29 C
Amreli
22/09/2020
bhaskar-news

અત્યારસુધી 39242 કેસ : લોકપાલ સદસ્ય જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠીનું સંક્રમણથી મોત, 24 કલાકમાં સૌથી વધારે 1061 દર્દી સ્વસ્થ થયાદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 37 હજાર 654થઈ ગઈ છે અને 1230 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 1061 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રિકવરી રેટ વધીને 26.65 ટકા થયો છે. 26 હજાર 535નો ઇલાજ ચાલી રહ્યો છે. 10 હજાર 18 લોકો સ્વસ્થ થઇ ગયા છે જ્યારે 1223 લોકોના મોત થયા છેશનિવારે આંધ્રપ્રદેશમાં 62, રાજસ્થાનમાં 54, હરિયામામાં 12, કર્ણાટક અને બિહારમાં 9-9, જ્યારે ઓરિસ્સા અને ત્રિપુરામાં 2-2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા શુક્રવારે રેકોર્ડ 2396 કેસ આવ્યા હતા. એક દિવસમાં સૌથી વધારે 961 દર્દી સાજા પણ થયા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કુલ સંક્રમિત 336 છે. 26 હજાર 167ની સારવાર ચાલી રહી છે. 9950 સાજા થયા છે અને 1218ના મોત થયા છે.

નેવી ચીફ વાઈસ માર્શલ એડમિનલ જી અશોક કુમારે કહ્યું કે, કોરોના સંકટના કારણે ખાડી દેશમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે 14 જંગી જહાજ તૈયાર છે. જેમાંથી 4 વેસ્ટર્ન નેવલ કમાન્ડ, 4 ઈસ્ટર્ન નેવલ કમાન્ડ અને 3 સાઉદર્ન નેવલ કમાન્ડના જંગી જહાજ છે. તેમણે જણાવ્યું કે, મુંબઈ ખાતે આવેલા નૌસૈન્ય બેઝ INSમાં અત્યાર સુધી 38 જવાન કોરોના સંક્રમિત મળ્યા છે. જેમાંથી 12ને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરાયા છે. કુમારે કહ્યું કે, કોઈ પણ જંગી જહાજ પર તહેનાત કોઈ જવાન સંક્રમિત નથી.
મજૂર સ્પેશ્યલ 6 ટ્રેન દોડાવાઈ
લોકડાઉન વચ્ચે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂર, વિદ્યાર્થી અને અન્ય લોકો માટે 24 કલાકમાં 6 સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. પહેલી ટ્રેન ગુરુવારે સવારે તેલંગાણાના લિંગમપલ્લીથી ઝારથંડના હટિયા સુધી ચલાવાઈ હતી. જે મોડી રાતે હટિયા પહોંચી ગઈ છે. આ ઉપરાંત બાકી 5 ટ્રેન છે જયપુર(રાજસ્થાન)થી પટના(બિહાર), કોટા(રાજસ્થાન)થી હટિયા(ઝારખંડ), નાસિક(મહારાષ્ટ્ર)થી લખનઉ(ઉત્તરપ્રદેશ), નાસિક(મહારાષ્ટ્ર)થી ભોપાલ(મધ્યપ્રદેશ), લિંગમ્પલ્લી (તેલંગાણા)થી હટિયા(ઝારખંડ) અને અલુવા(કેરળ)થી ભુવનેશ્વર(ઓરિસ્સા).

સોશિયલ ડિસ્ટેસીંગ બાઈક બનાવી
કોરોના વાઈરસથી બચવા માટે સરકારે સોશિયલ ડિસ્ટેસીંગ પર સૌથી વધારે ધ્યાન આપવા માટે કહ્યું છે. આને જ ધ્યાનમાં રાખીને ત્રિપુરાની રાજધાની અગરતલ્લમાં રહેતા એક વ્યક્તિએ ખાસ પ્રકારની ઈલેક્ટ્રોનિક બાઈક તૈયાર કરી છે. આ બાઈકમાં બે સીટ વચ્ચે એક મીટરથી વધારેનું અંતર છે. બાઈક બનાવનાર પાર્થ સાહાએ આ ‘COVID-19 બાઈક’ નામ આપ્યું છે. તેમનું કહેવું છે કે તે લોકડાઉન બાદ તેમની દીકરીને શાળાએ લઈ જવા માટે આ બાઈકનો ઉપયોગ કરશે. આ બાઈકમાં 750 વોટની મોટર લાગેલી છે. આ 48 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવ છે. ફુલ ચાર્જ કરવા પર બાઈકને 80 કિમી સુધી ચલાવી શકાય છે.

