26.4 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યોવિશ્વભરમાં કોરોનાના 31.86 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.25લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.86 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ચીન બાદ બ્રિટને પોતાને ત્યાં થયેલા મૃત્યુની સંખ્યામાં સુધારો કર્યો છે. બ્રિટને એક સાથે વધુ 4,419 મૃત્યુની સંખ્યા જોડી છે. આ સાથે હોસ્પિટલની બહાર જે મૃત્યુ થયા છે તે આંકડાને પ્રથમ વખત જોડ્યા છે. આ સાથે બ્રિટનમાં કુલ મૃત્યુઆંક વધીને26,097 થયો છે. બીજી બાજુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ગુરુવારે એક ઈમર્જન્સી મીટિંગ યોજાશે. ચીન સાથે સરહદ જોડાયેલી હોવા છતાં વિયતનામમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. માત્ર 270 સંક્રમિત કેસ નોંધાયા છે. વિયતનામની વસ્તી 10 કરોડ છે, અહીં સરકારે જાન્યુઆરીમાં સરહદ બંધ કરી દીધી હતી.

અમેરિકામાં કોરોના વોરિયર્સના સન્માનમાં ફ્લાઈ પાસ્ટ

અમેરિકામાં મંગળવારે મેડિકલ વર્કર્સના સન્માનમાં ફ્લાઈટ જેટ્સને ન્યૂયોર્કના આકાશમાં ફ્લાઈ પાસ્ટ કર્યું હતું. શહેરના સ્કાઈલાઈનપર ઉડ્ડયન ભરતા જેટ્સને જોવા માટે મોટી સંખ્યા લોકો એકત્રિત થયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકડાઉન જલ્દી ખોલવાની વાત કરી છે.

અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું-રાજ્યોમાં PPE અને ટેસ્ટિંગ કીટની અછત, સંક્રમણને રોકવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ નિષ્ફળ

અમેરિકામાં પોઝિટિવ કેસ 10 લાખ 35 હજાર 765 નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 59 હજાર 266 લોકોએ જીવ ગુમાવ્યા છે.આ આંકડો 1955થી 1975 સુધી ચાલેલા વિયતનામ યુદ્ધમાં મરનાર વ્યક્તિથી પણ વધારે થઈ ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2208 લોકો મોતને ભેટ્યા છે. અહીં અત્યાર સુધીમાં 59.20 લાખ લોકોના રિપોર્ટ કરાયા છે.અમેરિકાની ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી અને ડિપાર્ટમેન્ટ એન્ડ હ્યુમન સર્વિસના અધિકારીઓએ સાંસદોને કહ્યું કે રાજ્યોમાં પર્સનલ પ્રોટેક્શન કીટ (પીપીઈ) અને ટેસ્ટિંગ કીટની અછત છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હંમેશા એ કહી રહ્યા છે કે દેશમાં પૂરતા મેડીકલ ઈક્વિપમેન્ટ છે.

વ્હાઈટ હાઉસમાં પત્રકારોને સંબોધી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ.

અમેરિકાની નૌસેનાના 64 સૈનિક સંક્રમિત
કેલિફોર્નિયામાં સેન ડિએગો નૌસેના મથકમાં યુદ્ધ જહાજ યુએસએસ કીડ ઉપર તહેનાત 64 સૈનિકો સંક્રમિત થઈ ગયા છે.આ શીપ ઉપર ક્રૂ મેમ્બર સાથે 300 લોકો છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે હોસ્પિટલના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેઓ મેયો ક્લીનિક હોસ્પિટલમાં કોરોના ઉપર સંશોધન કરનારને મળવા ગયા હતા. અહીં માસ્ક પહેરવું ફરજીયાત હતું પરંતુ માઈકે માસ્ક પહેર્યું ન હતું.

