25.9 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશેદુનિયામાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 93 હજાર 866 લોકોની મોત થઈ છે. 27 લાખ 68 હજાર 076 સંક્રમિત છે. 7 લાખ 64 હજાર 763 દર્દીઓ સ્વસ્થ થયા છે. 24 એપ્રિલે આ 50 હજાર 952 થઈ ગયો હતો. પાકિસ્તાનમાં ઇમરાન સરકાર હવે આઇએસઆઇની મદદથી સંક્રમિતોની ઓળખાણ કરાવવાની છે. આ જાણકારી ઇમરાન ખાને આપી હતી. સ્પેનમાં 24 કલાકમાં 367 લોકો મોતને ભેટ્યા છે. એક મહિનામાં એક દિવસે થતી મોતનો આ સૌથી ઓછો આંકડો છે.

સ્પેન માટે રાહતભર્યા સમાચાર છે. 24 કલાકમાં અહીં 367 મોત થયા છે. છેલ્લા એક મહિનામાં કોઈ એક દિવસમાં સૌથી ઓછો મૃત્યુનો આંક છે. ઓસ્ટ્રેલિયાએ નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપી છે. સિડનીના બીચ ખોલવામાં આવ્યા હતા.કેનબરામાં રેસ્ટોરન્ટને પાર્સલ ડિલીવરીને મંજૂરી મળી હતી. પણ લોકોએ નિયમોનું પાલન નહીં કરતા તે બંધ કરી દેવાઈ હતી.

સ્પેનમાં 24 કલાકમાં 367 લોકોના મોત; મહિનામાં આ સૌથી ઓછો દૈનિક મૃત્યુઆંક
સ્પેનમાં 24 કલાકમાં 367 લોકોના મોત થયા છે, મહિનામાં આ સૌથી ઓછો દૈનિક મૃત્યુઆંક છે. છેલ્લે માર્ચ 22ના રોજ 394 લોકોના મોત થયા હતા. સ્પેનમાં અત્યાર સુધીમાં 22 હજાર 524 લોકોના મોત થયા છે.

આ તસવીર રશિયાના મોસ્કોની છે. અહીં પુલ ઉપર દવાનો છંટકાવ કરતો અધિકારી નજરે પડે છે.

રશિયામાં 24 કલાકમાં 5849 કેસ નોંધાયા
રશિયામાં છેલ્લા 24 કલાકમાં 5849 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસ 68 હજાર 622 થઈ ગયા છે. અહીં 555 લોકોના મોત થયા છે.

શ્રીલંકામાં 30 નૌસૈનિક કોરોનાનો ભોગ બન્યા
શ્રીલંકામાં 30 નૌસૈનિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આ નૌસૈનિકનો રિપોર્ટ પોઝિટિવ આવતા નૌસેના શિબિરને આઈસોલેશન વિસ્તાર જાહેર કરાઈ છે. શ્રીલંકામાં પોઝિટિવ કેસ 373 થયા છે. સાત લોકોએ જીવ ગુમાવ્યો છે.

દ. કોરિયામાં 40 દિવસથી એક પણ મોત નહીં
દક્ષિણ કોરિયામાં 40 દિવસમાં એકપણ મોત થયું નથી. દક્ષિણ કોરિયામાં પોઝિટિવ કેસની સંખ્યા 10 708 થઈ છે. અહીં 8 હજાર 501 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. દ. કોરિયામાં અત્યાર સુધીમાં પાંચ લાખ 69 હજાર ટેસ્ટ કરાયા છે. 9600 લોકોના રિપોર્ટ બાકી છે.

કોરોના સંક્રમણથી અમેરિકાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અહીં મૃત્યુઆંક 50 હજારને પાર કરી ચૂક્યો છે. અમેરિકામાં કુલ 8 લાખ 86 હજાર 709 પોઝિટિવ કેસ નોંધાયા છે. 50 હજાર 243 લોકોએ જીવ ગુમાવ્યા છે.અમેરિકામાં 24 કલાકમાં 3071 લોકોના મોત, 25 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે.

તસવીર દ. કોરિયાના સિયોલમાં આવેલા ગ્યેંગબોક પેલેસની છે. અહીં છેલ્લા 40 દિવસથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.

