25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ



ભારતે 13 દેશો માટે હાઈડ્રોક્સિક્લોરોક્વીન (HCQ) દવાની નિકાસને મંજૂરી આપી છે. આ દવા કોરોના વાઈરસની સારવારમાં અસરદાર સાબિત થતાં તેની માંગ ઘણા દેશોમાં વધી છે. ભારતે આ દવાની નિકાસ માટે જે 13 દેશોની પ્રથમ યાદી રજૂ કરી છે તેમાં અમેરિકા, જર્મની, સ્પેન, બહરીન, બ્રાઝીલ, નેપાળ, ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, સશેલ્સ, મોરેશિયસ અને ડોમેનિકન રેપબ્લિક સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમરિકાએ HCQની 48 લાખ ટેબલેટ્સ મંગાવી હતી. ભારતે લગભગ 36 લાખ ટેબલેટ્સની નિકાસને મંજૂરી આપી છે.
બ્રાઝિલ અને કેનેડાને પણ 50 લાખ ટેબલેટ્સની નિકાસ કરવામાં આવશે. આ સિવાય બાંગ્લાદેશને 20 લાખ, નેપાળને 10 લાખ, ભૂતાનને 2 લાખ, શ્રીલંકાને 10 લાખ ટેબલેટ (આ પ્રથમ જથ્થા સામેલ નથી) સપ્લાય કરવામાં આવશે. અફઘાનિસ્તાનને 5 લાખ અને માલદીવને 2 લાખ ટેબલેટની નિકાસ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં 27 દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં 100 ગણો વધારો

દેશમાં કોરોના વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા 27 દિવસમાં 100 ગણાથી વધારે વધારો થયો છે. રાજ્યમાં 14 માર્ચના રોજ કોરોના પોઝિટિવની સંખ્યા 14 હતી, જે 10 એપ્રિલના રોજ વધીને 1600 થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં જ સંક્રમિતોની સંખ્યા 993 થઈ ગઈ છે. શુક્રવારે અહીં 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધારે 110 લોકોના મોત થયા છે. આ સાથે તે દેશનું પ્રથમ એવુ રાજ્ય બન્યુ છે કે જ્યાં 100થી વધારે મોત થયા છે. બીજી બાજુ દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 7347 થઈ ગઈ છે. આજે 1028 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. બીજી બાજુ આરોગ્ય મંત્રાલયના મતે અત્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6761 છે. તે પૈકી 6,039 દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. 515 દર્દી ઠીક થઈ જતા રજા મળી ગઈ છે. જ્યારે 206 લોકોના મોત થયા છે.

દિલ્હી એરપોર્ટે શુક્રવારે જણાવ્યું કે, માસ્ક, મેડિસિન અને મેડિકલ ઉપકરણો જેવા જરૂરી સામાનની સપ્લાઈના 20 થી 22 કાર્ગો વિમાન રોજ ઉડાન ભરી રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગઈકાલે 16000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 320 સંક્રમિત મળી આવ્યા હતા.

આજે ક્યાં કેટલા કેસ સામે આવ્યા

મહારાષ્ટ્ર-210, દિલ્હી-183, ગુજરાત-116, તામિલનાડુ-77, રાજસ્થાન-98, મધ્ય પ્રદેશ-40, ઉત્તર પ્રદેશ-23, જમ્મુ-કાશ્મીર-23, પંજાબ-21, કર્ણાટક-10, પશ્ચિમ બંગાળ-13, કેરળ-7, હરિયાણા-6, ઓડિશા-4, આંધ્ર પ્રદેશ-18, બિહારમાં 2, ઝારખંડ-11.

