25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: WHOની ચેતવણી- જ્યાં સુધી વેક્સીન તૈયાર નહિ થાય, ત્યાં સુધી માણસનો પીછો કરતી રહેશે બીમારીવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના વિશેષ દૂત ડેવિડ નાબરોએ રવિવારે એનબીસીના‘મીટ ધ પ્રેસ’કાર્યક્રમમાં ચેતવણી આપી કે કોરોનાવાઈરસ ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી નથી. જ્યાં સુધી તેની કોઈ વેક્સીન બનતી નથી, ત્યાં સુધી તેનો પ્રકોપ ચાલુ રહેશે. કોરોનાવાઈરસથી વિશ્વમાં 18 લાખ 53 હજાર 517 લોકો સંક્રમિત છે. એક લાખ 14 હજાર 257 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 4 લાખ 23 હજાર 729 લોકો સાજા થઈ ચૂક્યા છે. ડેવિડે કહ્યું કે મને લાગે છે કે આ એક એવો વાઈરસ છે જે માનવજાતિનો લાંબા સમય સુધી પીછો કરતો રહેશે. માત્ર વેક્સીન જ આપણને તેનાથી બચાવી શકે છે. જોન હોપકિંસ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, આ મહામારીનું કેન્દ્ર બનેલા ન્યૂયોર્કમાં સંક્રમિતોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. 6 હજાર 898 લોકોના મોત થયા છે. સિંગાપુરમાં રવિવારે 233 સંક્રમિતો મળ્યા છે. તેમાંથી 59 ભારતીય નાગરિક છે. નવા કેસમાં 51 સામુદાયિક સંક્રમણ સાથે જોડાયેલા છે. સિંગાપોરમાં અત્યાર સુધીમાં 2 હજાર 532 લોકો સંક્રમિત છે, જ્યારે આઠ લોકોના મોત થયા છે.

અમેરિકાઃ 24 કલાકમાં 1,528 લોકોના મોત

સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને અહીંના ન્યુયોર્ક સ્ટેટમાં એક દિવસમાં થનારા મોતમાં ઘટાડો આવ્યો છે. દેશમાં 24 કલાકમાં 1,528 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાં ન્યુયોર્કમાં જ માત્ર 758 લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા જ દેશમાં 1,920 અને રાજ્યમાં 783 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં અમેરિકામાં 22 હજાર 105 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પાંચ લાખ 60 હજાર 452 લોકો સંક્રમિત છે. અમેરિકાના રાજ્ય ટેક્સાસમાં કોરોનાવાઈરસનો સામનો કરવા માટે અહીંના ગવર્નર ગ્રેગ અબોટે ડિઝાસ્ટર ડિક્લેરેશનને 30 દિવસ સુધી વધાર્યું છે.

  • ન્યૂયોર્કના રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર સ્ટેનલી ચેરીનું કોરોનાથી મોત થયું છે. તે 70 વર્ષના હતા.
  • ફેડરલ ઈલેક્શન કમીશનના રેકોર્ડ મુજબ 2016થી 2019 સુધી સ્ટેનલીએ ટ્રમ્પ વિક્ટ્રી ઓર્ગેનાઈઝેશનને લગભગ ચાર કરોડ રૂપિયા ( 4 લાખ 2 હજાર 800 ડોલર) આપ્યા હતા.
  • ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 9 હજાર 385 લોકોના મોત, જ્યારે એક લાખ 89 હજાર 415 સંક્રમિત છે.
  • ન્યૂયોર્ક પછી સૌથી વધુ પ્રભાવિત ન્યુજર્સી છે, જ્યાં અત્યાર સુધીમાં બે હજાર 350 લોકોના મોત થયા છે.

ઈટલીઃ 19 માર્ચ બાદ સૌથી ઓછા મોત

ઈટલીમાં રવિવારે 431 લોકોના મોત થયા છે. 19 માર્ચ બાદ મોતોનો આ સૌથી ઓછો આંકડો છે. શનિવારે અહીં 619 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અહીં અમેરિકા બાદ સૌથી વધુ 19 હજાર 899 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક લાખ 56 હજાર 363 લોકો સંક્રમિત છે.

