24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશુંવિશ્વમાં કોરોનાથી 33 લાખ 31 હજાર 40 લોકો સંક્રમિત છે. 2 લાખ 34 હજાર 245 મોત થયા છે અને 10 લાખ 43 હજાર 245 સ્વસ્થ થયા છે. મહામારીની મોટી અસર એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે. જર્મનીની લુફ્થંસા એરલાઇન દસ હજાર કર્મચારીઓને હટાવી શકે છે. બીજી તરફ આયરલેન્ડની રાયનએરે નિર્ણય કરી લીધો છે કે તેઓ પાયલટ અને કેબિન ક્રૂ સહિત 3 હજાર સ્ટાફની છટણી કરશે. સિંગાપોર સરકારે એ પ્રવાસી કામદારોને ક્રૂઝ શીપ પર મોકલવાનું શરૂ કર્યું છે જેઓ સંક્રમણ બાદ હવે સ્વસ્થ થઇ ગયા છે.

બ્રાઝીલની એક કોર્ટે રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 48 કલાકમાં પોતાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. તેમના ટેસ્ટ રિપોર્ટને જાહેર કરવાની માંગ સાથે એક અરજી કોર્ટમાં દાખલ કરાઈ હતી. બોલ્સોનારો માર્ચમાં અમેરિકા ગયા હતા. આ પ્રવાસમાં તેમની સાથે રહેલા 20 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર પછી તેઓનો રિપોર્ટ જાહેર કરવાની માંગ ઉઠી રહી છે. જો તેઓ 48 કલાકમાં રિપોર્ટ નહીં આપે તો તેમને પાંચ હજાર રેઈસ (રૂ. 69 હજાર)નો દંડ ભરવો પડશે.

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા
તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા છે. અહીં બે હજાર લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તમામને દેખરેખ હેઠળ રખાયા છે. તાઝિકિસ્તાનની વસ્તી 93 લાખ છે. મધ્ય એશિયાના એકમાત્ર તુર્કમેનિસ્તાનમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. બાકીના ચાર દેશમાં કેસ નોંધાઈ ચૂક્યા છે.

બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કોરોનાનો કેસ મળ્યો નથી. અહીં સંક્રમિતોની સંખ્યા 138 છે. અત્યાર સુધીમાં એકજ વ્યક્તિનું મોત થયું છે. હાલ માત્ર 66 લોકો ક્વોરન્ટિન છે. 2509 લોકોએ ક્વોરન્ટિન સમય પૂરો કરી લીધો છે.

ચીનની દિવાલની મુલાકાતે પ્રવાસીઓ. અહીં લોકડાઉનને હટાવી લેવાયું છે.

ખાડી દેશોમાં સાઉદી અરબ અને કતાર સૌથી વધારે પ્રભાવિત
ખાડી દેશોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આ દેશોમાં સાઉદી અરબ અને કતારમાં સંક્રમણની સૌથી વધારે અસર છે. આ બન્ને દેશમાં ગુરુવારે બહાર પડાયેલા આંકડા મુજબ સાઉદી અરબમાં અત્યાર સુધીમાં 22 હજાર 753 કેસ નોંધાયા છે અને 162 લોકોના મોત થયા છે. જ્યારે કતારમાં પોઝિટિવ કેસ 13 હજાર 400 નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. ખાડીના અન્ય દેશોમાં સંયુક્ત અમીરાતમાં 12 હજાર 400 કેસ નોંધાયા છે અને 105 લોકોના મોત થયા છે. કુવૈતમાં ચાર હજાર લોકો સંક્રમિત છે જ્યારે 26 લોકોના મોત થયા છે. બહેરીનમાં કોરોના સંક્રમિત ત્રણ હજાર છે અને 8 લોકોના મોત થયા છે. ઓમાનમાં 2300 લોકો સંક્રમિત છે અને 11 લોકોના મોત થયા છે.

ટ્રમ્પે કહ્યું- કોરોના વાઈરસના નુકસાનની ભરપાઈ માટે અમેરિકા ચીન ઉપર નવો ટેક્સ લગાવશે
અમેરિકામાં 10 લાખ 95 હજાર 210 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 63 હજાર 861 લોકોએ જીવ ગુમાવ્યા છે.છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 29 હજાર 625 કેસ નોંધાયા છે, જ્યારે 2035 લોકોના મોત થયા છે. વ્હાઈટ હાઉસમાં મીડિયા બ્રીફિંગમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાઈરસના નુકસાનની ભરપાઈ માટે અમેરિકા ચીન ઉપર નવો ટેક્સ લગાવશે.

આ તસવીર અમેરિકાના મિશિગન રાજ્યની છે. અહીં લોકડાઉનના વિરોધમાં પ્રદર્શન થયું હતું.