હવે ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત

કોરોના વાઈરસની ગંભીર બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી ગુરુગ્રામમાં માસ્ક પહેરવા ફરજીયાત કરવામાં આવ્યા છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલા ભરવામાં આવશે. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ અમિત ખત્રીએ આપેલા આદેશમાં જણાવાયુ હતું કે વ્યક્તિગત કે સરકારી વાહનોમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવા ફરજીયાત છે. ઉલ્લંઘન કરવાના સંજોગોમાં કલન 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

દેશમાં કુલ 245 લોકોના મોત

દેશમાં કોરોના સંક્રમણને લીધે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. શુક્રવારે મોતનો આંકડો 245 થયો હતો. મધ્ય પ્રદેશ અને ઈન્દોરમાં એક ડોક્ટર સહિત ચાર લોકોના મોત થયા હતા.આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે. ચંડીગઢ, હરિયાણા તથા આસામમાં પણ એક-એક વ્યક્તિનું મોત થયુ છે. આ અગાઉ ગુરુવારે 34 લોકોના મોત થયા હતા

16000 ટેસ્ટ પૈકી બે ટકા પોઝિટિવ ટેસ્ટ આવ્યા

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઈરસના સંક્રમણની તપાસ માટે આશરે 16000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી ફક્ત બે ટકા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે દેશમાં 16002 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તપાસ પૈકી 2 ટકા પોઝિટિવ ટેસ્ટ સામે આવ્યા છે, તેમ આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યુ હતુ.

લોકડાઉનનો ભંગ કરવા બદલ DHFL ગ્રુપના પ્રમોટર સહિત કેટલાકની ધરપકડ
દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ મહારાષ્ટ્રમાં ડીએચએફએલ ગ્રુપના પ્રમોટર કપિલ અને ધીરજ વાધવાન તથા તેમના પરિવારના સભ્યો સહિત 22 વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સતારા પોલીસના જણાવ્યા પ્રમાણે ડીએચએફએલના પ્રમોટર કપિલ અને ધિરજ વધવાનની મહારાષ્ટ્રના મહાબળેશ્વરથી ધરપકડ કરવામાં આવી હતી.
ઓરિસ્સાબાદ પંજાબ રાજ્યએ પણ લોકડાઉન 1,મે સુધી લંબાવવાનો નિર્ણય કર્યો
25 માર્ચથી લાગુ થયેલા લોકડાઉનને 1લી મે સુધી લંબાવવાનો પંજાબ સરકારે નિર્ણય કર્યો છે.પંજાબ રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે સંસદીય બાબતના પ્રધાન બ્રહ્મ મોહિંદે માહિતી આપી હતી.આ નિર્ણય લેનાર ઓરિસ્સાબાદ પંજાબ દેશનું બીજુ રાજ્ય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 140 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. લોકડાઉનને લીધે આર્થિક પ્રતિકૂળ સ્થિતિ સર્જાવાની દહેશત વચ્ચે આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે સરકાર લોકડાઉનને લઈ ગંભીરતાથી વિચારણા કરી રહી છે.

પ્રિયંક ગાંધીએ પત્ર લખી યોગી આદિત્યનાથને સૂચન આપ્યા

દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. એવામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સૂચન આપ્યું છે કે ઉત્તરપ્રદેશ જેવા વધારે વસ્તીવાળા રાજ્યમાં કોરોનાનું સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ વધારવું રામબાણ સાબિત થઈ શકે છે. તો બીજી બાજુ રાજસ્થાનમાં ડોક્ટર્સની ટીમ પર હુમલો કરવાના આરોપમાં 7 લોકોની ધરપકડ કરાઈ છે. 25 લોકો પર કેસ કરવામાં આવ્યો છે. ડોક્ટર્સની આ ટીમ અજમેરમાં કોરોના સંબંધમાં સર્વે કરવા પહોંચ્યા હતા.

  • સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે.
  • કોવિડ કંટ્રોલ રૂમ એક્ટિવ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ યોગ્ય કેસને જોઈને જ કરવામાં આવી રહ્યો છે. જેની વૈશ્વિક સ્તરે માંગ છે, પરંતુ તેના ઉપયોગમાં સાવધાની રાખવાની જરૂર છે.
  • હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દુનિયાભરમાંથી ઉઠી રહેલી માંગને આપણે આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પુરી કરી રહ્યા છીએ. આપણી પાસે તેનો પર્યાપ્ત સ્ટોક છે. આપણે લગભગ 1 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની જરૂર છે અને આપણી પાસે 3 કરોડ 80 લાખ ઉપલ્બ્ધ છે.
  • જાન્યુઆરીમાં આપણે એક લેબથી શરૂઆત કરી હતી. આજે આપણી પાસે 147 લેબ છે, જેના 16 હજાર કરતા પણ વધારે ક્લેક્શન સેન્ટર છે. ગુરુવારે અમે 16 હજાર હોમ ટેસ્ટ કર્યા હતા, જેના માત્ર 2%
  • ટેસ્ટ જ પોઝિટિવ આવ્યા હતા.
  • દેશમાં પીપીઈના 39 મેન્યુફેક્ચર્સ છે. ફીલ્ડ પર કામ કરનારા મનમાં કોઈ શંકા ના રાખે સરકાર તેમની સુરક્ષા માટે પીપીઈ એકઠા કરી રહી છે.

મહત્વના અપડેટ્સ

  • રાજસ્થાનના અજમેરમાં રામગંજમાં કોરોના સંક્રમણ ના સંબંધમાં સર્વે કરવા પહોચેલા ડોક્ટર્સ સાથે ગેરવર્તન કરવાના આરોપમાં 7 લોકોની ધરપકડ કુલ 25 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.
  • સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારને એવા આદેશ કરવાની માંગ કરવામાં આવી છે કે કોરોના વાઈરસના હોટસ્પોટ વાળા શહેરમાં ઘરે ઘરે મેડિકલ ટીમ મોકલીને લોકોની તપાસ કરાવવામાં આવે.
  • કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પ્રિયંકાએ સલાહ આપી છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણના ફેલાવાને રોકવા ટેસ્ટિંગ વધારવામાં આવે.
  • દિલ્હીના ઉત્તર-પશ્વિમ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ઘરમાંથી નીકળવા પર 32 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે.
  • ભોપાલમાં કોરોના સંંક્રમણનાા14 નવા કેસ સામે આવ્યા છે, આ સાથે જ અહીંયા કેસની કુુુલસંખ્યા 112 થઈ ગઈ છે.
  • મુંબઈના ધારાવીમાં પાંચ નવા સંક્રમિતો મળ્યા છે.

ગુરુવારે સૌથી વધારે 229 નવા કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા. સાથે જ ગુજરાતમાં 76, રાજસ્થાનમાં 80,મધ્યપ્રદેશમાં 70, છત્તીસગઢમાં 8 અને બિહારમાં 12 દર્દીઓનો વધારો થયો છે. આ સાથે જ આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વ સરમાએ ગુરુવારે કહ્યું કે, આવતી કાલ સુધી રાજ્યમાં ઓછામાં ઓછા 70 હજાર લોકો 14 દિવસનું ક્વૉરન્ટીન પુરું કરી લેશે.

મહારાષ્ટ્ર, સંક્રમિત 1380- રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 229નવા કેસ સામે આવ્યા હતા, આજે 18 લોકોના મોત થયા છે. ગુરુવાર સાંજ સુધીમાં પૂણેમાં 7 અને મુંબઈમાં 9 લોકોના મોત થયા છે. હવે રાજ્યમાં મૃતકોનો આંકડો વધીને 97એ પહોંચી ગયો છે.છે.