ઈટલીમાં લોકડાઉનની વચ્ચે ઈસ્ટરની ઉજવણી કરાઈ. પ્રાર્થનનું લાઈવ સ્ટ્રીમિંગ કરવમાં આવ્યું હતું.

ફ્રાન્સઃ એરક્રાફટ કેરિયર તૈનાત 1900 સૈનિક આઈસોલેટ

ફ્રાન્સના પરમાણુ શક્તિ સંપન્ન એરક્રાફટ કેરિયર ચાર્લ્સ-ડે-ગુલ્લેના 50 સૈનિકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વિમાનમાંના 1900 સૈનિકોને આઈસોલેટ કરવામાં આવશે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે તેમને વિમાનમાંથી કાઢવાનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે આગળ સંક્રમણનો ખતરો ન સર્જાય. ફ્રાન્સમાં પણ મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. એક દિવસમાં અહીં 315 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા જ અહીં 345 લોકોએ જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં 14 હજાર 393 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક લાખ 32 હજાર 591 સંક્રમિત છે.

ફ્રાન્સઃ લોકડાઉન દરમિયાન પેરિસમાં કેનાલ ડી લોરકના તટ પર લોકો મોસમનો આનંદ લઈ રહ્યાં છે. અહીં થોડા દિવસોથી મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

ચીનઃ 108 નવા મામલા

ચીનના સ્વસ્થ્ય વિભાગે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. તેમાં 98 કેસ વિદેશમાંથી આવેલા લોકોના છે. જ્યારે 10 સ્થાનિક લોકો પણ સંક્રમિત છે. તેમાં હેડલોંગજિયાં પ્રાંતના સાત અને ગુઆંડોંગ પ્રાંતના ત્રણ કેસ સામેલ છે, જ્યારે 3,341 લોકોના મોત થઈ ચૂક્યા છે.

ચીનઃ બીજિંગની ફાઈનેન્શિયસ સ્ટ્રીટ પર લોકોની ભીડ. દેશમાં 77 હજારથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે.

ઈઝરાયલઃ દેશના પૂર્વ પ્રમુખ રબ્બી ડોરનનું મોત

ઈઝરાયલના પૂર્વ પ્રમુખ રબ્બી અલિયાહૂ બક્શી ડોરનનું કોરોનાવાઈરસના કારણે મોત થયું છે. તેઓ 79 વર્ષના હતા. જેરુશેલમના શેર જેડેક મેડિકલ સેન્ટરે રવિવારે આ માહિતી આપી હતી. હોસ્પિયલ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, તેઓ થોડા દિવસો પહેલા જ દાખલ થયા હતા. તેમની સ્થિતિ રવિવારે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. કોરોના સિવાય તેમને ઘણી બીમારીઓ હતી. તેમણે 1993થી 2003ની વચ્ચે ઈઝરાયલના પ્રમુખ રબ્બીના રૂપમાં કાર્ય કર્યું હતું.

તુર્કીઃ રાષ્ટ્રપતિએ ગૃહ મંત્રીનું રાજીનામુ લેવાથી ઈન્કાર કર્યો

તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ અર્દોઆને ગૃહ મંત્રી સુલેમાન સોયલૂનું રાજીનામુ લેવાથી ઈન્કાર કર્યો છે. કોરોનાનો પ્રસાર રોકવા માટે શોર્ટ નોટિસ પર તેમણે દેશના 31 પ્રાંતોમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવ્યો હતો. બાદમાં હજારોની સંખ્યામાં લોકો દુકાનોમાં પહોંચવા લાગ્યા હતા. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ ન કર્યું હતું. આ સિવાય લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. તેના પગલે ગૃહ મંત્રીની ટીકા થઈ હતી. તેના કારણે રવિવારે રાતે તેમમે રાષ્ટ્રપતિને રાજીનામુ સોપ્યું હતું. જોકે રાષ્ટ્રપતિએ તેનો સ્વીકાર ન કર્યો. તેઓ આગળ પણ સરકાર માટે કાર્ય કરતા રહેશે. 10 એપ્રિલે મંત્રીએ 48 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી હતી. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં લગભગ 1200 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 56 હજાર 956 લોકો સંક્રમિત છે.

