25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: સિંગાપોરમાં રવિવારે મળેલા 233 સંક્રમિતોમાં 59 ભારતીયવિશ્વમાં કોરોનાથી 18 લાખ 53 હજાર 517 લોકો સંક્રમિત છે. એક લાખ 14 હજાર 257 લોકોના મોત થયા છે. જ્યારે 23 હજાર 729 લોકો સાજા થયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 22 હજાર 115 લોકોના મોત થયા છે. જોન હોપકિંસ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, આ મહામારીનું કેન્દ્ર બનેલા ન્યૂયોર્કમાં સંક્રમિતોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. 6 હજાર 898 લોકોના મોત થયા છે. સિંગાપુરમાં રવિવારે 233 સંક્રમિતો મળ્યા છે. તેમાંથી 59 ભારતીય નાગરિક છે. નવા કેસમાં 51 સામુદાયિક સંક્રમણ સાથે જોડાયેલા છે. સિંગાપોરમાં અત્યાર સુધીમાં 2 હજાર 532 લોકો સંક્રમિત છે, જ્યારે આઠ લોકોના મોત થયા છે.

અમેરિકાઃ 24 કલાકમાં 1,528 લોકોના મોત

સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને અહીંના ન્યુયોર્ક સ્ટેટમાં એક દિવસમાં થનારા મોતમાં ઘટાડો આવ્યો છે. દેશમાં 24 કલાકમાં 1,528 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાં ન્યુયોર્કમાં જ માત્ર 758 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા જ દેશમાં 1,920 અને રાજ્યમાં 783 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં અમેરિકામાં 22 હજાર 105 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પાંચ લાખ 60 હજાર 452 લોકો સંક્રમિત છે. અમેરિકાના રાજ્ય ટેક્સાસમાં કોરોનાવાઈરસનો સામનો કરવા માટે અહીંના ગવર્નર ગ્રેગ અબોટે ડિઝાસ્ટર ડિક્લેરેશનને 30 દિવસ સુધી વધાર્યું છે.

  • ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર સ્ટેનલી ચેરીનું કોરોનાથી મોત થયું છે. તે 70 વર્ષના હતા.
  • ફેડરલ ઈલેક્શન કમીશનના રેકોર્ડ મુજબ 2016થી 2019 સુધી સ્ટેનલીએ ટ્રમ્પ વિક્ટ્રી ઓર્ગેનાઈઝેશનને લગભગ ચાર કરોડ રૂપિયા ( 4 લાખ 2 હજાર 800 ડોલર) આપ્યા હતા.
  • ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 9 હજાર 385 લોકોના મોત, જ્યારે એક લાખ 89 હજાર 415 સંક્રમિત છે.
  • ન્યૂયોર્ક પછી સૌથી વધુ પ્રભાવિત ન્યુજર્સી છે, જ્યાં અત્યાર સુધીમાં બે હજાર 350 લોકોના મોત થયા છે.

ઈટલીઃ 19 માર્ચ બાદ સૌથી ઓછા મોત

ઈટલીમાં રવિવારે 431 લોકોના મોત થયા છે. 19 માર્ચ બાદ મોતોનો આ સૌથી ઓછો આંકડો છે. શનિવારે અહીં 619 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અહીં અમેરિકા બાદ સૌથી વધુ 19 હજાર 899 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક લાખ 56 હજાર 363 લોકો સંક્રમિત છે.

ઈટલીમાં લોકડાઉનની વચ્ચે ઈસ્ટરની ઉજવણી કરાઈ. પ્રાર્થનનું લાઈવ સ્ટ્રીમિંગ કરવમાં આવ્યું હતું.

ફ્રાન્સઃ એરક્રાફટ કેરિયર તૈનાત 1900 સૈનિક આઈસોલેટ

ફ્રાન્સના પરમાણુ શક્તિ સંપન્ન એરક્રાફટ કેરિયર ચાર્લ્સ-ડે-ગુલ્લેના 50 સૈનિકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વિમાનમાંના 1900 સૈનિકોને આઈસોલેટ કરવામાં આવશે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે તેમને વિમાનમાંથી કાઢવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે આગળ સંક્રમણનો ખતરો ન સર્જાય. ફ્રાન્સમાં પણ મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. એક દિવસમાં અહીં 315 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા જ અહીં 345 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં 14 હજાર 393 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક લાખ 32 હજાર 591 સંક્રમિત છે.

ફ્રાન્સઃ લોકડાઉન દરમિયાન પેરિસમાં કેનાલ ડી લોરકના તટ પર લોકો મોસમનો આનંદ લઈ રહ્યાં છે. અહીં થોડા દિવસોથી મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

ચીનઃ 108 નવા મામલા

ચીનના સ્વસ્થ્ય વિભાગે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. તેમાં 98 કેસ વિદેશમાંથી આવેલા લોકોના છે. જ્યારે 10 સ્થાનિક લોકો પણ સંક્રમિત છે. તેમાં હેડલોંગજિયાં પ્રાંતના સાત અને ગુઆંડોંગ પ્રાંતના ત્રણ કેસ સામેલ છે, જ્યારે 3,341 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ચીનઃ બીજિંગની ફાઈનેન્શિયસ સ્ટ્રીટ પર લોકોની ભીડ. દેશમાં 77 હજારથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે.

