25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 21,784થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 689લોકોના મોત થયા છે. દેશમાં સતત પાંચમાં દિવસે કોરોના વાઇરસના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે 1290 દર્દીઓ નોંધાયા હતા. એપછી સંક્રમિતોની સંખ્યા 21,389 થઈ હતી. એક દિવસ પહેલા 1537, 20 એપ્રિલે 1239, 19 એપ્રિલે 1580 અને 18 એપ્રિલે 1371 કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળ્યાં હતા. ગુરુવારે રાજસ્થાનમાં 49 પોઝિટિવ કેસ, પટનામાં એક દિવસમાં આઠ સંક્રમિતો મળ્યા છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 18 એપ્રિલના કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પાંચ દિવસ પછી વીડિયો કોલ કરીને નવજાતને નિહાળ્યો હતો. આ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલના સ્ટાફે કરી હતી. હોસ્પિટલના સર્જન સુંદર કુલકર્ણીએ જણાવ્યું કે સિજેરિયન દ્વારા બાળકનો જન્મ થયો હતો. માતા કોરોના સંક્રમિત હોવાથી બાળકને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યું છે. અત્યારે નર્સ તેની દેખરેખ કરી રહી છે.

સોનિયા ગાંધીએ કહ્યું- ભાજપ નફરતનો વાઈરસ ફેલાવી રહી છે
કોરોના સંકટ અંગે ગુરુવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવાઈ હતી. જેમાં પાર્ટીની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, આવા સમયે જ્યારે દરેકે મળીને કોરોના સંક્રમણ સામે લડવું જોઈએ, ત્યારે ભાજપ દેશમાં નફરતનો વાઈરસ ફેલાવી રહ્યો છે. તેમણે ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્વાસ્થ્યકર્મી, સેનેટાઈઝેશન વર્કર, જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતામાં લાગેલા લોકો, એનજીઓ અને એ લાખો લોકોની જેમ પ્રશંસા કરી જે જરૂરિયાતમંદોની મદદમાં લાગેલા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમનું સમપર્ણ અને મજબૂત ઈરદા આપણને પ્રેરિત કરે છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના કારણે 100થી વધારે મોત
મહારાષ્ટ્ર બાદ બુધવારે ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે, જ્યાં કોરોનાના કારણે 100 કરતા વધારે લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 103 લોકોના મોત થયા છે. આ સાથે જ કોવિડ-19 માટે થનારા રેપિડ એન્ટીબોડી ટેસ્ટ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિકલ રિસર્ચે એક પ્રોટોકોલ બહાર પાડ્યો છે.

મહત્વના અપડેટ્સ

  • મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને ગુરુવારે જણાવ્યું કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને કોવિડ-19 સાથે સંબંધિત મેડિકલ સામાનોની આયાત અને વિતરણના હબના રૂપમાં ફેરવી દીધું છે. એરપોર્ટના 3800 ચો મીટરના ક્ષેત્રને આ કામ માટે ફાળવવામાં આવ્યું છે.