સેનાએ કોરોના વોરિયર્સના સન્માનમાં એક વીડિયો શેર કર્યો

જમ્મુ કાશ્મીરના બડગામમાં કોવિડ-19ના દર્દીઓ માટે હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેને ચિનાર કોર્પ્સે રંગરેથના ઓલ્ડ એર ફીલ્ડમાં બનાવ્યું છે. જેમાં 250 દર્દીઓને રાખવામાં આવશે.

મહત્વના અપડેટ્સ

  • પંજાબના હોશિયારપુર જિલ્લાના ક્લેક્ટરે શનિવારે જણાવ્પં કે, મહારાષ્ટ્રના નાંદેડના હજૂર સાહિબથી આવેલા 37 શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ મળ્યા
  • દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં એક બિલ્ડીંગના 41 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. 18 એપ્રિલે આ ઈમારતમાં પહેલો કેસ સામે આવ્યા હતો. ત્યારબાદ આ બિલ્ડીંગને સીલ કરી દેવાઈ હતી. તમામ લોકોના સેમ્પલને તપાસ માટે મોકલી દેવાયા છે. 11 દિવસ બાદ રિપોર્ટ આવ્યો તો 41 લોકો સંક્રમિત મળ્યા છે. આ બિલ્ડીંગના 176 લોકોની તપાસ કરાઈ હતી. જેમાં હાલ 67 લોકોના રિપોર્ટ આવ્યા છે. બાકી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસે બિલ્ડીંગને સીલ કરી દીધી છે.

  • કેન્દ્રીય સુરક્ષા બળના વધુ 68 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ પૂર્વ દિલ્હી ખાતે આવેલા CRPF બટાલિયનના એક કેમ્પમાંથી જ છે. અત્યાર સુધી આ કેમ્પમાં 122 સંક્રમિત મળ્યા છે. હવે તેમની સાથે સુરક્ષાબળના 127 જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી એક જવાન ઠીક થયો છે, જ્યારે એકનું મોત થયું છે. CRPF દેશની સૌથી મોટી પેરામિલેટ્રી ફોર્સ છે. જેમાં લગભગ 3.25 લાખ જવાન અને અધિકારીઓ અલગ અલગ રેન્ક પર સેવા આપે છે.

  • મધ્યપ્રદેશના 28 જિલ્લાઓના 347 મજૂરોને લઈને મહારાષ્ટ્રના નાસિકથી દોડાવાયેલી ટ્રેન શનિવારે ભોપાલ પહોંચી છે. અહીંયા મિસરોજ સ્ટશન પર તમામ મજૂરોનું થર્મલ સ્ક્રીનિંગ કરાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, તમામ મજૂરો સ્વસ્થ છ. હવે તેમને તેમના જિલ્લાઓમાં પહોંચાડવામાં આવશે. ત્યાં તેમની ફરી તપાસ કરવામાં આવશે.

  • દિલ્હીમાં કોરોના સંક્રમણ પ્રભાવિત ચાર રેડ ઝોનને લિસ્ટમાંથી હટાવી દેવાયા છે. હવે અહીંયા 97 રેડ ઝોન છે.

  • મહારાષ્ટ્રના પૂણેમાં 68 વર્ષની કોરોના સંક્રમિત મહિલાનું મોત થયું છે. તેને શ્વાસની બિમારી પહેલાથી જ હતી. જિલ્લામાં હવે મૃતકોની સંખ્યા 100 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી આ બિમારીના કારણે 486 લોકોના મોત થયા છે.

  • કોરોનાને કારણે પંજાબમાં ફસાયેલા 271 બ્રિટિશ નાગરિક લંડન જવા માટે રવાના થયા છે.

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા

દિવસ કેસ
01 મે 2391
28 એપ્રિલ 1902
25 એપ્રિલ 1835
29 એપ્રિલ 1702
23 એપ્રિલ 1667

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 11,506 1879 486
ગુજરાત 4721 736 236
દિલ્હી 3738 1167 61
મધ્યપ્રદેશ 2715 524 145
રાજસ્થાન 2666 1116 62
તમિલનાડુ 2526 1312 28
ઉત્તરપ્રદેશ 2328 654 42
આંધ્રપ્રદેશ 1463 464 28
તેલંગાણા 1044 464 28
પશ્વિમ બંગાળ 795 139 33
જમ્મુ-કાશ્મીર 639 247 08
કર્ણાટક 589 251 22
કેરળ 498 392 04
પંજાબ 585 108 20
હરિયાણા 357 241 04
બિહાર 466 84 03
ઓરિસ્સા 149 55 01
ઝારખંડ 113 21 03
ઉત્તરાખંડ 57 37 00
હિમાચલ પ્રદેશ 40 28 02
આસામ 43 33 01
છત્તીસગઢ 43 36 00
ચંદીગઢ 88 18 00
આંદામાન-નિકોબાર 33 16 00
લદ્દાખ 22 17 00
મેઘાલય 12 08 01
પુડ્ડુચેરી 08 05 01
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
ત્રિપુરા 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
મિઝોરમ 01 01 00

