24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 34,754 કેસઃમૃત્યુઆંક 1148;મહારાષ્ટ્રમાં દર્દીની સંખ્યા 10 હજારને પાર, દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિતદેશમાં કોરોનાને અટકાવવા માટે કંઈક હસ્તક સફળતા મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે લોકડાઉન અગાઉ દેશમાં સંક્રમિતોની સંખ્યા પ્રત્યેક 4.2 દિવસમાં બમણી થઈ હતી. હવે તે 11 દિવસમાં સંક્રમણના કેસ બમણા થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ડબલિંગ રેટ તેની તુલનામાં ખૂબ જ વધારે છે. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે સંક્રમિતોના રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 8324 લોકો તંદુરસ્ત થઈ ગયા છે. રિકવરી રેટ 25.19 ટકા થઈ ગયો છે. 14 દિવસ અગાઉ તે 13.06 ટકા હતો.અગ્રવાલે જણાવ્યું છે કે કોરોનાથી મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. અહીં કોરોનાથી મૃત્યુ દર 3.2 છે. ગંભીર દર્દીની સંખ્યા પણ ઓછી છે.

દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 34,754 થઈ

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34,754થઈ ગઈ છે. અને કુલ મૃત્યુઆંક 1148 થયો છે. આ સાથે આજે દેશમાં વધુ 68 લોકોના મોત થયા છે.ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 583 કેસ આવ્યા, ગુજરાતમાં 313,રાજસ્થાનમાં 118, પંજાબમાં 105, મધ્ય પ્રદેશમાં 65 સહિત 1600થી વધારે દર્દી પોઝિટિવ આવ્યા છે. દિલ્હીમાં સીઆરપીએફના 6 જવાન સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજાર પાર થઈ ગયો છે.પશ્વિમ બંગાળમાં 33 અને ઓરિસ્સામાં 3 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા બુધવારે 1702 સંક્રમિત વધ્યા હતા અને 690 દર્દી સાજા થઈને ઘરે ગયા હતા.સૌથી વધારે 597 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા છે.

આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્ર સરકારે હરિયાણામાં દક્ષિણ કોરિયન કંપનીની બનાવાયેલી રેપિડ કીટથી ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપી દીધી છે.

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓની સારવાર માટે પ્રાયોગિક રીતે શરૂ કરવામાં આવેલી પ્લાઝ્મા થેરેપીનો પહેલો ટ્રાયલ સફળ રહ્યો છે. આ ટ્રાયલ મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં દાખલ દર્દી પર કરવામાં આવ્યો છે. બીજો ટ્રાયલ ટૂંક સમયમાં નાયર હોસ્પિટલમાં કરવામાં આવશે. તો બીજી બાજુ મધ્યપ્રદેશના ભોપાલના એઈમ્સમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા વાળી દવાનો કોરોના સંક્રમિતો પર ટ્રાયલ શરૂ કરાયો છે. ત્રણ દર્દીઓને દવાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનો સાથે બેઠક યોજી

કોરોનાને પગલે સંકટમાં ઘેરાયેલ અર્થતંત્રને સંભાળવા માટે રણનીતિ પર ચર્ચા કરવા માટે ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. બેઠકમાં મોદી સાથે ગૃહમંત્રી અમિતશાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ, નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા અને સ્થાનિક રોકાણને વધારવાને લગતા વિવિધ ઉપાયો શોધવા અંગે ચર્ચા કરી હતી.

ટ્રકોના સરળ પરિવહનને સુનિશ્ચિત કરવામાં આવે

દરમિયાન ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે દેશમાં આવશ્યક સામગ્રીના પુરવઠાને કોઈ અસર ન થાય તે માટે કોઈ પણ અવરોધ વગર તમામ ટ્રકોનું સરળ પરિવહન થવા દેવામાં આવે. સ્થાનિક અધિકારીઓ આંતરસીમા પર અલગ-અલગ પાસ પર ભાર આપવો જોઈએ નહીં.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

