાવાડમાં 2 અને ઝૂંઝૂનૂં તથા જૈસલમેરમાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં આ બિમારી સૌથી વધારે 453 દર્દી જયપુરમાં જ છે. ત્યારબાદ જોધપુરમાં 82, જ્યારે ટોન્ક અને બાંસવાડમાં 59-59 સંક્રમિત છે.

લોકડાઉન 3 મે સુધી વધ્યું, 20 એપ્રિલ સુધી દરેક જિલ્લાનું અસેસમેન્ટ કરાશે
કોરાના સંકટ વચ્ચે લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ સાથે જ કેન્દ્ર સરકાર રાજ્યોના તંત્રના અમલ પ્રત્યે વધુ કડક થવા જઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 20 એપ્રિલ સુધી દેશના તમામ શહેર અને જિલ્લાનું અસેસમેન્ટ થશે. જેમાં જોવામાં આવશે કે તેમણે કોરોના સામે પહોંચી વળવા માટે કેવી કામગીરી કરી છે. જ્યાં ઠીકથી પાલન નહીં થયું હોય, ત્યાં છૂટ છાટ આપવામાં નહીં આવે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


coronavirus outbreak india live today news updates delhi kerala maharashtra rajasthan haryana cases novel corona covid 19 death toll


દિલ્હીના પ્રતાપનગર વિસ્તારમાં નિગમકર્મી આધુનિક મશીનથી વિસ્તારને સેનેટાઈઝ કરવામાં લાગી ગયા છે.


coronavirus outbreak india live today news updates delhi kerala maharashtra rajasthan haryana cases novel corona covid 19 death toll

Related posts

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ, મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય

Amreli Live

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું, રાજકોટ-ગોંડલમાં 4 ઈંચ, વીરપુર-ઉપલેટામાં 3 ઈંચ અને જસદણમાં 2 ઈંચ વરસાદ

Amreli Live

રાજુલાના ધુડિયા અગરિયા ગામે નદીમાં વાછરડું તણાયું

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live

ઘાટલોડિયાની ગ્રેસીયા સોસાયટીના રહીશોએ જનતા કરફ્યુ ભોજન મહોત્સવ કર્યો, 8 મહિલા સહિત 16 સામે ગુનો નોંધાયો

Amreli Live

શોપિગ મોલ્સ સિવાય શહેર અને તેની સીમા બહાર તમામ દુકાનો ખુલશે; 50% સ્ટાફ કામ કરી શકશે

Amreli Live

અમદાવાદમાં 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

દાદરાનગર હવેલીમાં 57 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

રેડ ઝોનમાં રહેલા ચાર ઝોનના 11 વિસ્તારમાં 21 દિવસમાં એક પણ કેસ ન નોંધાતા ઓરેન્જ ઝોનમાં મૂકાયા

Amreli Live

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી પોઝિટિવ, દિલ્હીના સ્વાસ્થ્યમંત્રીનો રિપોર્ટ નેગેટિવ આવતા આજે ડિસ્ચાર્જ થશે

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 623 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયા

Amreli Live