રશિયાની સેન્ટપિટસબર્ગમાં પોક્રોસ્કોવા હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

કયા દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,048,834 60,495
સ્પેન 236,899 24,275
ઈટાલી 203,591 27,682
ફ્રાન્સ 165,911 23,660
બ્રિટન 165,221 26,097
જર્મની 160,479 6,374
તુર્કી 117,589 3,081
રશિયા 99,399 972
ઈરાન 93,657 5,957
ચીન 82,858 4,633
બ્રાઝીલ 73,235 5,083
કેનેડા 50,373 2,904
બેલ્જિયમ 47,859 7,501
નેધરલેન્ડ 38,802 4,711
ભારત 31,787 1,008
પેરુ 31,190 854
સ્વિત્ઝરલેન્ડ 29,407 1,703
પોર્ટુગલ 24,505 973
સાઉદી અરેબિયા 21,402 157
આયર્લેન્ડ 19,877 1,159
સ્વીડન 19,621 2,355
મેક્સિકો 16,752 1,581
ઈઝરાયલ 15,728 210
ઓસ્ટ્રિયા 15,357 569
આ તસવીર શિકાગોના એક મોલની બહારની છે. અમેરિકાના રાજ્યોમાં શોપિંગ મોલ ફરીથી ખોલવામાં આવી શકે છે.

ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં આવનારની તપાસ થશે
કોરોના પ્રભાવિત દેશોમાંથી અમેરિકામાં આવનાર દરેક વ્યક્તિએ કોરોનાની તપાસ કરવામાં આવશે તે દિશમાં યોજના બનાવાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે આ પ્રણાલીને સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ.જેમાં અમે અમુક તપાસ કરીશું. અમે આ યોજના ઉપર એરલાયન્સ કંપની સાથે મળીને કામ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકામાં આવનાર વ્યક્તિએ પ્લેનમાં બેસતા પહેલા શરીરનું તાપમાન અને કોરોના વાઈરસની તપાસ કરાવવી પડશે. વધારે પ્રભાવિત દેશમાંથી આવનાર વ્યક્તિ ઉપર આ નિયમ લાગુ થશે.

તુર્કીમાં એક દિવસમાં કોરોનાના 2392 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં તુર્કીમાં 2392 નવા કેસ નોંધાયા છે અને 92 લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર 653 કેસ નોંધાયા છે. જ્યારે 2,992 લોકોએ જીવ ગુમાવ્યા છે. 28 મે સુધી તુર્કીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાન રદ્દ કરી દીધી છે.

ન્યૂયોર્કના મેનહટ્ટનમાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો તાળીઓથી આભાર વ્યક્ત કરાયો હતો. ન્યૂયોર્ક રાજ્યમાં ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા છે.

ચીનમાં 22 નવા કેસ નોંધાયા
ચીનમાં કોરોના વાઈરસના 22 નવા કેસ નોંધાયા છે, તેમાંથી 21 બહારથી આવેલા છે. હુબેઈ વિસ્તારમાં એકપણ કેસ નોંધાયો નથી. ચીનમાં 82 હજાર 858 કેસ નોંધાયા છે અને 4,633 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચીનમાં હાલ કોરોના 647 દર્દીઓ જ સારવાર લઈ રહર્યા છે, બાકીના તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

સ્વીડન: અહીં લોકડાઉન નથી, લોકો જાતે નિયમોનું પાલન કરે છે
મહામારીને રોકવા માટે મોટાભાગના દેશોમાં લોકડાઉન છે, પરંતુ સ્વીડનમાં સરકારે કોઈ પ્રતિબંધ મૂક્યા નથી. અહીં લોકો ખૂદ નિયમોનું પાલન કરે છે. અહીં કુલ 19 હજાર 621 લોકો સંક્રમિત છે જ્યારે 2355 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં એક પાર્કમાં બેઠેલા લોકો.