મિશિગનમાં લોકડાઉનના વિરોધમાં હથિયાર સાથે પ્રદર્શન

અમેરિકામાં લોકડાઉનના વિરોધમાં લોકોનો વિરોધ વધી રહ્યો છે. મિશિગનની રાજધાની લાંસિંગમાં લોકોએ લોકડાઉનના વિરોધમાં ગુરુવારે પ્રદર્શન કહ્યું હતું. પ્રદર્શન કરનાર અમુક લોકો સાથે હથિયાર પણ હતા. વિરોધ કરનાર ગવર્નર ગ્રેચેન વ્હિટમરના લોકડાઉનના આદેશનો વિરોધ કરી રહ્યા હતા. અહીં 23 માર્ચથી લોકડાઉન છે.

અમેરિકાનું વોર શીપ થિયોડોર રુઝવેલ્ટ હાલ એપ્રો હાર્બરના ગુઆમ નેવલ બેઝ ઉપર ઊભું છે.

અમેરિકાની નેવીની બે શીપમાં તમામ ક્રૂ મેમ્બર્સની તપાસ પૂરી
અમેરિકાની નેવીની બે શીપમાં તમામ ક્રૂ મેમ્બર્સની તપાસ પૂરી થઈ ગઈ છે. થિયોડોર રુઝવેલ્ટ અને યુએસએસ કિડ ઉપર કોરોના સંક્રમિત કેસ મળ્યા હતા. આ પછી બન્ને શીપ ઉપર તહેનાત નૌસૈનિકોની તપાસ કરાઈ હતી. રુઝવેલ્ટ પર 1102 એક્ટિવ કેસ મળ્યા હતા. યુએસએસ કિડ પર 78 કેસ મળ્યા હતા.

જર્મનીમાં ઘણા પ્રતિબંધો હળવા કરાયા

જર્મનીના મ્યુંસ્ટરમાં બેંક બહાર માસ્ક પહેરીને ઊભા છે. જર્મનીમાં કુલ 1.63 લાખ કેસ નોંધાયા છે, 6,623 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીએ લોકડાઉનમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. સરકારે સોમવારથી મ્યુઝિયમ, ચર્ચ, નાની દુકાનો અને રમતના મેદાનોને ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ લોકોએ સુરક્ષા ઉપાયોને અપનાવવા પડશે. જર્મનીના ચાન્સલર એન્જેલા મર્કલે તમામ રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ આની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો લોકો સોશિયલ ડિસ્ટેંસિંગને ભૂલી જશે તો સંક્રમણ ફેલાવાનું જોખમ છે. આપણે સાથે મળીને સંક્રમણને ઓછી કરવાની દિશામાં કામ કરવાનુ છે.જર્મનીમાં કુલ 1.63 લાખ કેસ નોંધાયા છે, 6,623 લોકોએ જીવ ગુમાવ્યા છે. જર્મનીમાં હાલ એક્ટિવ કેસ માત્ર32 હજાર 886 છે. 1.24 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકરનો રિપોર્ટ પોઝિટિવ
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસર કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ટ્વિટ કરીને તેઓએ આ વાતની પુષ્ટી કરી છે. તેઓ 24 એપ્રિલે પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મળ્યા હતા.પાકિસ્તાનમાં 16 હજાર 817 કેસ નોંધાયા છે અને 385 લોકોના મોત થયા છે.
રશિયાના પીએમ મિખાઈલનો રિપોર્ટ પોઝિટિવ

રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન. રશિયામાં કોરોનાના 1 લાખ છ હજારથી વધારે કેસ નોંધાયા છે, જ્યારે એક હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ગુરુવારે રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં મિખાઈલે કહ્યું હતું કે મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે હું સેલ્ફ આઈસોલેશનમાં જાઉં છું. એ ખૂબ જરૂરી છે કે મારા સાથીદારો સુરક્ષિત અને સ્વસ્થ રહે. રશિયામાં કોરોનાના 1 લાખ છ હજારથી વધારે કેસ નોંધાયા છે, જ્યારે એક હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મિખાઈલ ઝડપથી સાજા થાય તેવી શુભકામના પાઠવી છે.

જાપાનના નાગોયા રેલવે સ્ટેશન ઉપર લોકોનું તાપમાન માપી રહેલા સ્વાસ્થ્ય કર્માચારીઓ.

આજે કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 10,95,210 63,861
સ્પેન 239,639 24,543
ઈટાલી 205,463 27,967
બ્રિટન 171,253 26,771
ફ્રાન્સ 167,178 24,376
જર્મની 163,009 6,623
તુર્કી 120,204 3,174
રશિયા 106,498 1,073
ઈરાન 94,640 6,028
બ્રાઝીલ 87,187 6,006
ચીન 82,874 4,633
કેનેડા 53,236 3,184
બેલ્જિયમ 48,519 7,594
નેધરલેન્ડ 39,316 4,795
પેરુ 36,976 1,051
ભારત 34,863 1,154
સ્વિત્ઝરલેન્ડ 29,586 1,737
પોર્ટુગલ 25,045 989
સાઉદી અરબ 22,753 162
સ્વીડન 21,092 2,586
આયર્લેન્ડ 20,612 1,232
મેક્સિકો 19,224 1,859
પાકિસ્તાન 16,817 385
સિંગોપોર 16,169 15
મોસ્કોમાં દર્દીને લઈ જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ. રશિયામાં એક લાખ 6 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.

