26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

અત્યાર સુધી 1.82 લાખ મોતઃ પાકિસ્તાનમાં 10 હજારથી વધુ કેસ, ડોક્ટરોએ કહ્યું, ‘સરકાર મસ્જિદમાં નમાજની મંજૂરી રદ કરે’દુનિયામાં અત્યાર સુધી 26,21,436 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. ત્યારે 1,82,989 લોકોના મોત થયા છે. આ સિવાય 7,14,319 લોકો સારવાર લઇ સ્વસ્થ થયા છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસના સંક્રમણનો આંકડો 10 હજારથી વધી ગયો છે. જ્યાં ડોક્ટરોના એસોસિએશને સરકાર પાસે રમજાનમાં સામૂહિક નમાજ પઢવા પર પ્રતિબંધ મૂકે તેવી માગ કરી છે. ત્યાં જ, પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી જફર મિર્ઝાએ કહ્યું કે બુધવારે પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો કોરોના વાઇરસનો રિપોર્ટ કરવામાં આવ્યો છે, જે નેગેટિવ આવ્યો છે. સ્પેનમાં મોતની ટકાવારી ઘટી રહી છે. સરકારે આગામી મહિને કેટલીક છૂટછાટ આપે તેવી શક્યતા છે. અહીં સૌથી મોટા અસ્થાયી શબઘરને બંધ કરવામાં આવ્યું છે. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના શોધકો ગુરુવારથી કોરોનાની રસીનો ટેસ્ટ માણસો પર શરૂ કરશે. આ રસીને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓએ બનાવી છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે કહ્યું કે વેક્સીન માટે અમે દરેક પ્રકારનો ભોગ આપવા માટે તૈયાર છીએ. બ્રિટનની સરાકર ઈમ્પીરિયલ કોલેજને વેક્સીન ઉપર રિસર્ચ કરવા માટે રૂ. 210 કરોડ (22.5 મિલિયન પાઉન્ડ) આપશે. બ્રિટનમાં કોરોનાથી અત્યાર સુધીમાં 17 હજાર 337 લોકોના જીવ ગયા છે. અહીં 1 લાખ 29 હજાર પોઝિટિવ કેસ છે.એશિયામાં મહામારીથી 15 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 4 લાખ 12 હજાર 247 લોકો સંક્રમિત છે. તુર્કીમાં 95 હજાર 591 લોકો સંક્રમિત છે. જ્યારે 2259 લોકોએ જીવ ગુમાવ્યા છે.

UNની ચેતવણી- મહામારીના કારણે દુષ્કાળનું જોખમ

સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે મહામારીના કારણે વિશ્વમાં ઘણા દેશોમાં દુષ્કાળ પડવાનું જોખમ છે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમના પ્રમુખ ડેવિડ બેસ્લેએ કહ્યું હતું કે 30થી વધારે વિકાસશીલ દેશોએ દુષ્કાળને રોકવા માટે કાર્યવાહી કરવી જોઈએ. આ સંકટના કારણે લગભગ 26.5 કરોડ લોકોએ ભુખમરીનો સામનો કરવો પડી શકે છે. ફૂડ ક્રાઈસિસના ચોથા રિપોર્ટમાં યમન, કોંગો, અફઘાનિસ્તાન, વેનેઝુએલા, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા, નાઈઝીરીયા અને હૈતીનો સમાવેશ કરાયો છે. મહામારી પહેલા પણ પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયાના અમુક ભાગમાં દુષ્કાળથી ગંભીર ખાદ્ય સંકટ હતું. એક વીડિયો કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બેસ્લેએ કહ્યું કે વિશ્વએ બુદ્ધિથી અને ઝડપથી કામ કરવું પડશે. વાસ્તવિકતા એ છે કે આપણી પાસે વધુ સમય નથી. થોડા મહિના પછી આપણી સામે દુષ્કાળ જેવી સ્થિતિ હશે.

અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં 8.19 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. 45 હજાર 340 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 2804 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં 60 દિવસ સુધી પ્રવાસીઓને આવવા ઉપર પ્રતિબંધ રહેશે.