  • કોરોનાના 60 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓનો ડેથ રેશિયો 51 ટકાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • હૈદરાબાદની મુલાકાત લેવા ગયેલી સેન્ટ્રલ ટીમે જણાવ્યું કે, રાજ્ય પાસે પૂરતી પરીક્ષણ કીટ અને પીપીઈ કીટ છે. રાજ્યમાં દર્દીઓને ટ્રેક કરવા માટે એન્ડ ટુ એન્ડ આઈટી ડેશબોર્ડનો ઉપયોગ કરાઈ રહ્યો છેઃ MHA
  • છેલ્લા 24 કલાકમાં 1718 નવા કેસ, રિકવરી રેટ 25.19% થયોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

મહત્વના અપડેટ્સ

  • મજૂરો અને વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે બિહાર સરકારે 19 નોડલ અધિકારીની નિમણૂક કરી

  • દિલ્હીના આઝાદપુર મંડીમાં 15 લોકો કોરોના પોઝિટિવ, 13 દુકાનોને સીલ કરાઈ

  • આસામમાં કોરોનાના ચાર નવા કેસ સામે આવ્યા

  • રાજસ્થાનના નાગૌરના સીમેન્ટ ફેક્ટરીના મજૂરોએ ઘરે જવા માટે પોલીસ પર પથ્થરમારો કર્યો

  • કર્ણાટકના કલબુર્ગીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરાયું, એક સાથે નમાઝ પઢવાના કારણે 14 લોકોની ધરપકડ કરાઈ

  • હરિયાણાના ઝજ્જરમાં 9 શાકભાજીવાળા વેપારી સહિત 10 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
  • કેન્દ્ર સરકારે હરિયાણાના મનેસર ખાતે આવેલ એક દક્ષિણ કોરિયન કંપનીની બનાવેલી રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. હરિયાણાએ કંપનીમાંથી 25 હજાર ટેસ્ટ કીટ લીધી છે. તપાસ ગુરુવારથી શરૂ કરાશે.

દિલ્હી પોલીસે એઈમ્સની પરિક્રમા કરી

કોરોના દર્દીઓની સારવારમાં લાગેલા મેડિકલ સ્ટાફ અને હેલ્થ વર્કર્સનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હી પોલીસે એઈમ્સની પરિક્રમા કરી હતી. એઈમ્સના ટ્રામા સેન્ટરને કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવી દેવાઈ છે. અહીંયા માત્ર કોરોના દર્દીઓને જ દાખલ કરાવાઈ રહ્યા છે. એઈમ્સના ચારેય બાજુના રસ્તા પર બુધવારે સાંજે થયેલી આ ખાસ રેલીમાં દક્ષિણ પોલીસની 51 કોવિડ પેટ્રોલિંગ બાઈક સામેલ થઈ હતી. એઈમ્સની પરિક્રમા કરનારી પોલીસ ટીમનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

દિવસ કેસ
28 એપ્રિલ 1902
25 એપ્રિલ 1835
29 એપ્રિલ 1702
23 એપ્રિલ 1667
26 એપ્રિલ 1607

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 9915 1593 432
ગુજરાત 4082 527 197
દિલ્હી 3439 1078 54
રાજસ્થાન 2556 836

58

મધ્યપ્રદેશ 2560 461

130

તમિલનાડુ 2162 1210 27
ઉત્તરપ્રદેશ 2134 510 39
આંધ્રપ્રદેશ 1403 321 31
તેલંગાણા 1016 374 25
પશ્વિમ બંગાળ 758 124 22
જમ્મુ-કાશ્મીર 581 192 8
કર્ણાટક 557 223 21
કેરળ 496

369

4
પંજાબ 375 101 19
હરિયાણા 329 227

3

બિહાર 409 64 2
ઓરિસ્સા 128 39

1

ઝારખંડ 107

19

3
ઉત્તરાખંડ 55 36 0
હિમાચલ પ્રદેશ 40 29 02
આસામ 42 29 01
છત્તીસગઢ 40 36 00
ચંદીગઢ 68 17 00
આંદામાન-નિકોબાર 33 15 00
લદ્દાખ 22 17 00
મેઘાલય 12 00 01
પુડ્ડચેરી 08 05 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રિમતઃ2560- અહીંયા બુધવારે 175 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માત્ર ઈન્દોરમાં જ 104 દર્દી મળી આવ્યા છે. ત્યારબાદ ભોપાલમાં 25, ખંડવામાં 10, ખરગોનમાં 09, ધાર અને જબલપુરમાં 8-8 ઉજ્જૈનમાં 04, રાયસણમાં 2 જ્યારે હોશંગાબાદ, દેવાસ અને આગર માલવામાં 1-1 દર્દી મળી આવ્યા હતા.