ઈઝરાયલઃ દેશના પૂર્વ પ્રમુખ રબ્બી ડોરનનું મોત

ઈઝરાયલના પૂર્વ પ્રમુખ રબ્બી અલિયાહૂ બક્શી ડોરનનું કોરોનાવાઈરસના કારણે મોત થયું છે. તેઓ 79 વર્ષના હતા. જેરુશેલમના શેર જેડેક મેડિકલ સેન્ટરે રવિવારે આ માહિતી આપી હતી. હોસ્પિયલ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, તેઓ થોડા દિવસો પહેલા જ દાખલ થયા હતા. તેમની સ્થિતિ રવિવારે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. કોરોના સિવાય તેમને ઘણી બીમારીઓ હતી. તેમણે 1993થી 2003ની વચ્ચે ઈઝરાયલના પ્રમુખ રબ્બીના રૂપમાં કાર્ય કર્યું હતું.

તુર્કીઃ રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રીનું રાજીનામુ લેવાથી ઈન્કાર કર્યો

તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ અર્દોઆને ગૃહ મંત્રી સુલેમાન સોયલૂનું રાજીનામુ લેવાથી ઈન્કાર કર્યો છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે શોર્ટ નોટિસ પર તેમણે દેશના 31 પ્રાંતોમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવ્યો હતો. બાદમાં હજારોની સંખ્યામાં લોકો દુકાનોમાં પહોંચવા લાગ્યા હતા. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ ન કર્યું હતું. આ સિવાય લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. તેના પગલે ગૃહ મંત્રીની ટીકા થઈ હતી. તેના કારણે રવિવારે રાતે તેમમે રાષ્ટ્રપતિને રાજીનામુ સોપ્યું હતું. જોકે રાષ્ટ્રપતિએ તેનો સ્વીકાર ન કર્યો. તેઓ આગળ પણ સરકાર માટે કાર્ય કરતા રહેશે. 10 એપ્રિલે મંત્રીએ 48 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી હતી. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં લગભગ 1200 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 56 હજાર 956 લોકો સંક્રમિત છે.

કોરોનાનું સંક્રમણ રોકવા 10 એપ્રિલે તુર્કીના 31 પ્રાંતોમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. પછીથી અંકારામાં અતાતુર્ક પ્રતિમાંની પાસે કબૂતરો જોવા મળ્યા હતા.

ચિલીઃ 7,213 સંક્રમિત

કોરોનાના કારણે ચિલીમાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાત હજાર 213 લોકો તેનાથી સંક્રમિત છે. સરકાર તરફથી રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, 24 કલાક દરમિયાન ચિલીમાં કોરોનાના 286 નવા કેસ નોંધાયા છે અને સાત લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 2,059 લોકો સાજા થઈ ચૂક્યા છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જે લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે તેમને સાવચેતીના પગલરૂપે લોકડાઉનમાં રહેવું પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


1,14,000 deaths so far in America: 1528 people lost their lives in 24 hours, 758 deaths in New York alone


1,14,000 deaths so far in America: 1528 people lost their lives in 24 hours, 758 deaths in New York alone

Related posts

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

દુનિયાભરમાં કોરોના 3 ટાઈપના, અમેરિકામાં ‘એ’ ટાઈપના કારણે વિનાશ

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

એક દિવસમાં સૌથી વધુ 19 મોત, 11 દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના 3 દિવસમાં જ જ્યારે 7નાં સપ્તાહમાં મૃત્યુ

Amreli Live

વરસાદના લીધે પહેલા દિવસે 17.4 ઓવર જ થઈ શકી, ઇંગ્લેન્ડ 35/1; મેચ પહેલા રંગભેદ વિરુદ્ધ ખેલાડી-અમ્પાયર ઘૂંટણે બેઠા

Amreli Live

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

Amreli Live

અમિતાભના ચારેય બંગલા સીલ, સંપર્કમાં આવેલા 54માંથી 30ના ટેસ્ટ થયા, ઐશ્વર્યા-આરાધ્યા પોઝિટિવ, માત્ર જયા નેગેટિવ

Amreli Live

ટ્રમ્પે કહ્યું- કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા છે, ચીન પર ટેરિફ લગાવીશું

Amreli Live

એક રૂપિયાના સિક્કાનો ચમત્કારી ઉપાય, તમને બનાવી શકે છે માલામાલ, દેવી લક્ષ્મીની વરસશે અનંત કૃપા

Amreli Live

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

Amreli Live

રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યોઃ અશ્વિની કુમાર

Amreli Live

વિશ્વમાં કુલ 69.10 લાખ કેસઃસાઉદી અરબિયાએ જેદ્દામાં ફરી કર્ફ્યૂ લગાવ્યો, મસ્જિદોમાં નમાઝ પર પ્રતિબંધ મૂક્યો

Amreli Live

15 દિવસમાં મોતનો આંકડો બમણો થયો: 10 એપ્રિલ સુધી 1 લાખના મોત થયા હતા, હવે મરનારાઓની સંખ્યા 2 લાખ થઇ ગઇ

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live