  • ચંદીગઢના PGIમાં કોરોના વાઈરસથી સંક્રમિત 6 મહિનાની બાળકીનું મોત

  • ભોપાલમાં એક સાથે 44 લોકોએ કોરોનાને હરાવ્યો, સન્માનમાં રાષ્ટ્રગાન અને ‘હમ હોગે કામયાબ’ની ધૂન વગાડાઈ
  • ઉત્તરપ્રદેશના લખનઉમાં 55 પોલીસકર્મીઓને ક્વૉરન્ટીન કરાયા
  • પંજાબમાં પણ રેપિડ ટેસ્ટ કીટમાં ખામી, ICMRને ટેસ્ટ કીટ પાછી આપવામાં આવશે.
  • મધ્યપ્રદેશમાં કોરોનાવોરિયર્સ પર હુમલાનો કેસ સામે આવ્યો છે. જેમાં એએસઆઈ શ્રીરામ અવસ્થી ઘાયલ થયા છે. આ ટીમ ઈન્દોરથી શ્યોરપુર આવેલા વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવા માટે ગઈ હતી. આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.
  • ઝારખંડના પલામૂમાં 28 વર્ષના એક કોરોના શંકાસ્પદે ક્વૉરન્ટીન સેન્ટરમાં આત્મહત્યા કરી લીધી હતી.ઘટના પહેલા તેને ટેસ્ટ કરવામાં આવ્યો હતો પણ રિપોર્ટ આવવાનો બાકી હતો.
  • મહારાષ્ટ્રમાં 92 વર્ષની એક મહિલાએ 14 દિવસમાં કોરોનાને હરાવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે થોડા દિવસ પહેલા જ તેને પૈરાલિસિસનો અટેક આવ્યો હતો.
  • પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ જણાવ્યું કે, ટેલીકોમ ડિપાર્ટમેન્ટ તરફથી લોકડાઉન દરમિયાન 3 મે સુધી ફ્રી ઈન્ટરનેટ આપવાની વાત જે સોશ્યલ મીડિયા પર ફેલાઈ રહી છે તે ખોટી છે. આ સમાચારમાં આપવામાં આવેલી લિંક mysafecovid19.com ખોટી છે, તેની પર ક્લીક ન કરશો.
રાજ્ય કેટલા સંક્રમિત થયા કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 5649 789 269
દિલ્હી 2248 724 48
તમિલનાડુ 1629 662 18
મધ્યપ્રદેશ 1603 152 80
રાજસ્થાન 1888 344 27
ગુજરાત 2407 179 103
ઉત્તરપ્રદેશ 1449 173 21
તેલંગાણા 943 194 24
આંધ્રપ્રદેશ 813 120 24
કેરળ 437 308 03
કર્ણાટક 427 131 27
જમ્મુ-કાશ્મીર 407 92 05
પશ્વિમ બંગાળ 423 73 15
હરિયાણા 264 158 3
પંજાબ 278 53 16
બિહાર 141 42 2
ઓરિસ્સા 83 32 01
ઉત્તરાખંડ 46 23 00
હિમાચલ પ્રદેશ 40 11 02
આસામ 35 19 01
છત્તીસગઢ 36 28 00
ઝારખંડ 46 00 02
ચંદીગઢ 29 14 02
લદ્દાખ 18 14 00
આંદામાન-નિકોબાર 16 11 00
મેઘાલય 12 00 01
ગોવા 07 07 00
પુડ્ડુચેરી 07 04 00
મણિપુર 02 01 00
ત્રિપુરા 02 01 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરા નગર હવેલી 01 00 00
મિઝોરમ 01 00 00
નાગાલેન્ડ 01 00 00

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 1603ઃ અહીંયા બુધવારે સાંજે શ્યોપુરમાં કોરોનાવોરિયર્સ પર હુમલાનો કેસ સામે આવ્યો છે. જેમાં શ્રીરામ અવસ્થી ઘાયલ થયા છે. પોલીસ સાથે સ્વાસ્થ્યકર્મી ઈન્દોરથી શ્યોપુરથી પાછા આવેલા વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવા માટે ગયા હતા. ત્યારે તેમની પર હુમલો કરાયો હતો. આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.

ભોપાલમાં ગરમી વધવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણીની તકલીફ થવા માંડી છે. લોકો ટેન્કરથી પાણી ભરતી વખતે સોશ્યલ ડિસ્ટેસીંગનું પાલન કરી રહ્યા નથી.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1449- અહીંયા બુધવારે સંક્રમણના 112 નવા કેસ સામે આવ્યા છે. અહીંયા અત્યાર સુધી 21 દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 173 સંક્રમિત સ્વસ્થ પણ થયા છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પ્રવાસી મજૂર સામાજિક સંગઠનો તરફથી વહેંચવામાં આવતું જમવાનું લઈને આવી રહ્યા છે. લોકડાઉનના કારણે આ મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે.