5 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ2715- અહીંયા શુક્રવારે સંક્રમણના 95 નવા કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, રાજ્યના 30 એપ્રિલના રિપોર્ટમાં 2617 સેમ્પલની તપાસમાં માત્ર 65 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2328- ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 117 નવા પોઝિટિવ મળ્યા. આગરામાં સૌથી વધારે 46 કેસ સામે આવ્યા. અહીંયા કુલ 479 સંક્રમિત થયા છે. લખનઉમાં 7 કેસ મળ્યા છે. અહીંયા અત્યાર સુધી 218 સંક્રમિત છે. રાજ્યમાં 1630 એક્ટિવ કેસ છે. આ બિમારીથી 43 લોકોના મોત થયા છે, જ્યારે 551 દર્દી સાજા થયા છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ11506- રાજ્યમાં શુક્રવારે 1008 સંક્રમિત મળ્યા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર દિવસના અવસરે જનતા સાથે ફેસબુક દ્વારા વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં 3 મે બાદ ઘણા જિલ્લામાં શરતો સાથે લોકડાઉનના નિયમમાં ઢીલ આપવામાં આવશે.

રાજસ્થાન, સંક્રમિતઃ2666- અહીંયા શુક્રવારે 82 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં જોધપુરમાં 18, જયપુરમાં 14, અજમેરમાં 11, કોટા અને ચિત્તોડગઢમાં 7-7 જ્યારે રાજમસંદમાં 1-1 દર્દી મળ્યો છે. રાજ્યમાં સૌથી વધારે 921 સંક્રમિત જયપુર અને ત્યારબાદ 528 જોધપુરમાં મળ્યા છે.

બિહાર, સંક્રમિતઃ466- અહીંયા શુક્રવારે સંક્રમણના 41 નવા કેસ સામે આવ્યા હતા. બક્સરમાં 11, કૈમૂરમાં 6, રોહતાસમાં 6 અને ભોજપુર અને નાલંદમાં એક એક દર્દી મળ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર મુંબઇની છે. અહીં મીરા ભાયંદરની એક હોસ્પિટલમાં 56 કોરોના સંક્રમિતો સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.


CoronaVirus In india Live NEws And Updates Of 2nd May


CoronaVirus In india Live NEws And Updates Of 2nd May

Related posts

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live

કોરોનાના પોઝિટિવ કેસમાં ગુજરાત નંબર વન ન બને તે માટે હવે નવો વ્યૂહ

Amreli Live

શબ આખી રાત પડી રહ્યું, માહિતી મળ્યા પછી સવારે પોલીસ-મેડિકલ ટીમ પહોંચી; સાંજે 5.30 વાગ્યે ઉઠાવવામાં આવ્યું

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

જાણીતા ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનું આફ્રિકામાં અપહરણ, જંગલમાંથી કાર રેઢી મળી આવી

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

અમરનાથ યાત્રા કેન્સલ કરવા બેઠક યોજાઈ, પ્રથમ પ્રેસ રિલીઝમાં કહ્યું-યાત્રા કેન્સલ, 25 મિનિટ બાદ પ્રેસ રિલીઝ કેન્સલ કરી અને 1.13 કલાક બાદ યાત્રા શક્ય નહીં હોવાનું કહેવાયુ, નિર્ણય પછી લેવાશે

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

ઓમરે ચૂંટણી ન લડવાની ધમકી આપી, મુફ્તીની કસ્ટડી 3 મહિના વધી; આતંકીઓના નિશાન પર ભાજપના કાશ્મીરી નેતા

Amreli Live

રાજકોટ જિલ્લામાં કોરોનાના 49 પોઝિટિવ કેસ, નિવૃત્ત PSI સહિત 5નાં મોતઃ સિવિલ સર્જનના પત્ની પણ કોરોનાગ્રસ્ત

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 4 મોત સાથે મૃત્યુઆંક 19 થયો, વધુ 6 કેસ સાથે આજે 22 પોઝિટિવ નોંધાયા, કુલ કેસ 285 થયા

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

શાળા-કોલેજ અને કોચિંગ સંસ્થા 31 જુલાઈ સુધી બંધ રહેશે, 15 જુલાઈથી સરકારી તાલીમ સંસ્થા ખોલી શકાશે

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટાએ દીપ પ્રગટાવી કોરોના સામેની લડાઈમાં સૌ સાથે હોવાનો સંદેશ આપ્યો, કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

વાડજના રામાપીરના ટેકરામાં 20000 લોકોનું મેડિકલ ચેકઅપ, શંકાસ્પદના ટેસ્ટનો ખર્ચ ઇસ્કોન ગ્રુપ ઉપાડશે

Amreli Live