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ447- ઈન્દોરમાં વધુ 22 સંક્રમિત મળ્યા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાના કુલ 235 દર્દી થઈ ગયા છે. રાજ્યમાં ઈન્દોર સિવાય ભોપાલમાં 95, મુરૈનમાં 13, ઉજ્જૈનમાં 15, ખરગોનમાં 12 દર્દી મળ્યા છે. રાજ્યમાં ગુરુવારે 70 નવા કેસ સામે આવ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિત 520:રાજ્યમાં ગુરુવારે 80 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 11, ઝૂંઝૂનૂ, ઝાલાવાડ અને ટોન્કમાં 7-7 જેસલમેરમાં 5 દર્દી મળ્યા હતા. ભીલવાડમાં સંક્રમણ સામુદાયિક સ્તર પર ફેલાવાની આશંકા હતી, પરંતુ હવે અહીંયા સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં કોરોના સંક્રમણના 27 દર્દી છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-410ઃ બુધવાર રાતથી ગુરુવાર વચ્ચે અહીંયા 27 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી આગરામાં 19, લખનઉમાં 4, સીતાપુરમાં ૨ અને હરદોઈમાં 1 દર્દી મળ્યો છે. રાજ્ય સરકારે 15 જિલ્લાઓના 100થી વધારે કોરોના હોટ સ્પોટમાં ટોટલ લોકડાઉન કરી દીધું છે.

બિહાર, સંક્રમિત-60 સીવાનમાં એક પરિવારના બે સભ્યો પોઝિટિવ મળી આવ્યા છે. તે ઓમાનથી પાછા આવ્યા હતા. બિહારમાં સૌથી વધારે 29 સંક્રમિત જ છે.
દિલ્હી, સંક્રમિત-720ઃ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે જણાવ્યું કે, કુલ સંક્રમિતોમાંથી 22 ICUમાં છે. જેમાંથી 7 વેન્ટીલેટર પર છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ચિન્હિત કરાયેલા હોટસ્પોટમાં ઘરે ઘરે જઈને મેડિકલ સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે. નિઝામુદ્દીન વિસ્તારમાં 6000 હજાર ઘરોમાં સ્કીંનિગ કરાયું છે. આ દરમિયાન એક વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો છે. દિલ્હીમાં ગુરુવારે 51 સંક્રમિત મળ્યા હતા. જેમાંથી 4 દર્દી નિઝામુદ્દીન મરકઝના હતા.

હરિયાણા, સંક્રમિત -175ઃ શુક્રવારે અહીંયા 5 કોરોના પોઝિટિવ મળ્યા હતા. 3 અંબાલામાં અને 1-1 સોનીપત અને પંચકૂલામાં. રાજ્યમાં સંક્રમણના સતત વધી રહેલા કેસને ધ્યાનમાં રાખતા 6 જિલ્લામાં 11 હોસ્પિટલની કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી દેવાઈ છે. અહીંયા માત્ર કોરોના સંક્રમિતોની જ સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલમાં 2900 બેડ છે. રાજ્યમાં સૌથી વધારે 38 સંક્રમિત નૂહમાં છે. ત્યારબાદ ગુરુગ્રામમાં 32, જ્યારે પલવલ અને ફરીદાબાદમાં 28-28 દર્દી છે.

ગુજરાત, સંક્રમિત 308ઃ અહીંયા શુક્રવારે 46 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં 11, વડોદરામાં 17, પાટણમાં 6, ભાવનગર અને ભરુચમાં 4-4 સંક્રમિત છે. અમદાવાદમાં સૌથી વધારે 153 સંક્રમિત છે. ગુરુવારે સંક્રમણના 76 કેસ સામે આવ્યા હતા.

જમ્મુ- કાશ્મીર, સંક્રમિત 188ઃ અહીંયા શુક્રવારે સંક્રમણના વધુ 4 કેસ સામે આવ્યા છે. ગુરુવારે જમ્મુમાં જે મહિલાનું મોત થયું હતું. આ તમામ તેમના સંપર્કમાં આવ્યા હતા. મહિલાના ઉધમપુર ખાતે આવેલા ટિકરી ગામને રેડ ઝોન જાહેર કરી દેવાયું છે.

દેશમાં કોરોના સંકટની સામે લડવા માટે જરૂરી સામાન અને ઉપકરણોની અછત ન સર્જાય એટલા માટે કેન્દ્ર સરકારે વેન્ટીલેટર, ફેસ માસ્ક, સર્જિકલ માસ્ક, પીપીઈ, કોવિડ-19, પરીક્ષણ કીટ અને તેને બનાવવા માટે જરૂરી વસ્તુઓના મૂળ વેરા અને હેલ્થ સેસમાં છૂટ આપી દીધી છે. આ છૂટ તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે અને ૩૦ સપ્ટેમ્બર 2020 સુધી લાગું રહેશે.