કોરોનાનું સંક્રમણ રોકવા 10 એપ્રિલે તુર્કીના 31 પ્રાંતોમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. પછીથી અંકારામાં અતાતુર્ક પ્રતિમાંની પાસે કબૂતરો જોવા મળ્યા હતા.

ચિલીઃ 7,213 સંક્રમિત

કોરોનાના કારણે ચિલીમાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાત હજાર 213 લોકો તેનાથી સંક્રમિત છે. સરકાર તરફથી રવિવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, 24 કલાક દરમિયાન ચિલીમાં કોરોનાના 286 નવા કેસ નોંધાયા છે અને સાત લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 2,059 લોકો સાજા થઈ ચૂક્યા છે. ચિલીના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જે લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે તેમને સાવચેતીના પગલરૂપે લોકડાઉનમાં રહેવું પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


1,14,000 deaths so far in America: 1528 people lost their lives in 24 hours, 758 deaths in New York alone


1,14,000 deaths so far in America: 1528 people lost their lives in 24 hours, 758 deaths in New York alone


1,14,000 deaths so far in America: 1528 people lost their lives in 24 hours, 758 deaths in New York alone


1,14,000 deaths so far in America: 1528 people lost their lives in 24 hours, 758 deaths in New York alone

Related posts

વિશ્વમાં સંક્રમિતોની કુલ સંખ્યા 22.76 લાખ, મૃત્યુઆંક 1.50 લાખને પાર: હવે ન્યૂ યોર્કમાં ફેસ માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

1,90,622 કેસ, મૃત્યુઆંકઃ5,408- અત્યાર સુધી 91,855 લોકો સાજા થયા, મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 67 હજારને પાર

Amreli Live

દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 12નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોઃ DGP

Amreli Live

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં

Amreli Live

રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 33 નવા કેસ, 2ના મોત, 4 સાજા થયા, કુલ દર્દી 650

Amreli Live

શહેરમાં MLAના 22 પરિજન સહિત 87 નવા પોઝિટિવ કેસ નોંધાયા, તબીબ સહિત 8 દર્દીના મોત

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સહિત આજે પણ રાજ્યના 40 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

Amreli Live

વિશ્વમાં 1.06 કરોડ કેસઃ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ફરી લોકડાઉન, 3.20 લાખ લોકોને ઘર બહાર નહીં નિકળવા સલાહ

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

વિશ્વમાં સંક્રમણના કેસ વધીને 20.36 લાખ થયા, કુલ મૃત્યુઆંક 1.31 લાખ, મેડિકલ એસોસિએશને કહ્યું-WHOનું ફંન્ડિંગ અટકાવવાનો નિર્ણય ખતરનાક

Amreli Live

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો નિર્ણય

Amreli Live

અત્યાર સુધી 1.82 લાખ મોતઃ પાકિસ્તાનમાં 10 હજારથી વધુ કેસ, ડોક્ટરોએ કહ્યું, ‘સરકાર મસ્જિદમાં નમાજની મંજૂરી રદ કરે’

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

બગસરા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાસુ-વહુ અને ભાઇ-બહેન મળી 4ના મોત

Amreli Live

દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

Amreli Live

અત્યાર સુધી 96 હજારના મોત: સ્પેનમાં મૃત્યુદર 4.7થી ઘટીને 4 ટકા થયો, 24 કલાકમાં 605ના મોત; સ્વીડનનો લોકડાઉનથી ઇનકાર

Amreli Live