આપણે વાઈરસ સાથે જીવતા શીખવું પડશે: ફ્રાન્સ પીએમ

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે 367 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 23 હજાર 660 લોકોના મોત થયા છે. અહીં કુલ કેસ એક લાખ 65 હજાર 911 નોંધાયા છે. પ્રધાનમંત્રી એડોર્ડ ફિલિપે મંગળવારે સંસદમાં લોકડાઉનની બહાર નિકળવા માટેની રૂપરેખા સંસદમાં રજૂ કરી છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનથી એક મહિનામાં 62 હજારનો જીવ બચાવાયો છે. પરંતુ અર્થવ્યવસ્થા ધ્વસ્ત થતી બચાવવા માટે લોકડાઉનના અમુક નિયમોમાં ઢીલ દેવાનો સમય આવી ગયો છે. જ્યા સુધી કોરોનાની કોઈ રસી કે કાયમી સારવાર ન મળી જાય ત્યા સુધી આપણે વાઈરસ સાથે રહેતા શીખવું પડશે.

ફ્રાન્સના સિબૌર પોર્ટ ઉપર માસ્ક પહેરીને માછલી ખરીદી રહેલી મહિલા.

ઈટાલીમાં મૃત્યુઆંક 27 હજારથી વધુ
ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 382 લોકોના મોત થયા છે. ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખથી વધારે છે. અહીં 27 હજાર 359 લોકોના મોત થયા છે. ઈટાલીમાં 69 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

આ તસવીર ઈટાલીની છે. સરાકારે અહીં ચાર મેથી લોકડાઉનમાં ઢીલ આપવાની યોજના બનાવી છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બ્રિટનના વિદેશ પ્રધાન ડોમનિક રોબ કોરોના વાઈરસ અંગે માહિતી આપી હતી. બ્રિટને મોતના આંકડામાં એક સાથે 4,419 નવા મોતનો ઉમેરો કર્યો છે


2.18 lakh deaths: 2208 people lost their lives in 24 hours in America


અમેરિકા:મેસાચુસેટ્સમાં પોલીસ કર્મચારીઓ અને ફાયરફાયટર્સે સ્વાસ્થ્ય કર્મચારી માટે તાળીઓ વગાડી હતી. આ રાજ્યમાં 58 હજારથી વધારે લોકો સંક્રમિત છે.


2.18 lakh deaths: 2208 people lost their lives in 24 hours in America

Related posts

CM ગેહલોતે કહ્યું- અમારી પાસે બહુમતી છે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દરોડા અમને ડરાવી નહીં શકે

Amreli Live

રાજ્યમાં કોરોનાની સૌથી વધુ સ્પીડ: દેશના 13% કેસ, 19% મોત ગુજરાતમાં; કુલ દર્દી 4395 અને કુલ મૃતકાંક 214

Amreli Live

4.11 લાખ કેસઃછેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 15898 દર્દી વધ્યા, દિલ્હીમાં 3 દિવસમાં 9 હજારથી વધારે પોઝિટિવ કેસ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

સંકટમાં ફસાયેલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રિઝર્વ બેન્ક રૂ. 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધા આપશે

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ કોરોનાને રોકવા અનોખો પ્રયોગ, ટનલ બાવવામાં આવી, કેવી રીતે કરે છે કામ

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

અમદાવાદના કલસ્ટર ક્વોરન્ટીન ગુલબાઇ ટેકરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ, રાશનકીટ લેવા લોકોની પડાપડી

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં: આરોગ્ય સચિવ જયંતિ રવિ

Amreli Live

પાટણમાં કોરોનાના દર્દીનું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 13એ પહોંચ્યો, કોરોનાના અત્યાર સુધી 165 દર્દી

Amreli Live

Covid-19: રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસ વધ્યા, કુલ 108 કેસ નોંધાયા

Amreli Live

ટ્રમ્પે ટ્વિટર પર ભૂલથી ગુડ ફ્રાઇડેની ‘શુભેચ્છા’ આપી, સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ટ્રોલ થયા

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 નવા કેસ, 10ના મોત, કુલ દર્દી 1743, મૃત્યુઆંક 63 અને 105 સાજા થયા

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live

ગુજરાત માટે ખતરાની ઘંટી, એક જ દિવસમાં 16 નવા કેસ નોંધાયા, જાણો ક્યા જિલ્લામાં કેટલા કેસ છે

Amreli Live

ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live