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-2134 અહીંયા બુધવારે 81 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 સંક્રમિતોના મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોમાં 1053 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ9915- રાજ્યમાં બુધવારે 32 સંક્રમિતોના મોત થયા હતા. 597 નવા કેસ સામે આવ્યા હતા.

રાજસ્થાન, સંક્રમિતઃ 2524- અહીંયા ગુરુવારે સંક્રમણના 86 કેસ સામે આવ્યા છે. જેમાંથી જોધપુરમાં 59, જયપુરમાં 14, અજમેરમાં 04, ચિતોડગઢમાં 3, કોટા અને ટોંકમાં 2-2 જ્યારે અલવર અને ધૌલપુરમાં 1-1 દર્દી મળ્યા છે.

બિહાર, સંક્રમિતઃ392- અહીંયા બુધવારે સંક્રમણના 37 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી બક્સરમાં 14, પશ્વિમ ચંપારણમાં 05, દરભંગામાં 04, પટના અને રોહતાસમાં 3-3, ભોજપુર અને બેગુસરાયમાં 2-2, જ્યારે ઔરંગાબાદ, વૈશાલી, સીતામઢી અને મધેપુરામાં 1-1 દર્દી મળી આવ્યા છે.

દિલ્હી, સંક્રમિત-3314ઃ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, આઝાદપુર શાકભાજી મંડીના 11 વેપારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધ ચાલું છે. જો કે, તે મંડીમાં સીધા કોઈના સંપર્કમાં આવ્યા નથી. જૈને એવું પણ કહ્યું કે, નવી ગાઈડલાઈન પ્રમાણે હવે સામાન્ય લક્ષણ વાળા સંક્રમિતોને ઘરે જ 14 ક્વૉરન્ટીન કરાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


તસવીર પ્રયાગરાજની છે. ઉત્તર પ્રદેશમાં ફસાયેલા 20 હજાર શ્રમિકોને ઘરે પરત લાવવા મધ્ય પ્રદેશ સરકારે બસો મોકલી છે


દેશભરમાં લોકડાઉનને લીધે એપ્રિલમાં 90 ટકા ટ્રકો અટકી પડી હતી. સરકારે તાજેતરમાં ટ્રકોનું પરિવહન ફરી શરૂ કર્યું છે (ફાઈલ ફોટો)


આ તસવીર તેલંગાણાના મહબૂબનગરની છે. અહીં 23 દિવસની બાળકીને કોરોના સંક્રમણ થયુ હતું. ઈલાજ બાદ ગુરુવારે રજા આપવામાં આવી હતી.


Corona Virus In India Live News & Updtes Of 30 April


ધારાવીમાં સ્વાસ્થ્ય કર્મી ડોર ટુ ડોર સ્ક્રીનિંગ કરી રહ્યા છે. આ દરમિયાન પુરી રીતે સતર્કતા રાખવામાં આવી રહી છે. મુકુંદ નગર વિસ્તારમાં બીએમસીના સ્વાસ્થ્યકર્મી આ રીતે સ્ક્રીનિંગ કરતા જોવા મળ્યા હતા.


Corona Virus In India Live News & Updtes Of 30 April

Related posts

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ત્રણ દિવસમાં અનેક લોકોને મળ્યા

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

તબીબી કર્મચારીઓ, ડોક્ટરો પર હુમલો કરનાર તોફાની તત્વો સામે સરકાર કડકડ કાર્યવાહી કરશે

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

લગાતાર બીજા દિવસે 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, અત્યાર સુધી 7.94 લાખ લોકો સંક્રમિત

Amreli Live

વડાપ્રધાન મોદીએ ઈ-સ્વરાજ પોર્ટલ અને ઈ-ગ્રામ સ્વરાજ એપ લોન્ચ કરી, કહ્યું- આપણે આત્મનિર્ભર બનવું જ પડશે

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live