31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે



વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગરમીમાં વધુ તાપમાનથી કોરોના વાઈરસને ફેલાતો અટકાવવામાં મદદ મળશે તેવી દલીલ ફગાવી દીધી છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે ગરમીમાં તેનો ફેલાવો અટકશે. WHOએ આ ભ્રમ દૂર કરતા ટ્વિટ કરી છે કે ગરમી અથવા તો 25 ડિગ્રીથી વધુ તાપમાનમાં રહેવાથી કોવિડ-19ને અટકાવી શકાતો નથી. ગમે તેટલી ગરમી હોય કોવિડ-19 બીમારી લાવી જ દે છે. આ રોગથી બચવાનો એક માત્ર ઉપાય સાફ-સફાઈ એટલે કે સ્વચ્છતા છે. આથી સતત હાથ ધોવા અને આંખ, મોં, નાકને સ્પર્શ નહીં કરવા જણાવ્યું છે. બીજી તરફ મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ 2 હજાર 300 જમાતીઓને નીકાળવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા કોરોનાથી સંક્રમિત મળ્યા. આ પહેલા જ જમાતમાં સામેલ થયેલા ઘણા દેશોના લોકો 22 રાજ્યોમાં પહોંચી ગયા હતા. મરકઝના ચીફ મૌલાના સાદ અને અન્ય એકની વિરુદ્ધ મહામારીના અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સાદની પુત્રીના લગ્ન આજે દિલ્હીમાં થવાના હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, સાદની પુત્રીના લગ્ન ધામધૂમથી થવાના હતા અને તેમાં શામલી, મુઝ્ઝફરનગર અને સહરાનપુરથી મહેમાન આવવના હતા. એક મહેમાને ન્યુઝ એજન્સીને જણાવ્યું કે અમે મૈલાના સાદ સાથે વાતચીતની કોશિશ કરી, જોકે કદાચ તેમણે પોતાને સેલ્ફ ક્વૉરન્ટીન કરી લીધા છે. દેશમાં અત્યાર સુધીમાં 3819પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 107 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં 55 અને આંધ્રપ્રદેશમાં 34 નવા કેસ પ્રકાશમાં આવ્યા

કોરોનાવાઈરસ ફેલાવવાની ગતિ સતત વધી રહી છે. રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6 અને પંજાબ, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં 1-1 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3,798 થઈ ગઈ છે. શનિવારે સૌથી વધુ 566 નવા સંક્રમિત મળ્યા હતા. તેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 145 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ આંકડો covid19india.org વેબસાઈટના જણાવ્યા મુજબ છે. જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કુલ સંક્રમિતોની સંખ્યા 3 હજાર 374 થઈ ગઈછે. તેમાંથી 213 સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 75 દર્દીઓના મોત થયા છે.

ગૃહ મંત્રાલયના સલાહકાર કે વિજય કુમારક્વૉરન્ટીન

કોરોનાવાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ ગૃહ મંત્રાલયના સલાહકાર કે વિજય કુમાર અને સીઆરપીએફના ડાયેરેક્ટર જનરલ એ પી માહેશ્વરીએ પોતાને ક્વૉરન્ટીન કરી લીધા છે. તેઓ તાજેતરમાં જ કોરોનાવાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા. એરફોર્સના 3 જવાનોને પણ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમાંથી એક જવાન મધ્ય માર્ચમાં દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ગયો હતો, જ્યાં તે સમયે તબલીઘ જમાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જોકે વાયુસેનાએ કહ્યું છે કે આ જવાન આ કાર્યક્રમમાં સામેલ થયો હતા કે નહિ, તે તપાસનો વિષય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું કે દેશમાં તબલીઘી જમાત સાથે જોડાયેલા 22 હજાર લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

મરકઝ નિઝામુદ્દીનમાં તપાસ શરૂ

મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ 2 હજાર 300 જમાતીઓને નીકાળવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા કોરોનાથી સંક્રમિત મળ્યા. આ પહેલા જ જમાતમાં સામેલ થયેલા ઘણા દેશોના લોકો 22 રાજ્યોમાં પહોંચી ગયા હતા. મરકઝના ચીફ મૌલાના સાદ અને અન્ય એકની વિરુદ્ધ મહામારીના અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સાદની પુત્રીના લગ્ન આજે દિલ્હીમાં થવાના હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, સાદની પુત્રીના લગ્ન ધામધૂમથી થવાના હતા અને તેમાં શામલી, મુઝ્ઝફરનગર અને સહરાનપુરથી મહેમાન આવવના હતા. એક મહેમાને ન્યુઝ એજન્સીને જણાવ્યું કે અમે મૈલાના સાદ સાથે વાતચીતની કોશિશ કરી, જોકે કદાચ તેમણે પોતાને સેલ્ફ ક્વૉરન્ટીન કરી લીધા છે.