કોરોનાની બીજી લહેર વિનાશકારી હશે

અમેરિકામાં 24 કલાકમાં 25985 કેસ નોંધાયા છે. વોશિંગ્ટન પોસ્ટ મુજબ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર વધારે વિનાશકારી હશે. બીજી સંભાવા એ છે કે આગામી ઠંડીની મોસમમાં આપણે ફરી મહામારીના ભરડામાં આવી જશું.

ટ્રમ્પે કહ્યું કે ઈમિગ્રેશનના નિયમોમાં છૂટ પણ આપીશું. પણ અમેરિકાની અર્થવ્યવસ્થા ઉપર તે આધાર રાખશે કે અહીં કાયમી રહેનારા ઉપર 60 દિવસ પછી પણ પ્રતિબંધ વધશે કે નહીં. જરૂર પડશે તો તેને 30 દિવસ કે વધારે વધારવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા પહેલા પોતાના કારીગરોનું ધ્યાન રાખવા ઈચ્છે છે. કોરોના સંકટના કારણે લાખો અમેરિકાના લોકોએ નોકરી ગુમાવી છે. તેમની સાથે અન્યાય નહીં થાય.

ટ્રમ્પે કહ્યું કે મહામારી એવા સમયે ફેલાઈ જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું હતું. ચીન ઉપર તેઓના જેવી કડક વલણ કોઈએ અપનાવ્યું નથી. ખબર નથી કે અચાનક આ અદ્રશ્ય દુશ્મન ક્યાંથી આવી ગયો.

અમેરિકા: લોસ એન્જેલસમાં ટેસ્ટિંગ સેન્ટરમાં તપાસ કરાવી રહેલ યુવક. અહીં આઠ લાખથી વધારે સંક્રમિત છે.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 819,164 45,340
સ્પેન 204,178 21,282
ઈટાલી 183,957 24,648
ફ્રાન્સ 158,050 20,796
જર્મની 148,453 5,086
બ્રિટન 129,044 17,337
તુર્કી 95,591 2,259
ઈરાન 84,802 5,297
ચીન 82,788 4,632
રશિયા 52,763 456
બ્રાઝીલ 43,079 2,741
બેલ્જિયમ 40,956 5,998
કેનેડા 38,422 1,834
નેધરલેન્ડ 34,134 3,916
સ્વિત્ઝરલેન્ડ 28,063 1,478
પોર્ટુગલ 21,379 762
ભારત 20,080 645
પેરુ 17,837 484
આયરલેન્ડ 16,040 730
સ્વીડન 15,322 1,765
ઓસ્ટ્રિયા 14,873 491
ઈઝરાયલ 13,942 184
સાઉદી અરેબીયા 11,631 109
જાપાન 11,512 281
કેનેડા: કેનેડાની આર્મીના સ્વાસ્થ્ય કર્મચારીઓ નજરે પડે છે. તેઓ વરિષ્ઠ નાગરિકોની સારસંભાળ રાખશે.

સેનેટમાં 480 અબજ ડોલરનું રાહત પેકેજ પાસ
અમેરિકા સેનેટમાં 480 અબજ ડોલરનું ઈમરજન્સી પેકેજ મંજૂર કરાયું છે. આ રકમને કોરોના સંકટ દરમિયાન નુકસાન ઉઠાવી રહેલા નાના વેપારીઓ, હોસ્પિટલો અને દેશભરમાં થઈ રહેલા ટેસ્ટિંગ પાછળ ખર્ચ કરાશે.

જર્મની: બર્લિન મેરેથોન સ્થગિત
ભીડ ભેગી ન કરવાના જર્મની સરકારના પ્રતિબંધના કારણે 27 સપ્ટેમ્બરના રોજ યોજાનાર બર્લિન મેરેથોનને સ્થિગિત કરવાનો નિર્ણય કરાયો છે. જર્મનીમાં કોરોનાના કુલ કેસ 1 લાખ 48 હજાર 453 નોંધાયા છે અને 5 હજાર 86 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં 95 હજાર 200 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ એક્ટિવ કેસ અહીં 48 હજાર 167 છે.