કેન્દ્રએ 15 હજાર કરોડ રૂપિયાનો ફંડ મંજૂર કર્યો
તો બીજી બાજું કેન્દ્ર સરકારે કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેયર્ડનેસ પેકેજ હેઠળ 15 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, 100% કેન્દ્રીય ફંડના આ પેકેજને જાન્યુઆરી, 2020થી માર્ચ 2024 વચ્ચે ત્રણ ભાગમાં લાગું કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું- આ પેકેજથી રાષ્ટ્રીય અને રાજ્યોના સ્તરે સ્વાસ્થ્ય સુવિધાઓને યોગ્ય બનાવવા માટે, બિમારીને અટકાવવા માટે અને આ બિમારી સામે પહોંચી વળવા માટેની તૈયારી કરવા, જરૂરી મેડિકલ સુવિધાઓ અને જરૂરી દવાઓની ખરીદીની સાથે દેખરેખની પૂરતી વ્યવ્સ્થા કરી શકાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ ફોટો ચંડીગઢનો છે. લોકડાઉનમાં કેટલાક લોકો બિનજરૂરી રીતે તો કેટલાક લોકો મજબૂરીમાં બહાર નિકળી રહ્યા છે. સ્થિતિ એવી છે કે લોકો પાસે સારા માસ્ક પણ નથી (ફોટો-અશ્વની રાણા)


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


કોરોના વાઈરસના સંકટ વચ્ચે CRPFના જવાન દિલ્હીમાં પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વિપમેન્ટ (PPE) તૈયાર કરવા કામે લાગ્યા છે


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today


Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Related posts

15 દિવસમાં મોતનો આંકડો બમણો થયો: 10 એપ્રિલ સુધી 1 લાખના મોત થયા હતા, હવે મરનારાઓની સંખ્યા 2 લાખ થઇ ગઇ

Amreli Live

ગર્ભાવસ્થા દરમિયાન જો તમને થાય આ પ્રકારની સમસ્યાઓ તો સમજવું કે તે સિજેરિયન ડીલીવરી તરફનો કરે છે ઈશારો

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

પહેલી વખત મુંબઈમાં અવાજથી કોરોના દર્દીઓની ઓળખ થશે, AI સોફ્ટવેરથી ઘરે બેઠા ટેસ્ટ કરાશે; 30 મિનિટમાં પરિણામ

Amreli Live

જમીયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં અરજી- તબલીઘી જમાતના કાર્યક્રમને લઈને ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ પર પ્રતિબંધ લગાવો

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

શહેરમાં એક દિવસમાં સૌથી વધુ 274 કેસ નોંધાયા, 23ના મોત, કુલ 3817 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 208

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણનું નિધન, ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી હતા; શનિવાર રાતથી ICUમાં હતા

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

2.37 લાખ કેસ;અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ, 58 લાખ પ્રવાસી મજૂર ઘરે પહોંચ્યાઃ ભારતીય રેલવે

Amreli Live

ભાજપે ત્રણ રાજ્યોમાં પ્રમુખો બદલ્યા, દિલ્હીમાં મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તા, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને મણિપુરમાં ટિકેન્દ્ર સિંહને પ્રમુખ બનાવાયા

Amreli Live

ધારી,અને સાવરકુંડલા પંથકમાં ગાજવીજ સાથે એકથી દોઢ ઇંચ વરસાદ, સરસીયા ગામમાં પૂરના પાણી ઘૂસ્યા, જસદણ પંથકમાં ધોધમાર

Amreli Live

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યો

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

વોટ્સએપમાં કોરોનાને લગતી ખોટી વિગતો, ઉશ્કેરણીજનક વીડિયો, પોસ્ટ મૂકશો કે ફોરર્વડ કરશો તો સજા

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live