ટ્રમ્પે કહ્યું- 23 રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 23 રાજ્યમાં કોરોના વાઈરસના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે તેઓ અમેરિકાના ગવર્નરો સાથે વાત કરશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે કહ્યું કે 16 રાજ્યોમાં આર્થિક વ્યવહારો ખોલવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. દેશમાં 50 લાખ ટેસ્ટ કરાયા છે. પેન્સિલ્વેનિયા રાજ્યમાં 8 મેના રોજ આર્થિક વ્યવહારો ખોલવામાં આવશે. યુએસ સેક્રેટરીએ આરોપ લગાવ્યો છે કે ચીનને આ વાઈરસ વિશે નવેમ્બરમાં જાણ થઈ ગઈ હતી.

વ્હાઈટ હાઉસના ડેઈલી બ્રીફિંગમાં ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે અમે વેક્સીન બનાવવાની નજીક છીએ. અમારી પાસે આ કામ કરનાર ખુબજ કમાલના અને સારી બુદ્ધિવાળા લોકો છે.

ટ્રમ્પની પ્રોપર્ટીની સામે જઈને ફેક બોડી બેગ મૂકીને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
અમેરિકામાં વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હવે લોકોએ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે વિરોધનો નવો રસ્તો અખત્યાર કર્યો હતો.પ્રદર્શનકર્તાઓએ વોશિંગ્ટનમાં આવેલી ટ્ર્મ્પ ઈન્ટરનેશનલ હોટલની સામે એકઠા થઈને ત્યાં ફેક બોડી બેગ પાથરી હતી. પ્રદર્શનકારીઓએ ‘ટ્રમ્પ લાઈઝ, પીપલ ડાઈઝ’ના બેનર સાથે વિરોધ કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે અમેરિકામાં કોરોનાથી થતા દરેક મોત પાછળ ટ્મ્પની અણઆવડત, કેઑસ અને અસમર્થતા જવાબદાર છે. તેમણે આક્રોશ સાથે કહ્યું હતું કે તમે હજારો લોકોના જીવન સાથે ખેલી ના શકો. વિરોધકર્તાઓ ટ્રમ્પની વિવિધ પ્રોપર્ટીની સામે જઈને આ રીતે ફેક બોડી બેગ પાથરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

અમેરિકાની સંસદે ચોથા રાહત પેકેજને મંજૂરી આપી
અમેરિકાના સંસદે શુક્રવારે 484 બિલિયન ડોલર (37 લાખ કરોડ રૂપિયા)ના રાહત પેકેજને મંજૂરી આપી છે. આ ચોથું પેકેજ છે.

બ્રાઝીલમાં કોરોનાના કેસ 50 હજાર
બ્રાઝીલમાં કોરોના સંક્રમણના કેસ 50 હજાર 36 નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 3735 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં અહીં 407 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમા 3,331 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમઝાનના પ્રથમ દિવસે ચાંદની રાહ જોઈ રહેલા લોકો.

મહામારી સમયે માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ: ગુટેરસ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન માનવ અધિકારોનું રક્ષણ થવું જોઈએ. કોરોના મહામારી સ્વાસ્થ્ય સંકટ સાથે આર્થિક, સામાજિક અને માનવતા માટે પણ સંકટ છે. જે ઝડપથી માનવ અધિકારો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.

ઈન્ડોનેશિયાના બાલી એરપોર્ટ ઉપર ટ્રાવેલ બેનનો અમલ કરાવવા માટે પોલીસ તહેનાત કરાઈ છે.

કોરોનાની આજે કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ

મોત

અમેરિકા 886,709 50,243
સ્પેન 213,024 22,524
ઈટાલી 189,973 25,549
ફ્રાન્સ 158,183 21,856
જર્મની 153,129 5,575
બ્રિટન 138,078 18,738
તુર્કી 101,790 2,491
ઈરાન 87,026 5,481
ચીન 82,804 4,632
રશિયા 68,622 555
બ્રાઝીલ 50,036 3,331
બેલ્જિયમ 42,797 6,490
કેનેડા 42,110 2,147
નેધરલેન્ડ 35,729 4,177
સ્વિત્ઝરલેન્ડ 28,496 1,549
ભારત 23,502 722
પોર્ટુગલ 22,353 820
પેરુ 20,914 572
આયરલેન્ડ 17,607 794
સ્વીડન 16,755 2,021
ઓસ્ટ્રિયા 15,002 522
ઈઝરાયલ 14,803 192
સાઉદી અરેબીયા 13,930 121
જાપાન 12,368 328
ચીનના વુહાનમાં બનાવવામાં આવેલા ક્વોરન્ટિન સેન્ટર બહાર સ્વાસ્થ્ય કર્મચારીઓ નજરે પડે છે.