અપડેટ્સ

  • ચીનમાં કોરોના વાઈરસના 12 નવા કેસ નોંધાયા છે. જેમાં છ કેસ વિદેશમાંથી આવ્યા છે.
  • યુએઈમાં 32000 ભારતીયોએ વતન પરત આવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું

  • અમેરિકાની ઘણી એરલાયન્સે મુસાફરો માટે ફેસ માસ્ક ફરજીયાત કરી દીધું છે.

  • સિંગાપોર સરકારે વિદેશી કારીગરોનો સ્ટે હોમ સમયગાળો બે સપ્તાહ લંબાવી 18 મે સુધી કર્યો છે. સિંગાપોરમાં 17 હજાર 101 કેસ નોંધાયા છે અને 15 લોકોના મોત થયા છે.

  • દક્ષિણ કોરિયામાં 24 કલાકમાં કોરોનાના નવ કેસ નોંધાયા છે. અહીં કુલ કેસ 10 હજાર 774 નોંધાય છે. 248 લોકોના મોત થયા છે. અહી માત્ર 1454 એક્ટિવ કેસ છે.

  • જાપાનમાં નવા 187 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અહી કુલ કેસ 14 હજાર 88 છે. અહીં 430ના મોત થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


US could use new tariffs on China as retaliatory measure over coronavirus outbreak, says President Trump


સિંગાપોર સરકાર પ્રમાણે આ નિર્ણયના બે ફાયદા થશે. પહેલો- તેઓ ફરી સંક્રમિત નહીં થાય. બીજો- ડોરમેટ્રીઝમાં ભીડ ઓછી થશે અને સંક્રમણનો ખતરો ઘટશે. આ તસવીર 30 એપ્રિલના ડોરમેટ્રીમાં ઉપસ્થિત અમુક કામદારોની છે.


બ્રાઝીલમાં કોરોના સંક્રમણથી મોતને ભેટનાર લોકોની કબરો.


આ તસવીર 25 માર્ચની છે. કઝાકિસ્તાનના નુર સુલ્તાન વિસ્તારમાં રસ્તાને સેનિટાઈઝ કરતા કર્મચારીઓ.


US could use new tariffs on China as retaliatory measure over coronavirus outbreak, says President Trump


પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસર. ફાઈલ તસવીર


US could use new tariffs on China as retaliatory measure over coronavirus outbreak, says President Trump

Related posts

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live

વધુ 8 પોલીસકર્મીને કોરોના થતાં કુલ 105 પોલીસ કર્મી કોરોનાગ્રસ્ત, જમાલપુર, દરિયાપુર, કાલુપુરમાં ઘોડેસવાર નાઈટ પેટ્રોલિંગ

Amreli Live

CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદીને પત્ર લખ્યો, બોલિવૂડનાં મોટાં માથાંનું દુબઈના ડોન સાથે કનેક્શન હોવાનો દાવો

Amreli Live

કોરોના વોરિયર્સ માતા-પિતાની દીકરીએ CBSE ધો. 10માં 91 ટકા મેળવ્યા, મેથ્સમાં 100માંથી 100, IAS બનવાનું સપનું

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-ડેમોક્રેટ કેન્ડિડેટ બાઈડન એટલા સક્ષમ નથી કે દેશની કમાન સંભાળી શકે, તે માનસિક થાકેલા છે

Amreli Live

9.37 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 29 હજાર 917 દર્દી વધ્યા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો

Amreli Live

2 હજાર વર્ષમાં કોરોના 17મી એવી બીમારી કે જેણે 1 લાખથી વધુ લોકોના ભોગ લીધા

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

રિવર્સ રેપો રેટ 25 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો, 3 બેન્કિંગ સંસ્થાનોને 50 હજાર કરોડની મદદ

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી થયું, હવે સોશિયલ ડિસ્ટન્સિંગ ત્યાગીને આખો દેશ ધમધમતો થશે, કિવિઝે કઈ રીતે જીતી આ લડાઈ?

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live

રાજ્યમાં કોરોનાના ત્રણ વીક, છેલ્લા એક વીકમાં જ કુલ કેસના 50 ટકા કરતા વધુ 101 કેસ અને 10 મોત

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

7.69 લાખ કેસઃ CM કેજરીવાલ અને LGએ CWG વિલેજમાં બનાવાયેલા હાઈટેક કોવિડ સેન્ટરને શરૂ કરાવ્યું

Amreli Live

વડોદરામાં વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, અત્યાર સુધી 77 પોઝિટિવ કેસ થયા, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ

Amreli Live

રાજ્યમાં આજે 29 નવા દર્દીઓ નોંધાતા કોરોનાના કુલ 175 દર્દી, ત્રણના મોત સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો

Amreli Live

જેનો એકેય મેળામાં મેળ ન પડે ઈ છેલ્લે શિવરાતના મેળામાં જઈ બોલે ‘ધૂણી રે ધખાવી તારા નામની’’…

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live