26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત



વિશ્વમાં અત્યાર સુધીમાં 29, 82,647 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 2,06,342 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 8,75,299 સાજા થયા છે. યુકેના પ્રસારણ માધ્યમ પ્રમાણે બ્રિટિશ PM બોરીસ જોન્સન સ્વસ્થ થયા પછી 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર આવેલા વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા હતા. પીએમ જોન્સને 27 માર્ચે કોરોના વાઇરસના લક્ષણો જાહેર થયા પછી તેમણે પોતાને આઈસોલેટ કરી દીધા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેને 3 દિવસ આઈસીયુમાં પણ રાખ્યા હતા. જોન્સનને 12 એપ્રિલના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ દરમિયાન યુકેમાં છેલ્લા 24 કલાકમાં 413 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઈટાલીમાં 260 લોકોનાં મોત નીપજ્યાં છે. એપ્રિલમાં માર્ચ પછી બંને દેશોમાં સિંગલ-ડે મૃત્યુની આ સૌથી ઓછી સંખ્યા છે. યુકેમાં ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 20,732 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, ઈટાલીમાં 26,644 લોકોનાં મોત નીપજ્યાં છે.

અમેરિકામાં 52.79 લાખ લોકોનાટેસ્ટ કરાયા

અમેરિકામાં 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા છે, અહીં મૃત્યુઆંક 54 હજાર 265 થયો છે. અમેરિકામાં 9 લાખ 60 હજાર 896 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. અહીં 52.79 લાખ લોકોનાટેસ્ટ કરાયાછે.ટ્રમ્પે ડેઈલી બ્રીફિંગ બંધ કર દીધું છે.

ક્યુબાએ દક્ષિણ આફ્રિકામાં 216 સ્વાસ્થ્ય કર્મચારીની ટીમ મોકલી.

ક્યુબા: અત્યાર સુધી 19 દેશોમાં મેડીકલ ટીમ મોકલી
મહામારીની શરૂઆતથી જ ક્યુબાએ ઘણા દેશોમાં મેડીકલ ટીમ મોકલી તેની મદદ કરી છે. ક્યુબાએ શનિવારે દક્ષિણ આફ્રિકામાં 216 સ્વાસ્થ્ય કર્મચારીની ટીમ મોકલી છે. ક્યુબાએ અત્યાર સુધીમાં ઈટાલી, મેક્સિકો, અંગોલા, જમૈકા, વેનેજુએલા સહિત 19 દેશમાં મેડીકલ ટીમ મોકલી છે. જેમાં કુલ 900 ડોક્ટર અને નર્સ છે. હજુ આર્જેન્ટિના અને સ્પેનમાં ટીમ મોકલવાની બાકી છે. ક્યુબાએ 2004માં શ્રીલંકાને સુનામી દરમિયાન અને 2005માં પાકિસ્તાનને ભૂકંપ દરમિયાન મદદ કરી હતી.

જર્મની: વિરોધ કરનારાઓની ધરપકડ
જર્મનીમાં લોકડાઉનનો વિરોધ કરનાર 10થી વધારે લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ પ્રદર્શનમાં એક હજાર લોકો સામેલ હતા. જર્મનીમાં એક લાખ 56 હજાર પોઝિટિવ કેસ છે અને 5877 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીની રાજધાની બર્લિનમાં લોકડાઉનનો વિરોધ કરી રહેલ યુવકની પોલીસે ધરપકડ કરી હતી.

બ્રિટનમાં મૃત્યુઆંક 20 હજારને પાર
કોરોના વાઈરસના કારણે 20 હજારના મૃત્યુઆંકને પાર કરનાર બ્રિટન પાંચમો દેશ બની ગયો છે. અમેરિકામાં 54 હજારથી વધારે લોકોએ, ઈટાલીમાં 26 હજારથી વધારે લોકોએ, સ્પેનમાં 23 હજાર લોકોએ, ફ્રાન્સમાં 22 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે.

લોકડાઉન દરમિયાન લંડનના પાર્કમાં લોકો ફરી રહ્યા છે. બ્રિટનમાં 20 હજારથી વધારે લોકોના મોત થયા છે.

બ્રિટન: પીએમ બોરિસ જોનસન સોમવારે ઓફિસ આવવા માટે તૈયાર
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા પછી સોમવારથી પોતાનું કામકાજ સંભાળી લેશે. તેઓ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં બે સપ્તાહ સુધી દાખલ હતા.

અમેરિકા: ટ્રમ્પે પ્રેસ બ્રીફિંગ બંધ કરી દીધું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને લઈને વ્હાઈટ હાઉસમાં યોજાનાર દૈનિક પ્રેસ બ્રીફિંગ બંધ કરી દીધું છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે પ્રેસ બ્રીફિંગનો કોઈ મતલબ નથી. જ્યારે પક્ષપાતી મીડિયા શત્રુતાપૂર્ણ સવાલો સિવાય કંઈ પૂછતા નથી અને વાસ્તવિકતાના આધારે સાચું રિપોર્ટિંગ કરતા નથી ત્યારે આનો કોઈ હેતુ રહેતો નથી. આમાં સમય આપવો બેકાર છે. પ્રેસ બ્રીફિંગ દરમિયાન ઘણા પત્રકારો સાથે ટ્રમ્પને ભારે દલિલો થઈ હતી.ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીને લઈને રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમે સાથે વાતચીત કરી મદદથી ઓફર કરી છે.