અપડેટ્સ

  • ચીનમાં કોરોનાના છ નવા કેસ નોંધાયા.
  • દક્ષિણ કોરિયામાં પોઝિટિવ કેસની સંખ્યા 10 708 થઈ છે.
  • ફિલિપાઈન્સમાં 15 મે સુધી લોકડાઉન લંબાવાયું. અહીં 6,981 કેસ છે અને 462 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફિલિપાઈન્સના મનીલામાં ફેસ માસ્ક વેચી રહેલી વ્યક્તિ નજરે પડે છે.
સિંગાપોરમાં ક્વોરન્ટિન માટે ટેન્ટ બનાવાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શુક્રવારે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં એક બેઠક બાદ યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ. તેમણે યુએસ અર્થતંત્ર અંગે ચર્ચા કરી હતી.


મલેશિયાના કુઆલાલમ્પુરમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈ સર્વે કરી રહ્યા છે. 12 મે સુધી લોકડાઉન સરકારે લંબાવ્યું છે.


Mortality in America exceeds 50 thousand; Trump said cases have dropped in the state-23


સ્પેનમાં લા પાઝ હોસ્પિટલના ચિફનું મોત થતા સ્વાસ્થ્ય કર્મચારીઓએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.


દક્ષિણ કોરિયાના મંદિરમાં જઈ રહેલા બાળકો.

Related posts

ATMથી ચેપ; 3 આર્મી જવાનના રિપોર્ટ પોઝિટિવ, મૃત્યુ આંક 10 પર પહોંચ્યો, 221 પોઝિટિવ કેસ

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

કાલે મહારાષ્ટ્ર પહોંચશે નિસર્ગ વાવાઝોડું, 100 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમજ 6 ફુંટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

Amreli Live

રાજકોટ માટે રાહતના સમાચાર, આજે લેવાયેલા 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 આવવાના બાકી

Amreli Live

યોગીએ કહ્યું- 500 વર્ષ પછી આવું શુભ મુહૂર્ત, મંદિરના ભૂમિ પૂજન નિમિતે 5 ઓગસ્ટે દરેક ઘરમાં દીપોત્સવનું આહ્વાન

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

લોકડાઉનમાં નુકસાન જતા જગતના તાતની હાલત કફોડી, ખેડૂતોએ કહ્યું: ‘બેંકોમાં ઝીરો ટકા વ્યાજે લોન મળતી નથી, ઝેર ખાવાનો વારો આવ્યો છે’

Amreli Live

દેશમાં 4.07 લાખ કેસઃ રાજસ્થાનમાં સંક્રમણની તપાસ માટે રૂપિયા 4,500ને બદલે રૂપિયા 2,200 આપવાના રહેશે

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડી, ઓક્સીજન સપોર્ટ પર રખાયા, બે દિવસ પહેલાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

Amreli Live

શહેરમાં એક દિવસમાં સૌથી વધુ 274 કેસ નોંધાયા, 23ના મોત, કુલ 3817 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 208

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

અત્યાર સુધી 13664 કેસ-450 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

અત્યાર સુધી 23,234કેસ,મૃત્યુઆંક 725: મિનિસ્ટ્રિયલ ટીમ સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ જશેઃMHA

Amreli Live

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ

Amreli Live

4.56 લાખ કેસઃ પશ્વિમ બંગાળમાં તૃણમૂલ ધારાસભ્ય તમોનાશ ઘોષનું મોત, મે મહિનામાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

Amreli Live

રાજ્ય સરકારે સુરત-અમદાવાદમાં કોરોના નિવારણના લીધેલા પગલાંની કેન્દ્રીય ટીમે પ્રશંસા કરી

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

4.26 લાખ કેસ; રાજસ્થાનમાં રિકવરી રેટ 77%, તે દેશમાં સૌથી સારો; ત્યારપછીના ક્રમે મધ્યપ્રદેશ અને બિહાર

Amreli Live