રાજસ્થાન, સંક્રમિત-1935ઃઅહીંયા ગુરુવારે 47 સંક્રમિત મળ્યા છે. જેમાં જોધપુરમાં 20, જયપુરમાં 12, નાગૌરમાં 10, કોટા અને હનુમાનગઢમાં 2-2, જ્યારે અજમેરમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં બુધવારે 153 સંક્રમિત મળ્યા હતા.

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ જયપુરમાં મનેરગા મજૂરોને સોશ્યલ ડિસ્ટેસીંગ જાળવી રાખવાની અપીલ કરી છે, જેથી સંક્રમણથી બચી શકાય

ગુજરાત, સંક્રમિત,-2407ઃ અહીંયા બુધવારે 135 કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 103 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 179 સંક્રમિત લોકો સાજા થયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઔરંગાબાદની તસવીર


Corona in India Live News & Updates Of 23 April


Corona in India Live News & Updates Of 23 April


Corona in India Live News & Updates Of 23 April


Corona in India Live News & Updates Of 23 April


Corona in India Live News & Updates Of 23 April

Related posts

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ કોરોનાને રોકવા અનોખો પ્રયોગ, ટનલ બાવવામાં આવી, કેવી રીતે કરે છે કામ

Amreli Live

રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિલ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત થયા, અત્યાર સુધીમાં 25.87 લાખ દર્દીઓ થયા

Amreli Live

શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, 32 વિસ્તાર મુક્ત, હાલમાં 236 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં

Amreli Live

અત્યાર સુધી 24,591કેસ,મૃત્યુઆંક 782: મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

ચીનના સૈનિકો હજુ પણ ઘાટીમાં, IAFના લડાકૂ વિમાનોએ અથડામણવાળી જગ્યા પરથી ઉડ્ડાન ભરી

Amreli Live

સિહોરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, ઇતિહાસમાં પ્રથમવાર અખાત્રીજે રાજકોટની સોની બજાર બંધ

Amreli Live

વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોનાથી મોત, SVPમાં વેન્ટિલેટર પર હતા

Amreli Live

અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ

Amreli Live

અત્યાર સુધીમાં 2 લાખ મોતઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાજા થયા બાદ ઓફિસ પહોંચ્યા, 24 કલાકમાં બ્રિટનમાં 413 અને ઇટાલીમાં 260 લોકોના મોત

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

ઉનાના ખજુદ્રામાં ગાજવીજ સાથે 1 કલાકમાં 3 ઈંચ, રાજુલામાં 1 કલાકમાં 2 ઈંચ, ભાવનગર અને વેરાવળમાં ધોધમાર વરસાદ

Amreli Live

જમીયત ઉલેમા-એ-હિન્દની સુપ્રીમ કોર્ટમાં અરજી- તબલીઘી જમાતના કાર્યક્રમને લઈને ફેલાવવામાં આવી રહેલા ફેક ન્યુઝ પર પ્રતિબંધ લગાવો

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

ગુજરાતમાં ટ્રેકિંગ, ટ્રેસિંગ અને ટેસ્ટિંગમાં મોડું કરતાં કોરોના પોઝિટિવ કેસમાં સ્ફોટક વધારો થઈ રહ્યો છે

Amreli Live

10.39 લાખ કેસઃ દેશમાં આજે એક દિવસમાં 33,500 કેસ આવ્યાઃ છેલ્લા 24 કલાકમાં વિક્રમી 676 દર્દીના મોત

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં ચાર સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 101 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; અધિકારીએ અંતિમ સંસ્કાર કર્યા

Amreli Live

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સનો નફો 37.2% ઘટી રૂ. 6,546 કરોડ થયો, વાર્ષિક ધોરણે પ્રોફિટમાં નજીવો વધારો

Amreli Live