જર્મની: ડ્રેસડેનના નેઉમરકટમાં તહેનાત પોલીસ અધિકારી. અહીં પાંચ હજાર 86 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ચીનમાં 30 નવા કેસ નોંધાયા
ચીનમાં મંગળવારે 30 નવા કેસ નોંધાયા છે. જેમાં 23 કેસ બહારથી આવ્યા હતા. ચીનમાં હાલ એક હજાર પાંચ એક્ટિવ કેસ છે. અહીં કોરોનાના કુલ 82 હજાર 788 કેસ નોંધાયા છે.હતા અને 4632 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચીન: બેઈજિંગમાં ચાર રસ્તા ઉપર ડાન્સ કરતું કપલ. ઘણા શહેરોની સ્થિતિ સારી થઈ રહી છે.

અપડેટ્સ
રશિયાની રાજધાની મોસ્કોમાં 24 કલાકમાં 28 લોકોના મોત થયા છે. રશિયામાં 52 હજાર 763 કેસ નોંધાયા છે અને 456 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પાકિસ્તાનના કરાચીમાં મંગળવારે કોરોના ટેસ્ટ સેન્ટરમાં એક બાળકીનું તાપમાન તપાસતા મેડિકલ વર્કર


25.57 lakh cases, 1.78 lakh deaths: Trump says 60-day immigration ban in US


25.57 lakh cases, 1.78 lakh deaths: Trump says 60-day immigration ban in US


નાઈઝીરીયામાં લોકડાઉન દરમિયાન અબુજા શહેરમાં ખાદ્ય સામગ્રી લેવા એકઠી થયેલી મહિલાઓ.


અમેરિકા: ન્યૂયોર્કમાં એનવાઈયુ મેડીકલ સેન્ટર બહાર ફોટો પડાવતો મેડીકલ સ્ટાફ. ન્યૂયોર્ક રાજ્યમાં 2.56 લાખ પોઝિટિવ કેસ છે.


ન્યૂયોર્કના વર્કર જસ્ટિસ પ્રોજેક્ટના કાર્યકર્તા મિડટાઉન મેનહટ્ટનમાં પ્રવાસી કારીગરોના અધિકારી માટે પ્રદર્શન કરી રહ્યા છે.

Related posts

નવા 7 પોઝિટિવ કેસ નક્કી કરેલા હોટસ્પોટમાં નોંધાયા, 5 દર્દી પોઝિટિવ કેસના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

દેશમાં સ્વસ્થ થનારા દર્દી 8 લાખથી વધુ; ફેસ માસ્ક-PPE કિટ નષ્ટ કરવાની નવી ગાઇડલાઇન જાહેર, અત્યારસુધી 12.84 લાખ કેસ

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live

અમેરિકામાં સતત ત્રીજા દિવસે 60 હજારથી વધારે કેસ, ફ્રાન્સમાં મૃત્યુઆંક 30 હજારને પાર

Amreli Live

હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

આજે 234 નવા કેસ સાથે કુલ 2777 પોઝિટિવ કેસ નોંધાયા, આજે 9 લોકોના મોત થતા મૃત્યુઆંક 137 એ પહોંચ્યો

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

સરકારે 1 જાન્યુઆરી 2020 પછી જોઈન કરનાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈ 2021 સુધી અટકાવ્યું

Amreli Live

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, આજના 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

Amreli Live

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું- ટ્રેનો નહીં ચાલે, પરંતુ રાજ્યમાંથી મજૂરોને ઘરે મોકલવાનો રસ્તો કાઢી રહ્યા છીએ

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોનાના 300થી વધુ કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236-કુલ દર્દી 4,721

Amreli Live

અત્યાર સુધી 9632 કેસ- 351મોત; અરુણાચલ અને પુડુચેરીએ લોકડાઉન વધાર્યું, કોરોના અટકાવવા કુલ 7 રાજ્યએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live