કેનેડાના ટોરંટો શહેરમાં લોકડાઉન દરમિયાન લગાવાયેલા પ્રતિબંધોને હટાવવાની લોકો માંગ કરી રહ્યા છે.

કેનેડામમાં 45 હજાર સંક્રમિત
કેનેડામા 24 કલાકમાં 100 લોકોના મોત થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 45 હજાર 354 થઈ છે અને 2,465 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સાઉદી અરબ: રવિવારે કર્ફ્યુમાં ઢીલ
સાઉદી અરબમાં આજે કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવશે. ઘણી દુકાનો ખોલવાની છૂટ અપાશે. સાઉદી અરબમાં 16,299 કુલ કેસ નોંધયા છે અને 136 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સાઉદી અરબમાં પવિત્ર શહેર મક્કામાં રમઝાનના પવિત્ર મહિનાના પ્રથમ દિવસે આ મસ્જિદમાં સન્નાટો છે.

આર્જેન્ટિનાએ કોરોના સંબંધિત પ્રતિબંધો 10 મે સુધી લંબાવ્યા છે.અહીં 3,780 કેસ છે અને 185 મોત નોંધાયા છે.

દેશ કેસ મોત
અમેરિકા 960,896 54,265
સ્પેન 223,759 22,902
ઈટાલી 195,351 26,384
ફ્રાન્સ 161,488 22,614
જર્મની 156,513 5,877
બ્રિટન 148,377 20,319
તુર્કી 107,773 2,706
ઈરાન 89,328 5,650
ચીન 82,827 4,632
રશિયા 80,949 747
બ્રાઝીલ 59,324 4,057
કેનેડા 45,354 2,465
બેલ્જિયમ 45,325 6,917
નેધરલેન્ડ 37,190 4,409
સ્વિત્ઝરલેન્ડ 28,894 1,599
ભારત 26,283 825
પેરુ 25,331 700
પોર્ટુગલ 23,392 880
આયરલેન્ડ 18,561 1,063
સ્વીડન 18,177 2,192
સાઉદી અરેબીયા 16,299

136

ઈઝરાયલ 15,298 199
ઓસ્ટ્રિયા 15,148 536
મેક્સિકો 13,842 1,305

અપડેટ્સ

  • આયરલેન્ડમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18500ને પાર થઈ ગઈ છે. અહીં કુલ 1,063 લોકોના મોત થયા છે.
  • ચીનમાં કોરોનાના કુલ 11 કેસ નોંધાયા છે, અહીં કુલ 82 હજાર 827 કેસ નોંધાયા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનને 12 એપ્રિલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે – ફાઈલ તસવીર


ઈટલીના રોમ પાસે ઓસ્ટિયા ટૂરિસ્ટ પોર્ટની તસવીર. અહીં ક્યારેક ખૂબ ભીડ રહેતી હતી. હવે સન્નાટો છે.


સ્પેનના બાર્સિલોનામાં ફરવા નિકળેલો પરિવાર. અહીં 14 વર્ષના બાળકો એક કલાક સુધી વડીલોની દેખરેખ હેઠળ રમી શકે છે.


બ્રિટનમાં લોકડાઉન દરમિયાન લંડનમાં સ્ટ્રીટ પાર્ટીની મજા માણતા લોકો.


Worldwide death toll crosses two million: 2494 people lost their lives in 24 hours in America


અમેરિકાના ન્યૂયોર્કમાં ટાઈમ્સ ક્વેર નજીક લોકો પસાર થઈ રહ્યા છે. ન્યૂરોર્ક રાજ્યમાં 21 હજાર લોકોના જીવ ગયા છે.

Related posts

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના બે રિપોર્ટ નેગેટિવ આવ્યાં, કાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

ટ્રમ્પે ટ્વિટર પર ભૂલથી ગુડ ફ્રાઇડેની ‘શુભેચ્છા’ આપી, સોશિયલ મીડિયામાં ટ્રમ્પ ટ્રોલ થયા

Amreli Live

લોકડાઉનમાં વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરિકોને વતન પરત લાવાશે, જિલ્લા કલેકટર પાસે સરકારે યાદી મંગાવી

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

ભારતમાં 21 દિવસમાં સંક્રમિતોનો આંકડો 10થી 20 લાખે પહોંચ્યો; અમેરિકામાં 41 અને બ્રાઝિલમાં 27 દિવસમાં આવું થયું હતું

Amreli Live

અંકલેશ્વરના ભાજપના મહામંત્રી પીન્કેશભાઈ મોદીનું કોરોનાથી મોત, વધુ 108 કેસ સાથે આંક 5580

Amreli Live

વધુ 8 કેસ નોંધાતા એક દિવસમાં 30ના વધારા સાથે આંક 564 પર પહોંચ્યો

Amreli Live

ગુજરાતના 24 IAS-IPSને સ્ટેથોસ્કોપ-એપ્રોન પહેરાવી કોરોના સામેના જંગમાં ઉતારવા તૈયારી, યાદી બની ગઈ

Amreli Live

30.76 લાખ કેસ 2.11 લાખ મોત: ચીનમાં મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

અમૂલે હળદરની ફલેવરનો આઈસક્રીમ લોન્ચ કર્યો, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

Amreli Live

2,14,664 કેસ, સતત 8માં દિવસે 7 હજારથી વધારે કેસ આવ્યા, છઠ્ઠા દિવસે 200થી વધારે મોત થયા

Amreli Live

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં

Amreli Live

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી

Amreli Live

રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC નથી, અમદાવાદમાં 95.45 ટકા હોસ્પિટલ NOC વિના ચાલે છે

Amreli Live