શનિવારે 500 કેસ સામે આવ્યા

દેશમાં કોરોનાવાઈરસના સંક્રમણના શનિવારે 500થી વધુ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 145 કેસ છે. અહીં શનિવારે 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3 હજાર 678 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ મુજબ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ છે. તેમાંથી 213 સાજા થઈને હોસ્પિટલમાંથી ઘર જઈ ચુક્યા છે. જ્યારે 75 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.

દેશમાં કોરાનાએ રવિવારે ચાર લોકોના ભોગ લીધા

દેશમાં કોરોનાવાઈરસના કારણે રવિવારે ચાર લોકોના મોત થયા છે. તામિલનાડુમાં બે, રાજસ્થાનમાં અને ગુજરાતમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ દેશમાં મરનારનો આંકડો 109એ પહોંચી ગયો છે. તમિલનાડુના ચેન્નાઈમાં આજે સવારે 60 વર્ષના વૃદ્ધ અને રામનાથપુરમાં 71 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. બંનેને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તલબીઘ જમાતના પગલે દેશમાં કેસ વધ્યા
દેશમાં કોરોનાવાઈરસના મામલાઓમાં આવેલી તેજીનું સૌથી મોટું કારણે તબલીઘ જમાત છે. સ્વાસ્થ્ય વિભાગે પણ શનિવારે આ વાત કહી છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સંક્રમણના 30 ટકા મામલા જમાતના મરકઝમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા છે. જોકે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ તેના દ્વારા એક સમુદાયની વિરુદ્ધ થઈ રહેલી વાતોને ખોટી ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે નિજામુદ્દીનમાં જે થયું તે ખૂબજ દુ:ખદ હતું. જોકે તેના કારણે કોઈ સમુદાયને નિશાન બનાવવો તે યોગ્ય નથી.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એડવાઈઝરી ઈસ્યુ કરી

બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના ટેસ્ટને લઈને એડવાઈઝરી ઈસ્યુ કરી છે. આઈસીએમઆરએ તે સેન્ટર્સ અને કલસ્ટર્સમાં સંક્રમણની તપાસ માટે એન્ટીબોડી આધારિત બ્લડ ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં બીજા દેશોમાંથી લાવવામાં આવેલા ભારતીયોને રાખવામાં આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.


જલંધરમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.


3,678 cases so far: more than 560 reports came positive for the second consecutive day, Maharashtra increased by 147 patients in 24 hours.

Related posts

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ભાવનગરમાં 38 અને પોરબંદરમાં 22 કેસ, વધતા કેસને લઈ CM અને ડે.CM કાલે રાજકોટ આવશે

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

89 હજારના મોત, એરલાયન્સ કંપની લુફ્થાંસાને દર કલાકે રૂ. 8.30 કરોડનું નુકસાન, સ્પેનના PMએ કહ્યુ-અમે મહામારીની ચરમ સીમા પર છીએ

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયું

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક જ ઘરમાં ઘૂસેલા 2 અધિકારી અને 2 જવાનો સાથે આર્મીનો કલાકોથી સંપર્ક નથી થઇ રહ્યો

Amreli Live

અમેરિકાએ સત્તાવાર રીતે પોતાને WHOથી અલગ કર્યું, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.18 કરોડ કેસ

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા

Amreli Live

અત્યારસુધી 15531 કેસ: દિલ્હીમાં કોરોના વોરિયર્સના મૃત્યુ પર પરિવારને 1 કરોડનું વળતર, પંજાબ સરકાર 50 લાખની મદદ કરશે

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યનિ. કમિશનર

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

Amreli Live

7.18 લાખ કેસઃ દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ આંક 20 હજારને પાર, મહારાષ્ટ્રમાંથી વધુ 5,368 કેસ આવ્યા

Amreli Live